NEW
Font size
WorksheetsG.K. ધો - ૯ ગુજરાતી - ૨
Total questions: 30
Worksheet time: 30mins
લેખક મનુભાઈ પંચોળીએ મહારાજા શ્રીમંત સયાજીરાવને કેવા કહ્યાં છે?
મહત્ત્વાકાંક્ષી
સ્વપ્નસેવી
યુગદ્રષ્ટા
વિકાસપુરુષ
"આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે." આ વાક્ય કોણ બોલે છે?
મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ
ગુરુ માંડણ ભગત
ગોપાળબાપા
પેશ્વા સરકાર
મહારાજા સયાજીરાવમાં કઈ શક્તિ હતી?
જાનવરના સગડ પારખવાની
ખોટા રૂપિયા પારખવાની
હીરા પારખવાની
માણસ પારખવાની
મહારાજા સયાજીરાવે ગોપાળબાપાને શિવાલય અંગે શી ભલામણ કરી?
શિવાલયનો જીર્ણોદ્ધાર કરવાની
શિવાલયની મૂર્તિની પૂજાનો બંદોબસ્ત કરવાની
શિવાલયમાં રહી સમાજસેવાના કાર્ય કરવાની
શિવાલયમાં રહી ભજનભક્તિ કરવાની
'ગોપાળબાપા' પાઠમાં 'જમીનની ખટપટ કરે છે' એટલે શું કરે છે?
જમીન પડાવી લેવા ઝગડા કરે છે.
જમીન અંગે વાટાઘાટ કરે છે.
જમીન વેચી દે છે.
જમીન ખરીદે છે.
ગોપાળબાપાના ગુરુનું નામ શું હતું?
જલારામબાપા
કાગબાપુ
માંડણ ભગત
કાનજી ભગત
'ગુર્જરીનું ગૃહ' એટલે કોનું ગૃહ?
મરાઠીભાષીઓનું ગૃહ
જ્યાં ગુજરાતી ભાષા બોલાય છે એ ગુજરાતીઓનું ગૃહ
મારવાડીભાષીઓનું ગૃહ
હિન્દીભાષીઓનું ગૃહ
'આંખ અમારી ખૂલી અહીં પહેલી' દ્વારા કવિ શું કહેવા માગે છે?
જન્મથી આંખ બંધ હતી.
હવે મોટા થયા એટલે આંખ ખૂલી.
બધું જ દેખાવા લાગ્યું.
અહીં જ જન્મ થયો હતો.
કવિ સુન્દરમ્ કોને પાનેતર કહે છે?
રેશમી સાડીને
કુદરતને
ચૂંદડીને
ઘરચોળાને
જીવનની સફળતા - નિષ્ફળતાનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે?
અમે ભમ્યા અહીંના ખેતરમાં.
અહીં શિયાળે તાપ્યા સગડીએ.
જીવનજંગે જગત ભમ્યા.
કોકિલ સૂણી વસંતે.
કવિ સુન્દરમ્ સમગ્ર વિશ્વમાં ભમ્યા પણ કોને વીસર્યા નહીં?
સ્વજનોની માયાને
ગૃહમાયા (જન્મભૂમિની માયા)ને
પત્નીની માયાને
માતા-પિતાની માયાને
'વિશ્વવાડીને સુફલિત કરવા નસનસથી રસ અર્પ્યા.' પંક્તિમાં કવિની કઈ ભાવના પ્રગટ થઈ છે?
જન્મભૂમિ પ્રત્યેની
રાષ્ટ્ર પ્રત્યેની
વૈશ્વિક કુટુંબ પ્રત્યેની
કુટુંબ પ્રત્યેની
અમરતકાકી લોકોને દવાખાના અંગે શાની ઉપમા આપતા?
મંદિરની
ઘરની
પાંજરાપોળની
સ્મશાનની
અમરતકાકીની દ્રષ્ટિએ લોહીની સગાઈ ક્યારે ખરી ગણાય?
સૌ સંતાનો પ્રત્યે માતૃત્વ વરસાવે ત્યારે
ગાંડી મંગુની સાચી મા બની રહે ત્યારે
ગામના સૌ સંતાનોની મા બની રહે ત્યારે
મંગુને સાજી કરવા માટે એને દવાખાનામાં મૂકે ત્યારે
વહુઓ મંગુની ચાકરી નહીં કરે એની અમરતકાકીને ખબર પડી ગઈ હતી, કારણ કે.....
વહુઓ અમરતકાકી સાથે વારંવાર ઝઘડતી હતી.
દીકરાઓ વહુઓની જ વાત સાંભળતા હતા.
વહુઓએ ચોખ્ખેચોખ્ખું સંભળાવી દીધું હતું.
બેમાંથી એકે વહુએ હજુ સુધી સાથે રહેવા આવવાનુ આમંત્રણ આપ્યું ન હતું.
"બાપ રે! તમે મા થઈને એને ધકેલી મૂકો છો, પછી દવાખાનાવાળાનો શો દોષ કાઢવો?" આ વાક્ય કોણ બોલે છે?
ગામના લોકો
સગાવહાલા
પડોશની સ્ત્રીઓ
ગાડીના મુસાફર
ગાંડા દર્દીને ઊંઘ ન આવે તો પરિચારિકા શું કરે છે?
દર્દીના માથે હાથ ફેરવે છે.
દર્દીને વાર્તા કરે છે.
દર્દીને ઊંઘની દવા આપે છે.
દર્દી પર ગુસ્સો કરે છે.
દીકરાએ બહેન મંગુને જીવતા સુધી સારી રીતે પાળવાની પ્રતિજ્ઞા કરી ત્યારે તેના પર શી અસર પડી?
તે હળવો ફૂલ થઇ ગયો.
વેદનાનો કાળમીંઢ પથ્થર એની છાતી પર થી ખસી ગયો.
તેણે માને પોતાનો નિર્ણય જણાવ્યો.
તેણે માને ચિંતામુક્ત કરી એનો આનંદ થયો.
કવિ નાથાલાલ દવેના મતે કોની જીત થાય છે?
આળસ કરે તેની
કામ કરે તેની
બોલ બોલ કરે તેની
સ્પર્ધામાં ભાગ લે તેની
'કામ કરે ઇ જીતે' કાવ્યના આધારે આપણો દેશ આપણી પાસે શું માગી રહ્યો છે?
સહિયારી મહેનત
મહેનત વગરનું જીવન
માત્ર ઊંચું ભણેલા લોકો
માત્ર કાગળ ઉપરનું કાર્ય
'કામ કરે ઈ જીતે' કાવ્યના આધારે ભારત દેશને કઈ રીતે બદલી શકાય?
નદીઓના નીરને બાંધીને
ખેતરોમાં મબલક પાકનું ઉત્પાદન કરીને
નદીઓના નીરને વહેતાં કરીને
A અને B બંને રીતે
કવિ નાથાલાલ દવેના મતે દુનિયાને કઈ રીતે બદલી શકાય?
ખૂબ જ મહેનત કરીને
કામ કર્યા વગર
આરામ કરીને
છાપાને ભીંત ઉપર ચોંટાડીને
'કામ કરે ઈ જીતે' કાવ્યમાં.....
આળસનું મહત્વ પ્રગટ થાય છે.
પરિશ્રમનું મહત્વ પ્રગટ થાય છે.
ખાસ કશું જાણવા મળતું નથી.
ઊંચું ભણેલા લોકોનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે.
તળપદી ભાષામાં કવિ નાથાલાલ દવેએ શેની પવિત્રતા દર્શાવી છે?
ભારતદેશની
વિશ્વની
શ્રમની
માનવીની
'વાવડ'- તળપદા શબ્દનું શિષ્ટરૂપ જણાવો.
વાવ
વાડ
સમાચાર
વડ
'નદીના પ્રવાહથી બનેલો ઊંડો પહોળો ખાડો કે બખોલ'- શબ્દસમૂહ માટે એક શબ્દ જણાવો.
ભેખડ
ગુફા
સુરંગ
કોતર
'ચાકરી'- શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.
સેવા
મહેનત
ચકોર
હોશિયાર
'સોહામણું'- શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો.
સુંદર
સ્વચ્છ
ડરામણું
સરસ
'સમસમી જવું'- રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.
ધૂંધવાઇ જવું
રાજી થઈ જવું
ખુશ થવું
હરખપદૂડા થઈ જવું
નીચેના શબ્દોમાંથી સાચી જોડણી શોધો.
તિરકમ
ત્રીકમ
ત્રિકમ
તીરકમ
