wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

gujrati ukhana

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

પાસે આવે તેને એ કાપે, એવું જનમનું એ ખૂની. થાય ના એને જેલ કે ફાંસી, માણસ જાતનું છે એ ગુણી.


a)

તલવાર

b)

લાકડી

c)

હથોડી

d)

ચપ્પુ


2.

ચાર ખૂણાનું ચોખંડુ અધ્ધર ઉડે જાય રાજા પૂછે રાણીને આ ક્યુ જનાવર જાય


a)

પતંગ

b)

વિમાન

c)

કબૂતર

d)

હેલીકૉપટર

3.

ઊંટ જેવી છે બેઠક, મૃગ જેવી ભરે ઉછાળ. ઊડતાં પકડે જીવજંતુ, દેખાવે લાગે ભોળો બાળ.

a)

કૂતરો

b)

દેડકો

c)

ઘોડો

d)

વાંદરો

4.

પડી પડી પણ ભાંગી નહી કટકા થયા બે ચાર વગર પાંખે ઉડી ગઇ તમે ચતુર કરો વિચાર

a)

હવા

b)

પાણી

c)

રોકેટ

d)

રાત

5.

તેરસો ગાઉનું તળાવડું, લાખો જણ એમાં નહાય. જરી જરી સૂરજ પીવે, પણ પંછી પ્યાસાં જાય

a)

ઝાકળ

b)

પાણી

c)

નદી

d)

વરસાદ

6.

નીલગગનમાં ચાદર ઓઢીને, રહેતા નવ ભાઇ એકલા. જનક એમનો એક જ છે, ફેરફૂંદડી ફરીને કરે કલા.

a)

તારાઓ

b)

ઋષિઓ

c)

નવગ્રહ

d)

વાદળો

7.

રૂડો ને રૂપાળો ગોરો ગોરો,

માખણ જેવો છું,

માં નો તો ભાઈ નહિ,

પણ બાળકો નો વ્હાલો મામો છું.

બોલો હું કોણ?

a)

ભાઈ

b)

ચાંદો

c)

મામા

d)

કાકા

8.

નાના શરીરમાં નાની ગાંઠ,

જે દિવસભર કરે કામ,

પરસ્પર મળીને સંગે રહેતી,

આરામનું એને નહિ નામ.

બોલો હું કોણ?

a)

મચ્છર

b)

ઈયળ

c)

મધમાખી

d)

કીડી

9.

પાણી તો પોતાનું ઘર,

ધીમી જેની ચાલ,

ભય જોઈને કોકડું વળતો,

બની જતો ખુદની ઢાલ.

બોલો હું કોણ?

a)

કાચબો

b)

મગર

c)

માછલી

d)

નાવડી

10.

તડકો લાગે તો ઉભો થાતો,

છાંયો આવે તો મરી જાતો,

જો કોઈ મેહનત કરે તો પાછો ઉભો થાતો,

હવા આવે તો મરી જાતો.

બોલો હું કોણ?

a)

થાક

b)

પરસેવો

c)

છાંયડો

d)

પવન