wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

75 કહેવતો

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

🔲કહેવતનો સાચો અર્થ શોધો.🔲


ઉજળું એટલું દૂધ નહિ

a)

બાહ્ય દેખાવથી છેતરાવું નહિ

b)

મુશ્કેલ કાર્ય કરવું

2.

🔲કહેવતનો સાચો અર્થ શોધો.🔲


અણી ચુક્યો 100 વર્ષ જીવે

a)

સામર્થ્ય હોવું

b)

એકવાર નિષ્ફળતા માંથી ઉગરી જનાર સફળતાની પરંપરાનો લાભ મેળવે

3.

🔲કહેવતનો સાચો અર્થ શોધો.🔲


એક પંથ દો કાજ

a)

એકજ વસ્તુથી ઘણા કામ થાય

b)

થોડું થોડું કરતા મોટું કામ પાર પાડવું

4.

🔲કહેવતનો સાચો અર્થ શોધો.🔲


એકડા વગરના મીંડા થવા

a)

સમજાઈ જવું

b)

કિંમત વગરનું થવું

5.

🔲કહેવતનો સાચો અર્થ શોધો.🔲


ઓળખાણ મોટી ખાણ છે.

a)

ઓળખાણ હમેશા લાભદાયી નિવડે છે

b)

ખર્ચ ઉપર વધુ ખર્ચ

6.

🔲કહેવતનો સાચો અર્થ શોધો.🔲


કામ કર્યા તેણે કામણ કર્યા

a)

બન્ને સરખા સાબિતથવા

b)

કામ કરનાર સૌને પ્રિય લાગે છે

7.

🔲કહેવતનો સાચો અર્થ શોધો.🔲


કાંકરે કાંકરે પાળ બંધાય

a)

થોડું થોડું કરતા મોટું કામ પણ પાર પડે છે

b)

વધુ માણસો થી વધુ કામ થાય

8.

🔲કહેવતનો સાચો અર્થ શોધો.🔲


કુમળું ઝાડ વાળીએ તેમ વળે

a)

દોષ સમજાય કે તરત છોડવો

b)

નાનપણમાં જેટલી સારી ટેવ પાડવી હોય તેટલી પાડી શકાય

9.

🔲કહેવતનો સાચો અર્થ શોધો.🔲


કોલસાની દલાલીમાં હાથ કાળા

a)

દુર્જન સાથે કામ પડવાથી કલંક લાગે

b)

સ્વાર્થ પૂરો,સંબંધ પૂરો

10.

🔲કહેવતનો સાચો અર્થ શોધો.🔲


ખાડો ખોદે તે પડે

a)

કઈ કામ ન કરનાર,ભૂલ જ ન કરે

b)

કોઈનું બૂરું કરવા મથનાર અંતે તો પોતેજ નુકસાન માં ઉતરે

11.

★ કહેવતનો અર્થ શોધો. ★


ખાતર ઉપર દિવેલ

a)

ખર્ચ ઉપર વધુ ખર્ચ

b)

ધંધામાં ખૂબ ફાયદો થવો

12.

★ કહેવતનો અર્થ શોધો. ★


ગરજ સરી એટલે વૈદ વેરી

a)

સ્વાર્થ પૂરો થતાં સંબંધ પૂરો

b)

વૈદ ના બાળકો મંદ જ હોય

13.

★ કહેવતનો અર્થ શોધો. ★


ઘરકી મુરઘી દાલ બરાબર

a)

ઘરની વ્યક્તિ ની કોઈ કદર થતી નથી

b)

હમેશા ઘરનું ભોજન લેવું જોઈએ

14.

★ કહેવતનો અર્થ શોધો. ★


ચડે તે પડે અને ભણે તે ભૂલે

a)

જે કામ કરે તેનાથી ભૂલ પણ થાય

b)

દોષ સમજાય કે તરતજ ત્યાગ

15.

★ કહેવતનો અર્થ શોધો. ★


ચોરનો ભાઈ ઘંટીચોર

a)

બન્ને સરખા

b)

વધુ માણસો,વધુ કામ

16.

★ કહેવતનો અર્થ શોધો. ★


છાસ લેવા જવુ ને દોણી સંતાડવી

a)

કઈ કામ ન કરનાર ક્યારેય ભૂલજ ન કરે

b)

કામ કરવું અને તેની શરમ પણ રાખવી ઠીક નહિ

17.

★ કહેવતનો અર્થ શોધો. ★


જાગ્યા ત્યારથી સવાર

a)

જગ્યા ન મળે તો તેનો ત્યાગ

b)

દોષ સમજાય કે તરતજ છોડવો

18.

★ કહેવતનો અર્થ શોધો. ★


જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ

a)

દ્રષ્ટિ અને જગત બન્ને કુદરતી જ હોય

b)

જેવા પોતે હોય તેવા અન્ય પણ લાગે

19.

★ કહેવતનો અર્થ શોધો. ★


ઝાઝા હાથ રળિયામણા

a)

હમેશા એકસાથે અનેક કામ કરવા

b)

વધારે માણસો હોય તો કામ જલ્દી અને સારું થાય

20.

★ કહેવતનો અર્થ શોધો. ★


ઝાઝી કીડીઓ સાપ ને તાણે

a)

નાના માણસો નું જગત માં કંઈજ મહત્વ નથી

b)

ઓછા બળવાન પણ વધારે માણસો વધુ બળવાનને હંફાવે