wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

GES-2 Exam

Total questions: 39

Worksheet time: 21mins

Name
Class
Date
1.

રજીસ્ટર થયેલી મા. /ઉ. મા. શાળામાં નિમણૂંક પામનાર કર્મચારીની સેવાપોથી કેટલા સમયમાં તૈયાર કરવી જોઇએ?

a)

છ મહિના

b)

બે મહિના

c)

ત્રણ મહિના

d)

ચાર મહિના

2.

કોઈ વિદ્યાર્થી બનાવટી L.C. ના આધારે પ્રવેશ મેળવેલ છે. વિનિયમ 13 મુજબ શાળાના વડાએ શું કરવું જોઇએ?

a)

ફોજદારી કેસ કરવો જોઇએ

b)

જી. આર. માં નોંધ કરી નામ કાઢી નાખવું

c)

પ્રવેશ બિનઅમલી જાહેર કરી DEO ને જાણ કરવી

d)

બોર્ડના અધિકારીની પૂર્વ મંજૂરી મેળવી પ્રવેશ બિનઅમલી જાહેર કરવો

3.

વિનિયમ 27 (અ ) મુજબની નાની શિક્ષા કરવામાં આવેલ કર્મચારીએ તેના બચાવ માટે કોને કેટલા સમયમાં અપીલ કરી શકે?

a)

શાળાના વડા - 7 દિવસ

b)

જિલ્લા શિક્ષણાધિકારી - 30 દિવસ

c)

સંચાલક મંડળ -21 દિવસ

d)

જિલ્લા શિક્ષણાધિકારી -45 દિવસ

4.

શાળા છોડ્યાના પ્રમાણપત્રનો નમૂનો ગુ. મા. શિ. વિનિયમો -1974 ના કયા નમૂના મુજબ હોવો જોઇએ?

a)

નમૂનો -9

b)

નમૂનો -7

c)

નમૂનો -6

d)

નમૂનો -5

5.

ગુ.મા. શિ વિનિયમ -1974 ના વિનિયમ -5 ની ચૂંટણી કાર્યરીતિ મુજબ બોર્ડની ચૂંટણીની તારીખના ઓછામાં ઓછા કેટલા દિવસ અગાઉ હરીફ ઉમેદવારોની યાદી નક્કી કરેલા સ્થળોએ મૂકવી જોઇએ?

a)

સાત દિવસ

b)

દસ દિવસ

c)

ચૌદ દિવસ

d)

પંદર દિવસ

6.

ગ્રાન્ટેડ શાળાના કર્મચારીએ મંગળ અને બુધવાર ની પરચુરણ રજા લીધી હોય અને ગુરુ, શુક્ર તથા શનિવારે જાહેર રજા આવતી હોય તો કેટલા દિવસ ની પરચુરણ રજા ગણાશે??

a)

02

b)

03

c)

05

d)

06

7.

અનુદાનિત માધ્યમિક શાળાના કર્મચારી સામે વિનિયમ 27 (અ )મુજબ શિક્ષાત્મક કાર્યવાહી સંદર્ભે શિક્ષાનો પ્રકાર નક્કી કરવા કોણ સક્ષમ છે?

a)

તપાસ સમિતિ ના અધ્યક્ષ

b)

જિલ્લા શિક્ષણાધિકારી

c)

શાળા નું સંચાલક મંડળ

d)

શાળાના આચાર્ય

8.

ધર્મ આધારિત લઘુમતી શાળા અન્ય ધર્મના વિદ્યાર્થીને પ્રવેશ આપવા ઇન્કાર કરે છે. ક્યું વિધાન સાચું છે?

a)

વિનિયમ 43 મુજબ ઇન્કાર કરી શકે

b)

વિનિયમ 12 (1)મુજબ ઇન્કાર કરી શકે

c)

વિનિયમ 12(ક ) મુજબ ઇન્કાર કરી શકે નહીં.

d)

ઉપરના પૈકી એક પણ વિધાન સાચું નથી

9.

એક રેજિસ્ટર મા. અને ઉ. મા શાળા ના માધ્યમિક વિભાગમાં 868 અને ઉ. મા. વિભાગ માં 235 વિદ્યાર્થી ની સંખ્યા છે. શાળા માં 2 પટાવાળા છે. સંખ્યા ના આધારે વધારા ના કેટલા પટાવાળા મળશે?

a)

એક

b)

બે

c)

ત્રણ

d)

એક પણ નહીં

10.

મા. અને ઉ. મા. શાળાના પાઠ્યપુસ્તકો ને કઈ સમિતિની ભલામણથી સરકાર મંજૂરી આપે છે?

a)

બોર્ડની અભ્યાસ સમિતિ

b)

પાઠ્યપુસ્તક મંડળની ભલામણ સમિતિ

c)

બોર્ડ ની શૈક્ષણિક સમિતિ

d)

GCERT ની કાર્યવાહક સમિતિ

11.

બોર્ડની નાણાં સમિતિ એક યોજનાની દરખાસ્ત કારોબારીને મોકલે છે. કારોબારી આ દરખાસ્ત ના મંજુર કરે છે. વિનિયમો ની જોગવાઈ શું છે?

a)

કારોબારી પરત મોકલી શકે નહીં

b)

વિનિયમ 8(ગ )ની જોગવાઈથી યોગ્ય છે.

c)

વિનિયમ -7 ની જોગવાઈ થી યોગ્ય છે.

d)

વિનિયમ -3(1)થી આવી સત્તા માત્ર અધ્યક્ષ ને છે.

12.

માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા સમિતિમાં કેટલા સભ્યો હોય છે?

a)

8

b)

9

c)

7

d)

10

13.

માધ્યમિક શિક્ષણ બોર્ડ ની પરીક્ષાઓની આખરી તારીખ કઈ સમિતિ નક્કી કરશે?

a)

શૈક્ષણિક સમિતિ

b)

કારોબારી સમિતિ

c)

પરીક્ષા સમિતિ

d)

નાણાં સમિતિ

14.

રજીસ્ટર થયેલ માધ્યમિક શાળામાં શિક્ષકેઓછામાં ઓછા કેટલા કલાક હાજરી અને કેટલા કલાક શૈક્ષણિક કાર્ય કરવું જોઈશે?

a)

30 કલાક હાજરી, 27 કલાક શૈક્ષણિક કાર્ય

b)

27 કલાક હાજરી, 21કલાક શૈક્ષણિક કાર્ય

c)

27 કલાક હાજરી, 23 કલાક શૈક્ષણિક kary

d)

30 કલાક હાજરી, 21 કલાક શૈક્ષણિક કાર્ય

15.

એક માધ્યમિક શાળામાં 1 હેડ ક્લાર્ક, 2 સિ. ક્લાર્ક અને 2 જુ. ક્લાર્ક છે. તો શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે?

a)

2000 ઉપર

b)

1401 થી 2000

c)

1001 થી 1400

d)

601 થી 1000

16.

એક ઉત્તર બુનિયાદી શાળા પોતાના શિક્ષકો ને ખાદી પહેરવાનું ફરમાવે છે. આ નિર્ણય ને કયા વિનિયમ નું અનુમોદન મળે છે?

a)

વિનિયમ 27-(9)

b)

વિનિયમ 27 (અ )

c)

વિનિયમ 27 (8)

d)

વિનિયમ 27(10)(1)

17.

માધ્યમિક શાળાનો કાયમી કર્મચારી એકી સાથે વધારે વધારે કેટલા દિવસ ની અર્ધ પગારી રજા ભોગવી શકશે?

a)

120 દિવસ થી વધુ નહીં

b)

90 દિવસ સુધી

c)

140 દિવસ થી વધુ નહીં

d)

160 દિવસ થી વધુ નહીં

18.

માધ્યમિક શાળા ના આચાર્ય ની ફરજો વિનિયમ ના ક્યા પરિશિષ્ટ માં જણાવવા માં આવી છે?

a)

પરિશિષ્ટ -1 માં

b)

પરિશિષ્ટ -2 માં

c)

પરિશિષ્ટ -3 માં

d)

પરિશિષ્ટ ના નમૂના -4 માં

19.

સંચાલક મંડળ દ્વારા કોઈ શિક્ષક ની નોકરી સમાપ્ત કરવામાં આવે અને શિક્ષક છુટા થવાના (Dishcharge) પ્રમાણપત્ર ની માંગણી કરવામાં આવે તો વિનયમ -35 મુજબ આ પ્રમાણપત્ર આપશે.

a)

શાળાના આચાર્ય 1 અઠવાડિયામાં નમૂના -7માં

b)

સંચાલક મંડળ 1 અઠવાડિયા માં નમૂના -7 માં

c)

સંચાલક મંડળ 10 દિવસમાં નમૂના -6 માં

d)

જિલ્લા શિક્ષણાધિકારી 10 દિવસમાં નમૂના -6 માં

20.

માધ્યમિક શાળા ના કર્મચારી ને ભવિષ્યમાં અસર કરે તેવી એક ઈજાફા ની એક વર્ષ માટે રુકાવટ કરે તો આને કઈ શિક્ષા ગણાશે?

a)

નાની શિક્ષા

b)

મોટી શિક્ષા

c)

એક વર્ષની રુખસદ

d)

આને શિક્ષા ગણી શકાય નહીં

21.

બોર્ડ ના સચિવ બોર્ડનો તમામ પત્રવ્યવહાર અધ્યક્ષ વતી કરે છે. ક્યા વિનિયમથી આ નિર્દિષ્ટ કરાયું છે?

a)

વિનિયમ -4(1)(ગ )

b)

વિનિયમ -4(1)(ખ )

c)

વિનિયમ -4 (2) (ગ )

d)

વિનિયમ -4(1) (ઘ )

22.

વિનિયમ માં નિહિત થયા મુજબ માધ્યમિક શિક્ષણ બોર્ડ ના ક્યા અધિકારી પુસ્તકાલય ની દેખરેખ રાખશે?

a)

અભ્યાસ સમિતિ ના સચિવ

b)

બોર્ડ ના સચિવ

c)

પરીક્ષા સચિવ

d)

બોર્ડ ના ખાસ ફરજ પર ના અધિકારી

23.

માધ્યમિક શિક્ષણ બોર્ડ ની અભ્યાસ સમિતિ ની મુદત કેટલા વર્ષ ની હોય છે?

a)

2 વર્ષ

b)

3 વર્ષ

c)

4 વર્ષ

d)

મુદ્દત નક્કી થયેલ નથી

24.

બોર્ડ ના એક ચૂંટાયેલા સભ્ય બોર્ડ ની જુદા -જુદા પ્રકાર ની ચાર સમિતિ માં સભ્ય તરીકે રહે છે. વિનિયમ ની જોગવાઈ શુ કહે છે?

a)

કોઈ પણ ત્રણ સમિતિ માં રહી શકે.

b)

કોઈ પણ બે સમિતિ માં રહી શકે.

c)

કારોબારી સભ્ય ના હોય તો રહી શકે

d)

બરાબર છે. રહી શકે.

25.

5000 ની વસ્તી ધરાવતા એક ગામ ની રજીસ્ટર થયેલી માધ્યમિક શાળા એ જ ગામમાં પોતાના મકાનમાંથી ભાડાના મકાનમાં સ્થળ ફેરફાર ની મંજૂરી આપવાની સત્તા કોને છે?

a)

શિક્ષણ વિભાગ

b)

બોર્ડ ના સચિવ શ્રી

c)

જિલ્લા શિક્ષણાધિકારી

d)

બોર્ડની કારોબારી સમિતિ

26.

નીચેનામાંથી ક્યું વિધાન વિનિયમ 17 ની જોગવાઈ સાથે સુસંગત નથી.

a)

વેકેશન ના દિવસો સહીત શાળા ના રજા ના દિવસો ની સંખ્યા 80 થી વધવી જોઈશે નહીં

b)

શાળાએ શૈક્ષણિક વર્ષ માં 240 કરતાં ઓછા ના હોય તેટલા આખા દિવસો શિક્ષણ આપવું જોઈશે

c)

શાળાએ સરકાર દ્વારા જાહેર કરાયેલ જાહેર રાજાઓ ને રજા ની યાદી માં સમાવેશ કરવો જોઈશે.

d)

શાળા અઠવાડિયામાં બધું મળી ને 27 કલાક શિક્ષણ આપશે.

27.

ફક્ત વિજ્ઞાન પ્રવાહ ધરાવતી ઉચ્ચતર માધ્યમિક શાળામાં 2 માન્ય વર્ગ ચાલતા હોય તો વધુ માં વધુ કેટલા શિક્ષક મળી શકે?

a)

3

b)

4

c)

5

d)

6

28.

માધમિક શાળાના કારકૂની સ્ટાફ ની લાયકાત ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો ના કયા વિનિયમ થી નક્કી થયેલ છે?

a)

વિનિયમ - 20(4)

b)

વિનિયમ -20(7)

c)

વિનિયમ -19(8)

d)

વિનિયમ -20(9)

29.

ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમ -1974 ના વિનિયમ -38 મુજબ નીચેના પૈકી કયો રેકોર્ડ / રજીસ્ટર શાળાએ રાખવો ફરજીયાત નથી?

a)

દરરોજ નો રોકડમેળ

b)

હેડ માસ્તર ની લોગ બુક

c)

સંચાલક મંડળ ની લોગ બુક

d)

જુદા જુદા વર્ગો નું લકડી સામાનનું રજીસ્ટર

30.

સુધારેલા વિનિયમ 9(10) મુજબ રજીસ્ટર મા. / ઉ. મા શાળા તેના સમગ્ર જીવનમાં કેટલી વખત સ્થળ ફેરફાર કરી શકે?

a)

2

b)

3

c)

1

d)

શાળા ઈચ્છે તેટલી વખત

31.

રજીસ્ટર મા. /ઉ. મા. શાળા ના વર્ગો ની સંખ્યામાં ઘટાડા અંગે ની જોગવાઈ કયા વિનયમ થી દર્શાવેલ છે?

a)

વિનિયમ -10(1)

b)

વિનિયમ -10(ક )

c)

વિનિયમ 9 (ક )

d)

વિનિયમ -11

32.

માધ્યમિક શાળામાં ફરજ બજાવતા અને 1-8-1960 ની જન્મતારીખ ધરાવતા પટાવાળાની વય નિવૃત્તિની તારીખ કઈ ગણાશે?

a)

31-10-2018

b)

31-08-2020

c)

31-10-2020

d)

31-08-2018

33.

શાળાનો અભ્યાસ છોડી દીધા પછી કોઈ વ્યક્તિને જન્મતારીખમાં સુધારો કરવો હોય તો કઈ કાર્યવાહી કરવાની રહે...

a)

આધાર પુરાવા રજુ કરી DEO નો આદેશ મેળવવો પડે

b)

મા. શિ. બોર્ડ ને અરજી કરી રૂબરૂ સુનાવણીમાં હાજર રહેવું પડે

c)

પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ સમક્ષ આધાર પુરાવા રજુ કરી આદેશ મેળવવાનો રહે

d)

એકવાર શાળા છોડ્યા પછી સુધારો થઇ શકે નહીં.

34.

નોંધાયેલી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓની તબીબી તપાસ ના ધોરણ અંગે વિનિયમ 16 મુજબ શુ કહેશો?

a)

પ્રતેયક સત્રમાં એકવાર

b)

દર વર્ષે એકવાર

c)

દર બે વર્ષે એકવાર

d)

પ્રવેશ મેળવ્યા બાદ એક માસ માં

35.

નોંધાયેલ મા શાળામાં ફરજ બજાવતા નિરીક્ષકે (સુપરવાઈઝર ) પોતાના ચાર્જના દરેક શિક્ષકના કેટલા પાઠોનું નિરીક્ષણ કરવાનું હોય છે?

a)

દર પખવાડિયે એક

b)

દર અઠવાડિયે એક

c)

દર માસે ઓછામાં ઓછા ત્રણ

d)

આચાર્ય સૂચવે તેટલા

36.

શાળાના આચાર્ય તરીકે નવી નિમણૂંક પામેલ વ્યક્તિના નામ -સરનામા ની જાણ બોર્ડને નિમણુંક તારીખથી કેટલા દિવસમાં કરવી જોઇએ?

a)

15 દિવસ

b)

30 દિવસ

c)

45 દિવસ

d)

બે માસ

37.

ગુ. મા. શિ. વિનિયમ -1974 ના વિનિયમ -34 માં કઈ જોગવાઈ નિર્દિષ્ટ કરેલ છે?

a)

રજા ના પગારની ગણતરી

b)

પૂર્ણકાલીન અધ્યાપકીય સ્ટાફ ના ખાનગી ટ્યુશન પર પ્રતિબંધ

c)

નોકરીની સમાપ્તિ

d)

બીજી જાગ્યા માટે અરજી

38.

માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક, વહીવટી સહાયક અને સાથી સહાયક ની ભરતી કરવાની શરૂઆત ક્યારથી થઇ?

a)

11-06-1998

b)

39-06-1999

c)

02-07-1999

d)

17-07-1999

39.

વિનિયમ 27 ની કઈ સુધારેલ જોગવાઈનો અમલ અન્ય હુકમ ના થાય ત્યાં સુધી મોકૂફ રાખેલ છે?

a)

બોર્ડ દ્વારા લેવાતી જાહેર પરીક્ષા માં ગેરરીતિ આચરતાં દોષીત ઠરયે બરતરફી ની શિક્ષા

b)

શૈક્ષણિક / બિન શૈક્ષણિક સ્ટાફ નિકારીની શરતોની બાબતમાં હડતાલ નો આશરો લઇ શકશે નહીં

c)

શૈક્ષણિક /બિનસૈક્ષણિક સ્ટાફ પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ વેપાર -ધંધામાં રોકાઈ શકશે નહીં

d)

શૈક્ષણિક/બિનસૈક્ષણિક કર્મચારી વિધાનસભા /સ્થાનિક તંત્રની ચૂંટણીમાં ઉમેદવારી કરી શકશે નહિ.