Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

cet evs 5 gcert pdf 1 to 180

Total questions: 180

Worksheet time: 1hrs 26mins

Name
Class
Date
1.
નીચેનામાંથી કયું પ્રાણી સૌથી વધુ ઊંઘ લે છે?
a)
અજગર
b)
ભેંસ
c)
ઘોડો
d)
બિલાડી
2.
નીચેનામાંથી કયું પ્રાણી વિદ્યુતસંકેત દ્વારા ચેતવણી આપે છે?
a)
હાથી
b)
ચકલી
c)
માછલી
d)
કૂતરો
3.
નીચેનામાંથી કયું પ્રાણી મનુષ્ય કરતાં ચાર ગણું વધારે જોઇ શકે છે?
a)
સમડી
b)
ગરુડ
c)
ગીધ
d)
આપેલ તમામ
4.
નીચેનામાંથી સૌથી વધુ સચેત ઘ્રાણેન્દ્રિય કોની હોય છે?
a)
માણસ
b)
કૂતરો
c)
ભેંસ
d)
હાથી
5.
વાઘની કઇ ઇન્દ્રિય ખૂબ જ તીવ્ર હોય છે?
a)
સાંભળવાની
b)
જોવાની
c)
સૂંઘવાની
d)
આપેલ તમામ
6.
નીચે આપેલા બીજમાંથી લીસી સપાટીવાળું બીજ કયું નથી?
a)
ચણા
b)
વટાણા
c)
મગ
d)
મકાઇ
7.
બીજનો ફેલાવો આમાંથી કોના દ્વારા થાય છે?
a)
મનુષ્ય, પ્રાણીઓ, પાણી
b)
પ્રાણીઓ, પવન, પક્ષીઓ
c)
પાણી, મનુષ્ય, પવન
d)
ઉપરનાં બધાંજ
8.
આમાંથી શાનાં બીજની શીંગો પૂર્ણ વિકાસ થતાં જાતે જ ફાટી જાય છે?
a)
સોયાબીન
b)
વટાણા
c)
1 અને 2 બંને
d)
એકપણ નહિ
9.
રોગનો ફેલાવો આમાંથી કયું જૂથ કરે છે?
a)
માખી, સાપ
b)
માખી, મચ્છર
c)
સાપ, મચ્છર
d)
ઉપરનાં બધા જ
10.
આમાંથી કયું ખોટું છે?
a)
મલેરિયાનો ફેલાવો માદા એનોફિલિસ મચ્છર કરે છે.
b)
બધા જ પ્રકારના મચ્છર મલેરિયાના રોગનો ફેલાવો કરે છે
c)
મચ્છરથી બચવા મચ્છરદાનીનો ઉપયોગ કરવો.
d)
પાણીની ટાંકી ચોખ્ખી રાખવી.
11.
નીચેનામાંથી રોગનો ફેલાવો કોણ કરે છે.
a)
વાયરસ
b)
જીવાણું
c)
1 અને 2 બંને
d)
એકપણ નહિ
12.
મારે લોહીની ઊંડી તપાસ કરવી છે, તો કયા સાધનનો ઉપયોગ કરીશ?
a)
પેરિસ્કોપ
b)
માઇક્રોસ્કોપ
c)
કેલિડોસ્કોપ
d)
એકપણ નહિ
13.
ઉપરકોટનો કિલ્લો કયા શહેરમાં આવેલો છે?
a)
અમદાવાદ
b)
રાજકોટ
c)
ભાવનગર
d)
જૂનાગઢ
14.
ગઢ એટલે શું?
a)
સીધી દીવાલ
b)
કિલ્લામાં બહારની તરફ દેખાતો ગોળ ભાગ
c)
કિલ્લાનું પ્રવેશદ્વાર
d)
કિલ્લાનાં પગથિયાં
15.
તમે સૂર્યોદય જોઈ રહ્યા છો તો દક્ષિણ દિશા તમારી કઈ તરફ હશે?
a)
પાછળ
b)
જમણા બાજુ
c)
ડાબી બાજુ
d)
સામેની બાજુ
16.
ઉપરકોટના કિલ્લામાં મૂકવામાં આવેલી તોપનું નામ શું છે?
a)
નીલમ
b)
નીલ
c)
રાણકી
d)
જાનકી
17.
નકશામાં ઉત્તર દિશા દર્શાવવા કયા સંકેતનો ઉપયોગ થાય છે?
a)
+
b)
N
c)
+
d)
S
18.
નીચેનામાંથી કયું સ્થળ ઉપરકોટના કિલ્લામાં આવેલું નથી?
a)
અડી-કડી વાવ
b)
નવઘણ કૂવો
c)
સક્કરબાગ
d)
બૌદ્ધ ગુફાઓ
19.
નીચેનામાંથી કયા પદાર્થો અવકાશમાં જોવા મળે છે?
a)
ગ્રહ
b)
તારાઓ
c)
ચંદ્ર
d)
આપેલા તમામ
20.
પૃથ્વીના ગોળા પર જમીનનો ભાગ કયા રંગથી દર્શાવાય છે?
a)
લીલો
b)
વાદળી
c)
લાલ
d)
ગુલાબી
21.
સુનીતા વિલિયમ્સ અવકાશમાં પૃથ્વીથી કેટલા કિમી ઉપર ગયાં હતાં?
a)
306 કિમી
b)
360 કિમી
c)
330 કિમી
d)
એકપણ નહીં
22.
નીચેનામાંથી કયો તહેવાર ચંદ્રની કળા સાથે સંબંધિત નથી?
a)
નાતાલ
b)
દિવાળી
c)
શરદપૂર્ણિમા
d)
સંકટચોથ
23.
નીચેનામાંથી કઇ વિગત પૃથ્વીના ગોળા પર દર્શાવેલી હોય છે?
a)
મહાસાગરો
b)
વૃત્ત
c)
દેશો
d)
આપેલા તમામ
24.
પૃથ્વીને અવકાશમાંથી જોતાં નીચેનામાંથી શું વાદળી રંગનું જોવા મળશે?
a)
જમીનપ્રદેશ
b)
મહાસાગરો
c)
ધ્રુવપ્રદેશો
d)
એક પણ નહિ
25.
જો પૃથ્વીને પોતાનું ખેંચાણબળ ન હોય તો પૃથ્વી પરની દરેક વસ્તુની સ્થિતિ કેવી હોય?
a)
હવામાં સ્થિર રહેશે
b)
નીચે પડી જશે
c)
હવામાં ઉપર જશે
d)
ગોળગોળ ફરશે
26.
ગાંધીજી કયા આશ્રમમાં રહેતા હતા?
a)
અનાથાશ્રમ
b)
વૃદ્ધાશ્રમ
c)
સંન્યાસ આશ્રમ
d)
સાબરમતી આશ્રમ
27.
કચરાનો ઢગલો એક અઠવાડિયા સુધી પડી રહે તો શું થાય?
a)
કચરો સડે
b)
કચરામાંથી વાસ આવે
c)
રોગચાળો ફેલાય
d)
આપેલા તમામ
28.
આપણે સફાઇ કામદાર સાથે કેવું વર્તન કરવું જોઇએ?
a)
માન આપવું
b)
નફરત કરવી
c)
હેરાન કરવા જોઇએ
d)
ધુત્કારવા જોઇએ.
29.
ગાંધીજી કઇ બાબતના ખૂબ જ આગ્રહી હતા?
a)
આરામ કરવાના
b)
બીજાને કામ સોંપવાના
c)
સ્વચ્છતાના
d)
ગંદકી કરવાના
30.
સેજલ શાકભાજી ખરીદવા પ્લાસ્ટીકની થેલીનો ખૂબ ઉપયોગ કરે છે. તો તમે તેને શું સલાહ આપશો?
a)
પ્લાસ્ટીકની થેલી વાપરવાની
b)
કાપડની થેલી વાપરવાની
c)
કાગળની થેલી વાપરવાની
d)
2 અને 3 બંને
31.
હરીફ ટીમને હરાવવા માટે ટીમમાં શું જરૂરી છે?
a)
ઝઘડા કરવા
b)
ટીમમાં એકતા રાખવી
c)
ટીમના સભ્યો સાથે અબોલા લેવા
d)
રમતમાં મનફાવે તેમ રમવું.
32.
રમત રમવાથી કયા ગુણોનો વિકાસ થાય છે?
a)
ખેલદિલી
b)
સંઘભાવના
c)
એકતા
d)
આપેલા તમામ
33.
નીચેનામાંથી કઇ રમત સાંધિક રમત નથી?
a)
વોલીબોલ
b)
ક્રિકેટ
c)
ફૂટબોલ
d)
ટેનિસ
34.
ખાસ પદ્ધતિથી માટલામાં તૈયાર થયેલા શાકને શું કહેવામાં આવે છે?
a)
સંભાળિયું
b)
ઉંબાડિયું
c)
કઢી
d)
ચૂરમુ
35.
રૂને રેંટિયા ઉપર કાંતીને શું બનાવવામાં આવે છે?
a)
રૂમાલ
b)
કાપડ
c)
સાડી
d)
સૂતરની આંટી
36.
ઘઉંની ખેતી કઇ ઋતુમાં કરવામાં આવે છે?
a)
ઉનાળો
b)
શિયાળો
c)
ચોમાસું
d)
બારેમાસ
37.
સજીવ ખેતીથી જમીનની અંદર કયા સજીવનું પ્રમાણ વધે છે?
a)
અળસિયાં
b)
ઉંદર
c)
કીડી
d)
સાપ
38.
શેરડીના રસમાંથી શું બને છે?
a)
ચા
b)
ખાંડ
c)
હલવો
d)
ગોળ
39.
ગુજરાત રાજ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે?
a)
કર્કવૃત્ત
b)
મકરવૃત્ત
c)
વિષુવવૃત્ત
d)
એકપણ નહીં
40.
ગુજરાત રાજ્યનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે?
a)
સુરત
b)
બનાસકાંઠા
c)
ડાંગ
d)
પોરબંદર
41.
તાપી નદી પર નીચેનામાંથી કયો બંધ બાંધવામાં આવ્યો છે?
a)
ઉકાઈ
b)
કાકરાપાર
c)
ધરોઇ
d)
1 અને 2 બંને
42.
ગુજરાત રાજ્યનો વસતીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે?
a)
કચ્છ
b)
બનાસકાંઠા
c)
અમદાવાદ
d)
સુરત
43.
નીચેનામાંથી કયું ખરીફ પાકનું ઉદાહરણ નથી?
a)
ડાંગર
b)
સોયાબીન
c)
મકાઇ
d)
રાઇ
44.
નીચેનામાંથી કયું જોડકું બંધબેસતું નથી?
a)
જૂનાગઢ-ગિરનાર
b)
બનાસકાંઠા-તારંગા
c)
સુરેન્દ્રનગર-ચોટીલા
d)
પંચમહાલ-પાવાગઢ
45.
નીચેનામાંથી રવીપાક કયો છે?
a)
બટાટા
b)
ઘઉં
c)
મકાઇ
d)
કેરી
46.
ગુજરાત રાજ્યનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે?
a)
અમદાવાદ
b)
સાબરકાંઠા
c)
કચ્છ
d)
વડોદરા
47.
નીચેનામાંથી કયું જોડકું બંધબેસતું નથી?
a)
બનાસકાંઠા-પાલનપુર
b)
સાબરકાંઠા-હિંમતનગર
c)
ગીરસોમનાથ-વેરાવળ
d)
પંચમહાલ-દાહોદ
48.
ગુજરાતની સૌથી મોટી ડેરી કઇ છે?
a)
દૂધસાગર
b)
સાબર
c)
મધુર
d)
અમૂલ
49.
ડૉકટર કહે છે કે, તમને પાંડુરોગ થયો છે તો તમારામાં શાની ઊણપ હશે?
a)
કેલ્શિયમ
b)
વિટામીન
c)
લોહતત્વ
d)
સોડિયમ
50.
હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું છે તો કયા જૂથનો ખોરાક લેશો?
a)
ગોળ, લીલાં પાંદડાવાળાં શાકભાજી, બીટ
b)
આમળાં, બીટ, મીઠું
c)
બીટ, ખાંડ, મીઠું
d)
એકપણ નહિ
51.
કાચી કેરીમાંથી શું બનાવવામાં આવે છે?
a)
અથાણું
b)
રસ
c)
પાપડ
d)
આપેલ તમામ
52.
નીચે આપેલાં જોડકામાંથી કયું જોડકું યોગ્ય નથી?
a)
તજ –ગળ્યું
b)
મરચું – તીખું
c)
હળદર - તુરી
d)
કારેલું – કડવું
53.
સ્પર્શ દ્વારા ક્યા પ્રકારની દિવ્યાંગ વ્યક્તિ ચલણી નોટોને પારખે છે?
a)
ચાલી ન શકે તેવી
b)
બોલી ન શકે તેવી
c)
સાંભળી ન શકે તેવી
d)
જોઈ ન શકે તેવી
54.
આમાંથી કયું પ્રાણી મનુષ્ય કરતાં ચાર ગણું વધારે જોઈ શકે છે?
a)
ચકલી
b)
માછલી
c)
ગરુડ
d)
કૂતરો
55.
વહેતી નદીનો અવાજ કેવો હોય છે?
a)
ખળભળાટ
b)
ખળખળ
c)
કલરવ
d)
ખખડાટ
56.
ગુનેગારને શોધવા માટે પોલીસ ક્યાં પ્રાણીનો ઉપયોગ કરે છે?
a)
ઘોડો
b)
કૂતરો
c)
સસલું
d)
કબૂતર
57.
નીચેનામાંથી કયું પ્રાણી ઊંઘવા માટે સૌથી વધારે સમય લે છે?
a)
ઘોડો
b)
બિલાડી
c)
સ્લોથ
d)
ગાય
58.
કયું પ્રાણી વૃક્ષની ડાળી પર અઢાર કલાક સુધી ઊંઘે છે?
a)
ચિત્તો
b)
સ્લોથ
c)
વાઘ
d)
વાંદરો
59.
કયું પ્રાણી સુગંધને અનુસરીને પોતાના જૂથ તરફ જવાનો રસ્તો શોધી લે છે?
a)
ગરોળી
b)
સાપ
c)
કીડી
d)
પોપટ
60.
કયાં જૂથના પ્રાણીઓની ગંધ પારખવાની શક્તિ તીવ્ર હોય છે?
a)
વાઘ-વાંદરો
b)
બકરી-કીડી
c)
વાંદરો-કૂતરો
d)
કીડી-કૂતરો
61.
કયાં જૂથના પ્રાણીઓની જોવાની શક્તિ ખૂબ વધારે હોય છે?
a)
કબૂતર,બાજ,ચકલી
b)
પોપટ,સમડી,હોલો
c)
ગીધ,કૂતરો,સસલું
d)
ગરુડ,સમડી,બાજ
62.
કયાં જૂથના પ્રાણીઓને કાન મીંડા સ્વરૂપે હોય છે?
a)
દેડકો, બળદ, મગર
b)
કબૂતર, સાપ, ગરોળી
c)
કાબર, ખિસકોલી, વાંદરો
d)
માછલી, ઉંદર, નોળિયો
63.
નીચેનામાંથી અલગ પડતો શબ્દ કયો છે?
a)
ખલાસી
b)
કડિયો
c)
મરજીવો
d)
માછીમાર
64.
ક્યા સ્વાદની વસ્તુ પાસે કીડીઓ વધારે જોવા મળે છે?
a)
ગળ્યો
b)
ખાટો
c)
ખારો
d)
તીખો
65.
માણસ જેવો ચહેરો ધરાવતું પ્રાણી કયું છે?
a)
રીંછ
b)
સસલું
c)
હાથી
d)
વાંદરો
66.
ગુજરાતમાં રીંછનું અભયારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે?
a)
ગાંધીનગર
b)
સાબરકાંઠા
c)
બનાસકાંઠા
d)
ભરૂચ
67.
ગીરના જંગલને ક્યા પ્રાણીના રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરેલ છે?
a)
હાથી
b)
સિંહ
c)
વાઘ
d)
રીંછ
68.
ગુજરાતના ક્યા સરોવરને પક્ષીઓના અભયારણ્ય તરીકે જાહેર કરેલ છે?
a)
નળ સરોવર
b)
માન સરોવર
c)
સરદાર સરોવર
d)
ઢેબર સરોવર
69.
રાત્રે જાગતા પ્રાણીઓ વસ્તુઓને ક્યા રંગમાં જોઈ શકે છે?
a)
સફેદ-લાલ
b)
વાદળી-લીલો
c)
કાળો-પીળો
d)
કાળા અને સફેદ
70.
મચ્છરો આપણને કઈ રીતે શોધી લે છે?
a)
સ્પર્શથી
b)
જોઈને
c)
સુગંધથી
d)
સ્વાદથી
71.
કયું પ્રાણી શિયાળાની ઋતુમાં ગાઢ નિદ્રામાં જતું રહે છે?
a)
ખિસકોલી
b)
ગરોળી
c)
કાચિંડો
d)
નોળિયો
72.
ખાંડ કે ગોળ ખુલ્લામાં કયું જીવજંતુ ઝડપથી આવી જાય છે?
a)
કરોળિયો
b)
ગરોળી
c)
કીડી
d)
વંદો
73.
કયું પ્રાણી પેશાબ દ્વારા પોતાના વિસ્તારને અલગ પાડી શકે છે?
a)
વાઘ
b)
ચિત્તો
c)
સિંહ
d)
રીંછ
74.
કયું પ્રાણી શિયાળાની ઋતુમાં ગાઢ નિંદ્રામાં જતું નથી?
a)
ખિસકોલી
b)
કાચિંડો
c)
માખી
d)
આપેલ તમામ
75.
વાઘને અંધારામાં ખોરાક શોધવામાં કયું અંગ મદદ કરે છે?
a)
પૂંછડી
b)
કાન
c)
મૂછો
d)
આંખો
76.
માછલી પકડવાનો વ્યવસાય કરનાર લોકોને શું કહે છે?
a)
મત્સ્યકાર
b)
કડિયો
c)
માછીમાર
d)
ખારવા
77.
નર કીડી તેમની માદા કીડીને કઈ રીતે ઓળખી શકે છે?
a)
સ્પર્શથી
b)
જોઈને
c)
સુગંધથી
d)
અવાજથી
78.
એક કૂતરાના વિસ્તારમાં બીજા વિસ્તારના કૂતરાએ પ્રવેશ કર્યો છે તેની સમજ તેને કેવી રીતે પડે છે?
a)
પરસેવાની ગંધથી
b)
પેશાબ અને મળની ગંધથી
c)
પગની નિશાની ઉપરથી
d)
એક પણ નહિ
79.
કયા પ્રાણીના કાન અલગ-અલગ દિશામાં ફરી શકે છે?
a)
હાથી
b)
સસલું
c)
વાઘ
d)
કૂતરો
80.
નીચેનામાંથી કયું પ્રાણી રીંછને મળતું પ્રાણી છે?
a)
બિલાડી
b)
સિંહ
c)
સ્લોથ
d)
ઘેટું
81.
સ્લોથની ખાસિયત શું છે?
a)
વૃક્ષની ડાળી પર ઊંધા લટકીને ઊંઘે છે
b)
તે દેખાવે સિંહને મળતું આવે છે
c)
દિવસે ઊંઘે છે અને રાત્રે જાગે છે
d)
તે દિવસમાં છ કલાક સૂવે છે.
82.
વાઘની ખાસિયત શું છે?
a)
તેની પૂંછડી ખૂબજ સંવેદનશીલ હોય છે
b)
તેના કાન એક જ દિશામાં સ્થિર રહે છે
c)
તેના પંજા ખૂબ જ સંવેદનશીલ હોય છે
d)
તેની મૂંછો ખૂબ જ સંવેદનશીલ હોય છે
83.
કીડીની ખાસિયત શું છે?
a)
તે એકલી જ ફરે છે.
b)
તે તીખા અને કડવા સ્વાદ તરફ જાય છે.
c)
તે હરોળમાં ચાલે છે.
d)
તે ખોરાકનો સંગ્રહ કરતી નથી.
84.
હાથીની ખાસિયત શું છે?
a)
તેની સૂંઢ તેના પગ કરતાં જાડી હોય છે.
b)
તેના દાંત અને કાન મોટા હોય છે.
c)
તે માંસાહારી પ્રાણી છે.
d)
તેનો ખોરાક હરણ કરતાં ઓછો હોય છે.
85.
વણનોતર્યો ‘મહેમાન’ નો શો અર્થ થાય છે?
a)
લગ્નમાં હાજર રહેવું
b)
બોલાવ્યા વગર કોઈના ત્યાં જવું
c)
ભાગ્યે જ હાજર રહેવું
d)
નવું રહેઠાણ બનાવવું
86.
ગુજરાતમાં સિંહ માટેનો સુરક્ષિત વિસ્તાર કયો છે?
a)
જેસોર રાષ્ટ્રીય ઉદ્યાન
b)
જીમ કોર્બેટ નેશનલ પાર્ક
c)
વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન
d)
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન
87.
કયા પ્રાણીના વાળનો ઉપયોગ સ્વેટર શાલ બનાવવામાં થાય છે?
a)
વાંદરો
b)
ઘેટું
c)
રીંછ
d)
હાથી
88.
અભયારણ્ય બાબતે કયું સાચું છે?
a)
જ્યાં રક્ષણ માટે સુવિધા હોતી નથી.
b)
જ્યાં મુક્ત રીતે ફરી શકતાં નથી.
c)
જ્યાં શિકાર કરવા પર પ્રતિબંધ છે.
d)
જ્યાં સાંકળથી બાંધી રાખવામાં આવે છે.
89.
કયું પ્રાણી હિંસક પ્રાણીથી બીજા પ્રાણીઓને સાવધાન કરે છે?
a)
લંગૂર
b)
શિયાળ
c)
કૂતરો
d)
વાંદરો
90.
શિકારી દાંત અને શિંગડા માટે ક્યા જૂથનો શિકાર કરે છે?
a)
સિંહ,વાઘ,ચિત્તો
b)
હરણ,જરખ,ચિત્તો
c)
હાથી,ગેંડો,કાળિયાર
d)
મગર,ઊંટ,વાંદરો
91.
કયા પ્રાણીનો ઉપયોગ મદારી મનોરંજન માટે કરતા હતાં?
a)
બિલાડી
b)
સાપ
c)
કૂતરો
d)
હાથી
92.
નાગ ગુંફન કલા કયા રાજ્યમાં જાણીતી છે?
a)
અસમ
b)
ઉત્તરપ્રદેશ
c)
ગુજરાત
d)
દિલ્હી
93.
સરિતા ગાયકવાડ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે?
a)
રમત - ગમત ક્ષેત્ર
b)
વિજ્ઞાન ક્ષેત્ર
c)
સાહિત્ય
d)
અભિનય
94.
નીચેનામાંથી ખેડૂતનો મિત્ર કોણ છે?
a)
ભૂંડ
b)
ઉંદર
c)
નીલગાય
d)
સાપ
95.
ખેતરમાંથી સાપ શું ખાય છે?
a)
બિલાડી
b)
ઉંદર
c)
કૂતરાં
d)
પાક
96.
મદારી સાપને નચાવવા શું વગાડે છે?
a)
ઢોલક
b)
વાંસળી
c)
બીન
d)
ખંજરી
97.
સાપને શાની બનેલી ટોપલીમાં રાખવામાં આવતાં હતા?
a)
કાચની
b)
વાંસની
c)
લાકડાની
d)
કાગળની
98.
મનોરંજન માટે ક્યાં પ્રાણીઓનો ઉપયોગ થતો હતો?
a)
હાથી
b)
સાપ
c)
માંકડું
d)
આપેલ તમામ
99.
ક્યાં વૃક્ષનાં ફૂલ(મૉર)ને ખાવાથી તાવમાં રાહત રહે છે?
a)
આંબો
b)
આદું
c)
નાળિયેરી
d)
લીમડો
100.
નીચેનામાંથી ‘ગોલ’ કરવામાં આવતો હોય તે રમત કઈ છે?
a)
હોકી
b)
ફૂટબોલ
c)
બાસ્કેટબોલ
d)
આપેલ તમામ
101.
રમત શીખવાડનારને શું કહેવાય છે?
a)
આચાર્ય
b)
કોચ
c)
કંડકટર
d)
ખેલાડી
102.
નીચેનામાંથી કયો સાપ ઝેરી નથી?
a)
ફૂરસા
b)
ધામણ
c)
કોબ્રા
d)
કાળોતરો
103.
નાગ-ગુંફનની ભાત શામાં વપરાય છે?
a)
ભરતગૂંથણમાં
b)
પડદામાં
c)
તોરણમાં
d)
રંગકામમાં
104.
સાપ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
a)
સાપ ઉંદર ખાય છે.
b)
સાપને કાન હોતા નથી.
c)
સાપ ઝાડ ઉપર ચડી શકે છે.
d)
સાપ ‘બીન’નો અવાજ સાંભળી શકે છે.
105.
ફળો અને શાકભાજી ખાવાથી શરીરને શું અસર થાય છે?
a)
થાક લાગે છે
b)
માથું દુ:ખે છે
c)
શરીરની વૃદ્ધિ થાય છે
d)
બેચેની લાગે છે
106.
નીચે આપેલ પૈકી સાચું વિધાન પસંદ કરો.
a)
કાચી કેરીનો સ્વાદ તૂરો છે
b)
લીંબુનો સ્વાદ ખારો હોય છે
c)
આંબલીનો સ્વાદ કડવો હોય છે
d)
મધનો સ્વાદ ગળ્યો હોય છે
107.
નીચે આપેલ જૂથમાંથી અનાજનું જૂથ કયું છે?
a)
મગ-વાલ-ચણા
b)
ઘઉં-વટાણા-ચોળી
c)
ઘઉં-બાજરી-મકાઈ
d)
મેથી-બાજરી-મગ
108.
નીચે આપેલ જૂથમાંથી કઠોળનું જૂથ કયું છે?
a)
ઘઉં-વાલ-બાજરી
b)
મગ-ચણા-વાલ
c)
બાજરી-વટાણા-મેથી
d)
મકાઈ-બાજરી-તુવેર
109.
વાગેલા ઘા ઉપર લગાડવામાં ઉપયોગ થાય છે?
a)
મીઠું
b)
ખાંડ
c)
મરચાં
d)
હળદર
110.
કઈ શાકભાજીનો સ્વાદ કડવો હોય છે?
a)
દૂધી
b)
કારેલાં
c)
બટાટા
d)
ગુવાર
111.
કડવા સ્વાદનું જૂથ કયું છે?
a)
મેથી-ભીંડો
b)
ગુવાર-કારેલાં
c)
કારેલાં-મેથી
d)
રીંગણ-કોબી
112.
નીચે આપેલા જૂથમાંથી અનાજનું જૂથ કયું છે?
a)
મગ-જવ-બાજરી
b)
ચોળી-વાલ-ઘઉં
c)
મકાઈ-જુવાર-ડાંગર
d)
રાગી-રાજમા-બાજરી
113.
નીચે આપેલા જૂથમાંથી કઠોળનું જૂથ કયું છે?
a)
તુવેર-રાજમા
b)
ચોળી-મકાઈ
c)
ઘઉં- વટાણા
d)
ડાંગર-જવ
114.
ડૉ. માર્ટિન નામના સૈનિકના શરીરના ક્યાં અંગ પર પ્રયોગો કર્યા?
a)
પગ
b)
મગજ
c)
કાન
d)
પેટ
115.
કોનો રસ જીભ પર મૂકતાં ખાટો સ્વાદ અનુભવાય છે?
a)
સફરજનનો રસ
b)
લીંબુનો રસ
c)
પપૈયાનો રસ
d)
શેરડીનો રસ
116.
કયો રસ જીભ પર મૂકતાં ગળ્યો સ્વાદ લાગે છે?
a)
મોસંબીનો રસ
b)
ટામેટાંનો રસ
c)
શેરડીનો રસ
d)
લીંબુનો રસ
117.
કયા મસાલાનો સ્વાદ તૂરો હોય છે?
a)
અજમો
b)
મરી
c)
હળદર
d)
લવિંગ
118.
નીચે આપેલા જૂથમાંથી મસાલાનું જૂથ પસંદ કરો.
a)
મરી-ઈલાયચી-મીઠું
b)
કોથમીર-બટાટા-રીંગણ
c)
ખાંડ-કોબીજ-વાલ
d)
ફૂલાવર-આદું-મીઠો લીમડો
119.
કઈ રમત ઘરમાં નહિ રમી શકાય?
a)
ગંજીપો
b)
સાપસીડી
c)
કેરમ
d)
વોલીબોલ
120.
રમત – ગમતના કોઈ સાધન વિના રમી શકાતી રમત કઈ છે?
a)
કબડ્ડી
b)
ક્રિકેટ
c)
બેઝબોલ
d)
ફૂટબોલ
121.
ભોજન વખતે સ્વાદ મોળો લાગે તો કયા મસાલાની જરૂર પડે?
a)
તજ
b)
હિંગ
c)
મીઠું
d)
રાઈ
122.
ખોરાકના પાચનની શરૂઆત કયા અવયવમાં થાય છે?
a)
નાનું આંતરડું
b)
જઠર
c)
અન્નનળી
d)
મોં
123.
એસિડીટી થવાનું કારણ શું છે?
a)
પાચન થવાથી
b)
શાકભાજી ખાવાથી
c)
પાચન બરાબર ન થવાથી
d)
કડવા પદાર્થો ખાવાથી
124.
ના પચેલા ખોરાકમાંથી પાણીનું શોષણ કયા અંગ દ્વારા થાય છે?
a)
મોં
b)
જઠર
c)
મોટું આંતરડું
d)
અન્નનળી
125.
ખોરાકને મોંમાંથી જઠરમાં લઈ જવાનું કાર્ય કોણ કરે છે?
a)
નાનું આંતરડું
b)
શ્વાસનળી
c)
અન્નનળી
d)
મોટું આંતરડું
126.
કઈ રમત રમવા માટે ઘરની બહાર જવાની જરૂર નહીં પડે?
a)
ચેસ
b)
ફૂટબોલ
c)
ક્રિકેટ
d)
ગોળાફેંક
127.
બીજને ફણગાવીને ખાઈ શકાય તેવું બીજ કયું છે?
a)
મકાઈ
b)
મગ
c)
બાજરી
d)
રાજમા
128.
કયા ફળનું બીજ મોટું હોય છે?
a)
મોસંબી
b)
તડબૂચ
c)
ચીકું
d)
સફરજન
129.
કોના બીજનો ફેલાવો હવા દ્વારા થાય છે?
a)
આકડો
b)
કમળ
c)
સફરજન
d)
વડલો
130.
કયું બીજ કઠોળ કહેવાય?
a)
ચણા
b)
મકાઈ
c)
બાજરી
d)
ઘઉં
131.
બીજને ઉગવા માટે જરૂરી પરિબળ કયું છે?
a)
હવા
b)
પાણી
c)
સૂર્યપ્રકાશ
d)
આપેલ તમામ
132.
નીચેનામાંથી કયું બીજ અંકુરિત થશે નહીં?
a)
ચણા
b)
મગ
c)
મગની દાળ
d)
વાલ
133.
સોયાબીનનું મૂળવતન કયું છે?
a)
ઉત્તર અમેરિકા
b)
ચીન
c)
ઓસ્ટ્રેલિયા
d)
યુરોપ
134.
નીચેનામાંથી શેનું બીજ ચપટું હોય છે?
a)
સફરજન
b)
ઘઉં
c)
ચણા
d)
રાઈ
135.
ભારતમાં મરચાં કયા પ્રદેશમાંથી આવેલાં છે?
a)
ઉત્તર અમેરિકા
b)
દક્ષિણ અમેરિકા
c)
ઓસ્ટ્રેલિયા
d)
યુરોપ
136.
મરચાં કયા દેશના વેપારીઓ ભારતમાં લાવ્યા હતા?
a)
ચીન
b)
દક્ષિણ અમેરિકા
c)
ઓસ્ટ્રેલિયા
d)
પોર્ટુગલ
137.
ભારતના કયા રાજ્યમાં ચા સૌથી વધુ ઉગાડવામાં આવે છે?
a)
ગુજરાત
b)
અસમ
c)
ઉત્તરપ્રદેશ
d)
પંજાબ
138.
યુરોપમાંથી કઈ વસ્તુ ભારતમાં આવેલી છે?
a)
રીંગણ
b)
મકાઈ
c)
કોબીજ
d)
બટાટા
139.
ભીંડા ભારતમાં કયા દેશથી આવેલા છે?
a)
ઉત્તર અમેરિકા
b)
દક્ષિણ અમેરિકા
c)
ઓસ્ટ્રેલિયા
d)
આફ્રિકા
140.
આમાંથી ભારતીય બીજ કયું છે?
a)
પરવળ
b)
મરચાં
c)
સોયાબીન
d)
કોબીજ
141.
બીજ વગર ઉગતી વનસ્પતિ કઈ છે?
a)
રીંગણી
b)
આંબો
c)
શેરડી
d)
દૂધી
142.
મસાલાની પટરાણી કોને કહેવાય છે?
a)
જીરું
b)
મરચાં
c)
લવિંગ
d)
અજમા
143.
કયું બીજ પરદેશી નથી?
a)
મરચાં
b)
સોયાબીન
c)
કોબીજ
d)
કારેલાં
144.
આપેલ બીજમાંથી ગોળાકાર બીજ કયું છે?
a)
ઘઉં
b)
રાજમા
c)
વટાણા
d)
ચોખા
145.
આપેલ બીજમાંથી ચપટું બીજ કયું છે?
a)
તલ
b)
બાજરી
c)
ચીકું
d)
ઘઉં
146.
રસોડામાં મસાલા તરીકે વપરાતું બીજ કયું છે?
a)
હિંગ
b)
મરી
c)
હળદર
d)
તજ
147.
નીચેનામાંથી કોનું બીજ કાંટાવાળું બીજ છે?
a)
કણજી
b)
બાજરી
c)
ગોખરું
d)
આકડો
148.
કઠોળને ફણગાવવા માટે સૌ પ્રથમ શું કરીશું?
a)
તવીમાં શેકીશું
b)
પાણીમાં બાફીશું
c)
ગરમ તેલમાં તળીશું
d)
ભીના કપડામાં રાખીશું
149.
નીચેનામાંથી દ્વિદળી બીજ કયું છે?
a)
મગ
b)
મકાઈ
c)
બાજરી
d)
જુવાર
150.
કોફી કયા દેશમાંથી ભારતમાં આવી?
a)
નેપાળ
b)
આફ્રિકા
c)
ચીન
d)
ઓસ્ટ્રેલિયા
151.
કયો છોડ શિકારી છોડ કહેવાય છે?
a)
ગોખરું
b)
વાલોળ
c)
કળશપર્ણ
d)
મહેંદી
152.
નીચેના પૈકી કયું એકદળી બીજ છે?
a)
ઘઉં
b)
મગ
c)
વાલ
d)
તુવેર
153.
ડૂબેલા લીંબુને ઉપરની સપાટી પર લાવવા શું કરવું પડે?
a)
મીઠું નાખવું પડે
b)
મરચું નાખવું પડે
c)
ખાંડ નાખવી પડે
d)
હળદર નાખવી પડે
154.
ખાંડને પાણીમાં ઓગાળતાં શું તફાવત જોવા મળશે?
a)
રંગ લાલ થશે.
b)
કોઈ ફેરફાર નહીં.
c)
રંગ પીળો થશે.
d)
રંગ વાદળી થશે.
155.
ખાંડ કરતાં મીઠું કેમ ઝડપથી ઓગળતું હશે?
a)
તે ખાંડ કરતા કઠણ છે
b)
તે પાણી કરતાં કઠણ છે
c)
તે પાણીના ક્ષારોને સૂકવીને બનેલું છે
d)
તે સ્વાદમાં અલગ છે
156.
કઈ વસ્તુના જૂથની સુકવણી કરવામાં આવે છે?
a)
મૂળ અને ગાજર
b)
વેફર અને પાપડ
c)
રીંગણ અને ભીંડા
d)
સફરજન અને ચીકું
157.
કયા સમુદ્રમાં કોઈ ડૂબતું નથી?
a)
અરબ સમુદ્ર
b)
મૃત સમુદ્ર
c)
રાતો સમુદ્ર
d)
ખારો સમુદ્ર
158.
દૂધને પાણીમાં નાખતાં શું થયેલું જોવા મળશે?
a)
ઉપર તરશે
b)
ડૂબી જશે
c)
ભળી જશે
d)
દૂધિયા રંગનું થઈ જશે
159.
કયા જૂથના પદાર્થ પાણીમાં ઓગળતા નથી?
a)
લાકડું, ખાંડ, મીઠું
b)
સંચળ, મરચું, વેર
c)
દૂધ, કાગળ, ખાંડ
d)
લોખંડ, ચોખા, વેર
160.
કયા જૂથના પદાર્થ પાણીમાં ઓગળે છે?
a)
મીઠું, મરચું, બટાટા
b)
ખાંડ, મીઠું, સાકર
c)
રેતી, મીઠું, ખાંડ
d)
ખાંડ, મરચું, તેલ
161.
ગઢશીસર તળાવ કોણે બંધાવ્યું હતું?
a)
ગઢસી રાજા
b)
સિદ્ધરાજ જયસિંહ
c)
મૂળરાજ સોલંકી
d)
મહારાણા પ્રતાપ
162.
તળાવમાં વરસાદનું પાણી ક્યાં જાય છે?
a)
નદીમાં
b)
ગટરમાં
c)
બીજા તળાવમાં
d)
જમીનમાં
163.
અલ-બિરુની કયા દેશનો વતની હતો?
a)
ઉઝબેકિસ્તાન
b)
રશિયા
c)
ઇરાન
d)
ઇરાક
164.
પ્રાચીન સમયમાં લોકો પાણી માટે શું બનાવતા?
a)
વાવ
b)
કૂવો
c)
ટાંકી
d)
નહેરો
165.
નદી ક્યાંથી નીકળે છે?
a)
પર્વતમાંથી
b)
સમુદ્રમાંથી
c)
તળાવમાંથી
d)
જમીનમાંથી
166.
નદીનું પાણી છેલ્લે ક્યાં મળે છે?
a)
સમુદ્રને
b)
તળાવને
c)
નદીને
d)
જમીનને
167.
વાવ એટલે શું?
a)
પગથિયાંવાળો કૂવો
b)
ઊંડો કૂવો
c)
મોટું તળાવ
d)
નાની ટાંકી
168.
નીચેનામાંથી કયું પાણી પીવાલાયક છે?
a)
નદીનું પાણી
b)
દરિયાનું પાણી
c)
ફિલ્ટર કરેલું પાણી
d)
ખાબોચિયાનું પાણી
169.
પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે?
a)
નદી
b)
વરસાદ
c)
તળાવ
d)
કૂવો
170.
સૌથી વધુ મીઠું કયા સમુદ્રમાં હોય છે?
a)
મૃત સમુદ્ર
b)
અરબ સમુદ્ર
c)
બંગાળની ખાડી
d)
એકપણ નહીં
171.
પાણીમાં તેલ નાખતા શું થશે?
a)
તેલ તળિયે બેસશે
b)
તેલ ઉપર તરશે
c)
તેલ ભળી જશે
d)
તેલ ઓગળી જશે
172.
કઈ વસ્તુ પાણીમાં જલ્દી ઓગળે છે?
a)
રેતી
b)
ખાંડ
c)
ચોક પાવડર
d)
તેલ
173.
કૂવામાંથી પાણી કાઢવા માટે શાનો ઉપયોગ થાય છે?
a)
ગરગડી
b)
ટાયર
c)
દોરડું
d)
પથ્થર
174.
પાણી કયા કયા સ્વરૂપે જોવા મળે છે?
a)
ઘન, પ્રવાહી
b)
પ્રવાહી, વાયુ
c)
ઘન, વાયુ
d)
ઉપરના ત્રણેય
175.
ગઢશીસર તળાવ ક્યાં આવેલું છે?
a)
જેસલમેર
b)
જયપુર
c)
જોધપુર
d)
બિકાનેર
176.
કઈ વસ્તુ પાણીમાં ડૂબે છે?
a)
લોખંડની ખીલી
b)
પ્લાસ્ટિકનો દડો
c)
કાગળની હોડી
d)
સૂકું પાંદડું
177.
કઈ વસ્તુ પાણી પર તરે છે?
a)
કાચની ગોળી
b)
પથ્થર
c)
પ્લાસ્ટિકની બોટલ
d)
લોખંડનો સળિયો
178.
પાણીનો બગાડ અટકાવવા શું કરશો?
a)
જરૂર પૂરતું પાણી વાપરીશું
b)
નળ ખુલ્લો રાખીશું
c)
વધુ પાણી ઢોળીશું
d)
એકપણ નહીં
179.
ચોમાસામાં કઈ બીમારી વધુ જોવા મળે છે?
a)
મલેરિયા
b)
ટાઈફોઈડ
c)
કોલેરા
d)
આપેલ તમામ
180.
પાણીના શુદ્ધિકરણ માટે શું વપરાય છે?
a)
મીઠું
b)
ક્લોરીન ટીકડી
c)
ખાંડ
d)
હળદર