wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

પોલીમર કલાસ ક્વીઝ

Total questions: 18

Worksheet time: 10mins

Name
Class
Date
1.

નાના અને ઓછા અણુભારવાળા સાદા કાર્બનિક અણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈ જે પ્રક્રિયાથી પોલીમર બનાવે તે પ્રક્રિયાને -------- કહે છે

a)

મોનોમર

b)

પોલિમર

c)

પોલિમરાઈઝેશન

d)

ડાઈમર

2.

જે બહુઘટક ની રચના માં મોનોમર એક સળંગ શ્રુખલા માં એકબીજા સાથે જોડાયેલા હોય તેવા બહુઘટકો ને ------- બહુઘટક કહે છે

a)

રેખીય

b)

શાખીય

c)

આંતર બંધિત

d)

અન્ય

3.

A-A-A-A-A-A-A-A-A-A-A-A-A-A-

ક્યા પ્રકારના બહુઘટક નુ ઉદાહરણ છે?

a)

રેખીય

b)

શાખીય

c)

આંતર બંધિત

d)

એક પણ નહી

4.

એક સમાન એકાંકી અણુઓ (મોનોમર) રાસાયણિક બંધ થી જોડાઈ વિરાટ અણુ બનાવે તેને ----- બહુઘટક કહેવાય છે. 

a)

કો પોલીમર

b)

રેખીય પોલીમર

c)

શાખીય પોલીમર

d)

હોમો પોલીમર (સમાન બહુઘટક)

5.

આ પ્રકીયામા બનતો પોલીમર મોનોમર ના આધારે ક્યા પ્રકાર નો પોલીમર કહે છે?

a)

આંતર બંધિત

b)

હોમો પોલીમર (સમાન બહુઘટક)

c)

કો પોલીમર(સહ બહુઘટક)

d)

શાખીય પોલીમર

6.

બે અથવા બે કરતા વધારે એકાંકી અણુઓ (મોનોમર) રાસાયણિક બંધ થી જોડાઈ પોલીમર બનાવે તેને કેવા પ્રકારનો પોલીમર કહે છે.

a)

કો પોલીમર (સહ બહુઘટક)

b)

હોમો પોલીમર (સમાન બહુઘટક)

c)

રેખીય પોલીમર

d)

શાખીય પોલીમર

7.

બ્યુના એસ -------- પ્રકાર નો પોલીમર છે.

(a)  

8.

જે બહુઘટક ને ગરમ કરતા નરમ બને અને ઠંડુ પાડતા ફરીથી તે તેની મૂળ ભૌતિક અવસ્થા પ્રાપ્ત કરે તેવા પોલીમર ને ---------- કહે છે.

a)

રેખીય પોલીમર

b)

શાખીય પોલીમર

c)

તાપ સુનમ્ય પોલીમર

d)

તાપ સ્થાપિત પોલીમર

9.

પોલીઈથીલીન, પી.વી.સી. વગેરે તાપમાનના આધારે કેવા પ્રકાર ના પોલીમર કહે છે?

a)

તાપ સુનમ્ય/થર્મોપ્લાસ્ટીક

b)

તાપ સ્થાપિત/થર્મોસેટીંગ

c)

હોમો પોલીમર

d)

કો પોલીમર

10.

જે બહુઘટક ને ગરમ કરતા નરમ બને અને ઠંડુ પાડતા બરડ બને છે અને મૂળ અવસ્થા પ્રાપ્ત કરતો નથી તેવા પોલીમર ને તાપસ્થાપિત પોલીમર/થર્મોસેટિંગ (Thermosetting Polymer) કહે છે.

a)

ખરુ વાક્ય છે.

b)

ખોટુ વાક્ય છે

c)

અડધુ વાક્ય સાચુ છે

d)

એક પણ નહી

11.

બેકેલાઈટ, મેલેમાઈન તાપમાનના આધારે કેવા પ્રકારના પોલીમર છે?

a)

તાપ સ્થાપિત/થર્મોસેટીંગ

b)

તાપ સુનમ્ય/થર્મોપ્લાસ્ટીક

c)

અવાહક

d)

એક પણ નહી

12.

તાપસ્થાપિત પોલીમર કેવા બંધારણને આધારે કેવા પ્રકાર ના પોલીમર છે.

(a)  

13.

તાપ સુનમ્ય પોલીમર કાર્બનિક દ્રાવક મા દ્રાવ્ય હોય છે.

a)

વાક્ય સાચુ છે.

b)

વાક્ય સાચુ નથી

c)

વાક્ય પુર્ણ સાચુ નથી

d)

એક પણ નહી

14.

તાપસ્થાપિત પોલીમર ને આકાર આપવા ફક્ત દબાણની જરુર પડે છે.

a)

વાક્ય સાચુ છે.

b)

વાક્ય ખોટુ છે.

c)

વાક્ય અર્ધ સાચુ છે.

d)

વાક્ય અર્ધ ખોટુ છે.

15.

જે બહુઘટકતા ની પ્રક્રિયા માં મોનોમર એકબીજા સાથે જોડાઈને ફક્ત પોલીમર બનાવે અને અન્ય કોઈ નિપજ પ્રાપ્ત ન થાય તેવી પ્રક્રિયા ને ------- બહુઘટકતા કહે છે.

a)

તાપ સ્થાપિત

b)

તાપ સુનમ્ય

c)

યોગશીલ

d)

સંઘનન

16.

આ પ્રકીયા કેવા પ્રકારની બહુઘટકતા નુ ઉદાહરણ છે.?

a)

શાખીય બહુઘટકતા

b)

યોગશીલ બહુઘટકતા

c)

સંઘનન બહુઘટકતા

d)

એક પણ નહી

17.

જ્યારે બે કે બે થી વધુ એકાંકી અણુઓ (મોનોમર) વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થી બહુઘટક ની સાથે સાથે અન્ય નીપજ પણ પ્રાપ્ત થાય તો તેવી બહુઘટકતા ની પ્રક્રિયા ને -------- કહે છે.

a)

યોગશીલ

b)

સંઘનન

c)

તાપ સ્થાપિત

d)

તાપ સુનમ્ય

18.

આ પ્રકીયા કેવા પ્રકારની બહુઘટકતા નુ ઉદાહરણ છે?

a)

યોગશીલ

b)

રેખીય

c)

શાખીય

d)

સંઘનન