wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

10 science round 1 21/08/20

Total questions: 25

Worksheet time: 24mins

Name
Class
Date
1.

નીચેનામાંથી કયો એક ભૌતિક ફેરફાર નથી ?

a)

પાણી ઊકળીને પાણીની વરાળ બનવી

b)

બરફ પીગળીને પાણી બનવું

c)

પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ ( LPG ) નું દહન

d)

પાણીમાં મીઠું ઓગળવું

2.

પાણીનું વિદ્યુતવિભાજન એ વિઘટન પ્રક્રિયા છે. પાણીના વિદ્યુતવિભાજન દરમિયાન મળતા હાઇડ્રોજન અને ઑક્સિજન વાયુઓનો મોલ ગુણોત્તર ......... હોય છે.

a)

1 : 1

b)

2 : 1

c)

4 : 1

d)

1 : 2

3.

 Fe2O3+2Al  Al2O3 + 2FeFe_2O_3+2Al\ \rightarrow\ Al_2O_{3\ }+\ 2Fe  
 આપેલી પ્રક્રિયા શેનું ઉદાહરણ છે ?

a)

સંયોગીકરણ પ્રક્રિયા

b)

દ્વિવિસ્થાપન પ્રક્રિયા

c)

વિઘટન પ્રક્રિયા

d)

વિસ્થાપન પ્રક્રિયા

4.

શ્વેત-શ્યામ ફોટોગ્રાફીમાં ....... ઉપયોગ થાઇ છે.

a)

AgBr

b)

AgCl

c)

AgCl2

d)

A અને B બંન્ને

5.

વિઘટન પ્રક્રિયામાં એક પ્રક્રિયક માંથી બે કે તેથીએ વધુ નિપજો મળે છે.

a)

ખરું

b)

ખોટું

6.

આપેલ પ્રક્રિયા માટે સાચું વિધાન પસંદ કરો.

 CuO + H2  Cu + H2OCuO\ +\ H_2\ \rightarrow\ Cu\ +\ H_2O  

a)

 CuOCuO   એ ઑક્સિડેશનકર્તા છે.

b)

 H2H_2  નું ઑક્સિડેશન થાય છે.

c)

વિસ્થાપન પ્રક્રિયા છે.

d)

આપેલ તમામ

7.

નીચે પૈકી કઈ પ્રક્રિયાઓ ઉષ્માક્ષેપક છે?

(i) પાણીનું બાષ્પીભવન

(ii) H2SO4નું મંદન

(iii) પાણીની કળીચૂના સાથેની પ્રક્રિયા

(iv) સ્ફટિકમય કપૂરનું ઊર્ધ્વપાતન

a)

( iii ) અને ( iv )

b)

( ii ) અને ( iii )

c)

( i ) અને ( ii )

d)

( i ) અને ( iv )

8.

સુકી કસનળીમાં લેડ નાઇટ્રેટના સ્ફટિકને ખૂબ ગરમ કરતાં ....

a)

કથ્થાઈ રંગની બાષ્પ મળે છે.

b)

સ્ફટિક તુરત પીગળે છે.

c)

કસનળીમાં સફેદ ધુમાડો ઉદ્દ્ભવે છે.

d)

પીળા અવક્ષેપ મળે છે.

9.

એક તત્વ ‘X’ ને ખુલ્લી ભેજવાળી હવામાં રાખતાં લાલ કથ્થાઇ રંગમાં બદલાય છે અને નવું સંયોજન ‘Y’ બને છે,તો ‘X’ અને ‘Y’ ઓળખો.

a)

X = Fe , Y = Fe2O3

b)

X = Ag , Y = Ag2S

c)

X = Cu , Y = CuO

d)

X = Al , Y = Al2O3

10.

ફોડેલા ચૂનાનું રાસાયણિક સૂત્ર જણાવો.

a)

Ca(OH)3

b)

Ca(OH)2

c)

CaOH2

d)

Ca2OH

11.

એસિડ અને ભેજની હાજરીમાં ધાતુને કાટ લાગવાની ક્રિયાને ખોરાપણું કહે છે.

a)

ખરું

b)

ખોટું

12.

આપેલ પૈકી સાચું વિધાન પસંદ કરો .

a)

વિષમપોષી સજીવો પ્રકાશસંશ્લેષણ માટે સૌરઊર્જાનો ઉપયોગ કરે છે.

b)

વિષમપોષી સજીવો પોતાના ખોરાકનું સંશ્લેષણ જાતે કરે છે.

c)

વિષમપોષી સજીવો પોતાના ખોરાકનું સંશ્લેષણ જાતે નથી કરતા.

d)

વિષમપોષી સજીવો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું કાર્બોદિતમાં રૂપાંતર કરવા સક્ષમ છે.

13.

મનુષ્યના પાચનમાર્ગનો સાચો ક્રમ જણાવો.

a)

મુખ - જઠર - નાનું આંતરડું - અન્નનળી - મોટું આંતરડું

b)

મુખ - અન્નનળી - જઠર - નાનું આંતરડું - મોટું આંતરડું

c)

મુખ - અન્નનળી - જઠર - મોટું આંતરડું - નાનું આંતરડું

d)

મુખ - જઠર - અન્નનળી - નાનું આંતરડું - મોટું આંતરડું

14.

હાઇડ્રોક્લોરિક ઍસિડથી જઠરની અંદરની દીવાલનું રક્ષણ નીચેના પૈકી કોના દ્વારા થાય છે ?

a)

શ્લેષ્મ

b)

લાળરસીય એમાઇલેઝ

c)

પેપ્સિન

d)

પિત્તરસ

15.

યકૃતમાંથી નીકળતા પિત્તરસને પાચનમાર્ગના કયા અંગ દ્વારા ગ્રહણ કરવામાં આવે છે ?

a)

જઠર

b)

નાનું આંતરડું

c)

મોટું આંતરડું

d)

અન્નનળી

16.

આયોડિનનાં કેટલાંક ટીંપાં ચોખાના પાણીમાં નાખવામાં આવ્યાં તો પાણીનો રંગ કાળા - વાદળી રંગમાં ફેરવાઈ ગયો . આ પ્રવૃત્તિ દર્શાવે છે કે ચોખાના પાણીમાં ....... ની હાજરી છે .

a)

જટિલ પ્રોટીન

b)

ચરબી

c)

સ્ટાર્ચ

d)

સરળ પ્રોટીન

17.

પાચનમાર્ગના કયા ભાગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે ?

a)

નાનું આંતરડું

b)

મુખગુહા

c)

મોટું આંતરડું

d)

જઠર

18.

નીચેના પૈકી સ્વાદુરસનું કાર્ય શું છે ?

a)

ટ્રિપ્સિન પ્રોટીનનું તથા લાયપેઝ કાર્બોદિતનું પાચન કરે છે.

b)

ટ્રિપ્સિન તૈલોદીકૃત લિપિડનું તથા લાયપેઝ પ્રોટીનનું પાચન કરે છે.

c)

ટ્રિપ્સિન અને લાયપેઝ તૈલોદકૃત લિપિડનું પાચન કરે છે.

d)

ટ્રિપ્સિન પ્રોટીનનું તથા લાયપેઝ તૈલોદીકૃત લિપિડનું પાચન કરે છે .

19.

ચૂનાના પાણી ભરેલી કસનળીમાં મુખ વડે ફૂંક મારવામાં આવે છે ત્યારે ચૂનાનું પાણી કોની હાજરીના કારણે દૂધિયું બને છે ?

a)

ઑક્સિજન

b)

કાર્બન ડાયોક્સાઇડ

c)

નાઇટ્રોજન

d)

ભેજ

20.

શ્વસન દરમિયાન વાયુ વિનિમય ક્યાં થાય છે ?

a)

શ્વાસનળી અને સ્વરપેટી

b)

વાયુકોષ્ઠ અને ગળું

c)

ગળું અને સ્વરપેટી

d)

ફેફસાંના વાયુકોષ્ઠ

21.

પાચનમાર્ગમાં ખોરાક સાથે ભળતો પ્રથમ ઉત્સેચક કયો છે ?

a)

પેપ્સિન

b)

સેલ્યુલોઝ

c)

એમાઇલેઝ

d)

ટ્રિપ્સિન

22.

આપેલી આકૃતિમાં ‘Y’ અને ‘Z’ ના નામકરણ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

a)

Y = હરિત્તકણ અને Z = રક્ષક કોષ

b)

Y = હરિત્તકણ અને Z = પર્ણરંધ્ર

c)

Y = પર્ણરંધ્ર અને Z = હરિત્તકણ

d)

Y =રક્ષક કોષ અને Z = હરિત્તકણ

23.

મનુષ્યમાં આવેલ શ્વસનરંજક દ્રવ્યનું નામ હીમોગ્લોબિન છે.

a)

ખોટું

b)

ખરું

24.

વનસ્પતિઓ માં રાત્રિ દરમિયાન પ્રકાશસંશ્લેષણની ક્રિયા થતી નથી ત્યારે મુખ્ય વિનિમય ક્રિયા CO2 દૂર થવો તે છે ?

a)

આપેલ વિધાન સાથે સહમત

b)

આપેલ વિધાન સાથે અસહમત

25.

 C + O2  CO2 +C\ +\ O_{2\ }\rightarrow\ CO_2\ +ઉષ્મા  

આપેલ પ્રક્રિયાનો કયા પ્રકારની પ્રક્રિયા છે ?

a)

ઑક્સિડેશન

b)

સંયોગીકરણ

c)

ઉષ્માક્ષેપક

d)

આપેલ તમામ