wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ ૭ વિજ્ઞાન પાઠ-1 વનસ્પતિમાં પોષણ

Total questions: 52

Worksheet time: 26mins

Name
Class
Date
1.

વનસ્પતિના પર્ણોમાં રહેલા લીલા રંગના રંજકદ્રવ્યો ને શું કહે છે ?

a)

હિમોગ્લોબીન

b)

ક્લોરોફિલ

c)

જનથોફીલ

d)

પ્રોટીન

2.

વનસ્પતિની પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં અંતિમ પેદાશો કઈ છે ?

a)

કાર્બન ડાયોક્સાઇડ અને પાણી

b)

સ્ટાર્ચ અને કાર્બન ડાયોક્સાઇડ

c)

કાર્બોદિત અને ઓક્સિજન

d)

ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ

3.

નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?

a)

મશરૂમ ખોરાક તરીકે વપરાય છે.

b)

મશરૂમ એક પ્રકારની ફૂગ છે.

c)

ફૂગ સડતા કે મૃત પદાર્થો પર જોવા મળે છ

d)

ફૂગ સ્વાવલંબી પોષણ મેળવે છે

4.

નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?

a)

લાઈકેન માં લીલ અને ફૂગ નું સહજીવન જોવા મળે છે

b)

મશરૂમ મૃતોપજીવી વનસ્પતિ છે

c)

કળશ પર્ણ કીટાહારી વનસ્પતિ છે

d)

રાઈઝોબીયમ એક પ્રકારની ફૂગ છે

5.

ક્યુ સજીવ પરોપજીવી નથી ?

a)

મચ્છર

b)

માખી

c)

માંકડ

d)

જળો

6.

અમરવેલ એ ............. નું ઉદાહરણ છે.

a)

સ્વયંપોષી

b)

પરપોષી

c)

મૃતોપજીવી

d)

યજમાન

7.

નીચેનામાંથી કઈ વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગે છે ?

a)

અમરવેલ

b)

જાસુદ

c)

કળશ પર્ણ

d)

ગુલાબ

8.

ક્યાં સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે ?

a)

મનુષ્ય

b)

લીલી વનસ્પતિ

c)

પ્રાણીઓ

d)

પરોપજીવીઓ

9.

વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક શામાથી તૈયાર કરે છે ?

a)

ઓક્સિજન અને હરીદ્રવ્ય

b)

કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન

c)

કાર્બન ડાયોક્સાઇડ અને પાણી

d)

ઓક્સિજન અને પાણી

10.

વનસ્પતિને તેની પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં કયા ઘટક ની જરૂર નથી ?

a)

સૂર્યપ્રકાશ

b)

હરિતદ્રવ્ય

c)

કાર્બન ડાયોક્સાઇડ

d)

ઓક્સિજન

11.

નીચેના પૈકી કઈ વનસ્પતિ કીટાહારી છે ?

a)

રાઈઝોબીયમ

b)

કળશ પર્ણ

c)

લાઈકેન

d)

મશરૂમ

12.

નીચેના પૈકી કઈ વનસ્પતિ પરોપજીવી પોષણ દર્શાવે છે ?

a)

અડુની વેલ

b)

કળશ પર્ણ

c)

અમરવેલ

d)

બિલાડી નો ટોપ

13.

નીચેના પૈકી કઈ વનસ્પતિ મૃતોપજીવી પોષણ દર્શાવે છે ?

a)

મશરૂમ

b)

અમરવેલ

c)

કળશ પર્ણ

d)

વાંસ

14.

નીચેના પૈકી કઈ વનસ્પતિમાં હરિતદ્રવ્ય હોય છે ?

a)

ફૂગ

b)

લીલ

c)

અમરવેલ

d)

મશરૂમ

15.

લાઈકેન એ કયા બે સજીવો વચ્ચેનું સહજીવન છે ?

a)

લીલ અને ફૂગ

b)

ફૂગ અને બેક્ટેરિયા

c)

બેક્ટેરિયા અને લીલ

d)

બેક્ટેરિયા અને પ્રજીવ

16.

બધા જ સજીવો ખોરાક લે છે અને તેનો ઉપયોગ ક્યાં થાય છે ?

a)

માત્ર શક્તિ મેળવવા

b)

માત્ર વૃદ્ધિ કરવા

c)

માત્ર ઘસારો પામેલા શરીરના ભાગોને સુધારવા

d)

ઉપરોક્ત આપેલ તમામ

17.

સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીરમાં તેનો ઉપયોગ કરવાની પ્રક્રિયાને શું કહે છે ?

a)

પ્રચલન

b)

શ્વસન

c)

પોષણ

d)

ઉત્સર્જન

18.

પોષણ માટે નીચેનામાંથી શું સાચું નથી ?

a)

પોષણના મુખ્ય બે પ્રકાર છે

b)

દરેક સજીવ પોષણની પ્રક્રિયા માંથી પસાર થતા નથી

c)

સ્વાવલંબી પોષણનો એક પ્રકાર છે

d)

પરાવલંબી પોષણનો એક પ્રકાર છે

19.

લીલી વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે - આ કઈ પોષણ પદ્ધતિ છે ?

a)

પરાવલંબી પોષણ

b)

કીટાહારી પોષણ

c)

પરોપજીવી પોષણ

d)

સ્વાવલંબી પોષણ

20.

પ્રાણીઓ અને બીજા સજીવો પોતાનો ખોરાક વનસ્પતિ કે અન્ય સજીવો પાસેથી મેળવે છે તેને કઈ પોષણ પદ્ધતિ કહે છે ?

a)

સ્વાવલંબી પોષણ

b)

મૃતોપજીવી પોષણ

c)

પરાવલંબી પોષણ

d)

પરોપ જીવી પોષણ

21.

પ્રકાશસંશ્લેષણની ક્રિયા માટે શું સાચું નથી ?

a)

પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા મોટાભાગે લીલા પર્ણોમાં થાય છે

b)

પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા મૂળ દ્વારા થાય છે

c)

ફાફડા થોરમાં પ્રકાંડ પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા કરે છે

d)

પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા પૂર્ણ સિવાય લીલા વનસ્પતિના પ્રકાંડ અને તેની શાખાઓ પણ કરે છે

22.

પરોપજીવી પોષણ દર્શાવતા સજીવનું ઉદાહરણ જણાવો.

a)

કળશપર્ણ

b)

કીટાહારી વનસ્પતિ

c)

બિલાડી નો ટોપ

d)

અમરવેલ

23.

કીટાહારી વનસ્પતિ કઈ છે ?

a)

અમરવેલ

b)

કળશ પર્ણ

c)

બિલાડી નો ટોપ

d)

ફૂગ

24.

સ્વાવલંબી વનસ્પતિ કઈ છે ?

a)

અમરવેલ

b)

કળશપર્ણ

c)

બિલાડી નો ટોપ

d)

લીલ

25.

મૃતોપજીવી વનસ્પતિ કઈ છે ?

a)

અમરવેલ

b)

લીલ

c)

ફૂગ

d)

કળશ પર્ણ

26.

કેટલાક સજીવો સાથે જીવે છે તથા વસવાટ અને પોષક તત્વો માટે સહભાગી બને છે આ પ્રકારના આંતર સંબંધને શું કહે છે ?

a)

નવજીવન

b)

મૃતોપજીવી

c)

સહજીવન

d)

બિલાડી નો ટોપ

27.

લીલ અને ફૂગ નું સહજીવી સંબંધ કોણ છે ?

a)

બિલાડીના ટોપ

b)

લાઈકેન

c)

સૂર્યપ્રકાશ

d)

કઠોળ વર્ગની વનસ્પતિ

28.

લાઈકેન માટે શું યોગ્ય નથી ?

a)

તે લીલ અને ફૂગનો સહજીવી સંબંધ છે

b)

ફૂગ વસવાટ પાણી અને ખનીજ તત્વો લીલને આપે છ

c)

લીલ પ્રકાશસંશ્લેષણ દ્વારા બનેલો ખોરાક ફૂગને આપે છે

d)

કઠોળ વર્ગ ની વનસ્પતિ માં આ પ્રકારનું સહજીવન જોવા મળે છે

29.

નીચેનામાંથી સીમ્બી કુળની વનસ્પતિ કઈ છે ?

a)

ચણા

b)

ઘઉં

c)

મકાઈ

d)

ચોખા

30.

કઠોળ વર્ગ ની વનસ્પતિ માં કયા બેક્ટેરિયા જોવા મળે છે ?

a)

એજેટોબેક્ટર

b)

રાઈઝોબીયમ

c)

ટ્યુબર ક્યુલોસીસ

d)

ઉપરોક્ત પૈકી એક પણ નહીં

31.

રાઈઝોબીયમ બેક્ટેરિયા નું કાર્ય જણાવો.

a)

હવામાંથી હાઈડ્રોજન લઈ તેને દ્રાવ્ય ક્ષાર સ્વરૂપે ફેરવી શકે છે

b)

હવામાંથી ઓક્સિજન લઈ તેને દ્રાવ્ય ક્ષાર સ્વરૂપે ફેરવી શકે છે

c)

હવામાંથી નાઇટ્રોજન લઈ તેને દ્રવ્ય ક્ષાર સ્વરૂપે ફેરવી શકે છે

d)

વનસ્પતિનું રક્ષણ કરવાનું

32.

દરેક સજીવનું શરીર ખૂબ નાના એકમનું બનેલું છે તેને શું કહે છે ?

a)

પેશી

b)

કોષ

c)

ફૂગ

d)

શરીરતંત્ર

33.

સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે ?

a)

અંગ

b)

કોષ

c)

પેશી

d)

પાચનતંત્ર

34.

એક કોષીય સજીવનું ઉદાહરણ જણાવો.

a)

અમીબા

b)

કીડી

c)

ઉંદર

d)

ડાયનાસોર

35.

કોષને જોવા માટે કયા યંત્રનો ઉપયોગ થાય છે ?

a)

ખગોળીય દૂરબીન

b)

પેરિસ્કોપ

c)

લેકટોમીટર

d)

સૂક્ષ્મદર્શક યંત્ર

36.

કોષના મુખ્ય કેટલા ભાગો છે ?

a)

4

b)

5

c)

3

d)

1

37.

ક્યા પ્રકારના કોષમાં કોષદિવાલ હોય છે ?

a)

પ્રાણી કોષ

b)

વનસ્પતિ કોષ

c)

મનુષ્યના કોષ

d)

હાથીના કોષ

38.

વનસ્પતિ દ્વારા બનાવાયેલ ખોરાક કયા સ્વરૂપે સંગ્રહ પામે છે ?

a)

પ્રોટીન

b)

વિટામીન

c)

સ્ટાર્ચ

d)

ચરબી

39.

પ્રકાશ સંશ્લેષણમાં સૂર્ય ઉર્જા ............. નામના રંજકદ્રવ્ય દ્વારા શોષણ પામે છે.

a)

ચરબી

b)

સાઈટોકાઈનીન

c)

હરિતદ્રવ્ય

d)

કાર્બોદિત

40.

પીળી પાતળી દોરી જેવું પ્રકાંડ ધરાવતી પરોપજીવી વનસ્પતિ કઈ છે ?

a)

બિલાડી નો ટોપ

b)

અમરવેલ

c)

અમીબા

d)

લીલ

41.

પર્ણમાં વાત વિનિમય જે છિદ્રો દ્વારા થાય છે તેને શું કહે છે ?

a)

પર્ણ રંધ્રો

b)

જલવાહિની

c)

અન્નવાહીની

d)

પરાગાસન

42.

આપણા શરીરમાં ખોરાકના પાચન શોષણ અને પરિપાચનની ક્રિયાને શું કહે છે ?

a)

ઉત્સર્જન

b)

પોષણ

c)

શ્વસન

d)

કલિકાસર્જન

43.

નીચેનામાંથી કીટાહારી વનસ્પતિ કઈ છે ?

a)

વિનસ મક્ષીપાસ

b)

બિલાડી નો ટોપ

c)

લીમડો

d)

વડ

44.

કાર્બોદિત પદાર્થના ઘટક તત્વો માટે સાચું નથી ?

a)

નાઇટ્રોજન

b)

હાઈડ્રોજન

c)

કાર્બન

d)

ઓક્સિજન

45.

ફૂગ થી વનસ્પતિમાં થતો રોગ કયો છે ?

a)

ગેરુ અને અંગારિયો

b)

દાદર

c)

ખસ

d)

ખરજવું

46.

ફૂગ થી મનુષ્યમાં થતા રોગોના નામ જણાવો.

a)

ગેરુ

b)

અંગારીઓ

c)

ખસ

d)

પોલિયો

47.

ખોરાકમાં વપરાતી ફૂગ કહે છે ?

a)

યીસ્ટ

b)

મશરૂમ

c)

આપેલા બંને વિકલ્પ

d)

આપેલ માંથી એક પણ નહીં

48.

નીચેનામાંથી કયું પ્રાણી પરોપજીવી નથી ?

a)

મચ્છર

b)

જુ

c)

માંકડ

d)

બિલાડી નો ટોપ

49.

પ્રોટીન માટે નીચેના માથી કયું યોગ્ય નથી?

a)

કાર્બન

b)

નાઇટ્રોજન

c)

હાઈડ્રોજન

d)

એમોનિયા

50.

સમીકરણ પૂર્ણ કરો.

a)

કાર્બોદિત પદાર્થ અને ઓક્સિજન

b)

ચરબી અને ઓક્સિજન

c)

પાણી અને કાર્બોદિત પદાર્થ

d)

પ્રોટીન અને કાર્બોદિત પદાર્થ

51.

આપેલ આકૃતિ શેની છે ?

a)

અમીબા

b)

કળશ પર્ણ

c)

મશરૂમ

d)

ફૂગ

52.

જોડકાં જોડો.

a)

1-a. 2-c. 3-b. 4-d

b)

1-b. 2-c. 3-d. 4-a

c)

1-b. 2-c. 3-a. 4-d

d)

1-b. 2-a. 3-d. 4-c