NEW
Font size
Worksheetsધોરણ ૭ એકમ પ આદિવાસી
Total questions: 37
Worksheet time: 19mins
ભારતની સંસ્કૃતિનું જતન કરનાર સમૂહોએ કઈ સંસ્કૃતિનું જતન કરેલ નથી ?
ઋષિ સંસ્કૃતિનું
કૃષિ સંસ્કૃતિનું
નગર સંસ્કૃતિનુ
વન સંસ્કૃતિનુ
પરંપરાગત સંસ્કૃતિનું રક્ષણ કરનાર આદિવાસી જાતિઓને બંધારણમાં ક્યાં સામેલ કરવામાં આવેલ છે ?
અનુસૂચિમાં
આમુખમાં
અનુચ્છેદમાં
મૂળભૂત હકોમાં
આદિવાસીઓની જીવનશૈલી ની આગવી ઓળખ ક્યાં જોવા મળતી નથી ?
વિવિધ ઉત્સવોમાં
રૂઢી અને પરંપરાઓમાં
પહેરવેશમાં
આધુનિક શહેરી જીવનમાં
પ્રત્યેક જનજાતિના સભ્યો કઈ પ્રથા થી એકબીજા સાથે જોડાયેલા હતા ?
સમન્વયકારી પ્રથાથી
સાંસ્કૃતિક પ્રથાથી
વર્ણ આશ્રમ પ્રથાથી
કબીલાઈ પ્રથાથી
ગુજરાતના જુદા જુદા વિસ્તારમાં રહેતી આદિવાસી પ્રજા શાનાથી તેમની વિશિષ્ટ ઓળખ ઊભી કરતી હતી ?
વ્યવસાયોથી
મેળાઓથી
પોશાક અને ઘરેણાથી
કલા કૌશલોથી
ઉત્તર ગુજરાતના આદિવાસી પુરુષોનો પહેરવેશ શો હતો ?
લેંઘો અને બંડી
ધોતિયું અને ખમીસ
પોતડી અને પહેરણ
ધોતિયું અને કાળી બંડી
આદિવાસી સમૂહ શાનો પ્રેમ અને સંવર્ધક રહ્યો છે ?
મેળાઓનો
રિવાજનો
કલા કૌશલનો
પ્રકૃતિનો
13મી 14 મી સદી દરમિયાન પંજાબમાં કઈ જનજાતિઓ મુખ્ય હતી ?
ખોખર અને ગખ્ખર
નાગા અને અહોમ
ખોખર અને બલોચ
મુંડા અને સંથાલ
મુઘલ બાદશાહ અકબરે કોને મનસબદાર બનાવ્યા હતા ?
કમાલખાં ગખ્ખરને
કમાલખાં ખોખરને
કમાલખાં બલોચને
કમાલમાં મારવારને
મુઘલો પહેલા મુલતાન અને સિંધમાં કઈ જનજાતિઓનું આધિપત્ય હતું ?
નાગા અને ફૂકી
લંઘા અને અરધુન
મુંડા અને સંથાલ
કોરગા અને વેતર
ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં કઈ જનજાતિ સૌથી શક્તિશાળી હતી ?
બલોચ
લંઘા
સંથાલ
ગડ્ડી ગરડીઓ
પશ્ચિમ હિમાલયમાં કઈ જનજાતિ વસ્તી હતી ?
અરધુન
ચેર
ગડ્ડી ગરડીઓ
મુંડા
ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં પ્રભુત્વ ધરાવતી જનજાતિઓ પૈકી કઈ એક જનજાતિનો સમાવેશ થતો નથી ?
નાગા
ફૂકી
મિઝો
સંથાલ
હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં 12 મી સદી સુધી કોનું અધિપત્ય હતું ?
નટ સરદારોનું
ચેર સરદારોનું
મુંડા સરદારોનું
લંઘા સરદારોનું
ભારતના કયા ભાગમાં નાગા , કુકી, મિઝો, અહોમ અને અન્ય જનજાતિઓનું પ્રભુત્વ હતું ?
ઉત્તર પશ્ચિમ ભાગમાં
પશ્ચિમ દક્ષિણ ભાગમાં
પૂર્વ દક્ષિણ ભાગમાં
ઉત્તર પૂર્વ ભાગમાં
ઈ.સ. 1591 માં અકબરના કયા સેનાપતિએ ચેર જનજાતિ પર હુમલો કરી તેને પરાજિત કરી હતી ?
રાજા માનસિંહે
બહેરામખાને
સલીમે
રાજા ભગવાનદાસે
કયા મુઘલ બાદશાહના સમયમાં મુઘલ સેનાએ ચેર જાતિના ઘણા કિલ્લાઓ કબજે કરી તેમના પર પ્રભુત્વ સ્થાપ્યું હતું ?
જહાગીર
ઔરંગઝેબ
અકબર
હુંમાયુ
હાલના બિહાર અને ઝારખંડ વિસ્તારની બે મહત્વની જનજાતિઓ કઈ કઈ હતી ?
કોરાગા અને મારવાર
નાગા અને ફૂકી
ખોખર અને ગખ્ખર
મુંડા અને સંથાલ
કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કઈ જનજાતિઓ રહેતી હતી ?
કોળી અને બેરાદ
કોરાગા અને ભીલ
નાગા અને ફકી
મુંડા અને સંથાલ
પશ્ચિમ અને મધ્ય ભારતની જનજાતિઓમાં સૌથી મહત્વની જનજાતિ કઈ હતી ?
કોળી
સંથાલ
ભીલ
ગખ્ખર
જન જાતિઓનું જીવન મુખ્યત્વે કઈ પ્રવૃત્તિ પર આધારિત હતું ?
પશુપાલન
ખેતી
ચીજવસ્તુઓનું ખરીદ વેચાણ
લોકોનું મનોરંજન
પશ્ચિમ અને મધ્ય ભારતની જનજાતિઓમાં કઈ જાતિ સૌથી અગત્યની હતી ?
મુંડા
સંથાલ
વણજારા
ભીલ
ભારતની જૂની જનજાતિઓ પૈકી કઈ જનજાતિ સૌથી જૂની છે ?
અહોમ
ગોંડ
બેરાદ
સંથાલ
અકબરનામાની નોંધ પ્રમાણે ગઢકટંગાના ગોંડ રાજ્યમાં કુલ કેટલા ગામડા હતા ?
70000
80000
90000
10000
ગોંડ રાજ્યનો દરેક ગઢ કેટલા ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો
12
84
24
32
મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ગઢકટંગાના ગોંડ રાજા અમનદાસે કઈ પદવી ધારણ કરી હતી ?
સંગ્રામસિંહની
વિક્રમશાહની
સજજનશાહની
સંગ્રામશાહની
ઈ.સ. 1565માં કોના નેતૃત્વ હેઠળની મુઘલ સેનાએ દુર્ગાવતીને પરાજીત કરી ?
આસિફખાન
યુસુફખાન
જલાલખાન
દિલેવરખાન
ગઢકટંગા રાજ્યે શાના વેપાર દ્વારા પુષ્કળ ધન મેળવ્યું હતુ ?
દારૂગોળાના
તોપોના
અનાજના
હાથીઓના
કયા લોકો 13 મી સદીમાં હાલના મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા હતા ?
ચેર
અહોમ
મુંડા
ગોંડ
અહોમ લોકો એ કોની જૂની રાજકીય વ્યવસ્થાને બદલીને એક નવા રાજ્યની સ્થાપના કરી ?
ભુઈયાની
સામૈયાની
ગઢકટંગાની
મુલતાનની
17 મી સદીમાં કયા લોકો દારૂ ગોળો અને તોપોનું નિર્માણ કરી શકતા હતા ?
સંથાલ લોકો
ગોંડ લોકો
ખોખર લોકો
અહોમ લોકો
કયુ રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ પર આધારિત હતું ?
ગઢિયા
ગોંડ
અહોમ
મહોમ
અહમ રાજ્યમાં બળજબરીથી કામ કરતા લોકો શું કહેવાતા ?
પાઇક
ગિરમીટિયા
વેઠિયા
બંધિત શ્રમ
અહમ લોકોએ કયા પાકની નવી પદ્ધતિઓ શોધી હતી ?
ચોખાની
ચણાની
ઘઉની
મકાઇની
હોમ રાજ્યના સમાજના કુળને શું કહેવામાં આવતું ?
કુટુંબ
જૂથ
ખેલ
મંડળ
કઈ ઐતિહાસિક કૃતિને પહેલા અહોમ ભાષામાં અને પછી અસમી ભાષામાં લખવામાં આવી હતી ?
આસિકા
આલ્હા
અકબરનામાં
બુરંજી
12 મી સદી સુધીમાં ચેર સરદારોનું આધિપત્ય કયા વિસ્તારમાં હતું ?
ગોવા અને કોંકણમાં
બિહાર અને ઝારખંડમાં
ઉત્તર પ્રદેશમાં
ગુજરાતમાં
