NEW
Font size
Worksheetsધોરણ 4 દ્વિતિય સત્ર પુનરાવર્તન
Total questions: 80
Worksheet time: 3hrs 40mins
નદી ક્યાંથી નીકળે છે?
દરિયામાંથી
પર્વતમાંથી
મેદાનમાંથી
જમીનમાંથી
ક્યા ભાગમાં નદી સૌથી વધુ શુદ્ધ હોય છે?
નદી નીકળે તે શરુઆતના ભાગમાં
ફૅક્ટરીની બાજુમાં વહેતા પાણીમાં
શહેરની બાજુમાં વહેતા પાણીમાં
દરિયાને મળે તે વિસ્તારમાં
નીચેનામાંથી શું નાખતાં પાણીનો રંગ બદલાય છે?
ખાંડ
લીંબુનો રસ
દૂધ
મીઠું
નદીમાં ક્યું વાહન ચાલી શકે છે?
કાર
મોટર
ટ્રક
હોડી
નીચેનામાંથી શાનું પાણી પીવાલાયક હોય છે?
દરિયાનું
નદીનું
ખાબોચિયાનું
તળાવનું
નીચેનામાંથી ક્યો પદાર્થ પાણીમાં ઓગળતો નથી?
રેતી
મીઠું
ખાંડ
ખાવાનો સોડા
નીચેનામાંથી શાને કારણે પાણી પ્રદુષિત થાય છે?
નદીમાં કપડાં ધોવાથી
નદીમાં ઢોર-ઢાંખર નવડાવવાથી
નદીઓમાં ફૅક્ટરીઓના પાણી છોડવાથી
ઉપરના ત્રણેય કારણોથી
નીચેનામાંથી ક્યું પક્ષી નદી કે તળાવમાંથી માછલીઓ પકડે છે?
કાગડો
બગલો
પોપટ
કાબર
ક્યો પદાર્થ પાણીમાં ભળી જતો નથી?
મીઠું
ખાંડ
પેટ્રોલ
લીંબુનો રસ
પાણી જંતુરહિત કરવા ટાંકીમાં શું નાંખવામાં આવે છે?.
ધોવાનો સોડા
ક્લોરિનની ટિકડીઓ
ચૉક
મીઠું
પૃથ્વીનો કેટલો ભાગ પાણીથી ઘેરાયેલો છે?
૧/૪
૩/૪
૨/૪
૨/૩
ભારતની સૌથી મોટી પવિત્ર નદી કઇ છે?
નર્મદા
તાપી
ગંગા
બ્રહ્મપુત્રા
ગુજરાતની સૌથી મોટી નદી કઇ છે?
નર્મદા
તાપી
સાબરમતી
મહી
ગુજરાતની સૌથી લાંબી નદી કઇ છે?
તાપી
ભોગાવો
મચ્છુ
સાબરમતી
દરિયાના પાણીનો સ્વાદ કેવો હોય છે?
ખારો
ગળ્યો
તૂરો
મીઠો
રાજુના પિતાજી ક્યો પાક વાવવા માટે ખેતર તૈયાર કરે છે?
બટાટા
ડુંગળી
કોબીજ
ડાંગર
ખેતર ખેડવા ક્યા સાધનનો ઉપયોગ થાય છે?
હળ
દાતરડું
સમાર
પાવડો
ખેડૂત પાણી વાળવા માટે શાનો ઉપયોગ કરે છે?
કોદાળી
પાવડો
ત્રિકમ
હથોડી
ખેતરની જમીનને સમથળ કરવા ક્યા સાધનનો ઉપયોગ થાય છે?
થ્રેસર
સમાર
વાવણીયું
પંજેટી
ખેતરમાં પાકની સાથે ઊગતા નકામા ઘાસને શું કહેવાય?
પાક
નીંદણ
અંકુર
લણણી
નીચેનામાથી ક્યો પાક જમીનની અંદર થાય છે?
કોબીજ
ફુલેવર
ડુંગળી
રીંગણ
ડુંગળીનો પાક તૈયાર થઇ ગયો છે એમ શા પરથી ખબર પડે?
પાંદડા લીલાછમ બને.
પાંદડા પીળા અને સૂકાં થાય
છોડ નમી જાય
છોડ જમીન પર પડી જાય
રાજુનો પરિવાર ઇડરના ક્યા ગામે રહે છે?
ફિંચોડ
વસાઇ
દરામલી
દેત્રોલી
ઇલ્લીજ કોના જેવું સાધન છે?
કોદાળી
હળ
દાતરડું
છરી
વૈશાલીના પિતાજી શાનો ધંધો કરે છે?
કરિયાણું વેચે છે
શાકભાજી વેચે છે
ખેતી કરે છે
હોટલ ચલાવે છે
છોટુના પિતાજી કઇ ઋતુમાં શાકભાજી પર પાણીનો વધુ છંટકાવ કરે છે?
શિયાળો
ચોમાસું
વસંતઋતુ
ઉનાળો
ક્યું ફળ વેલા પર થાય છે?
કેરી
રાયણ
જામફળ
દ્રાક્ષ
વૈશાલી સવારે કેટલા વાગે શાળાએ જાય છે?
૭:૩૦ વાગ્યે
૮:૦૦ વાગ્યે
૮:૩૦ વાગ્યે
૯:૦૦ વાગ્યે
શાકભાજી લેવા વૈશાલીના પિતાજી ક્યાં જાય છે?
ખેતરમાં
બજાર(મંડી)માં
વાડીમાં
બગીચામાં
વૈશાલીના કુટુંબના કાર્યની શરુઆત ક્યારે થાય છે?
સવારે ચાર વાગ્યે
સવારે પાંચ વાગે
સવારે ત્રણ વાગે
સવારે સાત વાગે
છોટુ શાળએ જતા પહેલા ક્યું કામ કરે છે?
ગૃહકાર્ય કરે છે
જિમમાં જાય છે
તેના પપ્પાની લારી પર રહે છે
તેના પપ્પાની દુકાને બેસે છે
પક્ષીઓ ઇંડા મૂક્યા પછી ઈંડાને શું કરે છે?
પાણી આપે છે
દૂધ આપે છે
તડકે મૂકે છે
સેવે છે
ક્યું પક્ષી પોતાનો માળો બનાવતું નથી?
કબૂતર
સુગરી
કોયલ
કાગડો
પથ્થરોની વચ્ચે જગ્યામાં ક્યું પક્ષી માળો બનાવે છે?
કાગડો
દેવચકલી
પોપટ
ચકલી
ક્યુ પક્ષી ખૂબ જ મધુર રીતે ગાય છે?
સુગરી
મોર
પોપટ
કોયલ
નીચેનામાંથી ક્યું પક્ષી આપણા ઘરમાં માળો બનાવે છે?
પોપટ
કાગડો
ઢેલ
ચકલી
પક્ષીઓનું પહેલું સોપન ક્યું છે?
ઈંડા મૂકવા
બચ્ચાં ઉછેરવા
માળો બનાવવું
ખોરાક લેવાનું
મારો માળો સુંદર ગૂંથણીવાળો હોય છે?
મોર
કબૂતર
દરજીડો
સુગરી
ક્યું પક્ષી મરચાં કે ફળ ખાય છે?
કબૂતર
કાગડો
સમડી
પોપટ
તેજલ માતાના ઇલાજ માટે કોના ઘરે ગઇ હતી?
કાકાના
મામાના
માસાના
દાદાના
તેજલ ક્યા વાહનની મુસાફરી કરી મામાના ઘરે પહોંચી ?
બસમાં
કારમાં
ઘોડાગાડીમાં
ટ્રેનમાં
મામાના ઘરે પાણી ભરવા માટે ઋત્વા અને તેજલ ક્યાં જતા હતા ?
કૂવે
તળાવે
નદીએ
સામુહિક નળે
મામાના ઘરે શૌચાલય ક્યાં હતું ?
ઘરમાં
ઘરની બાજુમાં
ઘરની પાછળ
ગલી(ફળિયા)ના છેડે
તેજલના મામી શું કામ કરતા હતા ?
સિલાઇ કામ
ભરતકામ
લોકોના ઘરના કામ
હોસ્પિટલમાં સફાઇકામ
મમ્મીની મમ્મીને શુ કહે છે?
ફોઈ
નાની
માસી
દાદી
પટોળા ક્યાં જિલ્લાના પ્રખ્યાત છે?
બનાસકાંઠા
મહેસાણા
પાટણ
અમદાવાદ
હાલે કેટલા પરિવારો પટોળાના વ્યવસાય સાથે સંકળાયેલા છે ?
30
300
3
100
નીચેનામાંથી કોનો પરિવાર પટોળાના વ્યવસાય સાથે સંકળાયેલો છે ?
મૃગેશ અને મોનીકા
તીર્થ અને તૃપ્તિ
આદિ અને અર્ચના
મોક્ષા અને નિર્મલ
કઇ પ્રાચીન વાવની બનાવટમાં પટોળાની ભાત જોવા મળે છે?
અડીકડીની વાવ
સેલોર વાવ
રાણીની વાવ
રાજાની વાવ
કયો વ્યવસાયકાર લોખંડના ઓજારોની બનાવટના વ્યવસાય સાથે સંકળાયેલો છે ?
સુથાર
મિકેનિક
લુહાર
કાછીયો
ચાકડો એ કોનું સાધન છે ?
કુંભાર
મોચી
પ્લમ્બર
સુથાર
રંધો એ કોનું સાધન છે ?
લુહાર
સુથાર
મિકેનિક
કડીયો
લેલું એ કોનું સાધન છે ?
દરજી
કડીયો
સફાઈ કામદાર
સિપાહી
પટોળે પડી ભાત , ફીટે પણ ફાટે નહીં -આ કહેવત કોના વિશેની છે ?
લેરિયા
બાંધણી
પટોળા
પેન્ટ- શર્ટ
આપણે માટલામાંથીંશાના વડે પાણી લેવું જોઇએ ?
જગ વડે
ગ્લાસ વડે
ચંબુ વડે
ડોયા વડે
નીચેનામાંથી કયા સાધનમાં સૌથી વધારે પાણી સમાય છે ?
લોટો
ડોલ
ગ્લાસ
જગ
નીચેનામાંથી ક્યા કાર્યમાં પાણીની જરુર પડતી નથી ?
પીવા માટે
હાથ પગ ધોવા માટે
કાગળમાંથી રમકડાં બનાવવા માટે
સ્નાન કરવા માટે
વૉટરપાર્કમાં શાનો વધુ બગાડ થાય છે ?
અનાજ
ભોજન
જમીન
પાણી
અંજુ મૅડમના ઘરે સ્મિતે ક્યા સમાચાર જાણ્યા ?
આજે બજાર બંધ છે.
પીવાના પાણીમાં ગટરનું ગંદુ પાણી ભળ્યું છે.
શાળામાં રજા જાહેર થઇ છે.
આજે વીજળીનો કાપ હોવાથી લાઇટ બંધ રહેશે.
અંજુ મૅડમે ' ગંદુ પાણી આવ્યું છે '- એવા સમાચાર ક્યા માધ્યમથી જાણ્યા ?
ટીવીના માધ્યમથી
સમાચારપત્રના માધ્યમથી
ટેલિફોનના માધ્યમથી
અફવાના માધ્યમથી
દુષિત પાણી પીવાથી ક્યો રોગ થાય છે ?
ઇન્ફ્લુએન્ઝા
કૉલેરા
ક્ષય
શીતળા
પાણીનું મુખ્ય પ્રાપ્તિસ્થાન ક્યું છે ?
ઝરણું
કૂવો
વરસાદ
નદી
ઝાડા-ઊલટી થાય ત્યારે પાણી સાથે ક્યા પદાર્થોનું મિશ્રણ કરી પીવું જોઇએ ?
મીઠું અને ખાંડ
ધાણા અને જીરું
મીઠું અને અજમો
ખાંડ અને ગોળ
વૅકેશન પછી શાળામાં આવ્યા બાદ બાળકોએ વર્ગમાં શું કરવાનું નક્કી કર્યું ?
રમતોત્સવ
સાંસ્કૃતિક કાર્યક્રમ
ઉજાણી
તહેવાર ઉજાણી
ઉજાણીમાં બાળકોએ શું કર્યુ ?
બધાએ ઘરેથી લાવેલું ભોજન સાથે મળીને ખાધું.
રમતો રમી.
ગીતો ગાયા અને નાચ્યા.
ઉપરની તમામ બાબતો.
સુરજીતના ઘરે તેણીને મળવા કોણ આવ્યું ?
જય-માલા
વિશ્વા-વિવેક
દિવ્યા-સ્વસ્તિક
મનપ્રીત-મનજિતસિંઘ
દિવ્યા અને સ્વસ્તિક સુરજીતના ઘરે આવ્યા ત્યારે સુરજીતના માતાપિતા ક્યાં ગયા હતા ?
મંદિરમાં
ગુરુદ્વારા
મસ્જિદ
ચર્ચ
દિવ્યા અને સ્વસ્તિક ક્યાં રહીને ભણતાં હતા ?
મામાના ઘરે
શહેરમાં
મમ્મી-પપ્પા સાથે
છાત્રાલયમાં
રસોઇઘરમાં મનજિતસિંઘ શું બનાવતા હતા ?
સુખડી
લાડું
કઢાહપ્રસાદ
ખીર
ગુરુદ્વારામાં સુરજીતની માતા રોટલી શાના પર શેકતા હતા ?
તવા પર
મશીનમાં
થાળીમાં
કડાઇમાં
દિવ્યાએ ગુરુદ્વારાના રસોઇઘરમાં શું કામ કર્યું ?
રોટલી વણવાનું
શાક સમારવાનું
રોટલી પર ઘી લગાવવાનું
રોટલી પીરસવાનું
ગુરુદ્વારામાં ભોજનમાં કઇ દાળ બનતી હતી ?
તુવેરની દાળ
મગની દાળ
મસૂરની દાળ
અડદની દાળ
અરદાસ એટલે શું ?
વરંડો
પ્રાર્થના
શીખોનું મંદિર
એક પ્રકારનો શીરો
મમાતાના ઘરમાં શાનો ઝઘડો થયો હતો ?
ભોજનની પસંદગી બાબતે
કપડાં પહેરવા બાબત
ટીવી કાર્યક્રમ જોવા બાબત
પહેલા નાહવા બાબતે
કરશન ખેતીથી કંઇક અલગ કરવા માટે તે શું ખરીદવાનો વિચાર કરે છે ?
શાકભાજીની લારી
ગાયો
અનાજ દળવાની ઘંટી
બરફના ગોલાની લારી
દરિયાકિનારે બાળકો શામાં રમ્યા હતા ?
રેતી અને મેદાનમાં
રેતી અને પાણીમાં
પાણી અને મેદાનમાં
રેતી અને માટીમાં
અક્ષયના દાદીમા અક્ષયને કોના ઘરે કોઇ વસ્તું ખાવાની કે પીવાની ના કહે છે ?
અનિલના
પિન્ટુના
કરશનના
રિતુના
તમને પ્રતિભાના ઘરનો ક્યો નિયમ બરાબર લાગતો નથી ?
શિક્ષણ મેળવવાનો નિયમ
રમત રમવાનો નિયમ
છોકરી-છોકરા માટે અલગ નિયમ
શાળાએ જવાનો નિયમ
રિતુ કોનાથી ડરી મીનાના ઘરે જવાની ના પાડે છે ?
મીનાના મામાથી
મીનાના પપ્પાથી
મિનાના દાદાથી
મીનાના કાકાથી
પટોળું તૈયાર કરતા કેટલો સમય લાગે છે ?
એક થી બે માસ
બે થી ત્રણ માસ
ચાર થી છ માસ
સાત થી આઠ માસ
