NEW
Font size
WorksheetsPOST TEST MODYUL 8
Total questions: 25
Worksheet time: 13mins
Q1. નવજાત બાળકોમાં સ્તનપાનનું નિરીક્ષણ કરવું શા માટે મહત્વપૂર્ણ છે?
a વધારાની સંભાળની જરૂર હોય તેવા નવજાત બાળકોને ઓળખ કરવાની તક આપે છે
b. હોસ્પિટલમાં સારવારની જરૂર હોય તેવા નવજાત બાળકોની ઓળખ કરવામાં મદદ કરે છે
c.સ્તનપાન અને પૂરક આહાર આપવાની સલાહ માટેની તક આપે છે
d.એ અને બી
Q .2 શું નવજાત શિશુને દરેક સ્તનપાન વખતે બંને સ્તનનુ દૂઘ પીવડાવવુ જોઈએ?
a. હા, કારણ કે તે વધુ દૂધના ઉત્પાદનમાં મદદ કરે છે
b. ના, બાળક બન્ને સ્તનનુ દૂઘ પી શકશે નહીં
c એક સ્તનનુ દૂઘ ખાલી થાય ત્યાં સુઘી એક સ્તનનું જ દૂઘ પીવડાવવું જોઇએ
a. હા, તે બાળકની જરૂરીયાતને પરિપૂર્ણ કરે છે.
Q 3. બાળકને સ્તનપાન કરાવવાની સાચી સ્થિતિ શું છે?
a. માતાએ ફક્ત બેસીને સ્તનપાન કરાવવુ જોઈએ
b. માતાએ ફક્ત સૂતા-સૂતા સ્તનપાન કરાવવુ જોઈએ
c. માતાએ બેસીને અને સૂતા-સૂતા બંને સ્થિતિમાં સ્તનપાન કરાવવુ જોઈએ
d. બાળકના આરામ (યોગ્ય લાગે) પર આધાર રાખે છે
Q 4. નીચેનામાંથી કયા વિઘાનો નબળા અને બિમાર નવજાત શિશુ માટે સાચા છે?
a. નબળા અને માંદા બંને નવજાત શિશુઓની ઘરે કાળજી લેવી જોઇએ
b. નબળા નવજાત શિશુને ઘરે ખાસ કાળજીની જરૂર છે
c. બિમાર નવજાત શિશુને ઘરે ખાસ કાળજીની જરૂર છે
d. નબળા નવજાત શિશુને ફકત હોસ્પિટલમાં સારવાર આપી શકાય છે
Q 5. બે વર્ષથી નાની ઉંમરના બાળકોમાં કુપોષણ ઘટાડવા માટે આપણે શું કરવું જોઈએ?
a. બાળકની ડૉક્ટર પાસે તપાસ કરાવી અને દવા લેવી
b. બાળક બટાકા ખવડાવવા જોઇએ
c. જન્મ બાદ તરત જ સ્તનપાની શરૂઆત અને 6 મહિના સુધી માત્ર સ્તનપાનની ખાતરી કરવી જોઈએ અને 6 મહિના પછી સ્તનપાન સાથે યોગ્ય માત્રામાં ઉપરી આહાર આપવો જોઈએ.
d. ઉપરના બઘા
Q. 6. આપણે નબળા નવજાત બાળકને કેવી રીતે ઓળખી શકીએ?
a. જ્યારે બાળકનો જન્મ 8.5 મહિના પૂરા થાય તે પહેલાં થાય છે
b. જ્યારે બાળકનુ જન્મસમયે વજન 2 કિલોથી ઓછું હોય છે
c. જ્યારે બાળક સંપૂર્ણ તત્પરતા સાથે સ્તનપાન કરી શકતું નથી
a. ઉપરના બઘા
Q. 7. આપણે નબળા નવજાત બાળકને કેવી રીતે જીવિત રાખવામાં મદદ કરી શકીએ?
a. વધારાનુ સ્તનપાન કરાવીને
b. કાંગારુ મધર કેર આપીને
c. વધારાનુ સ્તનપાન, ઉષ્મા અને સ્વચ્છતાને સુનિશ્ચિત કરીને
d. બાળકને જીવનરક્ષક એન્ટીબાયોટીક્સ દવા આપીને.
Q 5. સ્તનપાનનું નિરીક્ષણ કરવું કયારે મહત્વપૂર્ણ છે? (માતા દ્વારા સ્તનપાન કરાવવા સંદર્ભે)
a. જયારે બાળક એક અઠવાડિયાનું હોય
b. જન્મ પછી તરત જ
c. જ્યારે પણ તમને ખબર પડે કે બાળક સ્વસ્થ નથી
d. બી એન્ડ સી
જે બાળકો મૃત્યુ પામે તેવા છે તેઓની ઓળખવાની શક્યતાઓ છે છે?
a. ના, ઓળખ કરવાનું શક્ય નથી
b. હા, ગર્ભાવસ્થાના સમયના (ગર્ભની ઉંમર) નિરીક્ષણ દ્વારા
c. બી અને ડી
d. હા, બાળકનું વજન માપવાથી
Q. 10. શા માટે 'પરિપકવતાની તારીખ' ની ગણતરી કરવી મહત્વપૂર્ણ છે?
a. તે નબળા બાળકને ઓળખવામાં મદદ કરે છે
b. પ્રસૂતિની સંભવિત તારીખ જાણવી વધુ મહત્વનું છે
c. તે અઘૂરા માસે જન્મેલ (પ્રિમેચ્યોર) બાળકને ઓળખવામાં મદદ કરે છે
d. બાળકના જન્મની તૈયારીનુ આયોજન બનાવવામાં મદદ કરે છે
Q. 11. સ્વચ્છતા જાળવવા માટે કુટુંબને કઈ સલાહ આપી શકાય?
a. બાળકને સંભાળતા પહેલા હાથ ધોવા જોઇએ
b. બાળકને ખવડાવવા માટે માત્ર સ્વચ્છ અને જંતુમુકત બોટલનો ઉપયોગ કરો
c. કોર્ડ (ગર્ભનાળ) સ્વચ્છ અને સૂકી રાખો
d. એ અને સી
Q. 12. 7 - 8 મહિનાનાં બાળકને ખોરાકની કઇ વસ્તુઓ આપી શકાય છે?
a. દાળનું પાણી
b. ચા સાથે સોફ્ટ બિસ્કીટ
c. ખીચડી
d. ભાતનુ પાણી (ઓસામણ)
Q. 13. શરીર રચના માટે કયો ખોરાક સમૂહ મહત્વપૂર્ણ છે?
a. અનાજ અને ઘાન્ય જેમ કે બાજરી, જુવાર, નાગલી વગેરે
b. કઠોળ, લીગ્યુમ, નટ્સ અને નોન વેજ ફૂડ આઈટમ્સ
c. લીલા પાંદડાવાળી શાકભાજી
d. ખાદ્ય તેલ
Q. 14. વિટામિન 'એ' નું શું મહત્વ છે?
a. નવું લોહી બનાવવામાં મદદ કરે છે
b. બુદ્ધિ અને યાદશક્તિમાં સુધારો કરે છે
c. આંખો તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે
d. એ અને સી
Q. 15. જે કુટુંબો માંસાહારી ખોરાકની વસ્તુઓનો ઉપયોગ કરે છે તેમાંથી નીચેનામાંથી કયો ખોરાક નાના બાળકને આપી શકાય છે?
a. માત્ર છૂંદેલા ઇંડા સફેદ
b. માત્ર છૂંદેલા ઇંડા જરદી
c. સારી રીતે રાંધેલો અને છૂંદેલો કોઇપણ માંસાહારી ખોરાક
d. ખીચડી, ખીર, છૂંદેલા ફળો અને શાકભાજી
Q. 16. બાળકોને વિવિધતા સભર પોષણવાળો ખોરાક આપવાનુ શા માટે મહત્વપૂર્ણ છે?
a. સારી વૃદ્ધિ માટે
b. સારુ શીખવા અને પ્રવૃત્તિ માટે
c. ચેપ / રોગો સામે લડવા માટે
d. ઉપરના બઘાજ
Q. 17. નાના બાળકને ખોરાકની કેટલી વઘુ વિવિધતાવાળો ખોરાક આપી શકાય?
a. અલગ-અલગ આહારજૂથમાંથી બનેલ દરેક ભોજન
b. દર મહિને નવા આહારજૂથ ખોરાક આપવો
c. દરેક ભોજનમાં ઓછામાં ઓછા 4 આહાર જૂથનો સમાવેશ કરવો
d. એક વર્ષની ઉંમરે વિવિધ ખોરાક આપવાનું શરૂ કરો.
Q. 18. કઇ ઉંમરે બાળકને ખોરાકના વિવિધ જૂથોમાંથી ખોરાક આપી શકાય ?
a. બાળક 6 મહિનાનુ થાય એટલે તરત જ
b. બાળક 1 વર્ષનુ થાય ત્યારે
c. બાળક 10 મહિનાનુ થાય ત્યારે
d. ઉપરનામાંથી કોઇ નહિ
Q 19. 3 વર્ષથી વધુ ઉંમરના બાળકને કેટલી વાર વજન કરવું જોઈએ?
a. મહિનામાં એકવાર
b. મહિનામાં બે વાર
c. ક્વાર્ટરમાં (3 મહિને) એકવાર
d. બે મહિને એક વખત
Q 20. બાળકનું વજન કરતી વખતે શું સાવચેતી રાખવાની છે?
a. ખાત્રી કરો કે બાળક હલન-ચલન કરતું નથી.
b. બાળકને ફક્ત ઓછા કપડાં પહેરવા જોઈએ અને મોજા કે જૂતા પહેરવા જોઈએ નહીં.
c. બાળકનુ વજન કરતાં પહેલા ચકાસો કે મશીનનો કાંટો '0' દર્શાવે છે.
d. ઉપરના બઘાજ
Q. 21. લંબાઈ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે?
a. સ્ટેડિયોમીટર
b. ઇન્ફન્ટોમીટર
c. પુખ્ત વ્યકિતઓ માટેનો સ્કેલ
d. ઉપરનામાંથી કોઇ નહિ
Q. 22. આપણે બાળકોમાં વેસ્ટીંગ (ઉાંચાઇના પ્રમાણમાં ઓછુ વજન) કેવી રીતે માપી શકીએ?
a. ઉાંચાઇના પ્રમાણમાં ઓછુ વજન
b. ઉંમરના પ્રમાણમાં વજન
c. બાવડાના મઘ્ય ભાગના ઘેરાવાનુ માપ (MUAC)
d. બાળકના હલન-ચલનનુ નિરીક્ષણ કરીને
Q. 23. આપણે બાળકોમાં સ્ટંટિંગ (ઉંમરના પ્રમાણમાં ઓછી ઉાંચાઇ) કેવી રીતે માપીએ?
a. ઉંમરના પ્રમાણમાં વજન
b. ઉંમરના પ્રમાણમાં ઉંચાઇ
c. ઉંમરના પ્રમાણમાં ઉંચાઇ / લંબાઇ
d. ઉપરનામાંથી કોઇ નહિ
Q 24. ઓછામાં ઓછું બાળકનું વજન / ઊંચાઇ / લંબાઈ કેટલી વખત માપવું જોઇએ
a 4
b. 3
c. 2
d. 6
Q 25. જો બાળક વેસ્ટેડ (ઉાંચાઇના પ્રમાણમાં ઓછું વજન) કેટેગરીમાં આવે તો તમે શું કરશો?
a. કોઈપણ તબીબી સારવારની જરૂર માટે તપાસ
b. જો કોઈપણ પ્રકારની તબીબી સમસ્યા ન હોય તો ઘરે યોગ્ય ખોરાક અને સંભાળ માટે કુટુંબને ઉચિત સલાહ આપો
c. તબીબી સારવારની જરૂરીયાતના કિસ્સામાં નજીકના પબ્લિક હોસ્પિટલમાં રીફર કરો
d. ઉપરના બઘાજ
