Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

જ્ઞાન સાધના - વિજ્ઞાન

Total questions: 130

Worksheet time: 1hrs 5mins

Name
Class
Date
1.

સિંચાઇની આ પદ્ધતિમાં પાણી વરસાદની જેમ પડે છે?

a)

ફુવારા પધ્ધતિ

b)

ટપક પધ્ધતિ

c)

પાળિયા પધ્ધતિ

d)

ધોરીયા પધ્ધતિ

2.

નીચેના પૈકી કયો રવી પાક છે?

a)

ડાંગર

b)

મકાઇ

c)

સોયાબીન

d)

ઘઉં

3.

નીંદણ દૂર કરવા કયું સાધન વપરાય છે?

a)

હળ

b)

સમાર

c)

ખુરપી

d)

ટ્રેકટર

4.

નીચેનામાંથી કયું કૃત્રિમ ખાતર છે?

a)

છાણીયું

b)

યુરીયા

c)

ખોળ

d)

કમ્પોસ્ટ

5.

હાથ વડે લણણી કરવા કયું સાધન વપરાય છે?

a)

હળ

b)

ટ્રેકટર

c)

દાંતરડું

d)

વાવણીયો

6.

2,4-D ક્યાં પ્રકારનું રસાયણ છે?

a)

જંતુનાશક

b)

ફૂગનાશક

c)

નીંદણનાશક

d)

કૃમિનાશક

7.

ખેતરની માટીને ઉપર-નીચે કરવાની ક્રિયાને શું કહે છે.

a)

વાવણી

b)

પિયત

c)

નીંદણથી રક્ષણ

d)

ખેડાણ

8.

હું એક એવી સિંચાઈ પદ્ધતિ છું જેમાં પાણીને પાઇપલાઇન દ્વારા છોડના મૂળ સુધી પહોંચાડવામાં આવે છે, અને પાણીનો બગાડ થતો અટકે છે. હું કોણ છું?

a)

મોટ

b)

ટપક પધ્ધતિ

c)

ઢેકલી

d)

ફુવારા પધ્ધતિ

9.

ખેતરમાં ઉગતા એવા અનિચ્છનીય છોડ, જે પાકને જરૂરી પોષક તત્વો શોષી લે છે અને પાકની વૃદ્ધિને અવરોધે છે, તેને શું કહે છે?

a)

આંતર પાક

b)

રવિ પાક

c)

નિંદામણ

d)

નિંદણ

10.

કઈ વનસ્પતિનાં સૂકા પાનનો ઘરગથ્થુ અનાજના સંગ્રહમાં ઉપયોગ કરવામાં આવે છે?

a)

તુલસી

b)

લીમડો

c)

અરડૂસી

d)

નીલગીરી

11.

કયા સૂક્ષ્મજીવો રસીકરણ દ્વારા અટકાવી શકાય છે?

a)

વાઇરસ

b)

પ્રજીવ

c)

ફૂગ

d)

બેક્ટેરિયા

12.

યીસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે ?

a)

ઓક્સિજન

b)

આલ્કોહોલ

c)

શર્કરા

d)

હાઇડ્રોકલોરીક એસીડ

13.

સૂક્ષ્મજીવોનો ઉપયોગ નીચેનામાંથી શામાં થાય છે ?

a)

કેક બનાવવા

b)

દહીં બનાવવા

c)

બ્રેડ બનાવવા

d)

આપેલ તમામ

14.

પેર્ચ્યુરાઈઝેશન પદ્ધતિની શોધ કોણે કરી હતી ?

a)

લુઈ પાશ્ચર

b)

એલેકઝાન્ડર ફ્લેમિંગ

c)

એડવર્ડ જેનર

d)

રોબર્ટ કોશ

15.

હિપેટાઈટિસ-A ( કમળો ) કયા સૂક્ષ્મજીવથી થાય છે ?

a)

વાઇરસ

b)

બેક્ટેરિયા

c)

ફૂગ

d)

પ્રજીવ

16.

સૂક્ષ્મજીવોને કેટલા વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે?

a)

1

b)

2

c)

3

d)

4

17.

કયા સૂક્ષ્મજીવો જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરીને જમીનની ફળદ્રુપતા વધારે છે?

a)

લીલ

b)

વાઇરસ

c)

બેક્ટેરિયા

d)

પ્રજીવ

18.

સૂક્ષ્મજીવોનો ઉપયોગ કયા ઉદ્યોગમાં થાય છે ?

a)

દૂધ ઉદ્યોગ

b)

ફાર્માસ્યુટિકલ

c)

ખાદ્ય ઉદ્યોગ

d)

આપેલ તમામ

19.

નીચેનામાંથી કયો રોગ વાઇરસ થી થતો રોગ છે?

a)

ક્ષય

b)

ટાઈફોઇડ

c)

પોલીયો

d)

કોલેરા

20.

કયા સૂક્ષ્મજીવનો ઉપયોગ દૂધને દહીંમાં ફેરવવા માટે થાય છે?

a)

બેક્ટેરિયા

b)

ફૂગ

c)

પ્રજીવ

d)

વાઇરસ

21.

કુદરતી  વાયુમાથી મેળવવામા આવતા કયા વાયુનો ઉપયોગ યુરિયા ખાતરની બનાવટમા થાય છે ?

a)

CNG

b)

હાઇડ્રોજન

c)

કાર્બન ડાયોક્સાઈડ

d)

કોલગેસ

22.

ભારતમાં સૌ પ્રથમ કયા રાજ્યમાંથી તેલ કાઢવામાં આવ્યું હતું ?

a)

અસમ

b)

ગુજરાત

c)

બોમ્બે હાઈ

d)

રાજસ્થાન

23.

પેટ્રોલિયમમાં નીચેનામાંથી કયો ઘટક હાજર નથી?

a)

પેટ્રોલ

b)

પેટ્રોલિયમ વાયુ

c)

કેરોસીન

d)

કુદરતી વાયુ

24.

નીચેનામાંથી કયા સ્રોતોના ઉપયોગ દ્વારા ઓછુ પ્રદૂષણ થશે ?

a)

પેટ્રોલ

b)

ડીઝલ

c)

કેરોસીન

d)

CNG

25.

નીચેનામાંથી ક્હયાં ઇંધણનો ઉપયોગ હલકા વાહનોમાં થતો નથી?

a)

પેટ્રોલ

b)

CNG

c)

ઇલેક્ટ્રિક પાવર

d)

ડીઝલ

26.

કોલસા અન પેટ્રોલિયમ માટે કયુ વિધાન ખોટુ છે?

a)

કોલસો અને પેટ્રોલિયમ અશ્મિ બળતણ છે.

b)

તેમનું દહન એ વાયુ પ્રદૂષણનું મુખ્ય કારણ છે.

c)

તેને બનવા માટે વર્ષો લાગે છે.

d)

તેના ઉપયોગથી ગ્લોબલ વોર્મિંગ થતું નથી.

27.

ભારતમા પેટ્રોલ-ડીઝલની બચત કરવાની સલાહ આપનારી સંસ્થા કઇ છે?

a)

CNG

b)

PCRA

c)

SWAYAM

d)

IUPAC

28.

કોલટાર નો ઉપયોગ જણાવો.

a)

દવાઓ બનાવવા

b)

ફોટોગ્રાફિક પદાર્થો

c)

પરફ્યુમ બનાવવા

d)

આપેલ તમામ

29.

ડામરની ગોળી બનાવવા શેનો નો ઉપયોગ થાય છે?

a)

કોક

b)

કોલગેસ

c)

કોલટાર

d)

પેટ્રોલ

30.

દુનિયાનો સૌ પ્રથમ પેટ્રોલિયમ નો કૂવો ક્યાં ખોદવામાં આવ્યો?

a)

અમેરિકા

b)

ચીન

c)

ભારત

d)

દુબઈ

31.

દીવાસળીની પેટી પર નીચેનામાંથી શું લગાવેલ હોતું નથી?

a)

પોટેશિયમ ક્લોરેટ

b)

લાલ ફોસ્ફરસ

c)

કાચનો પાવડર

d)

ગુંદર

32.

સોનુ તથા ચાંદીને પીગાળવા માટે સોની ધાતુની ફુંકવાની નળી વડે જ્યોતના કયા ભાગનો ઉપયોગ કરે છે?

a)

સૌથી બહારનો ભાગ

b)

સૌથી અંદરનો ભાગ

c)

માધ્યમ ભાગ

d)

તમામ ભાગ

33.

નીચે આપેલ કયા બળતણ નું સંપૂર્ણ દહન થવાથી તે સૌથી વધુ ઉર્જા ઉત્પન્ન કરે છે?

a)

છાણા

b)

પેટ્રોલ

c)

LPG

d)

બાયોગેસ

34.

બળતણના અપૂર્ણ સળગવાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે?

a)

કાર્બન ડાયોક્સાઈડ

b)

કાર્બન ઓક્સાઈડ

c)

કાર્બન મોનોક્સાઈડ

d)

આપેલ તમામ

35.

એસિડ વરસાદની માનવ સ્વાસ્થ્ય પર શું અસર થાય છે?

a)
  • શ્વસન સંબંધી સમસ્યાઓ

b)
  • ત્વચા રોગો

c)
    • આંખોમાં બળતરા

d)
  • ઉપરના બધા

36.

નીચેનામાંથી કયા બળતણનુ કેલરી મૂલ્ય સૌથી વધારે છે?

a)

પેટ્રોલ

b)

મિથેન

c)

કેરોસીન

d)

ડીઝલ

37.

ગ્લોબલ વોર્મિંગ કયા વાયુની દેન છે?

a)

N2O5

b)

CO

c)

CO2

d)

SO2

38.

બળતણની કેલરી મૂલ્ય દર્શાવવા માટનો એકમ જણાવો.

a)

કિલોજુલ/લીટર

b)

કિલોજુલ/મીટર

c)

કિલોજુલ/કિલોગ્રામ

d)

કિલોજુલ/કલાક

39.

મીણબત્તીની જ્યોતમાં સૌથી બહારનો વિસ્તાર કેવા રંગની જ્યોત સાથે સળગે છે?

a)

પીળા

b)

લાલ

c)

ભૂરા

d)

કાળો

40.

પેટ્રોલથી લાગેલી આગને શેના વડે નિયંત્રિત કરી શકાય છે ?

a)

પાણી

b)

કાપડ

c)

કેરોસીન

d)

રેતી

41.

નીચે પૈકી કોના દહનથી જ્યોત ઉત્પન્ન થતી નથી ?

a)

કપૂર

b)

કોક

c)

કેરોસીન

d)

LPG

42.

વન્યજીવન અને વનસ્પતિ માટે સુરક્ષિત વિસ્તાર ને શું કહે છે?

a)

સુરક્ષિત ક્ષેત્ર

b)

રાષ્ટ્રીય ઉદ્યાન

c)

અભયારણ્ય

d)

જૈવાવરણ આરક્ષિત ક્ષેત્ર

43.

નીચેનામાંથી કયું વન્યજીવન અભયારણ્ય નથી?

a)

નંદનકાનન પ્રાણી સંગ્રહાલય

b)

વન નાબુદીસુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન

c)

કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન

d)

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન

44.

નીચેનામાંથી કયું પરિબળ વનનાબૂદીનું કારણ નથી?

a)

ખેતી માટે જમીન મેળવવી

b)

શહેરીકરણ

c)

ઉદ્યોગોની સ્થાપના

d)

વનસ્પતિનું વાવેતર

45.

સ્થળાંતરિત પક્ષીઓ શા માટે લાંબી મુસાફરી કરે છે?

a)

ખોરાકની શોધમાં

b)

પ્રજનન માટે

c)

આબોહવાની પરિસ્થિતિઓથી બચવા

d)

આપેલ તમામ

46.

વાઘના સરક્ષણ માટે કયો પ્રોજેક્ટ અમલમાં મુક્યો છે?

a)

વાઘ બચાવો

b)

વાઘ અનામત

c)

પ્રોજેક્ટ બીગ કેટ

d)

પ્રોજેક્ટ ટાઈગર

47.

નીચે પૈકી કયો પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં નથી ?

a)

સાતપૂડા રાષ્ટ્રીય ઉદ્યાન

b)

કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન

c)

બોરીવન્ય પ્રાણી અભ્યારણ

d)

પંચમઢી વન્યપ્રાણી અભ્યારણ

48.

સાતપુડા જંગલમાં કયાં ઊંચા વૃક્ષો જોવા મળે છે?

a)

લીમડા

b)

વડ

c)

જંગલી આંબા

d)

સાગ

49.

ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે?

a)

ગીર

b)

સાતપૂડા

c)

ડાંગ

d)

પોલો ફોરેસ્ટ

50.

રેડ ડેટા બુક શું નોંધે છે?

a)

સામાન્ય વનસ્પતિઓ અને પ્રાણીઓની સૂચિ

b)

પાલતુ પ્રાણીઓની સૂચિ

c)

જોખમમાં મૂકાયેલી વનસ્પતિઓ અને પ્રાણીઓની સૂચિ

d)

ખેતી માટે ઉપયોગી વનસ્પતિઓની સૂચિ

51.

નર જન્યુઓ એટલે શું?

a)

અંડકોષ

b)

શુક્રકોષ

c)

યુગ્મનજ

d)

ફલન

52.

માછલી અને સ્ટાર ફિશમાં કેવા પ્રકારનું ફલન જોવા મળે છે?

a)

બાહ્ય

b)

સંયુક્ત

c)

આંતરિક

d)

તટસ્થ

53.

જે અવસ્થામાં બાળકના અંગોની ઓળખ થઈ શકે તે ને શું કહે છે?

a)

ભ્રુણ

b)

ગર્ભ

c)

ફલન

d)

યુગ્મનજ

54.

હાઇદ્રામાં ઉપસેલા ભાગને શું કહે છે?

a)

ઈંડા

b)

ટેડપોલ

c)

કલિકા

d)

ગર્ભાશય

55.

નીચે પૈકી અંડપ્રસવી પ્રાણી કયું છે?

a)

ગાય

b)

બિલાડી

c)

કબુતર

d)

મનુષ્ય

56.

કયા સજીવમાં કાયાંતરણની પ્રક્રિયા જોવા મળે?

a)

ગાય

b)

બિલાડી

c)

કબુતર

d)

પતંગિયું

57.

પ્રાણીઓમાં લિંગી પ્રજનન દરમિયાન, શુક્રકોષ અને અંડકોષના જોડાણની પ્રક્રિયાને શું કહેવાય છે?

a)

ફલન

b)

ગર્ભધારણ

c)

પરાગનયન

d)

કલિકાસર્જન

58.

કોઇપણ પ્રાણી કે પક્ષીનું ઈંડુ એક શું છે?

a)

પેશી

b)

કોષ

c)

અંગ

d)

તંત્ર

59.

કયા સજીવ ના ઈંડા કવચથી ઢંકાયેલા હોતા નથી?

a)

દેડકો

b)

મરઘી

c)

ગરોળી

d)

સાપ

60.

જે પ્રાણીઓ સીધા જ બચ્ચાને જન્મ આપે છે તેને કેવા પ્રાણીઓ કહે છે?

a)

અંડપ્રશ્વી પ્રાણીઓ

b)

અપત્યપ્રશ્વી પ્રાણીઓ

c)

જળચર પ્રાણીઓ

d)

ભૂચર પ્રાણીઓ

61.

જાતીય રોગો કયા કયા છે?

a)

AIDS

b)

HIV

c)

સિફિલસ

d)

આપેલ તમામ

62.

શુક્રપિંડ ગ્રંથિ ક્યાં આવેલી હોય છે?

a)

ગળામાં

b)

મગજમાં

c)

મૂત્રાશયમાં

d)

પેટમાં

63.

છોકરાના જન્મ માટે રંગસૂત્ર ની કઈ જોડ જવાબદાર છે?

a)

XX

b)

XY

c)

YY

d)

આપેલ તમામ

64.

તમામ ગ્રંથિઓનું નિયંત્રણ કોણ કરે છે?

a)

થાઈરોઈડ

b)

એડ્રીનાલિન

c)

પિટ્યુટરી

d)

સ્વાદુપિંડ

65.

નીચેનામાંથી કયું હોર્મોન પ્રાણીઓમાં ગૌણ જાતીય લક્ષણોના વિકાસ માટે જવાબદાર છે?

a)

ઈન્સ્યુલિન

b)

થાયરોક્સિન

c)

ટેસ્ટોસ્ટેરોન

d)

એડ્રેનાલિન

66.

ગોઈટર રોગ માટે કઈ ગ્રંથિ જવાબદાર છે?

a)

થાઈરોઈડ

b)

એડ્રીનાલિન

c)

પિટયુટરી

d)

સ્વાદુપિંડ

67.

સ્ત્રીઓમાં દર કેટલા દિવસે માસિક સ્ત્રાવ થાય છે?

a)

૧૫ થી ૨૦

b)

30 થી ૩૫

c)

૨૮ થી 30

d)

૮ થી ૧૦

68.

તરુણાવસ્થા નો સમયગાળો જણાવો.

a)

૧૦ થી ૧૫ વર્ષ

b)

૧૧ થી ૧૮ વર્ષ

c)

૧૫ થી ૨૦ વર્ષ

d)

૧૮ થી ૨૫ વર્ષ

69.

સ્ત્રીઓ કેટલા વર્ષો સુધી પ્રજનન ક્ષમતા ધરાવે છે?

a)

૬૫ વર્ષ

b)

૫૦ વર્ષ

c)

૩૫ વર્ષ

d)

૭૫ વર્ષ

70.

ગળામાં ઉપસી આવેલા ભાગ ને શું કહે છે?

a)

સ્વરપેટી

b)

કંઠસ્થાન

c)

કંઠમણી

d)

તમામ

71.

બળ વડે પદાર્થમાં કયો ફેરફાર થાય છે?

a)

આકાર

b)

ઝડપ

c)

દિશા

d)

તમામ

72.

કયા બળમાં બે પદાર્થો વચ્ચે સંપર્ક હોવો જરૂરી છે?

a)

ચુંબકીય બળ

b)

સ્થિત વિદ્યુતબળ

c)

ગુરુત્વાકર્ષણ બળ

d)

ઘર્ષણ બળ

73.

વાહનમાં બ્રેક મારતા કયું બળ ઉદભવે છે?

a)

ઘર્ષણ બળ

b)

ચુંબકીય બળ

c)

ગુરુત્વાકર્ષણ બળ

d)

સ્નાયુ બળ

74.

પ્રાણીઓ દ્વારા લગાડવામાં આવતો બળ એ કયા બળનું ઉદાહરણ છે?

a)

ગુરુત્વાકર્ષણ બળ

b)

ચુંબકીય બળ

c)

ઘર્ષણ બળ

d)

સ્નાયુ બળ

75.

એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને શું કહે છે ?

a)

વેગમાન

b)

ગતિ

c)

દબાણ

d)

દળ

76.

પદાર્થની ગતિની દિશામાં બળ લગાડવામાં આવે તો તેની ગતિ .......

a)

ઘટે

b)

શૂન્ય થાય

c)

વધે

d)

ફેરફાર થતો નથી

77.

સુકા વાળને કાંસકા વડે ઓળવામાં આવે છે ત્યારે ક્યારેક વાળ હવામાં ઉડતા જણાય છે. તેના માટે કયું બળ જવાબદાર ગણાય?

a)

ગુરુત્વાકર્ષણ બળ

b)

ઘર્ષણ બળ

c)

ચુંબકીય બળ

d)

સ્થિત વિદ્યુત બળ

78.

દબાણનું સૂત્ર જણાવો.

a)

ક્ષેત્રફળ/બળ

b)

બળ/ક્ષેત્રફળ

c)

ઘર્ષણ/બળ

d)

ઘનફળ/બળ

79.

એક જ દિશામાં લગાડેલ બે બળો કેવું પરિણામ આપે છે?

a)

એકબીજામાંથી બાદ થાય છે

b)

એકબીજામાં ઉમેરાય છે.

c)

શૂન્ય થાય

d)

કોઈ ફેરફાર થશે નહી

80.

નીચેનામાંથી કયું સાધન વાતાવરણનું દબાણ માપવા માટે વપરાય છે?

a)

થર્મોમીટર

b)

બેરોમીટર

c)

એમીટર

d)

વોલ્ટમીટર

81.

વીણા માં ધ્વનિ કયા ભાગ દ્વારા ઉત્પન્ન થાય છે?

a)

ખેંચાયેલી સપાટી

b)

તણાયેલી દોરી

c)

તાંબાની સપાટી

d)

ચામડું

82.

_____________ માં તિરાડ દ્વારા હવા ધકેલાય છે ત્યારે ધ્વનિ ઉત્પન્ન થાય છે.

a)

હૃદય

b)

અન્નનળી

c)

ફેફસાં

d)

નાક

83.

ધ્વનિ તરંગો કયા માધ્યમમાં સૌથી ઝડપથી પ્રવાસ કરે છે?

a)

શૂન્યાવકાશ

b)

હવા

c)

પાણી

d)

ઘન પદાર્થ

84.

એક સેકન્ડ દીઠ થતા દોલનોની સંખ્યા ને દોલનોની શું કહે છે?

a)

કંપ વિસ્તાર

b)

પ્રબળતા

c)

આવૃત્તિ

d)

એકપણ નહીં

85.

જો ધ્વનિ તરંગની આવૃત્તિ વધે, તો તેની તરંગલંબાઈ પર શું અસર થશે?

a)

તરંગલંબાઈ વધશે

b)

તરંગલંબાઈ ઘટશે

c)

તરંગલંબાઈમાં કોઈ ફેરફાર થશે નહી

d)

તરંગલંબાઈ શરૂઆતમાં વધશે અને પછી ઘટશે

86.

નીચેનામાંથી કયો રૂચીકર ધ્વની છે?

a)

શાસ્ત્રીય સંગીતનો અવાજ

b)

બાળકના રડવાનો અવાજ

c)

માર્કેટમાં વેપારીઓનો અવાજ

d)

દિવાળી પર ફૂટતા ફટાકડાનો અવાજ

87.

કઈ આવૃત્તિના ધ્વનિ મનુષ્યના કાન વડે પારખી શકતા નથી?

a)

20 થી 20000 Hz સુધી

b)

20 Hz થી ઓછી

c)

20000 Hz થી વધુ

d)

20 થી ઓછી અને 20000 Hz વધુ

88.

નીચે પૈકી કયો ધ્વનિ હવાના કંપનથી ઉત્પન્ન થાય છે?

a)

શાળાનો ઘંટ

b)

વ્યક્તિના નસકોરા

c)

મંદિરના ઢોલ નગારા

d)

પ્રાર્થનામાં એક તારો

89.

એક દોલન પૂર્ણ કરવા માટે વસ્તુને લાગતા સમયને શું કહે છે?

a)

કંપવિસ્તાર

b)

આવર્ત કાળ

c)

આવૃત્તિ

d)

ઘ્વનિ

90.

વાયોલીન,ગિટાર અને વીણા શેના ઉદાહરણો છે?

a)

તંતુ વાદ્યો

b)

વાત વાદ્યો

c)

આપેલ પૈકી એક પણ નહીં

d)

આઘાત વાદ્યો

91.

બ્રેક મારવાથી વાહન શા માટે ધીમું પડે છે?

a)

બળને કારણે

b)

બ્રેક મારવાથી

c)

ઘર્ષણ બળને કારણે

d)

એક પણ નહીં

92.

ઘર્ષણ કેવી રીતે વધારી શકાય છે?

a)

પૈડાનો ઉપયોગ કરી

b)

ઊંજણનો ઉપયોગ કરી

c)

કોઈ સપાટીને ખરબચડી બનાવી

d)

પગના તળિયા લીસા બનાવી

93.

લોટણ ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતા કેવું હોય છે?

a)

સરખું

b)

વધુ

c)

ઓછું

d)

વિરોધી

94.

એક વસ્તુ બીજી વસ્તુ પર સરકતી હોય તો ક્યુ ઘર્ષણ ઉદ્ભવે છે?

a)

સ્થિત

b)

સરકતું

c)

તરલ

d)

લોટણ

95.

કેવા આકારમાં ઘર્ષણ ઓછું લાગે છે?

a)

લંબચોરસ

b)

ગોળ

c)

લંબચોરસ

d)

ત્રિકોણ

96.

નીચેનામાંથી ક્યાં ઘર્ષણ બળ ના ઉદાહરણ નથી?

a)

જમીન પર ગતિ કરતો દડો થોડા સમય પછી સ્થિર થઈ જાય છે.

b)

બ્રેક મારવાથી વાહન ધીમુ પડી જાય છે.

c)

બૂટના સોલ સમય જતાં લીસા થાય છે.

d)

હોકાયંત્રની સોય ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થવી.

97.

ઘર્ષણનું કારણ સંપર્કમાં રહેલી બે સપાટીનું ............. છે.

a)

લીસાપણું

b)

ખરબચડાપણું

c)

બંને

d)

એક પણ નહીં

98.

બૂટ ચંપલના સોલ ખાંચાવાળા કેમ હોય છે?

a)

બૂટ ચંપલ વધુ ટકે તે માટે

b)

બૂટ ચંપલની કિંમત વધુ લઈ શકાય તે માટે

c)

બુટ ચંપલ ની ભોયતળીયા સાથે વધારે સારી રીતે પકડ રહે તે માટે

d)

આપેલ પૈકી એક પણ નહીં

99.

નીચેનામાંથી કયું સંપર્ક બળનું ઉદાહરણ છે?

a)

ચુંબકીય બળ

b)

સ્થિત વિદ્યુત બળ

c)

ગુરુત્વાકર્ષણ બળ

d)

પરમાણું બળ

100.

જમીન ઉપર મુકેલ મોટા લાકડાના બોક્સને પૂર્વ થી પશ્ચિમ દિશા તરફ ધકેલવામાં આવે છે, તો બોકસ પર લાગતું ઘર્ષણ બળ કઈ દિશામાં હશે?

a)

ઉત્તર

b)

દક્ષિણ

c)

પૂર્વ

d)

પશ્ચિમ

101.

વિધુત દ્રાવણમાંથી જ્યારે વિધુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તેના રંગમાં ફેરફાર થાય છે તે વિધુત પ્રવાહ ની કઈ અસર દર્શાવે છે?

a)

રાસાયણિક

b)

ચુંબકીય

c)

પ્રકાશીય

d)

ઉષ્મીય

102.

ખાદ્ય પદાર્થના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા ડબાઓ ઉપર શાનો આવરણ ચઢાવવામાં આવે છે?

a)

ટીન

b)

ઝીંક

c)

લોખંડ

d)

ક્રોમિયમ

103.

વિધુત બલ્બ વિદ્યુત પ્રવાહની કઈ અસરને લીધે પ્રકાશિત થાય છે?

a)

રાસાયણિક

b)

ચુંબકીય

c)

ઉષ્મીય

d)

આપેલ પૈકી તમામ

104.

કયું દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે?

a)

શુદ્ધ પાણી

b)

મીઠાનું દ્રાવણ

c)

ખાંડનું દ્રાવણ

d)

તેલ

105.

વિદ્યુત વિભાજનની પ્રક્રિયામાં, ધન વીજભારિત આયનો કયા ઇલેક્ટ્રોડ તરફ આકર્ષાય છે?

a)

એનોડ (+)

b)

કેથોડ (-)

c)

તટસ્થ ઇલેક્ટ્રોડ

d)

એનોડ અને કેથોડ બંને તરફ

106.

જો કોપર સલ્ફેટના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે, તો કઈ ધાતુ ઋણ ધ્રુવ પર જમા થશે?

a)

લોખંડ

b)

તાંબુ

c)

સોનું

d)

ચાંદી

107.

કઈ પ્રક્રિયા દ્વારા લોખંડ પર ઝીંકનું પડ ચઢાવવામાં આવે છે?

a)

ગેલ્વેનાઇઝેશન

b)

વિદ્યુત વિભાજન

c)

ઓક્સિડેશન

d)

રિડક્શન

108.

જો લોખંડની વસ્તુ પર ક્રોમિયમનું પડ ચઢાવવું હોય, તો ક્રોમિયમ સલ્ફેટના દ્રાવણનો ઉપયોગ કરીને વિદ્યુત વિભાજનની પ્રક્રિયામાં ક્રોમિયમ કયા ઇલેક્ટ્રોડ પર જમા થશે?

a)

ધન ધ્રુવ

b)

ઋણ ધ્રુવ

c)

બંને ધ્રુવ પર સમાન

d)

જમા થશે નહી

109.

વિધુત પુથકરણ પ્રક્રિયા માં કઈ ઉર્જા પાણીનું વિઘટન તેનાં ઘટક તત્વોમાં કરે છે?

a)

ઉષ્મા ઉર્જા

b)

પ્રકાશ ઉર્જા

c)

રસાયણિક ઉર્જા

d)

વિદ્યુત ઉર્જા

110.

નીચે પૈકી કયા દ્રાવણમાં ડુબાડતા ટેસ્ટરની ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે

a)

લીંબુનો રસ

b)

વિનેગર

c)

આમલીનું પાણી

d)

આપેલ તમામ

111.

નીચેનામાંથી કઈ કુદરતી ઘટના સૌથી વધુ વિનાશક છે?

a)

વીજળી પડવી

b)

વાવાઝોડું

c)

ભૂકંપ

d)

જવાળામુખી

112.

વાવાઝોડા દરમિયાન સલામત રહેવા માટે નીચેનામાંથી કયું પગલું લેવું જોઈએ?

a)

ખુલ્લા મેદાનમાં રહેવું

b)

ઊંચા ઝાડ નીચે આશ્રય લેવો

c)

ઘરની અંદર રહેવું અને બારી-દરવાજા બંધ રાખવા

d)

પાણીમાં તરવું

113.

નીચેનામાંથી કયું કારણ ભૂકંપ માટે જવાબદાર છે?

a)

દરિયામાં ભરતી-ઓટ

b)

જ્વાળામુખી વિસ્ફોટ

c)

પૃથ્વીના પેટાળમાં પ્લેટોની ગતિ

d)

વાતાવરણમાં ફેરફાર

114.

સિસ્મોગ્રાફનો ઉપયોગ શું માપવા માટે થાય છે?

a)

તાપમાન

b)

દબાણ

c)

ભૂકંપની તીવ્રતા

d)

વરસાદ

115.

નીચેનામાંથી કયું વાવાઝોડાનું કારણ છે?

a)

ચંદ્રની ગુરુત્વાકર્ષણ

b)

સૂર્યની ગરમી

c)

વાતાવરણમાં દબાણનો તફાવત

d)

પૃથ્વીનું પરિભ્રમણ

116.

નીચેનામાંથી કઈ કુદરતી ઘટનાનું પૂર્વાનુમાન કરવું સૌથી મુશ્કેલ છે?

a)

ભૂકંપ

b)

વાવાઝોડું

c)

વરસાદ

d)

વીજળી પડવી

117.

નીચેનામાંથી કઈ કુદરતી ઘટનામાં વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે?

a)

વરસાદ

b)

વાવાઝોડું

c)

વીજળી

d)

સૂર્યગ્રહણ

118.

ભૂકંપની તીવ્રતા કયા એકમમાં માપવામાં આવે છે?

a)

વોલ્ટ

b)

એમ્પીયર

c)

રિક્ટર સ્કેલ

d)

ડેસીબલ

119.

નીચેનામાંથી કયું સાધન ભૂકંપની તીવ્રતાની નોંધણી માટે વપરાય છે?

a)

થર્મોમીટર

b)

બેરોમીટર

c)

સીસ્મોગ્રાફ

d)

હીગ્રોમીટર

120.

નીચેનામાંથી કયું સાધન ભૂકંપની નોંધણી માટે વપરાય છે?

a)

વરસાદ

b)

સૂર્યગ્રહણ

c)

વાવાઝોડું

d)

ભૂકંપ

121.

નીચેનામાંથી કયું પદાર્થ પ્રકાશનું પરાવર્તન કરતું નથી?

a)

અરીસો

b)

લાકડું

c)

પાણી

d)

ધાતુની ચળકતી સપાટી

122.

સાદા અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ કેવું હોય છે?

a)

વાસ્તવિક અને ઊલટું

b)

આભાસી અને ચત્તું

c)

વાસ્તવિક અને ચત્તું

d)

આભાસી અને ઊલટું

123.

માનવ આંખના કયા ભાગમાં વસ્તુનું પ્રતિબિંબ રચાય છે?

a)

કીકી

b)

લેન્સ

c)

રેટીના

d)

કોર્નિયા

124.

જ્યારે પ્રકાશ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે છે, ત્યારે તેની ગતિમાં થતા ફેરફારને શું કહેવાય છે?

a)

પરાવર્તન

b)

વક્રીભવન

c)

વિભાજન

d)

શોષણ

125.

નીચેનામાંથી કયો રંગ સૌથી વધુ વક્રીભવન પામે છે?

a)

લાલ

b)

લીલો

c)

વાદળી

d)

જાંબલી

126.

જો એક સમતલ અરીસા પર આપાત થતો પ્રકાશનો કિરણ 45 ડિગ્રીના ખૂણે આપાત થાય છે, તો પરાવર્તિત કિરણ અને આપાત કિરણ વચ્ચેનો ખૂણો કેટલો હશે?

a)

45°

b)

90°

c)

135°

d)

180°

127.

નીચેનામાંથી કયું માનવ આંખના લેન્સનું કાર્ય નથી?

a)

પ્રકાશને રેટિના પર કેન્દ્રિત કરવો

b)

પ્રકાશની તીવ્રતાને નિયંત્રિત કરવી

c)

વિવિધ અંતર પરની વસ્તુઓ માટે ફોકસ બદલવું

d)

રંગોને ઓળખવા

128.

નીચેનામાંથી કયું કારણ મેઘધનુષ્યની રચના માટે જવાબદાર છે?

a)

પ્રકાશનું પરાવર્તન

b)

પ્રકાશનું વિભાજન

c)

પ્રકાશનું શોષણ

d)

પ્રકાશનું પ્રકીર્ણન

129.

માનવ આંખમાં, લેન્સ દ્વારા વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય છે?

a)

કીકી

b)

નેત્રપટલ

c)

કોર્નિયા

d)

સિલિયરી સ્નાયુઓ

130.

દૂરદૃષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ કયા પ્રકારના લેન્સનો ઉપયોગ કરે છે?

a)

અંતર્ગોળ લેન્સ

b)

બહિર્ગોળ લેન્સ

c)

સિલિન્ડ્રિકલ લેન્સ

d)

કોઈ લેન્સની જરૂર નથી