Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 પ્રકરણ ૩ નિયમ 32 થી 36

Total questions: 30

Worksheet time: 15mins

Name
Class
Date
1.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 નું પ્રકરણ ૩ કયું છે?

a)

સ્કૂલ બોર્ડ

b)

અનધિકૃત નગરપાલિકાઓ

c)

વહીવટી તંત્ર

d)

જિલ્લા સ્કુલબોર્ડો ,અધિકૃત નગરપાલિકાઓ ,મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ અને અધ્યક્ષ અને ઉપાધ્યક્ષોની ફરજો અને કાર્યો

2.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 ના પ્રકરણ ૩ માં કુલ કેટલા પેટા વિભાગો છે?

a)

૫

b)

૪

c)

૬

d)

૭

3.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 ના પ્રકરણ ત્રણમાં કુલ કેટલા નિયમો છે?

a)

૨૭

b)

૨૮

c)

૨૫

d)

૨૯

4.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1949માં પ્રાથમિક શાળાઓ નિભાવવા બાબત અંગેનો નિયમ કયો છે?

a)

૩૨

b)

૩૩

c)

૩૫

d)

૩૪

5.

નિયમો 1949 મુજબ કોઈ વિસ્તારમાં વિદ્યાર્થીઓના પિતા અથવા માતા જેમની માતૃભાષા અન્ય કોઈ ભારતીય ભાષા હોય અને તેઓ ઈચ્છે કે બાળક તે ભાષાના માધ્યમ દ્વારા શિક્ષણ મેળવે તો તેવા વિસ્તારમાં શાળા ખોલવા અંગેનું કયું વિધાન ખોટું છે?

a)

આવા વિસ્તારમાં ખોલવામાં આવતી શાળાના કોઈ એક વર્ગમાં 10 વિદ્યાર્થી કરતા ઓછા વિદ્યાર્થીઓ હોવા જોઈએ નહીં

b)

આ વિસ્તારમાં ખોલવામાં આવતી શાળામાં કુલ 40 વિદ્યાર્થીઓ કરતાં ઓછા નહીં એટલા વિદ્યાર્થીઓ હોવા જરૂરી છે

c)

આવા વિસ્તારમાં શરૂ કરવામાં આવેલી શાળાઓ એક થી ચાર ધોરણની હોવી જોઈએ

d)

તમામ સાચા વિધાનો છે

6.

નિયમો 1949 મુજબ કોઈ વનવિસ્તારના વિદ્યાર્થીઓના માતા-પિતા જેમની માતૃભાષા કોઈ બીજી ભારતીય ભાષા હોય અને તેઓ ઈચ્છે કે બાળકોને એ ભાષાના માધ્યમ દ્વારા શિક્ષણ મળવું જોઈએ તો આવા વિસ્તારમાં ભારતીય ભાષાના માધ્યમ દ્વારા શિક્ષણ અપાતું હોય તેવી શાળા કેટલા ધોરણ સુધીની નિભાવવી જરૂરી છે

a)

એક થી ચાર ધોરણની શાળા

b)

એક થી સાત ધોરણની શાળા

c)

પહેલા બીજા ધોરણની શાળા

d)

એક થી આઠ ધોરણની શાળા

7.

કોઈપણ વનવિસ્તારમાં ખોલવામાં આવેલી બીજી ભારતીય ભાષાની શાળામાં માં ઓછા કેટલા વિદ્યાર્થીઓ જરૂરી છે?

a)

૪૦

b)

૨૦

c)

૧૦

d)

૩૫

8.

1949 ના પ્રકરણ ૩ મુજબ કોઈ વિસ્તારમાં કયા પ્રકારની શાળા કે જે પ્રાદેશિક ભાષા સિવાયની બીજી ભારતીય ભાષા દ્વારા શિક્ષણ આપતી હોય અને તેને નિભાવવાનું જીલ્લા સ્કૂલ બોર્ડ અથવા અધિકૃત નગરપાલિકા માટે ફરજિયાત હોતું નથી?

a)

સરકારી શાળા

b)

માન્ય ખાનગી પ્રાથમિક શાળા

c)

સાર્વજનિક શાળા

d)

પ્રાદેશિક શાળા

9.

ભાષાવાર પ્રદેશોના સીમા વિસ્તારોમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું માધ્યમ કઈ ભાષામાં રહેશે?

a)

પ્રાદેશિક ભાષામાં

b)

અંગ્રેજી ભાષામાં

c)

રાજ્ય સરકાર ફરમાવે તેવી ભાષામાં

d)

સ્થાનિક પ્રાદેશિક ભાષામાં

10.

બીજી ભાષાના માધ્યમ દ્વારા શિક્ષણ અપાતું હોય તેવી દરેક માન્ય શાળામાં કયા ધોરણથી વિદ્યાર્થીઓને તે વિસ્તારની પ્રાદેશિક ભાષા પણ શીખવવાની ફરજિયાત રહેશે?

a)

૩

b)

૪

c)

૧

d)

૫

11.

કેવા વિસ્તારોમાં માન્ય શાળાઓમાં શિક્ષણનું માધ્યમ સ્થાનિક પ્રાદેશિક ભાષામાં ન હોય અને તે માન્ય શાળાઓને, રાજ્ય સરકારે એવો આદેશ આપ્યો ન હોય તો તેવી શાળાઓના વિદ્યાર્થીઓને સ્થાનિક પ્રાદેશિક ભાષા શીખવવાનું ફરજિયાત રહેશે નહીં?

a)

મુંબઈ ઉપ નગર જિલ્લામાના વિસ્તારો

b)

ભાષાવાર પ્રદેશોના સીમા વિસ્તારો

c)

વન વિસ્તારો

d)

દરેક વિસ્તારમાં કોઈ એક સ્થાનિક પ્રાદેશિક ભાષા ફરજિયાત છે

12.

કયા વિસ્તારોમાંની શાળાઓમાં રાજ્યની ત્રણ પ્રાદેશિક ભાષાઓ પૈકી એક ભાષા દ્વારા શિક્ષણ અપાતું હોય તે શાળાઓમાં બીજી કોઈ પ્રાદેશિક ભાષા શીખવવાનું ફરજિયાત રહેશે નહીં?

a)

વન વિસ્તારોમાં

b)

ભાષાવાર પ્રદેશોના સીમા વિસ્તારોમાં

c)

મુંબઈ ઉપનગર જિલ્લામાંના વિસ્તારો

d)

આ પૈકી એક પણ નહીં

13.

કઈ ભાષાને બાળકની માતૃભાષા તરીકે સ્વીકારવામાં આવશે?

a)

બાળક જ્યાંનું વતની હોય એ વતન ની ભાષા

b)

બાળકના માતા-પિતા અથવા વાલી લેખિત જાહેરાત કરે કે અમુક ભાષા તેની માતૃભાષા છે તો તે

c)

બાળકના ઘરમાં બોલાતી ભાષા

d)

જે તે જિલ્લાની મુખ્ય પ્રાદેશિક ભાષા

14.

"સ્થાનિક પ્રાદેશિક ભાષા" શબ્દના પ્રયોગનો શું અર્થ થાય

a)

જિલ્લા સ્કૂલ બોર્ડ અથવા અધિકૃત નગરપાલિકા જે જિલ્લામાં આવેલી હોય તે જિલ્લાની મુખ્ય પ્રાદેશિક ભાષા

b)

રાજ્ય સરકાર વખતે વખત નક્કી કરે તે ભાષા

c)

જે તે જિલ્લામાં મહત્તમ લોકો બોલતા હોય તેવી ભાષા

d)

ગુજરાતી અને મરાઠી ભાષા

15.

પ્રકરણ ૩ મૂજબ સીમા વિસ્તાર, સ્થાનિક પ્રાદેશિક ભાષા, કોઈ શાળા માટે શિક્ષણનું માધ્યમ વગેરે અંગે શંકા ઉભી થાય તો કોનો નિર્ણય આખરી ગણવામાં આવશે?

a)

નિયામકનો

b)

રાજ્ય સરકારનો

c)

જિલ્લા લોકલ બોર્ડ અથવા અધિકૃત નગરપાલિકાના પ્રમુખનો

d)

જે તે જિલ્લાના વહીવટી અધિકારીનો

16.

નિયમ 33 શું છે?

a)

નવી શાળાઓ ખોલવા બાબતનો

b)

પ્રાથમિક શાળાઓની ભાવવા બાબત અંગેનો

c)

માન્ય ખાનગી શાળાઓને ગ્રાન્ટ આપવા જોગવાઈ કરવા બાબત અંગેનો

d)

સ્ટાફની અનુસૂચિ અંગે

17.

નવી શાળાઓ ખોલવા બાબતે કયું વિધાન સાચું નથી?

a)

રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી વિના નવી શાળાઓ ખોલી શકાતી નથી

b)

અધિકૃત નગરપાલિકાઓના વિસ્તારમાં નવી શાળા ખોલવી હોય તો અધિકૃત નગરપાલિકાઓએ આવી શાળાઓ માટે સ્થાન નક્કી કરતી વખતે અધીકૃત નગરપાલિકાએ કરેલા સૂચનો હોય તો તે સૂચનો ઉપર યોગ્ય વિચારણા કરવી પડશે

c)

નવી શાળા જે ગામમાં આવી શાળા ન હોય તે ગામમાં જ હોવી જોઈએ

d)

મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડે માટે નવી પ્રાથમિક શાળા ખોલવા માટે અધિકૃત નગરપાલિકાએ તેના અંદાજપત્રમાં આ અંગેની જોગવાઈ કરેલી હોવી જરૂરી છે

18.

બંધ કરેલી પ્રાથમિક શાળાને બદલે નવી પ્રાથમિક શાળા ત્યારે જ ખોલી શકાશે જ્યારે......

a)

પ્રથમ વર્ષ દરમિયાન આવી નવી શાળા માટે કરવાનો ખર્ચ જૂની શાળા બંધ કર્યા ને તરત જ અગાઉના ત્રણ વર્ષ દરમિયાન શાળા બંધ કરવામાં આવી હોય તે શાળા માટે કરેલા ખર્ચના સરેરાશ ખર્ચ કરતાં વધારે જોઈશે નહીં

b)

નવી શાળા ખોલવા માટે કરવામાં આવનારા ખર્ચને પહોંચી વળવા માટે ની જોગવાઈ જે વર્ષે શાળા ખોલવાની હોય તે વર્ષના જીલ્લા સ્કૂલ બોર્ડના અંદાજપત્રમાં થયેલી હોવી જોઈએ

c)

જે ગામમાં આવી સાડા ન આવેલી હોય તે જ ગામમાં નવી શાળા ખોલવી જોઈએ

d)

તમામ વિધાનો સાચા છે

19.

માન્ય ખાનગી શાળાઓને ગ્રાન્ટ આપવા જોગવાઈ કરવા બાબત અંગેનો નિયમ કયો છે?

a)

૩૩

b)

૩૪

c)

૩૫

d)

૩૬

20.

માન્ય ખાનગી શાળાઓને ગ્રાન્ટ આપવાના દરના નિયમો અંગેનું પ્રકરણ કયું છે?

a)

૪

b)

૬

c)

૫

d)

૭

21.

દરેક જિલ્લા સ્કૂલ બોર્ડ કે અધિકૃત નગરપાલિકાએ પછાત કોમોની વ્યક્તિઓના શિક્ષણ માટે અંદાજપત્રમાં જોગવાઈ કરેલી હોય તેટલે સુધી આ કોમોના બાળકો માટે શાની ખાસ ગોઠવણ કરી શકશે?

a)

શિષ્યવૃત્તિ અને હોસ્ટેલો

b)

મફત પુસ્તકો

c)

સ્લેટો

d)

ઉપરોક્ત તમામ

22.

નિયમ ૩૫ મૂજબ બધી કોમના ગરીબ બાળકો માટે દરેક જિલ્લા સ્કૂલ બોર્ડ કે અધિકૃત નગરપાલિકા શેની જોગવાઈ કરી શકશે?

a)

શિષ્યવૃત્તિ

b)

શિષ્યવૃત્તિ અને હોસ્ટેલો

c)

મફત પુસ્તકો અને સ્લેટો

d)

શિષ્યવૃત્તિ અને મફત પુસ્તકો

23.

નિયમ 35 મુજબ કયું વિધાન ખોટું છે?

a)

જિલ્લા સ્કૂલ બોર્ડ કે અધિકૃત નગરપાલિકાએ તેના અંદાજપત્રમાં જોગવાઈ કરી હોય તેટલે સુધી આ નિયમો અમલમાં આવે તે સમયે પછાતકોમો માટે જે ખાસ સગવડો આપવામાં આવી હોય તે ચાલુ રાખવી

b)

દરેક જિલ્લા સ્કૂલ બોર્ડ કે અધિકૃત નગરપાલિકાએ ગરીબ બાળકોના શિક્ષણ માટે ખાસ ધ્યાન આપવું અને અંદાજપત્રમાં જોગવાઈ કરી હોય એટલે સુધી આ બાળકો માટે શિષ્યવૃત્તિ અને હોસ્ટેલો માટે ખાસ ગોઠવણ કરી શકશે

c)

બધી કોમોના ગરીબ વિદ્યાર્થીઓ માટે મફત પુસ્તકો અને સ્લેટો પૂરી પાડવા માટેની પણ જોગવાઈ કરી શકાશે જો અંદાજપત્રમાં આ અંગેની જોગવાઈ પહેલાથી કરવામાં આવેલી હોય

d)

તમામ વિધાનો સાચા છે

24.

સ્ટાફની અનુસૂચિ અંગેનો નિયમ કયો છે?

a)

૩૩

b)

૩૪

c)

૩૬

d)

૩૫

25.

નિયમ 36 મુજબ દરેક જિલ્લા સ્કૂલ બોર્ડે તૈયાર કરેલી સ્ટાફની અનુસૂચિમાં કઈ બાબત સમાવિષ્ટ કરવાની રહેશે?

a)

સ્ટાફ ના જુદા જુદા સભ્યોના હોદ્દા

b)

સ્ટાફના ગ્રેડ

c)

પગાર અને નિમણૂકોનો પ્રકાર

d)

આપેલા તમામ

26.

નિયમ 36 મુજબ જિલ્લા સ્કૂલ બોર્ડે કોની મંજૂરી વગર સ્ટાફને અનુસૂચિમાં કશું બદલવાનું રહેશે નહીં અથવા ફેરફાર કરવાનો રહેશે નહીં?

a)

સરકાર

b)

નિયામક

c)

જિલ્લા સ્કૂલ બોર્ડના અધ્યક્ષ

d)

વહીવટી અધિકારી

27.

નિયમ 36 મુજબ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડે સ્ટાફની અનુસૂચિમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ કરવાનો રહેશે નહીં?

a)

સભ્યોના હોદ્દાઓ

b)

ગ્રેડ

c)

પગાર

d)

નિમણૂક નો પ્રકાર

28.

નિયમ 36 મુજબ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડે તૈયાર કરેલી સ્ટાફની અનુસૂચિત માં કોની મંજૂરી વગર સુધારા કરી શકાશે નહીં?

a)

સરકાર

b)

નિયામક

c)

અધિકૃત નગરપાલિકા

d)

વહીવટી અધિકારી

29.

મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ અધિકૃત નગરપાલિકાની મંજૂરી લઈને કામ ચલાવ સ્ટાફ રાખી શકશે પરંતુ આવા કામ ચલાવતા આપની નિમણૂક સરકારની મંજૂરી સિવાય કેટલા વર્ષથી વધુ થવી જોઈએ નહીં?

a)

૧

b)

૨

c)

૩

d)

૫

30.

કોની પૂર્વ મંજૂરી વગર મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડને તેના કાયમી કે કામ ચલાઉ સ્ટાફ માટે ગ્રાન્ટ મેળવી શકશે નહીં?

a)

સરકારની

b)

અધિકૃત નગરપાલિકાની

c)

સરકાર અને અધિકૃત નગરપાલિકા બંનેની

d)

નિયામકની