NEW
Font size
Worksheets11th account test 1 2021
Total questions: 33
Worksheet time: 33mins
બદલા પદ્ધતીમાં નીચેના માથી ક્યું વિધાન સાચું નથી?
વસ્તુના બદલામાં નાણાંની લેવડદેવડ થાય છે.
વસ્તુના બદલામાં વસ્તુની લેવડદેવડ થાય છે.
સેવાના બદલામાં વસ્તુની લેવડદેવડ થાય છે.
વસ્તુ/સેવાના બદલામાં વસ્તુ/સેવાની લેવડદેવડ થાય છે.
હિસાબી પદ્ધતિની મર્યાદા કઈ છે?
નફાકારકતા જણાવે છે.
આર્થિક સ્થિતિ જણાવે છે.
કરવેરા આયોજન
નાણાનું સ્થિર મૂલ્ય
હિસાબી પદ્ધતિને____________
ઐતિહાસિક હિસાબી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે.
ભવિષ્યની હિસાબી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે.
વર્તમાનની હિસાબી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે.
બિનજરૂરી હિસાબી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે.
ધંધામાં પ્રાપ્ત થતો નફો હિસાબી પદ્ધતિમાં ક્યાં સ્વરૂપે ઓળખવામાં આવે છે?
ધંધાકીય વ્યવહાર
બનાવ
બિનઆર્થિક વ્યવહાર
ત્રણમાથી એક પણ નહીં
નીચેનામાથી કઈ જવાબદારી સંબંધના આધારે નક્કી થાય છે?
ચાલુ જવાબદારી
બિનચાલુ જવાબદારી
આંતરિક જવાબદારી
લાંબાગાળની જવાબદારી
નીચેનામાથી કઈ મિલકત પ્રવાહી મિલકત છે?
મકાન
કાચા માલનો સ્ટોક
પાઘડી
બઁક સિલક
કઈ મિલકતોનું ઉપજ મૂલ્ય શૂન્ય હોય છે?
ર્દશ્ય મિલકતો
અર્દશ્ય મિલકતો
અવાસ્તવિક મિલકતો
પ્રવાહી મિલકતો
નીચેનામાથી કઈ આવક મૂડી આવક ગણાય?
મિલકત વેચાણ
માલનું વેચાણ
સેવાનું વેચાણ
પસ્તીનું વેચાણ
પગાર ખર્ચ ક્યાં પ્રકારનો ખર્ચ છે?
મૂડી ખર્ચ
પ્રસારિત મહેસૂલી ખર્ચ
મહેસૂલી ખર્ચ
નહીં ચૂકવતો મહેસૂલી ખર્ચ
નીચેનામાથી કઈ વિગત ધંધાનું લેણું સૂચવે છે?
અગાઉથી ચૂકવેલ ખર્ચ
ચુકવવાના બાકી ખર્ચ
અગાઉથી મળેલ આવક
રોકડમાં મળેલ આવક
કઈ નામાપદ્ધતિના જન્મદાતા તરીકે ઈટલીનાં ગણિતશાસ્ત્રી લ્યુકા પેસીઓલીને શ્રેય આપવામાં આવે છે?
દેશી નામાપદ્ધતિ
દ્વિનોંધી નામાપદ્ધતિ
એકનોંધી નામાપદ્ધતિ
વહીખાતા નામાપદ્ધતિ
ઘાલખાધ એ ધંધા માટે શું છે?
ખર્ચ
ઊપજ
નફો
નુકશાન
વેપારી જે ચીજવસ્તુનો વેપાર કરે તેને શું કહેવાય?
સ્ટોક
ખરીદી
વેચાણ
માલ
યંત્ર ગોઠવવાની મજૂરીનો ખર્ચ ક્યો ખર્ચ કહેવાય?
મહેસૂલી ખર્ચ
આનુષંગિક ખર્ચ
મૂડી ખર્ચ
પરચુરણ ખર્ચ
એક વર્ષથી વધુ સમયની મિલકતોને શું કહે છે?
ચાલુ મિલકતો
ચાલુ જવાબદારી
બિનચાલુ મિલકતો
બિનચાલુ જવાબદારી
લાંબાગાળાનું દેવું કરીને મેળવેલ રકમને શું કહે છે?
મહેસૂલી આવક
મૂડી આવક
મહેસૂલી ખર્ચ
મૂડી ખર્ચ
રૂ.10000 નું ભાડું ચૂકવ્યું છે. આ ક્યાં પ્રકારનો વ્યવહાર છે?
મિલકતનો રોકડ વ્યવહાર
સેવાનો બિનરોકડ વ્યવહાર
સેવાનો રોકડ વ્યવહાર
દેવાનો રોકડ વ્યવહાર
જે વ્યવહારથી ધંધાની રોકડ કે બૅન્કસિલકમાં ફેરફાર થતો હોય તો તે ક્યો વ્યવહાર કહેવાય?
બિનઆર્થિક વ્યવહાર
ઉધાર વ્યવહાર
રોકડ વ્યવહાર
અન્ય વ્યવહાર
ધંધાકીય વ્યવહારો મુખ્યત્વે કેટલા પ્રકારના હોય છે?
2
3
4
5
જે વ્યવહારોનું નાણામાં મૂલ્ય આંકી શકાતું ન હોય તેને ક્યો વ્યવહાર કહેવાય?
રોકડ
ઉધાર
આર્થિક
બિનઆર્થિક
ક્યા વ્યવહારની નોંધ હિસાબી ચોપડામાં થતી નથી?
આર્થિક
બિનઆર્થિક
વિનિમયના
ઉધાર
ચાંદની પાસેથી ઓર્ડર પેટે રૂ. 9000 રોકડા મળ્યા. એ ક્યો વ્યવહાર છે?
રોકડ
ઉધાર
વિનિમય
બિનઆર્થિક
શાખના વ્યવહારમાં શાની લેવડ દેવડ થતી નથી?
રોકડની
માલની
મિલકતની
આપેલ પૈકી એક પણ નહીં
ઉધાર વ્યવહારમાં હંમેશા ક્યું ખાતું સંકળાયેલું હોય છે?
બૅન્ક ખાતું
ખરીદ ખાતું
વેચાણ ખાતું
વ્યક્તિ ખાતું
ક્યા વ્યવહારથી લેણદાર-દેવદારનો સંબંધ ઊભો થાય છે?
રોકડ
ઉધાર
બિનઆર્થિક
અંગત
જૂના ફર્નિચરના બદલામાં માલ મેળવવો એ ક્યા પ્રકારનો વ્યવહાર ગણાય?
બિનઆર્થિક
વિનિમય
જાંગડ
રોકડ
દરેક વ્યવહારની મૂળનોંધ ક્યા આધારે થાય છે?
આમનોંધ
ખાતાવહી
વાઉચર
પત્રક
બિનવ્યક્તિના ખાતાના કેટલા પ્રકાર છે?
2
3
4
5
ધંધાના માલિક દ્વ્રારા ધંધા માટે જે રોકાણ કરવામાં આવે છે તેને શું કહે છે?
મૂડી
ઉપાડ
મહેસૂલી ખર્ચ
દેવું
જે વ્યક્તિ પાસેથી ઉધાર માલ ખરીદવામાં આવે તે વ્યક્તિ ધંધાનો શું બને છે?
લેણદાર
ગ્રાહક
દેવદાર
સધ્ધર
દેવદારોને શું ગણવામાં આવે છે?
ચાલુ જવાબદારી
ચાલુ મિલકત
બિનચાલુ મિલકત
બિનચાલુ જવાબદારી
ચાલુ જવાબદારીની મુદત કેટલી હોય છે?
1 વર્ષથી ઓછી
1 વર્ષથી વધુ
5 વર્ષથી વધુ
5 વર્ષથી ઓછી
ઉધારચિઠ્ઠી એ ક્યા વ્યવહાર અંગેનું વાઉચર છે?
ખરીદી
વેચાણ
ખરીદ પરત
વેચાણ પરત
