NEW
Font size
WorksheetsSRG Rd-3_M-7,9,10_Post-test
Total questions: 18
Worksheet time: 9mins
બાળક દ્વારા દિવસમાં (ર૪ કલાકમાં) લેવામાં આવતા ખોરાકના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિઘાન સાચું છે?
A. ૧ર મહિનાનું બાળક ૩૦૦ ગ્રામ અથવા ૩ વાડકી ખોરાક ખાઇ શકે છે
B. ૬ મહિનાનું બાળક ૪૦૦ ગ્રામ અથવા ૪ નાની વાડકી ખોરાક ખાઇ શકે છે
C. ૧૮ મહિનાનું બાળક પ૦૦ ગ્રામ અથવા પ વાડકી ખોરાક ખાઇ શકે છે
D. એ અને સી
બાળક યોગ્ય માત્રામાં ખોરાક ખાઇ રહયું છે તે સુનિશ્વિત કરવા માટે ગુહ મુલાકાત દરમ્યાન નીચેનામાંથી કઇ જાણકારી મેળવી આપણે પરિવારની મદદ કરી શકીએ છીએ?
A. શું બાળકને ખોરાકમાં અલગ-અલગ ભોજન આપવામાં આવે છે
B. શું બાળકને બોટલ દ્વારા તો દૂઘ નથી પીવડાવવામાં આવતું અને તે રોકવાની સલાહ આપીને
C. વાડકીના ઉપયોગ દ્વારા બાળક કેટલુ ખાય છે
D. ઉપરના બઘા જ
ઓછા હિમોગ્લોબિનવાળી વ્યકિતને સામાન્ય રીતે કઇ મુશ્કેલીઓ અનુભવાય છે / કયા લક્ષણો જોવા મળે છે?
A. દિવસભર હળવો તાવ
B. નબળાઇનો અનુભવ અને ઝડપથી થાકી જવાય
C. વારંવાર ઝાડા
D. વારંવાર ચેપ (રોગોના)
બાળકો જે ખોરાક ખાય છે તે ખોરાકમાં વિવિઘ પ્રકારના પોષક તત્વો શા માટે જરૂરી છે?
A. વૃઘ્ઘિ / વિકાસ માટે
B. શીખવા અને પ્રવૃત્તિ માટે
C. ચેપ સામે લડવા માટે
D. ઉપરના બઘા જ
આપણે કેવી રીતે આપણા ખોરાકમાંથી લોહ તત્વનું અવશોષણ વઘારી શકીએ?
A. ખાટા ખાદ્ય પદાર્થોનો ખોરાકમાં સમાવેશ કરીને જેમ કે, લીંબું, આમળા, મોસંબી વગેરે
B. ખોરાકમાં ઘી અને તેલનો સમાવેશ કરીને / ઉમેરીને
C. જમ્યા પહેલાં અને પછી ચા અને કોફીનું સેવન અટકાવીને
D. એ અને સી
એક ૯ મહિનાનું બાળક સરેરાશ એક દિવસ (ર૪ કલાક) માં કેટલો ખોરાક ખાઇ શકે છે?
A. ૧૦૦ ગ્રામ અથવા એક વાડકી / સ્ટાન્ડર્ડ કદના બાઉલ
B. ર૦૦ ગ્રામ અથવા બે વાડકી / સ્ટાન્ડર્ડ કદના બાઉલ
C. પ૦૦ ગ્રામ અથવા બે વાડકી / સ્ટાન્ડર્ડ કદના બાઉલ
D. ઉપરનામાંથી એકપણ નહિ
બાળકને સ્તનપાન કરાવવાની સાચી સ્થિતિ શું છે?
A. માતાએ ફકત બેસીને સ્તનપાન કરાવવું જોઇએ
B. માતાએ સૂતાં-સૂતાં સ્તનપાન કરાવવું જોઇએ
C. માતા બેસીને અને સૂતાં-સૂતાં બંને સ્થિતિમાં સ્તનપાન કરાવી શકે
D. બાળકની અનુકૂળતા / સાનુકૂળતા પર આઘાર રાખે છે
એક સામાન્ય મહિલાને સગર્ભાવસ્થા દરમ્યાન કેટલા વઘારાના લોહ તત્વની જરૂરીયાત હોય છે?
A. પ૦ મિ.ગ્રા. પ્રતિ દિન
B. ૧પ મિ.ગ્રા. પ્રતિ દિન
C. પ મિ.ગ્રા. પ્રતિ દિન
D. ઉપરનામાંથી એકપણ નહિ
નીચેનામાંથી કઇ બાબતોનું નિરીક્ષણ કરીને કોઈ વ્યક્તિ એનિમિયાવાળી વ્યક્તિને ઓળખી શકે છે?
A. હથેળી અને નખની ફિકાશ
B. વારંવાર તાવ આવવો
C. જીભ અને હોઠોની ફિકાશ
D. એ અને સી
આપણે નબળા નવજાત બાળકની ઓળખ કેવી રીતે કરી શકીએ?
A. જો બાળકનો જન્મ ૮.પ મહિના પહેલા (અઘૂરા માસે) થયેલ હોય
B. જો બાળકનું જન્મ સમયનું વજન ર કિ.ગ્રા. કરતાં ઓછુ હોય
C. જો બાળક યોગ્ય તીવ્રતાથી સ્તનપાન કરવા સક્ષમ ન હોય
D. ઉપરના બઘા જ
આપણા લોહીમાં હિમોગ્લોબિનનું મુખ્ય કાર્ય શું છે?
A. ચેપ સામે લડવામાં મદદ કરે છે
B. શારીરિક અને માનસિક વૃઘ્ઘિ / વિકાસમાં મદદ કરે છે
C. ફેફસામાંથી ઓક્સિજનને શરીરના તમામ અંગોમાં પહોંચાડવામાં મદદ કરે છે
D. હાડકાના વિકાસમાં મદદ કરે છે
આલ્બેન્ડાઝોલ ટેબ્લેટનો ઉપયોગ શું છે?
A. ચેપથી રક્ષણ અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે
B. આંતરડામાં ઉત્પન્ન થના કૃમિનો નાશ કરવામાં મદદ કરે છે
C. ભૂખ વઘારવામાં મદદ કરે છે
D. ઉપરના બઘા જ
નીચેનામાંથી કઇ પરિસ્થિતિના આઘારે કોઇ વ્યકિતમાં એનિમિયાની ઓળખ કરી શકાય?
A. હથેળી અને નખની ફિકાશ
B. વારંવાર તાવ આવવો
C. જીભ અને હોઠોની ફિકાશ
D. એ અને સી
એક મહિલા દરેક માસિક ચક્ર વખતે કેટલો લોહી ગુમાવે છે / વહી જાય છે?
A. ૬૦ થી ૭૦ મિ.ગ્રા.
B. ૩૦ થી ૪૦ મિ.ગ્રા.
C. ૧૦ થી ર૦ મિ.ગ્રા.
D. ઉપરનામાંથી કોઇપણ નહિ
બાળકને બોટલ દ્વારા દૂઘ પીવડાવવાના ભયસ્થાનોના સંદર્ભમાં નીચે આપેલા વિઘાનોમાંથી કયા વિઘાનો સાચા છે?
A. બોટલ અને નીપલને સારી રીતે સાફ કરવાનું મુશ્કેલ છે
B. જે બાળકો બોટલથી દૂઘ પીવે છે તેનો ઝડપથી વૃઘ્ઘિ / વિકાસ થાય છે અને વઘારે તંદુરસ્ત હોય છે
C. અશુઘ્ઘ નીપલમાં જંતુઓ ઝડપથી પેદા થાય છે અને બોટલના કારણે બિમારીઓ થાય છે
D. એ અને સી
નીચેનામાંથી કઇ સર્વસામાન્ય બિમારી છે કે જેના કારણે લોહીની ઉાણપ અને એનિમીયા થાય છે?
A. કૃમિનો ચેપ
B. મસા
C. મેલેરીયા
D. ઉપરના બઘાજ
લોહ તત્વયુકત ખાદ્ય પદાર્થોની સાથે નીચેનામાંથી કયા-કયા ખાદ્ય પદાર્થોનો સમાવેશ કરવાથી લોહ તત્વનું અવશોષણ વઘે છે?
A. વિટામીન એ થી ભરપુર ખોરાક
B. ચરબી અને તેલયુકત ખાદ્ય પદાર્થ
C. વિટામીન બી થી ભરપૂર ખોરાક
D. વિટામીન સી થી ભરપૂર ખોરાક
એક ૬ માસથી નાના બાળકને બોટલથી દૂઘ પીવડાવવામાં આવે છે, તે પરિવારને આંગણવાડી કાર્યકર દ્વારા શું સલાહ આપવામાં આવશે?
A. બોટલથી દૂઘ પીવડાવવાનું તરત જ અટકાવી દેવું
B. વાડકી દ્વારા પ્રાણીજન્ય દૂઘ પીવડાવો
C. ફોર્મ્યુલા (પાવડરવાળું) દૂઘ પીવડાવવાની ના પાડવી
D. ઉપરના બઘા જ
