wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Kg Comm 11th Eco

Total questions: 33

Worksheet time: 25mins

Name
Class
Date
1.

વસ્તુની કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે?

a)

ધન

b)

વ્યસ્ત

c)

સપ્રમાણ

d)

શૂન્ય

2.

માંગને અસર કરતાં પરિબળોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે?

a)

એક

b)

બે

c)

ત્રણ

d)

ચાર

3.

માંગનો નિયમ આપનાર અર્થશાસ્ત્રી કોણ છે?

a)

ઍડમ સ્મિથ

b)

રોબિન્સ

c)

આલ્ફ્રેડ માર્શલ

d)

કેઈન્સ

4.

માંગરેખાનો ઢાળ કેવો હોય છે?

a)

સીધો

b)

ધન

c)

શૂન્ય

d)

ઋણ

5.

હલકા પ્રકારની વસ્તુઓનો ખ્યાલ આપનાર અર્થશાસ્ત્રી કોણ છે?

a)

ઍડમ સ્મિથ

b)

આલ્ફ્રેડ માર્શલ

c)

સર રોબર્ટ ગીફન

d)

રોબિન્સ

6.

પૂરક વસ્તુઓ કેવી હોય છે?

a)

જોડાયેલી

b)

હરીફ

c)

સંબંધ વગરની

d)

વૈકલ્પિક

7.

હલકા પ્રકારની વસ્તુઓ બીજા ક્યા નામથી ઓળખાય છે?

a)

નકામી વસ્તુ

b)

ગીફન વસ્તુ

c)

પ્રતિષ્ઠામૂલ્ય વસ્તુઓ

d)

અત્યંત સસ્તી વસ્તુઓ

8.

માંગનું વિસ્તરણ-સંકોચન કેવો ફેરફાર છે?

a)

કિંમત પ્રેરિત

b)

અન્ય પરિબળો પ્રેરિત

c)

માંગ પ્રેરિત

d)

આપેલ પૈકી એક પણ નહિ

9.

ક્યા પ્રકારની વસ્તુઓને માંગનો નિયમ લાગુ પડતો નથી?

a)

અત્યંત સસ્તી વસ્તુઓ

b)

પ્રતિષ્ઠામૂલ્ય ધરાવતી વસ્તુઓ

c)

ગીફન વસ્તુઓ

d)

આપેલ તમામ

10.

માંગરેખા પોતાના સ્થાનથી ડાબી બાજુ ખસે ત્યારે તે માંગમાં શું સૂચવે છે?

a)

ઘટાડો

b)

વધારો

c)

વિસ્તરણ

d)

સંકોચન

11.

માંગનું સંકોચન માંગરેખા પર કઈ તરફ જોવા મળે છે?

a)

ઉપર

b)

નીચે

c)

જમણી તરફ બીજી માંગરેખા પર

d)

ડાબી તરફ બીજી માંગરેખા પર

12.

માંગનો વધારો-ઘટાડોએ કેવો ફેરફાર છે?

a)

કિંમત પ્રેરિત

b)

અન્ય પરિબળો પ્રેરિત

c)

માંગ પ્રેરિત

d)

આપેલ પૈકી એક પણ નહિ

13.

માંગની મૂલ્યસાપેક્ષતા માપવાની મુખ્ય પધ્ધતિઓ કેટલી છે?

a)

બે

b)

ત્રણ

c)

પાંચ

d)

સાત

14.

તમામ વ્યક્તિઓ (ગ્રાહકો) દ્વારા જુદી-જુદી કિંમતે થતી વસ્તુની માંગના સરવાળાને __કહે છે.

a)

વ્યક્તિગત માંગ

b)

બજારમાંગ

c)

મૂલ્ય સાપેક્ષ માંગ

d)

મૂલ્ય અનપેક્ષ માંગ

15.

એક વસ્તુના સ્થાને બીજી વસ્તુ જરૂરિયાત સંતોષવા માટે વાપરી શકાતી હોય તો તેવી વસ્તુઓને __ કહે છે.

a)

પૂરક વસ્તુઓ

b)

અવેજી વસ્તુઓ

c)

સમાન વસ્તુઓ

d)

આપેલ તમામ

16.

માંગની મૂલ્યસાપેક્ષતાના પ્રકારો કેટલા છે?

a)

બે

b)

ત્રણ

c)

પાંચ

d)

સાત

17.

વસ્તુની માંગ મૂલ્ય સાપેક્ષ હોય ત્યારે મૂલ્ય સાપેક્ષતાનો આંક કેટલો હોય છે?

a)

એકથી વધુ

b)

એકથી ઓછો

c)

એક

d)

શૂન્ય

18.

મૂલ્ય અનપેક્ષ માંગને બીજા ક્યા નામે ઓળખવામાં આવે છે?

a)

એકમ કરતાં વધુ મૂલ્ય સાપેક્ષ માંગ

b)

એકમ કરતાં ઓછી મૂલ્ય સાપેક્ષ માંગ

c)

સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ

d)

અનંત મૂલ્ય સાપેક્ષ માંગ

19.

એકમ મૂલ્ય સાપેક્ષ માંગને બીજા ક્યા નામે ઓળખવામાં આવે છે?

a)

એકમ કરતાં વધુ મૂલ્ય સાપેક્ષ માંગ

b)

એકમ કરતાં ઓછી મૂલ્ય સાપેક્ષ માંગ

c)

સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ

d)

અનંત મૂલ્ય સાપેક્ષ માંગ

20.

સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ રેખા કેવી હોય છે?

a)

X ધરીને સમાંતર

b)

Y ધરીને સમાંતર

c)

ઋણઢાળ

d)

ધનઢાળ

21.

વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફારને અન્ય સંબંધિત વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર વડે ભાગતા જે આંક મળે તેને__કહે છે?

a)

માંગની મૂલ્ય સાપેક્ષતા

b)

માંગની આવક સાપેક્ષતા

c)

માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા

d)

માંગ વિધેય

22.

માંગની મૂલ્ય સાપેક્ષતા=____

a)

માંગમાં ટકાવારી ફેરફાર ÷ કિંમતમાં ટકાવારી ફેરફાર

b)

માંગમાં ટકાવારી ફેરફાર - કિંમતમાં ટકાવારી ફેરફાર

c)

માંગમાં ટકાવારી ફેરફાર + કિંમતમાં ટકાવારી ફેરફાર

d)

એક પણ નહિ

23.

વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે?

a)

સીધો

b)

વિરોધી

c)

સમાન

d)

શૂન્ય

24.

પુરવઠાનું વિસ્તરણ-સંકોચન કેવો ફેરફાર છે?

a)

કિંમત પ્રેરિત

b)

અન્ય પરિબળો પ્રેરિત

c)

માંગ પ્રેરિત

d)

એક પણ નહિ

25.

પુરવઠા રેખાનો ઢાળ કેવો હોય છે?

a)

ઓછો

b)

વધુ

c)

ધન

d)

ઋણ

26.

નીચેનામાંથી પુરવઠો શેની સંભાવના વ્યક્ત કરે છે?

a)

નફાની

b)

ખોટની

c)

ખરીદીની

d)

વેચાણની

27.

પુરવઠા રેખાનો ઢાળ કઈ બાજુ હોય છે?

a)

ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ

b)

જમણી બાજુ નીચેથી ડાબી બાજુ ઉપર તરફ

c)

ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ

d)

એક પણ નહિ

28.

પુરવઠાના વિસ્તરણ-સંકોચનમાં શું સ્થિર હોય છે?

a)

કિંમત

b)

અન્ય પરિબળો

c)

ઉત્પાદન ખર્ચ

d)

હરીફ વસ્તુના ભાવ

29.

ભવિષ્યમાં કિંમત વધવાની અટકળો હોય તો, પેઢી વર્તમાનમાં પુરવઠો.......

a)

સ્થિર રાખે છે

b)

શૂન્ય રાખે છે

c)

વધારે છે

d)

ઘટાડે છે

30.

પુરવઠાનો નિયમ ક્યા પ્રકારની વસ્તુઓ માટે અપવાદ છે?

a)

દુર્લભ કે અલભ્ય વસ્તુઓ

b)

શ્રમનો પુરવઠો

c)

નાશવંત વસ્તુઓ

d)

આપેલ તમામ

31.

પુરવઠાનો નિયમ આપનાર અર્થશાસ્ત્રી કોણ છે?

a)

પ્રો. આલ્ફ્રેડ માર્શલ

b)

ઍડમ સ્મિથ

c)

સર રોબર્ટ ગીફન

d)

એક પણ નહિ

32.

કિંમતમાં ઘટાડાને કારણે પુરવઠામાં થતાં ફેરફારને શું કહેવાય?

a)

વધારો

b)

ઘટાડો

c)

વિસ્તરણ

d)

સંકોચન

33.

પુરવઠાનું વિસ્તરણ પુરવઠા રેખા પર કઈ બાજુ જોવા મળે છે?

a)

ઉપર

b)

નીચે

c)

જમણી તરફ બીજી પુરવઠા રેખા પર

d)

ડાબી તરફ બીજી પુરવઠા રેખા પર