wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

RTE 2009 Part 2

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

RTE 2009 પ્રકરણ એકમાં કલમ બે શું છે?

a)

ટૂંકુ શીર્ષક વ્યાપ અને પ્રારંભ

b)

વ્યાખ્યાઓ

c)

મફત અને ફરજિયાત શિક્ષણનો હક

d)

ઉપરના માંથી એક પણ નહીં

2.

આરટીઇ 2009 માં પ્રથમ પ્રકરણમાં કુલ કેટલી વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે?

a)

૧૪

b)

૧૫

c)

૧૭

d)

૨૨

3.

આરટીઇ 2009 ના પ્રથમ પ્રકરણમાં કલમ એકમાં કઈ બાબત કે બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે?

a)

આ અધિનિયમને બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 કહેવામાં આવશે

b)

તે જમ્મુ અને કાશ્મીર રાજ્ય સિવાય સમગ્ર ભારતને લાગુ પડશે

c)

કેન્દ્ર સરકાર સરકારી રાજપત્રમાં જાહેરનામું બહાર પાડે તે તારીખથી તે અમલમાં આવશે

d)

ઉપરની બધી જ બાબતો

4.

આરટીઇ 2009 પ્રમાણે યોગ્ય સરકાર એટલે

a)

કેન્દ્ર સરકાર

b)

રાજ્ય સરકાર

c)

સંઘ સરકાર

d)

આ પૈકીના તમામ

5.

વંચિત જૂથના બાળકમાં કેવા બાળકનો સમાવેશ થાય છે?

a)

વંચિત જૂથનું બાળક એટલે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના બાળકો

b)

યોગ્ય સરકાર જાહેરનામું બહાર પાડીને નિર્દેશ કરે તેવા સામાજિક સાંસ્કૃતિક આર્થિક ભૌગોલિક ભાષાકીય જાતિ આધારિત બાળકો

c)

યોગ્ય સરકાર જાહેરનામું બહાર પાડીને નિર્દેશ કરે એવા બીજા પરિબળોને કારણે વંચિત રહેલા આવા બીજા બાળકો

d)

ઉપરોક્ત પૈકી તમામ

6.

યોગ્ય સરકાર જાહેરનામું બહાર પાડીને નિર્દેશ કરેલી લઘુત્તમ મર્યાદા કરતા જેમના માતા પિતા અથવા વાલીની વાર્ષિક આવક ઓછી હોય તેવા બાળકને આરટીઇ 2009 મુજબ કેવું બાળક ગણી શકાય?

a)

વંચિત જૂથનું બાળક

b)

નબળા વર્ગનું બાળક

c)

વંચિત જૂથનું અથવા નબળા વર્ગનું બાળક

d)

દિવ્યાંગ બાળક

7.

પ્રાથમિક શિક્ષણ એટલે આરટીઇ 2009 મુજબ શું?

a)

રાજ્ય સરકાર રાજપત્રમાં જાહેર કરે એટલા વિષયો અને એટલા ધોરણો સુધીનું શિક્ષણ

b)

ધોરણ એક થી આઠમા ધોરણ સુધીનું શિક્ષણ

c)

પૂર્વ પ્રાથમિકથી લઈને ધોરણ આઠ સુધીનું શિક્ષણ

d)

સરકાર ઠરાવે એટલા ધોરણો સુધીનું શિક્ષણ

8.

બાળકોના હક ના રક્ષણ માટેનો રાષ્ટ્રીય આયોગ એટલે બાળકોના હક ના રક્ષણ માટેના આયોગ અધિનિયમ 2005 ની કલમ ......... રચાયેલ આયોગ

a)

b)

૧૭

c)

૧૩

d)

9.

બાળકોના હક ના રક્ષણ માટેનો રાજ્ય આયોગ એટલે બાળકોના હક ના રક્ષણ માટેના આયોગ અધિનિયમ 2005 ની કલમ ....... મુજબ રચાયેલ આયોગ

a)

b)

૧૭

c)

૧૩

d)

૨૦

10.

આરટીઈ 2009 મુજબ નિર્દિષ્ટ વર્ગની શાળા એટલે

a)

કેન્દ્રીય વિદ્યાલય

b)

નવોદય વિદ્યાલય

c)

કેન્દ્રીય વિદ્યાલય નવોદય વિદ્યાલય તરીકે ઓળખાતી અથવા યોગ્ય સરકાર જાહેરનામું પ્રસિદ્ધ કરીને નિર્દેશ કરે એવી બીજી વિશિષ્ટ લક્ષણ ધરાવતી શાળા

d)

મોડેલ સ્કૂલ

11.

આરટીઇ 2009 માં શાળાની વ્યાખ્યા આપતી કલમ એટલે?

a)

૨ ક

b)

૨ જ

c)

૨ છ

d)

૨ થ

12.

આરટીઇ 2009 મુજબ વ્યાખ્યાઓમાં શાળાની વ્યાખ્યામાં કુલ કેટલા પ્રકારની શાળાઓનો સમાવેશ થાય છે

a)

b)

c)

d)

13.

આરટીઇ 2009 પ્રમાણે માતા પિતા એટલે

a)

કુદરતી માતા પિતા

b)

ઓરમાન માતા પિતા

c)

દત્તક લેનાર માતા પિતા

d)

ઉપરોક્ત તમામ માતા પિતા

14.

આરટીઈ 2009 પ્રમાણે માથાદીઠ ફી એટલે

a)

શાળા કોઈ પણ પ્રકારનું દાન ઉઘરાવે તે

b)

શાળા કોઈ પણ પ્રકારનો ફાળો ઉઘરાવે તે

c)

શાળાએ અધીસૂચિત કરેલી ફી સિવાયની કોઈપણ ફી

d)

તમામ

15.

આરટીઇ 2009 પ્રમાણે વાલી એટલે

a)

બાળકની સંભાળ અને કબજો ધરાવતી કે જેમાં કુદરતી વાલી નો સમાવેશ થાય છે

b)

બાળકની સંભાળ અને કબજો ધરાવતી વ્યક્તિ જેમાં કોર્ટે ઠરાવેલ વ્યક્તિ નો સમાવેશ થાય છે

c)

બાળક ના માત્ર કુદરતી માતા પિતા

d)

બાળકના સંબંધમાં વાલી એટલે તે બાળકની સંભાળ અને કબજો ધરાવતી વ્યક્તિ તેમાં કુદરતી વાલી અથવા કોર્ટ અને કાયદાએ નિમેલ અથવા જાહેર કરેલી વ્યક્તિનો સમાવેશ થાય છે