NEW
Font size
WorksheetsGrade 9 Science Chapter 9
Total questions: 10
Worksheet time: 5mins
1. આઘાત અને પ્રત્યાઘાત પરસ્પર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય છે. આ નિયમ ન્યુટનની ગતિનો કેટલામો નિયમ છે ?
પ્રથમ
દ્વિતીય
તૃતીય
ચતુર્થ
2. પદાર્થના દળ અને વેગના ગુણાકારને શું કહે છે?
વેગમાન
પ્રવેગ
સરેરાશ વેગ
સરેરાશ દળ
3. વેગમાનનો પ્રમાણિત એકમ કયો છે ?
kg m/s
kg/ m s
kg m s
1/ kg m s
4. બળ અને પ્રવેગ વચ્ચે સાચો સંબંધ કયો છે ?
F = m a
a = F m
m = F a
F = m/a
5. પદાર્થનો કયો ગુણધર્મ તેની ગતિની અવસ્થામાં થતાં ફેરફારનો વિરોધ કરે છે. ?
વિજભાર
પ્રવેગ
વેગ
જડત્વ
6. રોકેટ એ _______________ ના સંરક્ષણના નિયમ પર કાર્ય કરે છે.
વેગમાન
પ્રવેગ
દળ
વેગ
7. જો કોઈ પદાર્થનું દળ 2 ગણું કરવામાં આવે અને તેનો વેગ અડધો કરવામાં આવે તો તે પદાર્થનું વેગમાન __________ ગણું થશે.
તેટલું જ રહે
અડધું થાય
ચાર ગણું થાય
બે ગણું થાય
8. શાંત પાણીમાં રહેલી બૉટમાં એક વ્યક્તિ સ્થીર ઊભો છે. હવે તે વ્યક્તિ કૂદકો મારીને કિનારા તરફ ગતિ કરે છે. તો બૉટ __________
કિનારા તરફ જશે
કિનારાથી દૂર જશે
સ્થિર રહેશે
આપેલ પૈકી એકપણ નહીં
9. બંદૂકમાંથી ગોળી છોડતી વખતે બંદૂક પાછળ તરફ ધકેલાય છે. તે કયા નિયમનું ઉદાહરણ છે ?
ન્યુટનની ગતિનો પ્રથમ નિયમ
ન્યુટનની ગતિનો બીજો નિયમ
વેગમાન સંરક્ષણનો નિયમ
આપેલ પૈકી એકપણ નહીં
10. અચળ દળ ધરાવતા પદાર્થ પર લાગતું બળ બમણું કરવામાં આવે તો તેનો પ્રવેગ ______________ ગણો થશે.
2
4
1
6
