Worksheetsstd 8 ss ekam 5 અંગ્રેજ સમયની શાશન વ્યવસ્થા
Total questions: 130
Worksheet time: 1hrs 5mins
Name
Class
Date
1.
ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા પાછળ કયા કારણને તમે જવાબદાર ગણશો?
a)
અંગ્રેજીના જાણકારને નોકરીમાં અગ્રતા
b)
અંગ્રેજો દ્વારા રોજગારીની તકોમાં વધારો
c)
ખેતીનો વિકાસ
d)
કન્યા શિક્ષણ વિરુદ્ધ કાયદો ઘડવામાં આવેલ
2.
અંગ્રેજોના આગમન પહેલાના ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થશે?
a)
વિષયવાર પાઠ્યપુસ્તકો
b)
મૌખિક શિક્ષણ
c)
તાલીમ પામેલ શિક્ષકો
d)
દરેક ધોરણ માટે અલગ વર્ગખંડ
3.
ભવ્યએ ગાંધીજીના કાર્યકરોની યાદી તૈયાર કરવાની છે. નીચેનામાંથી કોનો સમાવેશ તે નહિ કરે?
a)
પૂર્ણિમાબહેન પકવાસાનો
b)
જુગતરામ દવેનો
c)
દુર્ગારામ મહેતાનો
d)
ઠક્કરબાપાનો
4.
સ્વામી વિવેકાનંદનો જન્મ ક્યારે થયો હતો?
a)
16 मार्च, 1852ના રોજ
b)
24 નવેમ્બર, 1856ના રોજ
c)
31 ડિસેમ્બર, 1860ના રોજ
d)
12 જાન્યુઆરી, 1863ના રોજ
5.
સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું?
a)
વિશ્વનાથ દત્ત
b)
સુધેન્દુ દત્ત
c)
નરેન્દ્રનાથ દત્ત
d)
રવીન્દ્રનાથ દત્ત
6.
મહાત્મા ગાંધી પ્રાથમિક શિક્ષણ કઈ ભાષામાં આપવાના હિમાયતી હતા?
a)
રાષ્ટ્રભાષામાં
b)
અંગ્રેજીમાં
c)
માતૃભાષામાં
d)
A અને Bમાં
7.
ઈ. સ. 1946માં ભારતમાં કુલ યુનિવર્સિટીઓની સંખ્યા કેટલી હતી?
a)
28
b)
20
c)
16
d)
18
8.
ઈ. સ. 1916માં કઈ યુનિવર્સિટી સ્થપાઈ હતી?
a)
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી
b)
બનારસ હિંદુ યુનિવર્સિટી
c)
દિલ્લી યુનિવર્સિટી
d)
શાંતિનિકેતન વિશ્વભારતી યુનિવર્સિટી
9.
સિરામપુરમાં કન્યાશાળાની સ્થાપના કોણે કરી હતી?
a)
ચાર્લ્સ વુડે
b)
વિલિયમ કેરેએ
c)
મેકોલેએ
d)
માર્શમેને
10.
દાંડીકૂચનો રસ્તો ____ કિમી જેટલો હતો.
a)
250
b)
300
c)
350
d)
370
11.
____ નવી વિચારધારાના પ્રતિક અને ભવિષ્ય માટે એક મહાન શક્તિના સ્ત્રોત બન્યા.
a)
સ્વામી રામકૃષ્ણ
b)
સ્વામી શ્રધ્ધાનંદ
c)
સ્વામી રામદાસ
d)
સ્વામી વિવેકાનંદ
12.
સ્વામી વિવેકાનંદે ____ શહેરમાં ભરાયેલા સર્વધર્મ સંમેલનમાં ભાગ લીધો હતો.
a)
લંડન
b)
શિકાગો
c)
ન્યૂયોર્ક
d)
પેરિસ
13.
સ્વામી વિવેકાનંદે ____ નામની સંસ્થા સ્થાપી હતી.
a)
બ્રહ્મોસમાજ
b)
પરમહંસ મિશન
c)
કાંગડી ગુરુકુળ
d)
રામકૃષ્ણ મિશન
14.
વિધવાવિવાહના કાર્યને આંધ્ર પ્રદેશમાં કોણે આગળ ધપાવ્યું?
a)
આર.જી.ભંડારકર
b)
દુર્ગારામ મહેતાજી
c)
કુન્દકુરિ વીરેસલિંગમ
d)
જયોતિરાવ ફૂલે
15.
ગુજરાતના કયા સમાજ સુધારકે એક વિધવા બાઈ સાથે લગ્ન કર્યા હતા?
a)
દલપતરામ
b)
નર્મદ
c)
રૂપરામ મહેતા
d)
દુર્ગારામ મહેતા
16.
ઈ.સ. 1872માં 'લગ્નવય સંમતિ ધારો' મુજબ કેટલા વર્ષથી નીચેની વયના છોકરા કે છોકરીના લગ્ન ગેરકાયદેસર ગણવામાં આવ્યા?
a)
18 वर्ष
b)
12 वर्ष
c)
14 वर्ष
d)
10 वर्ष
17.
____ એ પછાત આદિવાસી પ્રદેશોમાં જઈ આશ્રમો સ્થાપ્યા હતા.
a)
ઠક્કરબાપા
b)
કેશવચંદ્ર સેન
c)
ડૉ. આંબેડકર
d)
સયાજીરાવ ગાયકવાડ
18.
ઈ.સ. 1839માં શેની વિરુદ્ધ કાયદા કરવામાં આવ્યા?
a)
નરબલિ પ્રથા
b)
બાળલગ્ન
c)
બાળકીને દૂધપીતી કરવાની પ્રથા
d)
1 અને 3 બંને
19.
ઈ.સ. 1815માં રાજા રામમોહનરાય દ્વારા કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી?
a)
બ્રહ્મોસમાજ
b)
આત્મીય સભા
c)
સંવાદ કૌમુદિ
d)
આત્મજ્ઞાન
20.
ભારતીય નવજાગૃતિના જનક તરીકે કયા મહાનુભાવને ઓળખવામાં આવે છે?
a)
દયાનંદ સરસ્વતી
b)
રવીન્દ્રનાથ ટાગોર
c)
રાજા રામમોહનરાય
d)
સ્વામી વિવેકાનંદ
21.
કઈ સદીને ભારતમાં નવજાગૃતિની સદી તરીકે ઓળખવામાં આવે છે?
a)
17મી સદી
b)
18મી સદી
c)
19મી સદી
d)
20મી સદી
22.
રવીન્દ્રનાથ ટાગોરે પોતાની વિચારધારા મુજબની કઈ સંસ્થાની સ્થાપના કરી?
a)
બુનિયાદ શિક્ષણ
b)
પ્રકૃતિની ગોદમાં
c)
વિશ્વભારતી
d)
શાંતિનિકેતન
23.
મહાત્મા ગાંધીની પ્રેરણાથી સ્થપાયેલી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ હતી
a)
ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ
b)
જામિયા મિલિયા ઇસ્લામિયા – દિલ્લી
c)
બનારસ હિન્દુ વિશ્વ વિદ્યાલય – વારાણસી
d)
ઉપરોક્ત તમામ
24.
ગાંધીજીએ અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે કરી?
a)
ઈ.સ. 1915
b)
ઈ.સ. 1920
c)
ઈ.સ. 1925
d)
ઈ.સ. 1930
25.
વર્ધા શિક્ષણ યોજના ક્યારે શરૂ કરવામાં આવી?
a)
ઈ.સ. 1930
b)
ઈ.સ. 1936
c)
ઈ.સ. 1940
d)
ઈ.સ. 1947
26.
કાંગડી ગુરુકુળની શરૂઆત કોણે કરી હતી?
a)
સ્વામી દયાનંદે
b)
સ્વામી વિવેકાનંદ
c)
સ્વામી શ્રદ્ધાનંદ
d)
રાજા રામમોહનરાયે
27.
દયાનંદ સરસ્વતીએ 'દયાનંદ એંગ્લો વૈદિક કૉલેજ'ની સ્થાપના કયા કરી હતી?
a)
લાહોર
b)
હરદ્વારમાં
c)
વડોદરામાં
d)
મથુરામાં
28.
અંગ્રેજ શાસનકાળમાં ભારતમાં સ્ત્રી-શિક્ષણની શરૂઆત ____ થી થઈ.
a)
મદ્રાસ (ચેન્નાઈ)
b)
મુંબઈ
c)
બનારસ
d)
સિરામપૂર
29.
20મી સદીમાં ખેતીવાડી કેન્દ્રની સ્થાપના ____ માં કરવામાં આવી હતી.
a)
દિલ્લી
b)
કોલકાતા
c)
ચેન્નઈ
d)
મુંબઈ
30.
નીચેનામાંથી કઈ સંસ્થા બંગલુરુમાં સ્થપાઈ હતી?
a)
બોઝ સંસોધન કેન્દ્ર
b)
ઇજનેરી વિદ્યા કેન્દ્ર
c)
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ
d)
ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ
31.
ઈ.સ. 1854માં અમલમાં આવેલો ચાર્લ્સ વુડનો ખરીતો શેની સાથે સંબંધ ધરાવતો હતો?
a)
ભારતીય શિક્ષણ પ્રણાલીને બદલે યુરોપિયન શિક્ષણ પ્રણાલી અપનાવવી
b)
માતૃભાષામાં શિક્ષણ
c)
ભારતમાં યુનિવર્સિટીઓની સ્થાપના કરવી
d)
1 અને 3 બંને
32.
ઉત્તર ભારતમાં કોના પ્રયત્નોથી શાળાઓ મહાશાળાઓની સંખ્યા વધી હતી?
a)
બેન્ટિક
b)
મુનરો
c)
થોમસન
d)
33
33.
____ ના સમયમાં ઈ.સ. 1833ના સનદી ધારા અંતર્ગત પાશ્ચાત્ય શિક્ષણ આપવા માટે ઈસ્ટ ઇન્ડિયાની અગ્રેસર થઈ હતી.
a)
વિલિયમ બેન્ટિક
b)
વિલિયમ કેરે
c)
વિલિયમ જોન્સ
d)
વિલિયમ રોબિનસન
34.
કયા ધારા મુજબ ખ્રિસ્તી પાદરીઓને ભારતમાં શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાની છૂટ આપવામાં આવી હતી?
a)
ઈ.સ. 1789ના સનદી ધારા
b)
ઈ.સ. 1790ના સનદી ધારા
c)
ઈ.સ. 1810ના સનદી ધારા
d)
ઈ.સ. 1813ના સનદી ધારા
35.
માર્શમેન દ્વારા કન્યાશાળાની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી?
a)
રામપુર
b)
જગતપુર
c)
સિરામપુર
d)
કોલકાતા
36.
અંગ્રેજોના આગમનના સમયે ભારતમાં મોટે ભાગે શાળાઓ ક્યાં ચાલતી હતી?
a)
જાહેર સ્થળોએ
b)
ઝાડના છાયડામાં
c)
પંચાયતના મકાનમાં
d)
1 અને 2 બંને
37.
ઈ. સ. 1817માં કોલકાતામાં સ્થપાયેલી હિંદુ કૉલેજમાં કયો વિષય શીખવવામાં નહોતો આવતો?
a)
અંગ્રેજી
b)
ગણિત
c)
ખગોળશાસ્ત્ર
d)
અર્થશાસ્ત્ર
38.
કન્યાનાં લગ્નની વય નક્કી કરતા કાયદાઓ ક્યા કયા હતા?
a)
બ્રહ્મવિવાહ નિયમ
b)
વય-સંમતિ ધારો
c)
શારદા અધિનિયમ
d)
આપેલ તમામ
39.
રવીન્દ્રનાથ ટાગોરને તેમની કઈ કૃતિ માટે નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયો હતો?
a)
ગીતાંજલિ
b)
ગોરા
c)
ચોખેરબાલી
d)
ઘરે બાહિરે
40.
મહાત્મા ગાંધીની પ્રેરણાથી સ્થપાયેલી ઉચ્ચશિક્ષણની સંસ્થાઓ હતી ...
a)
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
b)
જામિયા-મિલિયા-ઈસ્લામિયા, દિલ્લી
c)
બનારસ હિંદુ વિશ્વવિદ્યાલય, વારાણસી
d)
આપેલ તમામ
41.
સ્વામી વિવેકાનંદ કહેતા કે ...
a)
“પહેલાં શ્રમ પછી ભોજન"
b)
“પહેલાં અન્ન પછી ધર્મ”
c)
“પહેલાં દાન પછી ધર્મ”
d)
“પહેલાં ઈશ્વર-દર્શન પછી પૂજા”
42.
સ્વામી વિવેકાનંદે યુ.એસ.એ.ના કયા શહેરમાં ભરાયેલ સર્વધર્મ સંમેલનની વિશ્વધર્મ પરિષદમાં ભાગ લીધો હતો?
a)
શિકાગોમાં
b)
ન્યૂ યોર્કમાં
c)
બોસ્ટનમાં
d)
વૉશિંગ્ટન (ડી.સી.)માં
43.
ગુજરાતના કયા સમાજસુધારકે વિધવા સાથે લગ્ન કર્યું હતું?
a)
દલપતરામે
b)
શ્રીચંદ્ર વિદ્યારત્ને
c)
વીર નર્મદ
d)
દુર્ગારામ મહેતાજીએ
44.
ગુજરાતના મહાન સમાજસુધારકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ કરી શકાય નહિ?
a)
ડી. કે. કર્વેનો
b)
નર્મદનો
c)
મહિપતરામ રૂપરામ મહેતાનો
d)
દલપતરામનો
45.
ઈ. સ. 1844માં સુરતમાં માનવધર્મ સભાની સ્થાપના કોણે કરી હતી?
a)
જુગતરામ દવેએ
b)
વીર નર્મદ
c)
દુર્ગારામ મહેતાજીએ
d)
દલપતરામે
46.
મહારાષ્ટ્રમાં વિધવા પુનર્લગ્ન માટે અને બાળલગ્ન વિરુદ્ધ બહુ જ મોટી ઝુંબેશ ચલાવનાર સામાજસુધારકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ કરી શકાય નહિ?
a)
બાળગંગાધર ટિળકનો
b)
મહાદેવ ગોવિંદ રાનડેનો
c)
ગોપાલકૃષ્ણ ગોખલેનો
d)
જ્યોતિરાવ ફૂલેનો
47.
નીચેના પૈકી ક્યા સમાજસુધારકોએ વિધવાઓના પુનર્લગ્ન માટે ભગીરથ પ્રયત્નો કર્યા હતા?
a)
રાજા રામમોહનરાય અને બહેરામજી મલબારીએ
b)
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર અને સ્વામી વિરજાનંદે
c)
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર અને એની બેસન્ટ
d)
રાજા રામમોહનરાય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે
48.
“ઈ. સ. 1854ના ખરીતામાં શિક્ષણની જે જવાબદારી છે તે સરકારે સ્વીકારવી જોઈએ.” આવું કોણે જાહેર કર્યું હતું?
a)
લૉર્ડ કેનિંગે
b)
લૉર્ડ રિપને
c)
લૉર્ડ કર્ઝને
d)
લૉર્ડ ડેલહાઉસીએ
49.
આદિવાસી કે જનજાતિના પ્રદેશોમાં કોણે આશ્રમો સ્થાપ્યા હતા?
a)
ઠક્કરબાપાએ
b)
મામાસાહેબ ફડકેએ
c)
વિનોબા ભાવેએ
d)
નારાયણ ગુરુએ
50.
અનુસૂચિત જાતિનાં બાળકો માટે શાળાઓ અને છાત્રાલયો સ્થાપી તેમના શૈક્ષણિક વિકાસનાં દ્વાર કોણે ખોલ્યાં હતાં?
a)
મામાસાહેબ ફડકેએ
b)
જુગતરામ દવેએ
c)
પરીક્ષિતલાલ મજમુદારે
d)
સયાજીરાવ ગાયકવાડે
51.
ગોધરામાં અનુસૂચિત જાતિનાં બાળકો માટે કોણે શાળા સ્થાપી હતી?
a)
મામાસાહેબ ફડકેએ
b)
ઠક્કરબાપાએ
c)
પરીક્ષિતલાલ મજમુદારે
d)
અમૃતલાલ ઠક્કર
52.
અનુસૂચિત જાતિના લોકોને સામાજિક, શૈક્ષણિક અને રાજકીય અધિકારો અપાવવા કોણે આજીવન સંઘર્ષ કર્યો હતો?
a)
મામાસાહેબ ફડકેએ
b)
મહાત્મા ગાંધીએ
c)
ડૉ. ભીમરાવ આંબેડકરે
d)
અમૃતલાલ ઠક્કરે
53.
ભારતમાંથી અસ્પૃશ્યતાના કલંકને નાબૂદ કરવાનો પાયાનો વિચાર કોણે કર્યો હતો?
a)
સયાજીરાવ ગાયકવાડે
b)
મહાત્મા ગાંધીએ
c)
ડૉ. આંબેડકરે
d)
અમૃતલાલ ઠક્કરે
54.
લગ્નવય સંમતિ ધારા' અન્વયે છોકરા કે છોકરીનાં લગ્ન માટે કેટલાં વર્ષની ઉમર નક્કી કરવામાં આવી?
a)
16
b)
15
c)
14
d)
12
55.
કોના પ્રયત્નોથી ઈ. સ. 1872માં 'લગ્નવય સંમતિ ધારો' પસાર થયો?
a)
કેશવચંદ્રસેનના
b)
એની બેસન્ટના
c)
ડૉ. ભીમરાવ આંબેડકરના
d)
બહેરામજી મલબારીના
56.
ઈ. સ. 1870માં કયા મહાન બ્રહ્મોસમાજીએ બાળલગ્ન વિરુદ્ધ વ્યાપક ઝુંબેશ ચલાવી હતી?
a)
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે
b)
કેશવચંદ્ર સેને
c)
દયાનંદ સરસ્વતીએ
d)
મહાદેવ ગોવિંદ રાનડેએ
57.
કયા ગવર્નર જનરલે વિધવા પુનઃલગ્ન કાયદો બનાવી વિધવાના લગ્નને કાયદેસર બનાવ્યું હતું?
a)
લૉર્ડ વેલેસ્લીએ
b)
લૉર્ડ વિલિયમ બેન્ટિકે
c)
લૉર્ડ ડેલહાઉસીએ
d)
લૉર્ડ રિપને
58.
કયા સમાજસુધારકે પોતાના સામયિક 'સોમપ્રકાશ' દ્વારા વિધવા પુનર્વિવાહની હિમાયત કરી હતી?
a)
મહાદેવ ગોવિંદ રાનડેએ
b)
દયાનંદ સરસ્વતીએ
c)
કેશવચંદ્ર સેને
d)
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે
59.
કોના પ્રયત્નોથી ઈ. સ. 1839માં 'નરબલિ પ્રથા' અને 'બાળકીને દૂધપીતી કરવાની પ્રથા' વિરુદ્ધ કાયદા ઘડવામાં આવ્યા?
a)
બ્રહ્મોસમાજના
b)
આર્યસમાજના
c)
સત્યશોધક સમાજના
d)
પ્રાર્થના સમાજના
60.
કયા ગવર્નર જનરલે સતીપ્રથા વિરુદ્ધ કાયદો કરી તેના પર પ્રતિબંધ ફરમાવ્યો હતો?
a)
લૉર્ડ કર્ઝને
b)
લૉર્ડ વિલિયમ બેન્ટિકે
c)
લૉર્ડ રિપને
d)
લૉર્ડ વેલેસ્લીએ
61.
રાજા રામમોહનરાયે કયા સામયિક દ્વારા બંગાળમાં સતીપ્રથા વિરુદ્ધ મોટા પાયે ઝુંબેશ ચલાવી હતી?
a)
ગૃહલક્ષ્મી
b)
સંવાદ કૌમુદી
c)
જાગરણ કોમુદી
d)
સોમપ્રકાશ
62.
ઈ. સ. 1815માં રાજા રામમોહનરાયે કઈ સંસ્થા સ્થાપી હતી?
a)
આર્યસમાજ
b)
બ્રહ્મોસમાજ
c)
પ્રાર્થના સમાજ
d)
આત્મીય સભા
63.
ભારતમાં કઈ સદીને નવજાગૃતિની સદી તરીકે પણ ઓળખવામાં આવે છે?
a)
16મી
b)
17મી
c)
18મી
d)
19મી
64.
ઈ. સ. 1901માં 'શાંતિનિકેતન' સંસ્થાની સ્થાપના કોણે કરી હતી?
a)
દેવેન્દ્રનાથ ટાગોરે
b)
નરેન્દ્રનાથ ટાગોરે
c)
રવીન્દ્રનાથ ટાગોરે
d)
સુરેન્દ્રનાથ ટાગોરે
65.
નીચેના પૈકી કયા સાહિત્યકાર પ્રખર પ્રકૃતિવાદી હતા?
a)
રવીન્દ્રનાથ ટાગોર
b)
શરદચંદ્ર
c)
ઉમાશંકર જોષી
d)
મુનશી પ્રેમચંદ
66.
ઈ. સ. 1920માં અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠની અને જામિયા મિલિયા ઈસ્લામિયા વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હશે?
a)
વલ્લભભાઈ પટેલે
b)
રવિશંકર મહારાજે
c)
મહાત્મા ગાંધીએ
d)
અમૃતલાલ ઠક્કરે
67.
મહાત્મા ગાંધીના મતે પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલાં વર્ષનો રાખવો જોઈએ?
a)
6 વર્ષનો
b)
7 વર્ષનો
c)
5 વર્ષનો
d)
8 વર્ષનો
68.
મહાત્મા ગાંધીએ કોના અધ્યક્ષપદે શિક્ષણ સમિતિની રચના કરી હતી?
a)
ડૉ. ઝાકીર હુસેનના
b)
ડૉ. રાજેન્દ્રપ્રસાદના
c)
ડૉ. રાધાકૃષ્ણનના
d)
ડૉ. વી. વી. ગીરીના
69.
મહાત્મા ગાંધીની શિક્ષણ યોજના કયા નામે જાણીતી છે?
a)
પુણે શિક્ષણ યોજના
b)
કોબા શિક્ષણ યોજના
c)
પોરબંદર શિક્ષણ યોજના
d)
વર્ધા શિક્ષણ યોજના
70.
19મી સદીના છેલ્લા દાયકામાં ગોંડલમાં કન્યાવિદ્યાલયોની સ્થાપના કોણે કરી હતી?
a)
મહારાજા સયાજીરાવ ગાયકવાડે
b)
મહારાજા ભગવતસિંહજીએ
c)
મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ
d)
મહારાજા સૂરજમલ સિંહજીએ
71.
વડોદરામાં મફત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની મહારાજા સયાજીરાવ ગાયકવાડે કઈ સાલમાં પોતાના રાજ્ય જોગવાઈ કરી?
a)
ઈ. સ. 1901માં
b)
ઈ. સ. 1910માં
c)
ઈ. સ. 1998માં
d)
ઈ. સ. 1895માં
72.
ઈ. સ. 1902માં કાંગડી ગુરુકુળની શરૂઆત કોણે કરી હતી?
a)
સ્વામી વિવેકાનંદ
b)
નારાયણ ગુરુએ
c)
સ્વામી રામકૃષ્ણ
d)
સ્વામી શ્રદ્ધાનંદે
73.
ઈ. સ. 1850માં અમદાવાદમાં 'છોડીઓની નિશાળ' નામની કન્યાશાળા કોણે સ્થાપી હતી?
a)
હરકુંવર શેઠાણીએ
b)
રણછોડલાલ રેંટિયાવાળાએ
c)
વિદ્યાગૌરી નીલકંઠ
d)
ભક્તિબા દેસાઈએ
74.
ઈ. સ. 1916માં મહર્ષિ કર્વેએ સ્ત્રીઓ માટે સ્થાપેલી અલગ યુનિવર્સિટી આજે ક્યા નામે ઓળખાય છે?
a)
એન.એસ.ડી.ટી. યુનિવર્સિટી
b)
એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી
c)
એસ.એમ.ડી.ટી. યુનિવર્સિટી
d)
એસ.કે.એલ.ટી. યુનિવર્સિટી
75.
ઈ. સ. 1928માં રાજા રામમોહનરાયે કયા સમાજની સ્થાપના કરી હતી?
a)
સત્યશોધક સમાજની
b)
પ્રાર્થના સમાજની
c)
થિયોસોફિકલ સમાજની
d)
બ્રહ્મોસમાજની
76.
બ્રિટિશ ભારતમાં કેટલા ટકા કન્યાઓ શાળાઓમાં જતી હતી?
a)
0.0489
b)
0.0572
c)
0.0622
d)
0.084
77.
ઈ. સ. 1873 સુધીમાં બ્રિટિશ ભારતમાં કેટલી કન્યાશાળાઓ હતી?
a)
1820
b)
1962
c)
1640
d)
2160
78.
ઈ. સ. 1849માં હિંદુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપના કોણે કોણે કરી હતી?
a)
રામકૃષ્ણ ભાંડારકર અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે
b)
દયાનંદ સરસ્વતી અને કેશવચંદ્ર સેને
c)
દેવેન્દ્રનાથ ટાગોર અને બેથને
d)
બેથુન અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે
79.
ભારતમાં 19મી સદીમાં સ્ત્રી-શિક્ષણ માટે કોણે કોણે હિમાયત કરી હતી?
a)
રાજા રામમોહનરાય અને દયાનંદ સરસ્વતીએ
b)
રામકૃષ્ણ ભાંડારકરે અને મહર્ષિ કર્વેએ
c)
રાજા રામમોહનરાય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે
d)
કેશવચંદ્ર સેન અને ડૉ. આત્મારામ પાંડુરંગે
80.
ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ' ક્યાં સ્થપાઈ હતી?
a)
પૂના(પુણે)માં
b)
મુંબઈમાં
c)
બેંગલુરુમાં
d)
નાગપુરમાં
81.
‘ઇજનેરી વિદ્યા'ને લગતું કેન્દ્ર ક્યાં સ્થપાયેલું છે?
a)
દેહરાદૂનમાં
b)
રૂડકીમાં
c)
જમશેદપુરમાં
d)
નાગપુરમાં
82.
ખેતીવાડી કેન્દ્ર ક્યાં આવેલું છે?
a)
આણંદમાં
b)
રૂડકીમાં
c)
દિલ્લીમાં
d)
અમૃતસરમાં
83.
બોઝ સંશોધન કેન્દ્ર' ક્યાં આવેલું છે?
a)
કોલકાતામાં
b)
ચેન્નઈમાં
c)
દિલ્લીમાં
d)
મુંબઈમાં
84.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ'ની સ્થાપના ક્યાં થયેલી છે?
a)
દિલ્લીમાં
b)
બેંગલુરુમાં
c)
હૈદરાબાદમાં
d)
કોલકાતામાં
85.
ઈ. સ. 1922માં કઈ યુનિવર્સિટી સ્થપાઈ હતી?
a)
ગુરુદેવ ટાગોર યુનિવર્સિટી
b)
બનારસ હિંદુ યુનિવર્સિટી
c)
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી
d)
શાંતિનિકેતન વિશ્વભારતી યુનિવર્સિટી
86.
ઈ. સ. 1920માં કઈ યુનિવર્સિટી સ્થપાઈ હતી?
a)
જામિયા મિલિયા યુનિવર્સિટી
b)
શાંતિનિકેતન વિશ્વભારતી યુનિવર્સિટી
c)
પંજાબ શીખ યુનિવર્સિટી
d)
બનારસ હિંદુ યુનિવર્સિટી
87.
કયા ગવર્નર જનરલે યુનિવર્સિટીને લગતો કાયદો બનાવ્યો?
a)
લૉર્ડ કર્ઝને
b)
લૉર્ડ હાર્ડિજે
c)
લૉર્ડ રિપને
d)
લૉર્ડ કેનિંગ
88.
પંજાબ અને અલાહાબાદમાં યુનિવર્સિટીઓની સ્થાપના ક્યારે થઈ?
a)
ઈ. સ. 1858માં
b)
६. સ. 1876
c)
ઈ. સ. 1868માં
d)
ઈ. સ. 1882માં
89.
નીચેના પૈકી કયા શહેરમાં લંડન યુનિવર્સિટીના નમૂના પ્રમાણે યુનિવર્સિટીની સ્થાપના થઈ નહોતી?
a)
કોલકાતામાં
b)
મુંબઈમાં
c)
અમદાવાદમાં
d)
મદ્રાસ(ચેન્નઈ)માં
90.
કયા ખરીતાને કારણે દરેક પ્રાંતમાં શિક્ષણ નિયામકની નિમણૂક કરવામાં આવી તેમજ અલગ શિક્ષણખાનું શરૂ થયું?
a)
ઈ. સ. 1854ના મેકોલના ખરતાને કારણે
b)
ઈ. સ. 1854ના વુડના ખરતાને કારણે
c)
ઈ. સ. 1868ના હન્ટર ખરીતાને કારણે
d)
ઈ. સ. 1885ના સેંડલર ખરીતાને કારણે
91.
જોનાથ ડંકને ઈ. સ. 1791માં કઈ કૉલેજની સ્થાપના કરી હતી?
a)
બનારસ હિંદુ કૉલેજની
b)
અલીગઢ મુસ્લિમ કૉલેજની
c)
બનારસ સંસ્કૃત કૉલેજની
d)
દિલ્લી સંસ્કૃત કૉલેજની
92.
ઈ. સ. 1780માં કોલકાતા મદરેસા કૉલેજ(મુસ્લિમ કૉલેજ)ની સ્થાપના કોણે કરી હતી?
a)
માઉન્ટ બેટને
b)
વેલેસ્લીએ
c)
વિલિયમ બેન્ટિકે
d)
વૉરન હેસ્ટિંગ્સ
93.
કોલકાતામાં સ્થપાયેલી હિંદુ કૉલેજ ઈ. સ. 1855માં કઈ કૉલેજ તરીકે ઓળખાઈ?
a)
વૈદ્યનાથ હિંદુ કૉલેજ
b)
કોલકાતા હિંદુ કૉલેજ
c)
પ્રેસિડન્સી કૉલેજ
d)
એલ્ફિન્સ્ટન કૉલેજ
94.
ઈ. સ. 1817માં ડેવિડ હેર અને વૈદ્યનાથ મુખરજીના પ્રયાસોથી હિંદુ કૉલેજની સ્થાપના ક્યાં થઈ?
a)
મુંબઈમાં
b)
કોલકાતામાં
c)
બનારસમાં
d)
ચેન્નઈમાં
95.
લૉર્ડ વેલેસ્લીએ ફૉર્ટ વિલિયમની કૉલેજની સ્થાપના ક્યાં કરી હતી?
a)
દિલ્લીમાં
b)
ચેન્નઈમાં
c)
મુંબઈમાં
d)
કોલકાતામાં
96.
કયા ગવર્નર જનરલે ઈ. સ. 1801માં કોલકાતામાં ફૉર્ટ વિલિયમ કૉલેજની સ્થાપના કરી?
a)
લૉર્ડ વેલેસ્લીએ
b)
લૉર્ડ ડેલહાઉસીએ
c)
લૉર્ડ વિલિયમ બેન્ટિકે
d)
લૉર્ડ વૉરન હેસ્ટિંગ્સે
97.
ઈ. સ. 1912માં કોણે અંગ્રેજ સરકારને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો ઘડવા સૂચન કર્યું?
a)
રવીન્દ્રનાથ ટાગોરે
b)
લોકમાન્ય ટિળકે
c)
ડૉ. એની બેસન્ટે
d)
ગોપાલકૃષ્ણ ગોખલેએ
98.
ભારતમાં કયા કમિશને માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ પ્રાદેશિક ભાષામાં આપવાની ભલામણ કરી?
a)
ઈ. સ. 1917ના સેંડલર કમિશને
b)
ઈ. સ. 1935ના મેકોલે કમિશને
c)
ઈ. સ. 1854ના ચાર્લ્સ વુડના કમિશને
d)
ઈ. સ. 1882ના હન્ટર કમિશને
99.
ભારતમાં કયા કમિશને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા આપવાની ભલામણ કરી?
a)
ઈ. સ. 1835ના મેકાલે કમિશને
b)
ઈ. સ. 1854ના થોમસન કમિશને
c)
ઈ. સ. 1882ના હન્ટર કમિશને
d)
ઈ. સ. 1882ના સડલર કમિશને
100.
મુંબઈ, મદ્રાસ (ચેન્નઈ) અને ઉત્તર ભારતમાં અનુક્રમે કોના કોના પ્રયત્નોથી શાળાઓ અને મહાશાળાઓની સંખ્યામાં વધારો થયો?
a)
એલ્ફિન્સ્ટન, મુનરો, થોમસન
b)
મુનરો, એલ્ફિન્સ્ટન, થોમસન
c)
થોમસન, મુનરો, એલ્ફિન્સ્ટન
d)
એલ્ફિન્સ્ટન, મેકોલે, મુનરો
101.
ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાનું શ્રેય કોને ફાળે જાય છે?
a)
લૉર્ડ હાર્ડીજના
b)
લૉર્ડ રિપનના
c)
લૉર્ડ વિલિયમ બેન્ટિકના
d)
લૉર્ડ ડેલહાઉસીના
102.
ચાર્લ્સ વુડનો નીતિપત્ર-ખરીતો (વક્સ ડિસ્પેચ) કઈ સાલમાં અમલમાં આવ્યો?
a)
६. સ. 1835
b)
ઈ. સ. 1854માં
c)
ઈ. સ. 1862માં
d)
ઈ. સ. 1885માં
103.
ભારતમાં કઈ સાલથી અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો?
a)
६. સ. 1800થી
b)
६. સ. 1803થી
c)
६. સ. 1813થી
d)
६. સ. 1835થી
104.
કયા સનદી ધારા અંતર્ગત ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપવાની ભલામણ કરવામાં આવી?
a)
६. સ. 1803ના
b)
ઈ. સ. 1813ના
c)
ઈ. સ. 1833ના
d)
ઈ. સ. 1858ના
105.
અંગ્રેજી કંપની કયા ગવર્નર જનરલના સમયમાં ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપવા અગ્રેસર થઈ?
a)
લૉર્ડ વિલિયમ બેન્ટિકના
b)
લૉર્ડ વિલિયમના
c)
લૉર્ડ ડેલહાઉસીના
d)
લૉર્ડ વૉરન હેસ્ટિંગ્સના
106.
કયા પાદરીએ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી શાળાઓ સ્થાપી?
a)
રિચાર્ડસન્સ વડે
b)
એલેક્ઝાન્ડર ડફે
c)
મૅગલન મૂરે
d)
ફ્રાન્સિસ માર્ક્સ
107.
કયા સનદી ધારાથી ખ્રિસ્તી પાદરીઓને ભારતમાં શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાની છૂટ આપવામાં આવી?
a)
ઈ. સ. 1803ના
b)
६. સ. 1807ના
c)
ઈ. સ. 1805ના
d)
ઈ. સ. 1813ના
108.
ભારતમાં અંગ્રેજોએ પશ્ચિમી ઢબે શિક્ષણ આપવાની પ્રથમ શરૂઆત ક્યા પ્રદેશમાં કરી હતી?
a)
ઉત્તર પ્રદેશમાં
b)
મહારાષ્ટ્રમાં
c)
બંગાળમાં
d)
મદ્રાસમાં
109.
ભારતમાં વિલિયમ કેરેએ કોલકાતા પાસે સિરામપુરમાં શરૂ કરેલી શિક્ષણ સંસ્થામાં કઈ કઈ ભાષાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું?
a)
સંસ્કૃત, બંગાળી, મરાઠી, હિંદી
b)
સંસ્કૃત, હિંદી, ગુજરાતી, મરાઠી
c)
હિંદી, ગુજરાતી, બંગાળી, કન્નડ
d)
અંગ્રેજી, તેલુગુ, મલયાલમ, પંજાબી
110.
ભારતમાં વિલિયમ કેરેએ પશ્ચિમી ઢબે શિક્ષણ આપતી સંસ્થા ક્યાં, ક્યારે શરૂ કરી?
a)
બહરામપુરમાં, ઈ. સ. 1768માં
b)
સિરામપુરમાં, ઈ. સ. 1789માં
c)
પુરલિયામાં, ઈ. સ. 1770માં
d)
મેદિનીપુરમાં, ઈ. સ. 1782માં
111.
ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના કોણે કરી?
a)
વિલિયમ કેરેએ
b)
માર્શમેને
c)
એલેકઝાન્ડર ડફે
d)
ચાર્લ્સ વુડ
112.
ભારતમાં પશ્ચિમી ઢબે શિક્ષણ આપવાની શરૂઆત કોણે કરી?
a)
અંગ્રેજોએ
b)
દેશી રાજાઓએ
c)
ભારતના સમાજસુધારકોએ
d)
ભારતના શિક્ષિતોએ
113.
પ્રાચીન ભારતના શિક્ષણ અંગેનાં વિધાનો પૈકી ક્યું વિલન સાચું નથી?
a)
શિક્ષણ મૌખિક હતું.
b)
શિક્ષણની શરૂઆત આંકથી કરવામાં આવતી હતી.
c)
વાલીઓ પોતાની આર્થિક સ્થિતિ પ્રમાણે શિક્ષકોને વતન આપતા હતા.
d)
શિક્ષણ પુસ્તક આધારિત હતું.
114.
અંગ્રેજોના આગમન સમયે શિક્ષણ આપતી સંસ્થાઓમાં શિક્ષણનો અભ્યાસક્રમ કોણ નક્કી કરતું?
a)
વાલીઓ
b)
શિક્ષક
c)
શિક્ષણ સમિતિ
d)
શાળા-સંચાલક
115.
અંગ્રેજોના આગમન સમયે શિક્ષણ આપતી સંસ્થાઓ કયા કયા નામે ઓળખાતી હતી?
a)
ગામઠી, દેશી, પંડયાની
b)
ગામઠી, પંડયાની, ધૂળિયા
c)
ગામઠી, દેશી, ધૂળિયા
d)
ગામઠી, ધૂળિયા, મહોલ્લાની
116.
ઈ. સ. 1765 પછી ભારતના કયા પ્રદેશોમાં અંગ્રેજોની દીવાની સત્તા પ્રસ્થાપિત થઈ?
a)
બંગાળ, અસમ અને ઓડિશામાં
b)
બંગાળ, બિહાર અને ઓડિશામાં
c)
બિહાર, ઉત્તર પ્રદેશ અને બંગાળમાં
d)
બંગાળ, બિહાર અને અસમમાં
117.
રાજા રામમોહનરાયે ઈ. સ. 1815માં કઈ સંસ્થાની સ્થાપના કરી હતી?
a)
સંવાદ કૌમુદિ
b)
બ્રહ્મોસમાજ
c)
આત્મીય સભા
d)
આત્મજ્ઞાન
118.
રવીન્દ્રનાથ ટાગોરે શાંતિનિકેતન સંસ્થાની સ્થાપના ક્યારે કરી હતી?
a)
ઈ. સ. 1901માં
b)
ઈ. સ. 1905માં
c)
ઈ. સ. 1910માં
d)
ઈ. સ. 1915માં
119.
સ્વામી વિવેકાનંદનું સૂત્ર કયું છે?
a)
અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા
b)
ઉઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો
c)
માનવ સેવા એ જ પ્રભુ સેવા
d)
સત્યના પ્રયોગો
120.
રામકૃષ્ણ મિશન સંસ્થાની સ્થાપના કોણે કરી હતી?
a)
સ્વામી દયાનંદ સરસ્વતી
b)
સ્વામી વિવેકાનંદ
c)
રવીન્દ્રનાથ ટાગોર
d)
રાજા રામમોહનરાય
121.
મહાદેવ ગોવિંદ રાનડેએ કઈ સંસ્થાની સ્થાપના કરી હતી?
a)
આર્યસમાજ
b)
બ્રહ્મોસમાજ
c)
પ્રાર્થના સમાજ
d)
સત્યશોધક સમાજ
122.
ભારતીય સ્ત્રીઓને કેળવણી આપવા માટે કયા સમાજ સુધારકે પ્રયત્નો કર્યા હતા?
a)
રાજા રામમોહનરાય
b)
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
c)
દયાનંદ સરસ્વતી
d)
આપેલ તમામ
123.
જ્યોતિરાવ ફૂલેએ કઈ સંસ્થાની સ્થાપના કરી હતી?
a)
બ્રહ્મોસમાજ
b)
આર્યસમાજ
c)
સત્યશોધક સમાજ
d)
પ્રાર્થના સમાજ
124.
કયા કાયદા દ્વારા સતી થવાના રિવાજ પર પ્રતિબંધ મુકાયો?
a)
ઈ. સ. 1829ના
b)
ઈ. સ. 1835ના
c)
ઈ. સ. 1854ના
d)
ઈ. સ. 1872ના
125.
મહારાષ્ટ્રમાં વિધવા પુનર્વિવાહ માટે કોણે પ્રયત્નો કર્યા હતા?
a)
ગોપાલ કૃષ્ણ ગોખલે
b)
બાલ ગંગાધર ટિળક
c)
વિષ્ણુ શાસ્ત્રી પંડિત
d)
જ્યોતિરાવ ફૂલે
126.
વિધવા વિવાહ કાયદો ક્યારે પસાર થયો?
a)
ઈ. સ. 1829
b)
ઈ. સ. 1856
c)
ઈ. સ. 1872
d)
ઈ. સ. 1891
127.
બ્રહ્મોસમાજની સ્થાપના ક્યારે થઈ?
a)
ઈ. સ. 1815
b)
ઈ. સ. 1828
c)
ઈ. સ. 1830
d)
ઈ. સ. 1833
128.
આર્યસમાજની સ્થાપના કોણે કરી હતી?
a)
રાજા રામમોહનરાય
b)
સ્વામી વિવેકાનંદ
c)
સ્વામી દયાનંદ સરસ્વતી
d)
કેશવચંદ્ર સેન
129.
કન્યા કેળવણી માટે કયા સુધારકે મોટું દાન આપ્યું હતું?
a)
રાજા રામમોહનરાય
b)
હરકુંવર શેઠાણી
c)
મગનલાલ વખતચંદ
d)
દુર્ગારામ મહેતા
130.
પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત કરવાની હિમાયત કોણે કરી હતી?
a)
મહાત્મા ગાંધી
b)
રવીન્દ્રનાથ ટાગોર
c)
ગોપાલ કૃષ્ણ ગોખલે
d)
દયાનંદ સરસ્વતી
100 %
