wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

નામાનાં મૂળતત્વો

Total questions: 50

Worksheet time: 3600secs

Name
Class
Date
1.

જે વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાય તેઓ વ્યક્તિગત રીતે શું કહેવાય. ?

a)

ભાગીદાર

b)

પ્રતિસ્પર્ધી

c)

દેવાદાર

d)

અધિકારી

2.

ભાગીદારી શાનાથી અસ્તિત્વમાં આવે છે. ?

a)

ભાગીદારોથી

b)

કરારથી

c)

પેઢીથી

d)

આપેલ પૈકી એક પણ નહીં

3.

ભાગીદારીમાં પેઢીના સંચાલકો કોણ હોય છે. ?

a)

પ્રતિનિધિઓ

b)

લેણદારો

c)

માલિકો

d)

દેવાદારો

4.

ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા કેટલા ભાગીદારો હોય છે. ?

a)

50

b)

20

c)

100

d)

2

5.

ભાગીદારો વચ્ચે કરારનામું થયેલ હોય ત્યારે ભાગીદારો વચ્ચે નફો નુકસાન ક્યાં પ્રમાણમાં વેચાય. ?

a)

સરખા પ્રમાણમાં

b)

મૂડીના પ્રમાણમાં

c)

કરારના મુજબ

d)

આપેલ પૈકી એક પણ નહીં

6.

P, Q અને Rની નફા-નુકસાનનું પ્રમાણ 3:2:1 હોય અને વર્ષનું વહેંચણીપાત્ર નફો ₹.66000 હોય ,તો R ને કેટલો નફો મળશે. ?

a)

₹. 22,000

b)

₹. 11,000

c)

₹. 33,000

d)

₹. 66,000

7.

જો ભાગીદારી કરારપત્રમાં સ્પષ્ટતા ન હોય તો ,પેઢીને ભાગીદારે ધીરેલી લોન પર કેટલા ટકા વ્યાજ ગણાય. ?

a)

6%

b)

9%

c)

12%

d)

વ્યાજ ગણાશે નહિ

8.

જો ભાગીદારી કરારપત્રકમાં ઉલ્લેખ ન હોય, તો ભાગીદારને મૂડી પર વ્યાજ કેટલું મળશે. ?

a)

વ્યાજ ન મળે

b)

6%

c)

10%

d)

5%

9.

કર્મ દર મહિનાની અંતમાં ₹.600 ઉપાડ કરે છે .જો ઉપાડ પર વાર્ષિક 10% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય,તો ઉપાડ પર વ્યાજ કેટલું થશે. ?

a)

₹. 390

b)

₹. 340

c)

₹. 330

d)

₹. 410

10.

ગણેશ અને કાર્તિક એક પેઢીના ભાગીદારો છે. કાર્તિકને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 10 % કમિશન આપવાનું છે .જો પેઢીનો નફો ₹.1,65,000 હોય, તો કાર્તિકનું કમિશન કેટલું થશે. ?

a)

₹. 16,500

b)

₹. 15,000

c)

₹. 12,600

d)

₹.1,650

11.

પાઘડીનો આધાર કોના પર રહેલો છે. ?

a)

ધંધાકિય એકમના સંચાલકો પર

b)

ધંધાકીય એકમની મિલકતો પર

c)

ધંધાની નફો કમાવવાની ક્ષમતા પર

d)

ધંધાકીય એકમના કર્મચારીઓ પર

12.

મોકાના સ્થળે આવેલ ધંધાની પાઘડી કેવી હોય છે. ?

a)

વધુ

b)

ઓછી

c)

શૂન્ય

d)

ઋણ

13.

ભારિત સરેરાશ નફાનું સૂત્ર કયું હશે. ?

a)

ભારિત નફો ÷ ભાર

b)

કુલ ભારિત નફો ÷ કુલ ભાર

c)

કુલ નફો ÷ વર્ષોની સંખ્યા

d)

આપેલ પૈકી એક પણ નહીં

14.

ધંધાકીય એકમની પ્રતિષ્ઠાનું મૂલ્ય એટલે.........

a)

જવાબદારી

b)

રોકાણો

c)

મિલકત

d)

પાઘડી

15.

નીચેના પરિબળો પૈકી પાઘડીના મૂલ્યાંકનને ક્યુ પરિબળો અસર કરતું નથી. ?

a)

વ્યક્તિગત કૌશલ્ય

b)

ધંધાનું સ્થાન

c)

ગ્રાહકનું સ્થાન

d)

ધંધાનો પ્રકાર

16.

એક પેઢીના છેલ્લા ત્રણ વર્ષનો ભારિત સરેરાશ નફો ₹.1,50,000 છે .પાઘડીની કિંમત ભારિત સરેરાશ નફાની ત્રણ વર્ષની ખરીદીનાં આધારે ગણવાની છે, તો પાઘડીની કિંમત કેટલી ગણાય. ?

a)

₹. 4,50,000

b)

₹. 75,000

c)

₹. 1,50,000

d)

₹. 25,000

17.

પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ કેટલી છે. ?

a)

1

b)

2

c)

3

d)

4

18.

મૂડીકૃત નફાની રીતે પાઘડીની ગણતરીનું સૂત્ર જણાવો.

a)

મૂડીકૃત નફો - ધંધામાં રોકાયેલી મૂડી

b)

મૂડીકૃત નફો × ખરીદીના વર્ષોની સંખ્યા

c)

ધંધામાં રોકાયેલી મૂડી - મૂડીકૃત નફો

d)

સરેરાશ નફો - મૂડીકૃત નફો

19.

એક પેઢીનો છેલ્લા ત્રણ વર્ષનો કુલ નફો ₹.60,000 છે.પાઘડીની કિંમત બે વર્ષની ખરીદીના આધારે ગણવાની છે ,તો પાઘડીની કિંમત કેટલી ગણાય. ?

a)

₹. 1,20,000

b)

₹. 60,000

c)

₹. 20,000

d)

₹. 40,000

20.

જે ધંધાની બજારમાં ઇજારાશાહી હોય અથવા મર્યાદિત હરીફાઈ હોય તેવા ધંધામાં પાઘડીનું મૂલ્ય.........

a)

ઊંચું રહે છે.

b)

ઓછું રહે છે.

c)

શૂન્ય રહે છે.

d)

આપેલ પૈકી એક પણ નહિ

21.

જુદાં જુદાં કારણસર ભાગીદારીમાં થતો ફેરફાર એટલે............

a)

ભાગીદારીનું પુનર્ગઠન

b)

ભાગીદારી પેઢીનું વિસર્જન

c)

ભાગીદારીનું સંગઠન

d)

આપેલ પૈકી એક પણ નહિ

22.

ચાલુ ભાગીદારો વચ્ચે નફા-નુકસાન વહેંચણીમાં ફેરફારના કારણે અમુક ભાગીદારોને નફાનો ભાગ, જે ફેરફાર પહેલાં મળતો હતો તેનાથી વધુ મળે છે .તો તે પ્રમાણે શું કહેવામાં આવે છે. ?

a)

મૂડીનું પ્રમાણે

b)

નફા નુકસાનનું પ્રમાણ

c)

ત્યાગનું પ્રમાણ

d)

લાભનું પ્રમાણ

23.

ભાગીદારી પેઢીના પુનર્ગઠનમાં ત્યાગનું પ્રમાણ=...............

a)

જુનો નફા નુકસાનનો ભાગ - નવો નફા નુકસાનનો ભાગ

b)

નવો નફા નુકસાનનો ભાગ - જુનો નફા-નુકસાનનો ભાગ

c)

નવું મૂડીનું પ્રમાણ - જૂનું મૂડીનું પ્રમાણ

d)

આપેલ પૈકી એક પણ નહિ

24.

જો ત્યાગના સૂત્રથી જવાબ ધન (+) આવે તો શું કહેવામાં આવે છે. ?

a)

ભાગીદાર લાભ કરે છે

b)

ભાગીદાર ત્યાગ કરે છે

c)

ભાગીદારનું સર્જન થાય છે

d)

આપેલ પૈકી એક પણ નહિ

25.

ભાગીદારને મળતા નફામાં જુના પ્રમાણ કરતાં નફાનું નવું પ્રમાણ કેવું હોવાથી ભાગીદારને ત્યાગ થયેલો ગણાય. ?

a)

ઓછું

b)

મહત્તમ

c)

વધારે

d)

સરખું

26.

ભાગીદારને મળતાં નવા નફાનાં પ્રમાણમાંથી તેને મળતા જુના નફાનું પ્રમાણ બાદ થાય અને જવાબ ઋણ (-) આવે તો.........

a)

ભાગીદારે ત્યાગ કર્યો છે

b)

ભાગીદારને લાભ થાય છે

c)

ભાગીદાર નફો મેળવે છે

d)

ત્રણમાંથી એકેય નહીં

27.

P, Q અને R 4:3:3 ના પ્રમાણમાં નફો-નુકસાન વહેંચતા ભાગીદારો છે .તેમનું નવું પ્રમાણ 3:2:1 છે. ભાગીદારનો Pનો લાભ નક્કી કરો.

a)

1/30

b)

- 4/30

c)

1/10

d)

0

28.

નફા-નુકસાન ખાતાની ઉધાર બાકી ભાગીદારી પેઢી માટે શું છે. ?

a)

એકત્રિત નફો

b)

ખર્ચ

c)

પાઘડી

d)

એકત્રિત ખોટ

29.

ભાગીદારીના પુનર્ગઠન વખતે ભાગીદારી પેઢીના ચોપડે અનામત ભંડોળ કે એકત્રિત નફાની બાકી ચાલુ ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં ફાળવણી કરવામાં આવે છે. ?

a)

સરખા પ્રમાણમાં

b)

મૂડીના પ્રમાણમાં

c)

નવા પ્રમાણમાં

d)

જુના પ્રમાણમાં

30.

ભાગીદારીના પુનર્ગઠન વખતે ભાગીદારી પેઢીના ચોપડે નીચેની કઈ બાકી ભાગીદારો વચ્ચે ફાળવણી થતી નથી. ?

a)

સામાન્ય અનામત

b)

રોકાણ વધઘટ અનામત

c)

કારીગર બચત ખાતા

d)

કારીગર અકસ્માત વળતર અનામત

31.

X, Y અને Z વચ્ચે નફા નુકસાન વહેંચણીમાં થયેલા ફેરફારને કારણે X નો ત્યાગ 1/12 અને Yનો ત્યાગ 1/12છે. તો Z નો લાભ શોધો.

a)

1/12

b)

2/24

c)

2/12

d)

0

32.

ભાગીદારી પેઢીના વિસર્જન સમયે વિસર્જન ખર્ચ કોણે ભોગવવાનો. ?

a)

બેંકે

b)

સરકારે

c)

સામાન્ય રીતે પેઢીએ

d)

લેણદારોએ

33.

ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતોની ઊપજમાંથી સૌપ્રથમ કઈ ચુકવણી કરવામાં આવે છે. ?

a)

વિસર્જન ખર્ચ

b)

ત્રાહિત પક્ષનાં દેવાં

c)

ભાગીદારની લોન

d)

ભાગીદારની પત્નીની લોન

34.

ચાલુ પેઢીએ તેનો ધંધો બંધ કરવાની પ્રક્રિયાને શું કહેવાય. ?

a)

પુનર્ગઠન

b)

વિસર્જન

c)

નવસર્જન

d)

આપેલ પૈકી એક પણ નહિ

35.

પેઢીનો ધંધો ચલાવવો ગેરકાયદેસર બને ત્યારે પેઢીનું વિસર્જન થાય છે, તો તેને ક્યું વિસર્જન કહેવાય. ?

a)

સર્વસંમતિથી

b)

કરાર દ્વારા

c)

કાયદા દ્વારા

d)

નોટિસ દ્વારા

36.

સંપાદન ખાતાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે. ?

a)

નફા-નુકસાન હવાલા ખાતું

b)

નફા-નુકસાન ખાતુ

c)

પૂન:મૂલ્યાંકન ખાતું

d)

માલ-મિલકત નિકાલ ખાતું

37.

વિસર્જન સમયે ભાગીદારોનાં ચાલુ ખાતા બંધ કરી ક્યાં ખાતે લઈ જવામાં આવે છે. ?

a)

માલ - મિલકત ખાતે

b)

ભાગીદારનાં મૂડી ખાતે

c)

રોકડ / બેંક ખાતે

d)

આપેલ પૈકી એક પણ નહિ

38.

ભાગીદારની પત્નીએ સ્ત્રીધનમાંથી લોનની ચુકવણી ક્યારે થાય. ?

a)

સામાન્ય દેવાં સાથે

b)

સામાન્ય દેવાં પહેલાં

c)

સામાન્ય દેવાં પછી

d)

બધા જ પ્રકારની ચુકવણી પછી

39.

પેઢીના વિસર્જન સમયે ₹. 80,000 ના લેણદારોને ચોપડી નહીં નોંધાયેલ ₹.30,000ની મિલકત આપતાં રોકડ ખાતુ કેટલી રકમથી જમા થશે. ?

a)

₹. 80,000

b)

₹. 1,10,000

c)

₹. 50,000

d)

₹. 30,000

40.

ભાગીદારી પેઢીના વિસર્જન વખતે જરૂરી કેટલા ખાતાં ખોલવામાં આવે છે. ?

a)

એક

b)

બે

c)

ત્રણ

d)

ચાર

41.

વિસર્જનની તારીખે ક્યાં ખાતાની બાકી માલ-મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવતી નથી. ?

a)

ફર્નિચર ખાતું

b)

રોકાણનું ખાતું

c)

દેવદારનું ખાતું

d)

ભાગીદારનું લોનનું ખાતું

42.

પેઢીના વિસર્જન વખતે અનામત ભંડોળનો શું નિકાલ થશે. ?

a)

અનામત ભંડોળ ખાતે ઉધાર

તે માલ મિલકત નિકાલ ખાતે

b)

અનામત ભંડોળ ખાતે ઉધાર

તે ભાગીદારના મૂડી/ચાલુ ખાતે

c)

માલ મિલકત નિકાલ ખાતું ઉધાર

તે અનામત ભંડોળ ખાતે

d)

ભાગીદારના મુડી/ ચાલુ ખાતે ઉધાર

તે અનામત ભંડોળ ખાતે

43.

બધા ભાગીદારોની સર્વ સંમતિથી ગમે તે સમયે પેઢીનું વિસર્જન થઇ શકે છે તેને............

a)

સર્વસંમતિથી વિસર્જન કહેવાય છે.

b)

ફરજિયાત વિસર્જન કહે છે.

c)

અદાલત દ્વારા વિસર્જન કહે છે

d)

કરાર દ્વારા વિસર્જન કહે છે.

44.

વિસર્જન સમયે ભાગીદારી પેઢીની મિલકતો અને જવાબદારીઓની હિસાબી અસર આપવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું......

a)

નફા-નુકસાન ખાતું

b)

સંપાદન ખાતુ

c)

પૂન:મૂલ્યાંકન ખાતું

d)

નફા-નુકસાન ફાળવણી ખાતું

45.

ભાગીદારી પેઢીના વિસર્જન સમયે ચોપડે નહીં નોંધેલું દેવું ચુકવવાનું થાય ,તો તે કયા ખાતે ઉધારાશે. ?

a)

રોકડ /બેંક ખાતે

b)

લેણદાર ખાતે

c)

માલ - મિલકત નિકાલ ખાતે

d)

જે - તે દેવાં ખાતે

46.

પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં દેવાદારો ₹. 34,500 અને ઘાલખાધ અનામત ₹.4500 હોય, તો માલ -મિલકત નિકાલ ખાતે ઉધાર બાજુ કઈ રકમ લખાશે. ?

a)

₹. 4,500

b)

₹. 30,000

c)

₹. 39,000

d)

₹.34,500

47.

ભાગીદારી કરારનામું એ ભાગીદારી પેઢીનું શું ગણાય. ?

a)

સબંધ

b)

વહીવટી બંધારણ

c)

પ્રતિનિધિ

d)

આપેલ પૈકી એક પણ નહિ

48.

દરેક ભાગીદારે મુડી લાવવી............

a)

મર્યાદિત છે

b)

ફરજિયાત છે

c)

ફરજિયાત નથી

d)

આપેલ પૈકી એક પણ નહિ

49.

ધંધામાં રોકાયેલી મૂડીને......... પણ કહે છે. ?

a)

ચોખ્ખી મિલકતો

b)

ચોખ્ખા દેવાં

c)

કુલ મિલકતો

d)

કુલ જવાબદારીઓ

50.

અપેક્ષિત નફો =..................

a)

સરેરાશ નફો × અપેક્ષિત વળતરનો દર

b)

રોકાયેલી મૂડી × અપેક્ષિત વળતરનો દર

c)

ભારિત સરેરાશ નફો × અપેક્ષિત વળતરનો દર

d)

અધિક નફો × અપેક્ષિત વળતરનો દર

Similar Resources on Wayground