NEW
Font size
Worksheets10th Maths ch 15 સંભાવના MCQ
Total questions: 30
Worksheet time: 53mins
ઘટના A અને ઘટના A નહિ ની સંભાવનાનો સરવાળો ……..છે.
0
1
0.5
0.4
સૂર્ય પશ્ચિમમાં ઉગે તે ઘટનાની પૂરક ઘટનાની સંભાવના શોધો.
0
1
0.5
0.4
ચોક્કસ ઘટનાની સંભાવના…..છે.
0
05
0.7
1
અશક્ય ઘટનાની સંભાવના…..છે.
0
0.5
0.6
1
કોઈ પણ ઘટનાની સંભાવનાનો સરવાળો…..કે તેથી વધુ હોય.
0
1
1.2
0.2
કોઈ ઘટનાની સંભાવના ….. કે તેથી ઓછી અને અનૃણ હોય.
-1
-0.1
-0.5
1
જો P(A)=0.35 તો P(Aનહિ)=…..
0
0.65
0.35
1
જો P(Eનહિ)=0.47 તો P(E)=…..
0
0.20
0.50
0.53
તમારા હાથમાં રહેલા પ્રશ્નપત્રમાં 101 ગુણ મેળવવાની સંભવના …..છે.
1
0.5
0
-0,5
“સૂર્ય પશ્ચિમમાં ઊગે” તે ઘટનાની સંભાવના…..છે.
1
0.5
0
-0.5
પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો…. છે.
0
0.2
1
0.1
એક સિક્કાને 1000 વખત ઉછળવાના પ્રયોગનાં…….પરિણામો પર આધારિત છે.
પ્રત્યક્ષ
પરોક્ષ
એક પણ નહીં
આપેલ તમામ
એક વિદ્યાર્થીને ગણિતના 50 ગુણના પ્રશ્નપત્રમાં 51 ગુણ મેળવવાની સંભાવના ….છે.
51/50
50/51
0
1
અઢારમી સદીના ફ્રેન્ચ પ્રકૃતિવાદી…..એ 4040 વખત સિક્કો ઉછાળ્યો અને 2048 વખત છાપ મળી.
કાર્લ પિયરસન
કોમ્ટ દ બફન
બંને
એક પણ નહીં
જેમ સિક્કાને ઉછવાળવાની સંખ્યા વધતી જાય છે તેમ છાપ (અથવા કાંટો) મળવાની પ્રયોગાત્મક સંભાવના …. ની આસપાસ સ્થાયી છે.
0
1
1/2
1/4
નીચેનામાંથી ક્યાં વિકલ્પની ઘટનાની સંભાવના ન હોય શકે?
5/7
-2.0
20%
0.8
બે સિક્કાને એક વખત ઉછાળતા ઉદભવતા શક્ય …... પરિણામો છે.
1
2
3
4
સિક્કાને એકવાર ઉછાડવામાં આવે ત્યારે છાપ (H) મળવાની સંભાવના શોધો.
0
1
½
¼
હરપ્રીત બે જુદા-જુદા સિક્કાને એક સાથે ઉછાળે છે. તે ઓછામાં ઓછી એક છાપ(H) મેળવે તેની સંભાવના શોધો.
0
½
¾
1
ત્રણ સિક્કાને એક વખત ઉછાડતા ઉદભવતા શક્ય પરિણામો…….. હોય.
2
4
8
16
એક રમતમાં એક રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવાનો છે અને તેના પરિણામ દરેક વખતે નોંધવાના છે. જો તમામ વખત ઉછાળતાં સરખું પરિણામ મળે તેની સંભાવના શોધો.
¼
½
⅓
¾
20 બલ્બના 4 બલ્બ ખામીવાળા છે. યાદચ્છિક રીતે પસંદ કરેલ એક બલ્બ ખામી વગરનો હોય તેની સંભાવના શોધો.
¼
½
⅓
⅘
એક ડબ્બામાં 3 ભૂરી, 2 સફેદ અને 4 લાલ લખોટી છે. જો ડબ્બામાંથી યાદચ્છિક રીતે એક લખોટી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તે સફેદ હોય તેની સંભાવના શોધો.
2/9
4/9
1
1/2
એક ગલ્લામાં 50 p ના સો સિક્કા, રૂપિયા 1 ના પચાસ સિક્કા, રૂપિયા 2 ના વીસ સિક્કા અને રૂપિયા 5 ના 10 સિક્કા છે. જયારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભાવી હોય તો સિક્કો (i) 50 p નો સિક્કો હશે તેની સંભાવના શોધો.
5/9
17/18
180
ગોપી પોતાના માછલીઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. દુકાનદાર મોટી ટાંકીમાંથી યાચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે. આ ટાંકીમાં 5 નર માછલી અને 8 માદા માછલી છે. બહાર કાઢેલ નર માછલી હોય તેની સંભાવના કેટલી?
1/2
2/3
3/4
5/13
એક વર્ગમાં 35 છોકરાઓ અને 25 છોકરીઓ ભણે છે. વર્ગનું પ્રતિનિધિત્વ કરવા તેઓમાંથી જો કોઈ એક વ્યક્તિને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો છોકરી પસંદ થાય તેની સંભાવના શોધો.
5/12
1/2
2/3
3/4
એક પેટીમાં 1 થી 20 નંબર લખેલી ચિઠ્ઠીઓ છે. તેમાંથી એક ચિઠ્ઠી યાદચ્છિક રીતે લેવામાં આવે તો, તે ચિઠ્ઠી પરનો નંબર 5 નો ગુણીત હોય તેની સંભાવના શોધો.
1/2
2/3
3/5
1/5
એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે. મોહિની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે. તે નારંગીના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના કેટલી?
1
0
1/2
2/3
તકની રમત રમવામાં આવે છે. જેમાં તીર ગોળ ફરે છે અને તે 1,2,3,4,5,6,7,8,9,10,11,12 અંકોમાંથી એક અંક પર સ્થિર થાય છે. તો તીર 9 કરતાં મોટા અંક હોય તેની સંભાવના શોધો.
1/12
1/4
1/2
1/3
ધારો કે, આપણે પાસાને એકવાર ફેંકીએ છીએ. પાસા ઉપરના પૃષ્ઠ ઉપર 4 કરતા મોટી સંખ્યા મેળવવાની સંભાવના કેટલી?
1/3
2/3
1/2
3/4
