wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

CET STD-5 પર્યાવરણ પ્રકરણ 1 પ્રશ્નો

Total questions: 44

Worksheet time: 22mins

Name
Class
Date
1.

હાથીનો શિકાર શા માટે કરવામાં આવે છે ?

a)

તેના માંસ માટે

b)

તેના શિંગડા માટે

c)

તેની ચામડી માટે

d)

તેના દાંત માટે

2.

ડોલ્ફિન માછલી એકબીજા ને સમાચાર આપવા માટે અલગ-અલગ પ્રકારના અવાજ કરે છે. આ બાબત શું દર્શાવે છે ?

a)

ડોલ્ફિન પાણીની અંદર રહીને પણ અવાજ ઉત્પન્ન કરી શકે છે

b)

દરેક પ્રાણી પાસે પણ સંદેશા વ્યવહાર માટે પોતાની એક વિશિષ્ટ ભાષા હોય છે.

c)

ડોલ્ફિન માછલી માણસોની જેમ વાતચીત કરી શકે છે.

d)

ડોલ્ફિન ને પાણીમાં રહીને ગાવાનું ખૂબ ગમે છે.

3.

પાઠમાં જણાવ્યા મુજબ, પક્ષીઓ આકાશ અને જમીન પરના ભય માટે અલગ-અલગ કારના અવાજ કાઢે છે. આથી જંગલના બીજા પ્રાણીઓને શું ફાયદો થાય છે ?

a)

તેમને રાત્રે ઉંઘ સારી આવે છે.

b)

તેમને કઈ જગ્યાએ ખોરાક મળશે તેની જાણ થાય છે.

c)

તેમને પક્ષીઓ પાસેથી નવા ગીતો ગાવાની પ્રેરણા મળે છે.

d)

તેમને ખબર પડે છે કે ભય કઈ દશામાંથી આવે છે, અને તે મુજબ તેઓ પોતાનો બચાવ કરી શકે છે.

4.

મચ્છરો આપણને કઈ રીતે શોધી લે છે ?

a)

સ્વાદથી

b)

સુગંધથી

c)

પરસેવાથી

5.

વાઘની કઇ ઇંદ્રીય ખૂબ જ તેજ હોય છે ?

a)

આપેલ તમામ

b)

સૂંઘવાની

c)

જોવાની

d)

સાંભળવાની

6.

વાઘ પોતાનો વિસ્તાર કેવી રીતે નક્કી કરે છે ?

a)

ત્તે લડાઈ કરી ને વિસ્તાર નક્કી કરે છે

b)

તે તેના પેશાબની ગંધ થી નિશાની કરે છે.

c)

તે ઝાડ પર નિશાની કરે છે.

d)

તે દિવાલો પર નિશાની બનાવે છે.

7.

પ્રાણીઓની સુરક્ષા માટે સરકારે શું જાહેર કયુ છે ?

a)

ઔદ્યોગિક વિસ્તાર

b)

રહેણાંક વિસ્તાર

c)

અભયારણ્ય

d)

બંધ વિસ્તાર

8.

હાથીની ખાસિયત શું છે ?

a)

તેનો ખોરાક હરણ કરતાં ઓછો હોય છે.

b)

તે માંસાહારી પ્રાણી છે.

c)

તેના દાંત અને કાન મોટા હોય છે.

d)

તેની સૂંઢ તેના પગ કરતાં જાડા હોય છે.

9.

માણસની જેમ માથા પર આગળની તરફ આંખો હોય તેવું પક્ષી કયું છે ?

a)

કબૂતર

b)

કાગડો

c)

પોપટ

d)

ઘુવડ

10.

એક કીડી સીધી લીટીમાં જઈ રહી છે. તમે તેની આગળ થોડે દૂર પાણીનું એક ટીપું પાડો છો. હવે કીડી મોટે ભાગે શું કરશે ?

a)

તે ઊડીને પાણીના ટીપાને પાર કરી જશે.

b)

તે થોડીવાર માટે અટકશે અને પોતાની સુગંધનો રસ્તો શોધવા આસપાસ ફરશે.

c)

તે પાણીમાં તરીને બીજી બાજુ જવાનો પ્રયત્ન કરશે.

d)

તે પાણી પીને પોતાની તરસ છીપાવી આગળ જશે.

11.

નીચે આપેલાં પ્રાણીઓમાથી કયું પ્રાણી વૃક્ષ ડાળી પર ઉંધુ લટકીને અઢાર કલાક ઉંઘે છે ?

a)

અજગર

b)

લૉથલ

c)

લંગુર

d)

વાંદરો

12.

કયું પ્રાણી સુગંધને અનુસરીને પોતાના જૂથ તરફ જવાનો રસ્તો શોધી લે છે ?

a)

પોપટ

b)

ગરોળી

c)

સાપ

d)

કીડી

13.

નીચેનામાંથી કયું પ્રાણી શિયાળાની ઋતુમાં ગાઢ નિંદ્રામા જતું નથી ?

a)

આપેલ તમામ

b)

માખી

c)

કાચિંડો

d)

ખીસકોલી

14.

દસ પ્રાણીઓનાં નામ લખો જેમના કાન જોઈ શકાય છે.

a)

અળિસયું, મધમાખી, કીડી

b)

માછલી, દેડકો, કાચબો

c)

સાપ, ગરોળી, મગર,

d)

હાથી, ઘોડો, કૂતરો, બિલાડી, ગાય, ભેંસ, સસલું, વાંદરો, ઘેટુ, બકરી

15.

પાઠ મુજબ, હાથીને તેના દાંત માટે અને ગ ડાને તેના શિંગડા માટે શિકારીઓ દ્વારા મારી નાખવામાં આવે છે. આનો અર્થ શું થાય છે ?

a)

હાથી અને ગેંડાના દાંત અને શિન્ગડા ખાવા માટે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.

b)

સરકાર આવા પ્રાણીઓને મારવાની પરવાનગી આપે છે.

c)

પ્રાણીઓના શરીરના અમુક અંગો મનુષ્યો માટે ખૂબ જ કિમતી અને વેચાણ યોગ્ય હોય છે.

d)

હાથી અને ગેંડા ખૂબ જ ખતરનાક હોય છે.

16.

સ્લોથ મુખ્યત્વે શું ખાય છે ?

a)

માંસ

b)

નાના જીવજંતુ

c)

પાંદડાં

d)

ફળો

17.

નીચેનામાંથી કયું પ્રાણી રીછને મળતું પ્રાણી છે ?

a)

ઘેટું

b)

સ્લોથ

c)

સિંહ

d)

બિલાડી

18.

કયા પ્રાણીનું અસ્તિત્વ જોખમમાં છે ?

a)

હાથી

b)

વાઘ

c)

કૂતરો

d)

ગાય

19.

30.કૂતરાં પોતાનો વિસ્તાર કેવી રીતે નક્કી કરે છે ?

a)

મોટી દીવાલો બનાવીને

b)

બીજ કૂતરાંને ભગાડીને

c)

પેશાબ અને મળની ગંધથી નિશાની કરીને

d)

તે જગ્યાને ચોખ્ખી રાખીને

20.

31.વાઘની મૂછો કેવી હોય છે ?

a)

કાળી અને સફેદ

b)

ખુબ સુગંધવાળી

c)

ખૂબ જ સંવેદનશીલ

d)

નાની અને પાતળી

21.

32.જે માણસો પ્રાણીઓનો શિકાર કરે છે તેઓને શું કહેવાય છે ?

a)

માછીમાર

b)

ખેડૂત

c)

મદારી

d)

શિકારી

22.

33. સ્લોથ તેના 40 વર્ષ ના વનકાળ દરિમયાન કેટલા વૃક્ષો પર રહે છે ?

a)

40 કરતાં વધારે

b)

લગભગ 16

c)

લગભગ 8

d)

લગભગ 4

23.

શિયાળાની ઋતુમાં ગરોળીઓ ઘરમાં જોવા મળતી નથી કારણ કે તે લાંબી, ગાઢ નિંદ્રામા જતી રહે છે. કારણ કે

a)

કારણ કે શિયાળામાં મનુષ્યો તેમને પકડીને વેચી દે છે.

b)

જેથી તેઓ ઉનાળાની ઋતુમાં વધુ માણમાં ખોરાક ખાઈ શકે.

c)

કારણ કે તેમને શિયાળાની ઋતુમાં બહાર રમવાનું પસંદ નથી.

d)

શિયાળામાં ખોરાકની અછત હોય અને વધુ પડતી ઠંડી હોય તેનાથી બચવા માટે.

24.

ગુનેગારને શોધવા માટે પોલીસ કયા પ્રાણીનો ઉપયોગ કરે છે ?

a)

કબૂતર

b)

સસલું

c)

કૂતરો

d)

ઘોડો

25.

રાજસ્થાનમાં કયો નેશનલ પાર્ક આવેલો છે ?

a)

વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન

b)

ગીર નેશનલ પાર્ક

c)

ઘાના

d)

કાર્બેટ નેશનલ પાક

26.

મનુષ્યો કૂતરાની તી સૂંઘવાની આવડતનો ઉપયોગ ગુનેગારોને પકડવા અને શોધવા માટે કરે છે. આ શું સાબિત કરે છે ?

a)

કૂતરાઓને પોલીસ વિભાગમાં નોકરી કરવી ખૂબ ગમે છે.

b)

દુનિયાના બધા જ ગુનેગારો કૂતરાથી ખૂબ ડરે છે.

c)

મનુષ્યો પ્રાણીઓનીવિશિષ્ટાઓનો પોતાની જરુરિયાત પૂરી કરવા માટે ઉપયોગ કરી શકે છે.

d)

કૂતરાં માણસ કરતાં વધુ બુધ્ધીશાળી હોય છે.

27.

કીડીની ખાસિયત શું છે ?

a)

તે ખોરાકનો સંગ્રહ કરતી નથી.

b)

તે હરોળમાં ચાલે છે.

c)

તે તીખા અને કડવા સ્વાદ તરફ ઝડપથી આવે છે .

d)

તે એકલી જ ફરે છે.

28.

કસ્તુરી મૃગનો શિકાર શા માટે કરવામાં આવે છે ?

a)

તેનામાં રહેલી કસ્તૂરી માટે

b)

તેની ચામડી માટે

c)

તેના શિગડાં માટે

d)

તેના માંસ માટે

29.

નીચેનામાંથી કયું પ્રાણી વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે ?

a)

કૂતરો

b)

માછલી

c)

ચકલી

d)

હાથી

30.

વાઘની સાંભળવાની ઈંદ્રીય અતિશય તેજ હોય છે એવુ કઈ રીતે કહી શકાય ?

a)

તે કોઈ પણ અવાજ સાંભળી શકતો નથી.

b)

તે ફ ત પવનનો અવાજ સાંભળી શકે છે.

c)

તે ફક્ત પ્રાણીઓના અવાજ સાંભળી શકે છે.

d)

તે પવનથી પાંદડાં હલવાનો અવાજ અને ઘાસ વચ્ચે પ્રાણીના હલનચલનનો અવાજ અલગ પાડી શકે છે.

31.

સ્લોથ અઠવાડિયામાં એકવાર જ નીચે ઊતરે છે. આના પરથી તેના સ્વભાવ વિષે શું અનુમાન લગાવી શકાય ?

a)

તે ખૂબ જ સામાિજક અને અન્ય પ્રાણીઓ સાથે હળતું-મળતું પ્રાણી છે.

b)

તે ખૂબ જ ચપળ અને ઝડપી પ્રાણી છે.

c)

તે ખૂબ જ આળસુ અને ધીમી ગતિનુ પ્રાણી છે.

d)

તે ખૂબ જ બહાદુર અને સાહિસક પ્રાણી છે.

32.

કયું પ્રાણી ફક્ત જમીન પરની ધ્રુજારી (vibration) અનુભવીને સાંભળી શકે છે ?

a)

હાથી

b)

સાપ

c)

બિલાડી

d)

કૂતરો

33.

નીચેનામાંથી કયા પ્રાણીના કાન અલગ-અલગ દિશામાં ફરી શકે છે ?

a)

કૂતરો

b)

વાઘ

c)

સસલું

d)

હાથી

34.

માણસ પોતાની સૂંઘવાની શક્તિથી સારો અને બગડી ગયેલો ખોરાક પારખી શકે છે. આપણી સૂંઘવાની શક્તિ જતી રહે તો શું પરીણામ આવી શકે ?

a)

આપણી જોવાની અને સાંભળવાની શક્તિ વધી જશે.

b)

આપણને કયારેય ભૂખ લાગશે નહિ .

c)

આપણે ભૂલથી બગડેલો ખોરાક ખાઈને બીમાર પડી શકીએ છીએ.

d)

આપણે પહેલા કરતાં વધુ સ્વાદ વાળો ખોરાક ખાઈ શકીશું.

35.

વાઘ ની ગર્જનાનો અવાજ કેટલા અંતર સુધી સાંભળી શકાય છે?

a)

5 કિલોમીટર

b)

3 કિલોમીટર

c)

2 કિલોમીટર

d)

1 કિલોમીટર

36.

પક્ષીઓ શા માટે વારંવાર તેમની ગરદન હલાવે છે ?

a)

સાંભળવા માટે

b)

આજુબાજુ જોવા માટે

c)

તેમની આંખો સ્થિર હોય અને હલનચલન કરી શકતી નથી

d)

કસરત કરવા માટે

37.

ગુજરાતમાં આવેલુ પક્ષીઓ માટેનું અભયારણ્ય કયું છે ?

a)

સાપુતારા

b)

ગીર

c)

વાસદા

d)

નળ સરોવર

38.

નર કીડી તેમની માદા કીડીને કઈ રીતે ઓળખી શકે છે ?

a)

અવાજથી

b)

સુગંધથી

c)

સ્પર્શ કરીને

39.

રેશમનો નર કીડો તેની માદાને ઘણા કિલોમીટર દૂરથી પણ તેની સુગંધથી ઓળખી લે છે. આ અદ્ભુત શક્તિ તેમને ટકાવી રાખવા માટે કેમ જરુરી છે ?

a)

જેથી તેઓ એકબી ને પોતાની વાતો કહી શકે.

b)

જેથી તે જનન માટે તેની માદાને સરળતાથી શોધી શકે અને વંશ આગળ વધારી શકે.

c)

જેથી તેઓ બંને સાથે મળીને ખોરાક શોધી શકે.

d)

જેથી તે પોતાની માદાને બીજાણીઓથી બચાવી શકે.

40.

કયું પ્રાણી ઝાડ પરથી બીજા પ્રાણીઓને વાઘ અથવા ચિત્તાના ભયથી સાવધાન કરવા ખાસ પ્રકારનો અવાજ કાઢે છે ?

a)

ચકલી

b)

પોપટ

c)

લંગૂર

d)

વાંદરો

41.

વાઘને અંધારામાં આગળ વધવા અને ખોરાક શોધવામાં મુખ્ય્ત્વે કયું અંગ મદદ કરે છે ?

a)

આંખો

b)

મૂછો

c)

કાન

d)

પૂંછડી

42.

જમીન પર મીઠાઈ વેરાયેલી હોય, તો કયા પ્રાણીઓ તરત જ તેની આસપાસ ભેગા થઈ જાય છે ?

a)

કાગડા

b)

કીડીઓ

c)

મચ્છર

43.

અભયારણ્ય બાબતે કયું સાચું છે ?

a)

ત્યા પ્રાણીઓનો શિકાર કરવા પર પ્રતિબંધ છે.

b)

ત્યા પ્રાણીઓને પાંજરામાં પૂરવામાં આવે છે.

c)

ત્યા પ્રાણીઓ મુક્ત રીતે ફરી શકતા નથી.

d)

ત્યા પ્રાણીઓના રક્ષણ માટે કોઈ જ સુવિધા હોતી નથી.

44.

કયા પ્રાણીની સંખ્યા આપણા દેશમાં ઘટી રહી છે ?

a)

હાથી અને ઘોડા

b)

વાઘ અને સિંહ

c)

કૂતરાં અને બિલાડી

d)

ગાય અને ભેસ