wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Science chapter 1

Total questions: 55

Worksheet time: 26mins

Name
Class
Date
1.

રાઈના પાકને કયા વર્ગમાં વર્ગીકૃત કરાય?

a)

ખરીફ પાક

b)

રવિ પાક

c)

અનાજ

d)

ઉનાળુ પાક

2.

નીચેના પૈકી કયો ખરીફ પાક છે?

a)

મકાઈ

b)

ચણા

c)

વટાણા

d)

અળસી

3.

ઘઉં અને ડાંગરને નીચેના પૈકી કયા વર્ગમાં વર્ગીકૃત કરાય?

a)

રવિ પાક

b)

ખરીફ પાક

c)

અનાજ

d)

કઠોળ

4.

નીચેના પૈકી કઈ ખેત પદ્ધતિ નથી?

a)

લણણી

b)

રોપણી

c)

સિંચાઈ

d)

પશુપાલન

5.

જમીનને ખેડવા માટે વપરાતું પરંપરાગત સાધન કયું છે?

a)

વાવણીયો

b)

ઓરણી

c)

ખૂરપી

d)

હળ

6.

ખેતરની જમીનને સમથળ કરવા તથા માટીના ઢેફા ભાંગવા કયું સાધન વપરાય છે?

a)

દાંતી

b)

હળ

c)

સમાર

d)

હાર્વેસ્ટર

7.

સીડ-ડ્રિલનું કાર્ય શું છે?

a)

જમીન સમતળ કરવાનું

b)

જમીન ખેડવાનું

c)

બીજની વાવણી કરવાનું

d)

ખાતર મિશ્ર કરવાનું

8.

કુદરતી ખાતર કેવો પદાર્થ છે?

a)

કાર્બનિક

b)

અકાર્બનિક

c)

તત્વ

d)

ખનીજ

9.

નીચેનામાંથી કયું કૃત્રિમ ખાતર નથી?

a)

યુરિયા

b)

NPK

c)

સુપર ફોસ્ફેટ

d)

વર્મી કમ્પોસ્ટ

10.

સિંચાઇની પરંપરાગત રીત કઈ નથી?

a)

ચેનપંપ

b)

ઢેકલી

c)

રહેટ

d)

ટપક પદ્ધતિ

11.

સિંચાઇની કઈ પદ્ધતિમાં પાણીનો વ્યય સૌથી ઓછો થાય છે?

a)

ક્યારા પદ્ધતિ

b)

ધોરીયા પદ્ધતિ

c)

ટપક પદ્ધતિ

d)

ફુવારા પદ્ધતિ

12.

2, 4-D કયા પ્રકારનું રસાયણ છે?

a)

જંતુનાશક

b)

નીંદણ નાશક

c)

ફૂગનાશક

d)

પેસ્ટનાશક

13.

નીચેના પૈકી કયો હળ નો ભાગ નથી?

a)

ફાલ

b)

જોત

c)

હળશાફ્ટ

d)

ઓરણી

14.

નીચેના પૈકી કયો લણણી અંગેનો ઉત્સવ નથી?

a)

બૈશાખી

b)

પોંન્ગલ

c)

નાતાલ

d)

બિહુ

15.

નીચેના પૈકી કયું લણણીનું ઓજાર છે?

a)

ખૂરપી

b)

દાતરડું

c)

દાંતી

d)

ખરપિયું

16.

નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?

a)

છાણીયું ખાતર કુદરતી ખાતર છે.

b)

યુરિયા કૃત્રિમ ખાતર છે.

c)

શિમ્બી કુળની વનસ્પતિના મૂળની મૂળગાંડીકાઓમાં રાઈઝોબિયમ બેક્ટેરિયા હોય છે.

d)

હાર્વેસ્ટર એ જમીન ખેડવા માટે નું યાંત્રિક ઓજાર છે.

17.

નીચેના પૈકી કઈ જોડ સાચી નથી?

a)

લણણી- ખૂરપી

b)

હળ- ફાલ

c)

કૃત્રિમ ખાતર-NPK

d)

સિંચાઈ- રહેટ

18.

ખરીફ પાક નો સમયગાળો સામાન્ય રીતે (a)   હોય છે.

19.

જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તેને (a)   પાક કહે છે.

20.

(a)   ને વધારે માત્રામાં પાણી જોઈતું હોવાથી તે પાકને માત્ર ચોમાસામાં જ ઉછેરવામાં આવે છે.

21.

માટી ને ઉપર નીચે અને પોચી કરવાની ક્રીયા ને (a)   કહે છે.

22.

આજના સમયમાં ખેતરની ખેડ ટ્રેક્ટર દ્વારા સંચાલિત (a)   વડે કરવામાં આવે છે

23.

ખેતરની જમીનને સમથળ કરવા માટે ઉપયોગમાં લેવાતું સાધન (a)   છે.

24.

લાકડાના હળમાં લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી હોય છે, જેને (a)   કહે છે.

25.

પાકની સમયાંતરે પાણી પૂરું પાડવાની ક્રિયાને (a)   કહે છે.

26.

અનાજના કણસલા માંથી દાણા છૂટા પાડવાની ક્રિયાને (a)   કહે છે.

27.

હાર્વેસ્ટર અને થ્રેશર બંનેનું સંયુક્ત કામ કરતું (a)   મશીન છે.

28.

એક સ્થાન પર એક જ પ્રકારના મોટી માત્રામાં ઉછેરવામાં આવતા છોડને (a)   કહે છે.

29.

પાક ઉગાડતા પહેલા પ્રથમ પગલું જમીનની (a)   હોય છે.

30.

ક્ષતિગ્રસ્ત બીજ પાણીની સપાટી પર (a)   લાગશે.

31.

નીચેના પૈકી કોણ પોતાનો ખોરાક જાતે બનાવે છે?

a)

માનવ

b)

પ્રાણીઓ

c)

વનસ્પતિ

d)

પક્ષીઓ

32.

મગફળી ખરીફ પાક છે?

a)

સાચું

b)

ખોટુ

33.

મકાઈ રવી પાક છે.

a)

સાચું

b)

ખોટું

34.

વાવણી અને સિંચાઈ માટે ખેતરને સમથળ કરવું આવશ્યક છે.

a)

સાચું

b)

ખોટું

35.

વાવણીયો નિંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે વપરાય છે.

a)

સાચું

b)

ખોટું

36.

વાવણી પહેલાં ખેડૂત સારી ગુણવત્તાવાળા બીજ ની પસંદગી કરે છે.

a)

સાચું

b)

ખોટું

37.

કૃત્રિમ ખાતરના ઉપયોગથી જમીનના બંધારણમાં તેમજ જળસંગ્રહ ક્ષમતામાં વધારો થાય છે.

a)

સાચું

b)

ખોટું

38.

વનસ્પતિ માં લગભગ ૯૦% પાણી હોય છે.

a)

સાચું

b)

ખોટુ

39.

જે પાકને શિયાળાની ઋતુમાં રોપવામાં આવે છે તેને શું કહે છે?

a)

રવિ પાક

b)

ખરીફ પાક

c)

અનાજ

d)

કઠોળ

40.

પાક ઉછેરતા પહેલા કરવામાં આવતી ખેત પદ્ધતિ કઈ છે?

a)

વાવણી કરવી

b)

ભૂમિ તૈયાર કરવી

c)

લણણી

d)

સિંચાઈ

41.

ખેતરની માટીના ઢેફા ભાંગવા કયું પરંપરાગત ઓજાર વપરાય છે?

a)

દાતરડું

b)

સમાર

c)

હાર્વેસ્ટર

d)

વાવણીયો

42.

લણણી માટે વપરાતું યાંત્રિક સાધન કયું છે?

a)

કમ્બાઇન

b)

થ્રેશિંગ

c)

હાર્વેસ્ટર

d)

દાંતી

43.

એક વિશાળ જનસમુદાયને ખોરાક પ્રાપ્ત કરાવવા માટે કઈ બાબત આવશ્યક છે?

a)

નિયમિત ઉત્પાદન

b)

યોગ્ય વ્યવસ્થાપન

c)

વિતરણ

d)

આપેલ પૈકી બધા

44.

હળ ના કેટલા પ્રકાર છે? કયા કયા?

a)

2, સ્ટીલ અને લાકડા નું હળ

b)

1, લાકડા નું હળ

c)

1, તાંબાનું હળ

d)

2, લોખંડ અને લાકડા નું હળ

45.

નીચેના પૈકી ઘઉંના પાકને કેવું હવામાન અનુકુળ આવે?

a)

સૂકું અને ઠંડુ

b)

ભેજવાળું

c)

સૂકું અને વધુ વરસાદ

d)

આપેલ પૈકી એક પણ નહી

46.

NPK ખાતર એટલે શું?

a)

નાઈટ્રેટ, ફોસ્ફરસ અને પોટેશિયમ

b)

નાઇટ્રોજન, પાણી અને પોટાશ

c)

નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ

d)

આપેલ પૈકી એક પણ નહી

47.

સિંચાઇની આધુનિક પદ્ધતિઓ જણાવો.

a)

રહેંટ અને ચેનપંપ

b)

ઢેકલી અને ધોરીયા

c)

ક્યારા અને ધોરીયા

d)

ટપક અને ફુવારા

48.

પાકની ફેરબદલી કરવી જોઈએ નહી.

a)

સાચું

b)

ખોટું

49.

કુદરતી ખાતર માં પોષક દ્રવ્ય કૃત્રિમ ખાતર કરતા તુલનાત્મક રીતે ઓછા હોય છે.

a)

સાચું

b)

ખોટું

50.

અનાજ પાકને પરિપક્વતા કેટલા મહિના લાગે છે?

a)

2 થી 3 મહિના

b)

3 થી 4 દિવસ

c)

3 થી 4 મહિના

d)

1 અઠવાડિયું

51.

કૃષિ ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતી વિવિધ પદ્ધતિ ને શું કહે છે?

a)

સિંચાઈ પદ્ધતિ

b)

ખેત પદ્ધતિ

c)

કૃષિ પદ્ધતિ

d)

પાક ઉત્પાદન ની મૂળભૂત પદ્ધતિ

52.

વનસ્પતિના ગર્ભનું રક્ષણ અને પોષણ કરતી રચના અંકુરણ પામી વનસ્પતિદેહનો વિકાસ કરે તેને શું કહે છે?

a)

ખાતર

b)

બીજ

c)

વનસ્પતિ

d)

આપેલ પૈકી એક પણ નહી

53.

પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર કેવા આકારનું હોય છે?

a)

ત્રિકોણાકાર

b)

ગળણીઆકાર

c)

ગોળાકાર

d)

ચોરસાકાર

54.

કણસલા માંથી અનાજ છુટૂ કરવાની ક્રિયાને શું કહે છે?

a)

થ્રેસર

b)

થ્રેશિંગ

c)

નિંદામણ

d)

લણણી

55.

અનાજનો સંગ્રહ ક્યાં કરવામાં આવે છે?

a)

ધાતુની સાઈલોમાં

b)

મોટા કોઠારમાં

c)

મોટા સંગ્રહગૃહમાં

d)

આપેલ પૈકી બધા