Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

12 thst

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

ચલ રાશિની કિંમતમાં થતા લાંબા ગાળાના ફેરફારોની સરખામણી માટે કઈ રીતે ઉપયોગી છે ?

a)

પરંપરિત આધારની રીત

b)

લાસ્પેયરની રીત

c)

અચલ આધારની રીત

d)

પાશેની રીત

2.

જીવનનિર્વાહ ખર્ચના સૂચક આંકની રચનામાં કયા ભાવ ધ્યાનમાં લેવાય છે ?

a)

બજાર ભાવ

b)

જથ્થાબંધ ભાવ

c)

સરેરાશ ભાવ

d)

છૂટક ભાવ

3.

કૌટુંબિક બજેટની રીતમાં વસ્તુનું કયું ખર્ચ ભાર તરીકે લેવામાં આવે છે ?

a)

પસંદગીના વર્ષનું ખર્ચ

b)

સરેરાશ વાર્ષિક ખર્ચ

c)

આધાર વર્ષનું ખર્ચ

d)

ચાલુ વર્ષનું ખર્ચ

4.

કયા સૂચક આંક લોકોના જીવનધોરણનો ખ્યાલ આપે છે ?

a)

ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચક આંક

b)

જથ્થાનો સૂચક આંક

c)

ફિશરનો સૂચક આંક

d)

જીવનનિર્વાહ ખર્ચનો સૂચક આંક

5.

કાર્લ પિયર્સનના સહસંબંધાંક ગણવાના સૂત્રમાં અંશ શું દર્શાવે છે ?

a)

X અને Y ના વિચરણોનો ગુણાકાર

b)

X અને Y નું સહવિચરણ

c)

X નું વિચરણ

d)

Y નું વિચરણ

6.

જો બે ચલ વચ્ચે અચળ પ્રમાણમાં એકબીજાથી વિરુદ્ધ દિશામાં ફેરફાર થતા હોય, તો તે બે ચલ વચ્ચે કેવા પ્રકારનો સહસંબંધ મળે ?

a)

આંશિક ધન સહસંબંધ

b)

સંપૂર્ણ ઋણ સહસંબંધ

c)

સંપૂર્ણ ધન સહસંબંધ

d)

આંશિક ઋણ સહસંબંધ

7.

જો ચલ 'વજન'નો એકમ કિગ્રા અને ચલ ‘ઊંચાઈ'નો એકમ સેમી  હોય, તો તેમની વચ્ચેના સહસંબંધાકનો એકમ વિશે શું કહી શકાય ?

a)

કિગ્રા

b)

સેમી

c)

કિમી

d)

એકમ ન હોય

8.

વિકીર્ણ આકૃતિમાં બધાં જ બિંદુઓ એક જ સુરેખા પર આવેલાં હોય તો r ની કિંમત શું થાય ?

a)

1 અથવા -1

b)

0

c)

0.5

d)

-0.5

9.

મોસમી ઘટકને કારણે સામયિક ચલમાં કયા પ્રકારના ફેરફારો થાય છે ?

a)

દીર્ઘકાલીન

b)

અનિયમિત

c)

નિયમિત

d)

શુન્ય પ્રમાણમાં

10.

'હડતાલને કારણે કોઈ એક કંપનીના ઉત્પાદનમાં થયેલો ઘટાડો' કઈ વધઘટ દર્શાવે છે ?

a)

યાદચ્છિક

b)

વલણ

c)

મોસમી

d)

ચક્રીય

11.

નીચેના પૈકી કયા ફેરફારો ચક્રીય ઘટકને લીધે છે તેમ કહેવાય ?

a)

શિયાળામાં વધતી સ્વેટરની માંગ

b)

શૅરબજારમાં ચાલતી મંદીના કારણે ઘટેલા શૅરના ભાવ

c)

અતિવૃષ્ટિને કારણે ખેતીની પેદાશમાં થયેલ ઘટાડો

d)

સતત ઘટતો મૃત્યુદર

12.

નીચેનામાંથી કયા ફેરફારો મોસમી ઘટકની અસર છે ?

a)

ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેર તરફ વધતું સ્થળાંતર

b)

શહેરના રસ્તા પર વધતી વાહનોની સંખ્યા

c)

શાળાના વૅકેશન દરમિયાન વધતી પર્યટકોની સંખ્યા

d)

કોઈ વિશિષ્ટ રોગચાળા દરમિયાન વધેલ મૃત્યુઆંક

13.

જો r= 0.8 હોય તો સાપેક્ષ ચલના કુલ ચલનનો કેટલા ભાગ નિયતસંબંધ મૉડેલ દ્વારા સમજાવી શકાય છે ?

a)

80 %

b)

64 %

c)

36 %

d)

20 %

14.

બે ચલ વચ્ચેના નિયતસંબંધના અભ્યાસમાં નિશ્ચાયકતાનો આંક એટલે શું ?

a)

બે પ્રમાણિત વિચલનોનો ગુણાકાર

b)

સહસંબંધાંકનો વર્ગ

c)

સહવિચરણનો વર્ગ

d)

બે વિચરણોનો ગુણાકાર

15.

નિયતસંબંધની શ્રેષ્ઠ અન્વાયોજિત રેખા કઈ રીતથી મેળવાય છે ?

a)

ન્યૂનતમ વર્ગોની રીત

b)

કાર્લ પિયર્સનની રીત

c)

મહત્તમ વર્ગોની રીત

d)

બાઉલીની રીત

16.

સંભાવનાની પ્રશિષ્ટ વ્યાખ્યા બીજા કયા નામે ઓળખાય છે ?

a)

ગાણિતિક વ્યાખ્યા

b)

પૂર્વ ધારણાયુક્ત વ્યાખ્યા

c)

આંકડાશાસ્ત્રીય વ્યાખ્યા

d)

ભૌમિતિક વ્યાખ્યા

17.

છ બાજુવાળા ત્રણ સમતાલ પાસા એક સાથે ઉછાળવામાં આવે, તી બનતા નિંદશ અવકાશમાં નિંદશ બિંદુઓની કુલ સંખ્યા કેટલી થાય ?

a)

6

b)

36

c)

36 x 6

d)

36 x 2

18.

પ્રાકૃતિક સંખ્યાઓ 1 અને 20 વચ્ચેની સંખ્યાઓમાંથી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે, તો તે સંખ્યા 5ની ગુણક હોવાની સંભાવના કેટલી થાય ?

a)

0.16

b)

3/18

c)

1/6

d)

આપેલ તમામ

19.

નીચેનામાંથી કયો ચલ એ અસતત ચલનું ઉદાહરણ બનશે ?

a)

વિદ્યાર્થીની ઊંચાઈ

b)

વિદ્યાર્થીનું બ્લડપ્રેશર

c)

વિદ્યાર્થીનું વજન

d)

વિદ્યાર્થીનું જન્મ વર્ષ

20.

નીચેનામાંથી કયો ચલ એ સતત ચલનું ઉદાહરણ છે ?

a)

કોઈ એક સ્થળે બનતા અકસ્માતની સંખ્યા

b)

વર્ષ દરમિયાન વરસાદ પડયો હોય તેવા દિવસોની સંખ્યા

c)

દિવસ દરમિયાનનું મહત્તમ તાપમાન

d)

કુટુંબમાં બાળકોની સંખ્યા