wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

GES-2 secondary act 1972

Total questions: 40

Worksheet time: 22mins

Name
Class
Date
1.

નીચેનામાંથી કોણ ગુ. મા. અને ઉ. મા. શિક્ષણ બોર્ડ ના સભ્ય નથી?

a)

ઉચ્ચ શિક્ષણ કમિશનર

b)

નિયામક, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ

c)

ખાસ ફરજ પરના અધિકારી, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ

d)

પરીક્ષા નિયામક ,ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ

2.

માધ્યમિક શિક્ષણ અધિનિયમ ની કઈ કલમ ના આધારે રાજ્ય સરકાર ખાસ સંજોગો માં બોર્ડ નું વિસર્જન કરવા ની સતા ધરાવે છે?

a)

કલમ -51

b)

કલમ -53

c)

કલમ -56

d)

કલમ -57

3.

નીચેનામાંથી કઈ સત્તા ગુ. મા. અને ઉ. મા. શિક્ષણ બોર્ડ ને નથી?

a)

શાળામાંથી રિપોર્ટ અને માહિતી મંગાવવી

b)

સેવામાં ચાલુ હોય તેવા શિક્ષકોની તાલીમ માટે ના કાર્યક્રમો યોજવા

c)

શાળાના સંચાલકે પરિપૂર્ણ કરવાની શરતો ઠરાવવી

d)

અનુદાનિત શાળાઓ ને ગ્રાન્ટ ફાળવવી

4.

બોર્ડ ની ખાસ બેઠક બોલાવવા અંગેની જરૂરી સંખ્યાના સભ્યો ની વિનંતી મળ્યા બાદ અધ્યક્ષે મોડામાં મોડા કેટલા દિવસ ની અંદર બેઠક બોલાવવી જોઇએ?

a)

બે અઠવાડિયા

b)

18 દિવસ

c)

21 દિવસ

d)

30 દિવસ

5.

રજીસ્ટર થયેલ મા /ઉ. મા શાળા ફરજો બજાવવામાં સદંતર નિષ્ફળ નીવડે સંજોગો માં સરકાર શાળા નો વહીવટ વધુ માં વધુ કેટલા વર્ષ માટે પોતાના હસ્તક લઇ શકે?

a)

2 વર્ષ

b)

3 વર્ષ

c)

5 વર્ષ

d)

10 varsh

6.

માધ્યમિક શિક્ષણ અધિનિયમ કઈ તારીખ થી અમલ માં આવ્યો?

a)

28 -9-1972

b)

28-9-1973

c)

23-10-1973

d)

16-3-1973

7.

કોઈ નોંધાયેલ માધ્યમિક શાળા પોતાના વર્ગ બઢતી ના નિયમ અમલ માં મુકવા ઈચ્છે છે. તેણે કોની મંજૂરી લેવાની રહે?

a)

જિલ્લા શિક્ષણાધિકારી શ્રી

b)

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન

c)

શિક્ષણ વિભાગ

d)

ગુ. મા. અને ઉ. મા. શિક્ષણ બોર્ડ

8.

માધ્યમિક શિક્ષણ અધિનિયમ ની કલમ -34ની જોગવાઈ સાથે નીચેના માંથી શુ અસંગત છે??

a)

બોર્ડ ને લેખિત જાણ કર્યા સિવાય શાળા બંધ કરવા સામે પ્રતિબંધ

b)

ખાનગી શાળાઓ મા અનુસૂચિત જાતિઓ માટે અનામત

c)

બોર્ડ ખાનગી મા. શાળાઓ ના સ્ટાફ ની ભરતી, વર્તણુક અને સેવાની શરતો નું નિયમન કરશે

d)

ઉત્તર બુનિયાદી શાળા બોર્ડ ની પૂર્વ મંજુરીથી બોર્ડ ના વિનિયમો સાથે સુસંગત વધુ વિનિયમ કરી શકે

9.

બોર્ડ ના એક નામ નિયુક્ત સભ્ય અધ્યક્ષ ની પરવાનગી વગર બોર્ડ ની લાગલગાટ ત્રણ બેઠકો માં ગેરહાજર રહે છે. તો......

a)

બોર્ડ ના સભ્યો તેને હોદ્દા પર ચાલુ રહેવા દેવા કે કેમ તે અંગે નિર્ણય કરશે.

b)

તેં હોદ્દા પર ચાલુ રહેશે

c)

તેમનો હોદ્દો ખાલી પડશે

d)

અધ્યક્ષ હવે પછી ની બેઠક માં ગેરહાજર ન રહેવા ચેતવણી આપશે

10.

બોર્ડ ના એક ચૂંટાયેલા સભ્ય નું રાજીનામુ અધ્યક્ષ તે જ દિવસે સ્વીકારે છે. કઈ કલમ ના આધારે આમ કરવામાં આવ્યું હશે?

a)

કલમ -13

b)

કલમ -10

c)

કલમ -12

d)

કલમ -11

11.

માધ્યમિક શિક્ષણ બોર્ડ ના સચિવ શ્રી બોર્ડ ની એક સમિતિ માં મતદાન કરી મત આપે છે. જે કઈ કલમ ના આધારે યોગ્ય નથી?

a)

કલમ 20(1)

b)

કલમ 20(2)

c)

કલમ -20(3)

d)

કલમ -20(4)

12.

એક કંપની બોર્ડ ને એક કરોડ રૂપિયા દાનમાં આપવા માંગે છે. બોર્ડ કઈ કલમ ના આધારે આ રક્મ સ્વીકારશે?

a)

કલમ -17(10)

b)

કલમ -22

c)

કલમ 19 (3)

d)

કલમ -23 (1)(ગ )

13.

વિનિયમોનું અર્થઘટન કરવા માં બોર્ડ માં વાંધો પડતાં 1/3 સભ્યો ઍ વાંધા અરજી કરી છે. વાંધા અરજી બોર્ડ કોને મોકલશે?

a)

બોર્ડ ના અધ્યક્ષ

b)

ગુજરાત શાળા શિક્ષણ પરિષદ

c)

રાજ્ય ના શિક્ષણ મંત્રી

d)

રાજ્ય સરકાર

14.

બોર્ડ ના નામ નિયુક્ત સભ્યોના હોદ્દા ની મુદ્દત કેટલી હોય છે.

a)

2 વર્ષ

b)

5 વર્ષ

c)

રાજ્ય સરકાર ની મરજી હોય ત્યાં સુધી

d)

5 વર્ષ બાદ રાજ્ય સરકાર બે વર્ષ સુધી લંબાવી શકે

15.

ગુજરાત વિધાનસભા ના ધારાસભ્યો માં થી કેટલા ધારાસભ્ય ને બોર્ડ ના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવે છે?

a)

3

b)

5

c)

2

d)

એક પણ નહિ

16.

ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ1972 ના પ્રકરણ -1 માં આપેલ વ્યાખ્યામાં કોની વ્યાખ્યા આપવામાં આવેલ નથી?

a)

શિક્ષક

b)

સંરક્ષિત શિક્ષક

c)

ફાજલ શિક્ષક

d)

બાંહેધરી આપેલ સ્ટાફ

17.

ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ -1972 " ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ -1972" કહેવાશે તેવો સુધારો ક્યારે થાયો?

a)

1997

b)

1999

c)

2002

d)

2010

18.

માધ્યમિક અને ઉ. મા. શિક્ષણ અધિનિયમ ની કલમ -2 ની વ્યાખ્યા મુજબ " રજીસ્ટર " એટલે -

a)

ભરતી માટે અનામત નું રજીસ્ટર

b)

શાળા નું જનરલ રજીસ્ટર

c)

બોર્ડ નું શાળાઓ ની નોંધણી રજીસ્ટર

d)

DEO કચેરી નું ગ્રાન્ટ ફાળવણી રજીસ્ટર

19.

નવચેતન ટ્રસ્ટ દ્વારા નવી શાળા માટે કરેલ અરજી બોર્ડ દ્વારા નામંજૂર કરેલ છે. ટ્રસ્ટ કોને કેટલા સમય મા અપીલ કરી શકશે.

a)

રાજ્ય સરકાર ને એક માસ મા

b)

રાજ્ય સરકાર ને 45 દિવસ મા

c)

બોર્ડ ના અધ્યક્ષ ને એક માસ મા

d)

શૈક્ષણિક સેવા સંસ્થા ટ્રિબ્યુનલ ને 45 દિવસ માં

20.

ગુજરાત માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં અધિનિયમની કલમ ૩(2)માં વર્ગ -ખ ના ચુંટાયેલા સભ્યોની સભ્ય સંખ્યા ગુ .મા અને ઉ .મા .શિક્ષણ બોર્ડ સુધારા અધિનિયમ 2020 મુજબ કેટલી નિયત કરવામાં આવેલ છે?

a)

14

b)

13

c)

12

d)

11

21.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ માં નામ નિયુક્ત કરેલા સભ્યોની સભ્ય સંખ્યા કેટલી છે?

a)

1

b)

3

c)

4

d)

2

22.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના વર્ગ -ખ ના ચૂંટાયેલા સભ્યોના હોદ્દાની મુદત કેટલા વર્ષની હોય છે?

a)

1 વર્ષ

b)

2 વર્ષ

c)

3 વર્ષ

d)

સરકાર નક્કી કરે તેટલા વર્ષ

23.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ ની જગ્યા અધ્યક્ષની માંદગીની રજા ના કારણે કામચલાઉ રીતે ખાલી પડે છે . આ પ્રસંગે અધિનિયમની કલમ-7 મુજબ શું સાચું છે?

a)

બોર્ડના નાયબ અધ્યક્ષ હોદ્દાની રૂએ અધ્યક્ષનો ચાર્જ સંભાળશે

b)

બોર્ડના સચિવને અધ્યક્ષની સત્તાઓ પ્રાપ્ત થશે

c)

જગ્યા ખાલી પડેલી જાહેર કરી સરકારને યોગ્ય લાગે તે વ્યક્તિની કાયમી અધ્યક્ષ તરીકે નિમણૂક કરશે.

d)

રજાના તેટલા સમય માટે સરકારને યોગ્ય લાગે તેવી શરતોથી યોગ્ય વ્યકિતની કામચલાઉ અધ્યક્ષ તરીકે નિમણૂક કરશે

24.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના કોઈ સભ્ય અધિનિયમની કલમ ૮મુજબની ગેરલાયક ધરાવતા હોય તો તેવા સભ્યને દૂર કરવાની સત્તા કોની છે?

a)

બોર્ડના અધ્યક્ષ

b)

બોર્ડના સચિવ

c)

બોર્ડની કારોબારી સમિતિ

d)

બોર્ડની ભલામણના આધારે રાજ્ય સરકાર

25.

ગુ .મા અને ઉ .મા .શિક્ષણ અધિનિયમની કલમ 15 ના નીચેના કથનો પર વિચાર કરો

(A)બોર્ડની બેઠક દર વર્ષે ઓછામાં ઓછી ચાર વાર મળશે

(B)સામાન્ય રીતે કોઇ લાગલગાટ બે બેઠકો વચ્ચે ચાર મહિનાથી વધુનો સમયગાળો હોવો જોઈએ નહીં.

a)

ફક્ત (A) સાચું છે

b)

ફક્ત (B) સાચું છે

c)

(A) અને (B) બન્ને સાચા છે

d)

(A) અને (B) બન્ને ખોટા છે

26.

નીચેનામાંથી કોણ બોર્ડની તમામ કાર્યવાહીમાં મત આપવાના હક વાપરવા સહિત ભાગ લેવા માટે હકદાર રહે છે ?

(1) બોર્ડના અધ્યક્ષ (2) બોર્ડના નાયબ અધ્યક્ષ (3) બોર્ડના સચિવ (4) બોર્ડના ખાસ ફરજ પરના અધિકારી

a)

ફક્ત (1) અને (2)

b)

ફક્ત (2) અને (3)

c)

ફક્ત (3) અને (4)

d)

આપેલ પૈકી એક પણ નહીં

27.

ગુ .મા .અને ઉ .મા .શિક્ષણ બોર્ડના કારોબારી અધિકારી તરીકે કોણ હોય છે?

a)

બોર્ડના અધ્યક્ષ

b)

બોર્ડના અધ્યક્ષ

c)

બોર્ડના સચિવ

d)

બોર્ડની પરીક્ષા નિયામક

28.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972 ની કઈ કલમ મુજબ બોર્ડના અધ્યક્ષ ,નાયબ અધ્યક્ષ ,સચિવ શ્રી , સંયુક્ત સચિવ , મદદનીશ સચિવો અને અન્ય અધિકારીઓ રાજ્ય સરકારના કર્મચારીઓ ગણાશે?

a)

કલમ -20

b)

કલમ -21

c)

કલમ -22

d)

કલમ -19

29.

ગુજરાત માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972 ની કલમ 26 સાથે નીચેના પૈકી કયું વિધાન સુસંગત નથી?

a)

બોર્ડ પોતાના મટી પુતા આવકના સાધનો ની જોગવાઈ કરવા માટે ખુલ્લા બજારમાં અથવા બીજી રીતે નાણા ઉછીના લઇ શકશે

b)

બોર્ડ પોતાના ફંડમાંથી અધ્યક્ષ ,નાયબ અધ્યક્ષ, અધિકારીઓ અને કર્મચારીઓના પગાર ભથ્થાની ચૂકવણી કરશે

c)

બોડી ઉછીના લીધેલાં નાણાંની ફેર ચુકવણી માટે રાજ્ય સરકાર બાંયધરી આપી શકશે

d)

બોર્ડ સંસ્થાઓ અથવા લોકો પાસેથી અનામતો સ્વીકારી શકશે

30.

બોર્ડના ફંડમાંથી નાણાં...............સહીથી ઉપાડી શકાય .

a)

બોર્ડના અધ્યક્ષ અને નાયબ અધ્યક્ષની

b)

બોર્ડના અધ્યક્ષને સચિવ ની

c)

કારોબારી સમિતિના અધ્યક્ષ અને બોર્ડના સચિવની

d)

સરકારે અધિકૃત કરેલા બે અધિકારીઓ ની

31.

બોર્ડ ના વાર્ષિક હિસાબોનું ઓડિટ કરાવવાની જવાબદારી કોની છે ?

a)

બોર્ડના અધ્યક્ષ

b)

બોર્ડના સચિવ

c)

બોર્ડની કારોબારી સમિતિ

d)

રાજ્ય સરકાર

32.

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું રજીસ્ટ્રેશન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972 ની કઈ કલમ હેઠળ કરવામાં આવે છે?

a)

કલમ -9(1)

b)

કલમ -10

c)

કલમ -31

d)

કલમ -32

33.

બોર્ડે રજીસ્ટ્રેશન માટે આવેલી અરજીઓના સંબંધમાં વિચારણા અને તપાસ કરી અરજી મળ્યાની તારીખથી કેટલી મુદત ની અંદર તેનો નિર્ણય કરવો જોઈએ ?

a)

45 દિવસ

b)

બે માસ

c)

ત્રણ માસ

d)

છ માસ

34.

ગુ .મા .અને ઉ .મા.શિક્ષણ અધિનિયમ -1972ની કલમ 35 અન્વયે રજીસ્ટર થયેલી ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો અને આચાર્યો ની પસંદગી કોણ કરે છે?

a)

સંચાલક મંડળ

b)

જિલ્લા શિક્ષણાધિકારીની પસંદગી સમિતિ

c)

કમિશનર શાળાઓની કચેરી

d)

ગુજરાત રાજ્ય શાળા સેવા આયોગ

35.

બિન સરકારી અનુદાનિત ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યો અને શિક્ષકોની ભરતી કઈ તારીખ ના જાહેરનામા અન્વયે કેન્દ્રીકૃત પદ્ધતિથી કરવામાં આવે છે?

a)

11-02-2011

b)

08-03-2011

c)

20-02-2010

d)

07-04-2013

36.

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા શૈક્ષણિક સ્ટાફ પસંદગી સમિતિના અધ્યક્ષ કોણ હોય છે?

a)

નાયબ અધ્યક્ષ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ

b)

કમિશનર શાળાઓની કચેરી

c)

શિક્ષણ વિભાગના નાયબ સચિવ

d)

કમિશનર શાળાઓની કચેરી ના સંયુક્ત નિયામક

37.

રજીસ્ટર્ડ થયેલી ખાનગી અનુદાનિત માધ્યમિક શાળાનું સંચાલક મંડળ તેની શાળાના શિક્ષકને અસભ્ય વર્તન બદલ બરતરફ કરવા ઈચ્છે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ ની કઈ કલમ મુજબ કાર્યવાહી કરવી જરૂરી છે?

a)

કલમ -34

b)

કલમ -36(1)

c)

કલમ -27(A)

d)

કલમ -27(B)(1)

38.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972 ના પ્રકરણ -7 ની જોગવાઈ મુજબ નીચેના પૈકી કઈ જોગવાઈ સાચી નથી ?

a)

કલમ 35 નું ઉલ્લંઘન કરે તે વ્યક્તિને દોષિત ઠરયેથી દરરોજનો એક હજાર સુધીનો દંડ થઈ શકશે

b)

કલમ 31 (1) ની જોગવાઈઓ નું ઉલ્લંઘન કરે તે વ્યક્તિને દોષિત ઠર્યે રૂપિયા બે લાખ સુધીનો દંડ થઈ શકશે

c)

કલમ -43 ના ગુના માટે દોષિત વ્યક્તિને દોષિત ઠર્યે 3 થી 5 વર્ષની કેદ અથવા 2 લાખનો દંડ અથવા બન્ને શિક્ષા થઈ શકે

d)

કલમ -44ની જોગવાઈ ના ઉલ્લંઘન કરે તે વ્યક્તિ ને દોષિત ઠર્યે 3 વર્ષની કેદ અથવા 3 લાખ સુધીનો દંડ થઈ શકશે .

39.

યોગ્ય જોડ ગોઠવો :

(A) કલમ- 48 (1) વિનિયમો કરવાની બોર્ડની સત્તા

(B) કલમ -53 (2) શંકાના કિસ્સામાં અર્થઘટન કરવાની સત્તા

(C) કલમ -55 (3) આદેશ કાઢવાની રાજ્ય સરકારની સત્તા

(D) કલમ -56 (4) ઉપનિયમો કરવાની બોર્ડની સત્તા

a)

A-3, B-4, C-1, D-2,

b)

A-2, B-1, C-4, D-3,

c)

A-3, B-1, C-4, D-2,

d)

A-4, B-1, C-3, D-2,

40.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અધિનિયમ 1972 અમલમાં આવતા અધિનિયમની કલમ -57 હેઠળ કયા અધિનિયમને રદ કરવામાં આવ્યો ?

a)

મુંબઈ માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1923

b)

મુંબઈ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા અધિનિયમ ૧૯૪૮

c)

ગુજરાત યુનિવર્સિટી અધિનિયમ ૧૯૪૯

d)

મુંબઈ સેકન્ડરી સ્કૂલ બોર્ડ અધિનિયમ 1948