NEW
Font size
WorksheetsGSTD 1101 Gacc Account હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો
Total questions: 22
Worksheet time: 11mins
હિસાબી પદ્ધતિની મર્યાદા કઈ છે?
નફાકારકતા જણાવે છે.
આર્થિક સ્થિતિ જણાવે છે.
કરવેરા આયોજન
નાણાનું સ્થિર મુલ્ય
Section-B
!
!
!
!
ધંધામાં મૂડી કોના દ્વારા આપવામાં આવે છે ?
ધંધામાં મૂડી માલિક દ્વારા આપવામાં આવે છે.
માલિક
!
!
ઘાલખાધ ધંધા માટે શું કહેવાય છે ?
ઘાલખાધ ધંધા માટે નુકશાન છે.
નુકસાન
!
!
સ્થિર નાણાં મૂલ્ય એટલે શું ?
ભૂતકાળમાં ખરીદવામાં આવેલ મિલકત એ જ કિંમતે ભવિષ્યમાં પુનઃસ્થાપના કરી શકાતી હોય, તો તેને સ્થિર નાણાં મૂલ્ય કહે છે.
!
!
!
દ્વિનોંધી નામા (હિસાબી) પદ્ધતિ એટલે શું ?
દ્વિનોંધી નામા(હિસાબી)પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો, જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાણાંના સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢીને તેનાં પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે.
!
!
!
મળેલ વટાવ એ ઊપજ કે ખર્ચ છે ? જણાવો.
મળેલ વટાવ એ ઊપજ છે.
ઉપજ
!
!
Section-C
!
!
!
!
આર્થિક વ્યવહારો સમજાવો.
આર્થિક વ્યવહાર એટલે જેનું નાણાંમાં મૂલ્ય માપી શકાય. ધંધાકીય વ્યવહારો હંમેશાં આર્થિક વ્યવહાર હોય છે. રોકડ વ્યવહાર નાણાં સ્વરૂપે થાય છે. શાખ કે ઉધાર વ્યવહારનાં નાણાં ભવિષ્યમાં મળવાનાં કે ચૂકવવાનાં છે, પરંતુ તેનું નાણાકીય મૂલ્ય વર્તમાન સમયે નક્કી થાય છે. આર્થિક (ધંધાકીય) વ્યવહાર રોકડના માધ્યમથી કે ઉધાર(શાખ)ની શરતે અસ્તિત્વમાં આવે છે.
!
!
!
જવાબદારીના પ્રકારો જણાવો.
જવાબદારીના પ્રકારો સંબંધના આધારે અને સમયના આધારે નીચે મુજબ પાડી શકાય છે: (1) સંબંધના આધારે જવાબદારીના બે પ્રકારો છે : (1) આંતરિક જવાબદારી અને (ii) બાહ્ય જવાબદારી (2) સમયના આધારે જવાબદારીના બે પ્રકારો છે : (1) ચાલુ જવાબદારી અને (ii) બિનચાલુ જવાબદારી
!
!
!
મિલકતના પ્રકારો ચર્ચો.
મિલકતોના પ્રકારો નીચે મુજબ છે : 1. બિનચાલુ મિલકતો (Non-current Assets) : જે મિલકતો એક વર્ષથી વધુ સમયગાળાની હોય તેને બિનચાલુ મિલકતો કહે છે. તેને સ્થિર, કાયમી કે લાંબા ગાળાની મિલકતો પણ કહે છે. તેને બે ભાગમાં વહેંચી શકાય : (1) દશ્ય મિલકતો (Tangible Assets) अने (ii) અદ્રશ્ય મિલકતો (Intangible Assets).
2. ચાલુ મિલકતો (Current Assets) : જે મિલકતોનો સમયગાળો એક વર્ષ કરતાં ઓછા સમયનો હોય તેને ચાલુ મિલકતો કહે છે. સ્ટૉક સિવાયની તમામ ચાલુ મિલકતોને પ્રવાહી મિલકતો કહે છે. 3. અવાસ્તવિક મિલકતો (Fictitious Assets) : જે મિલકતો ભૌતિક સ્વરૂપ ધરાવતી નથી, તેને અવાસ્તવિક મિલકત કહે છે. તેનું ઊપજ મૂલ્ય શૂન્ય હોય છે. અવાસ્તવિક મિલકતોને પ્રસારિત મહેસૂલી ખર્ચા કે મુલતવી રાખેલા મહેસૂલી ખર્ચા તરીકે પણ ઓળખવામાં આવે છે. જે મિલકતોના વેચાણમાંથી નાણાંનું ઉપાર્જન થઈ શકે તેને વાસ્તવિક મિલકતો કહે છે.
!
!
હિસાબી પદ્ધતિ કળા અને વિજ્ઞાન તરીકે સમજાવો.
હિસાબી પદ્ધતિ કળા છે. હિસાબો તૈયાર કરવા માટે હિસાબી પદ્ધતિની મર્યાદામાં રહી હિસાબો તૈયાર કરવા આવડત અને કૌશલ્યની જરૂર છે. વ્યવસ્થિત રીતે લખાયેલ નામું સંચાલકો માટે માર્ગદર્શક છે. હિસાબી પદ્ધતિ વિજ્ઞાન છે. વિજ્ઞાન નિયમો અને સિદ્ધાંતો પર આધારિત હોય છે. હિસાબી પદ્ધતિ પણ ચોક્કસ નિયમો અને સિદ્ધાંતો અનુસાર જ લખાય છે. તેથી નિયમો અને સિદ્ધાંતોને કારણે હિસાબી પદ્ધતિ વિજ્ઞાન પણ છે.
!
!
!
હિસાબી પદ્ધતિ ધંધાની ભાષા છે - સમજાવો.
જે રીતે ભાષા દ્વારા લખી, બોલી, પૃથક્કરણ કરી, અર્થઘટન કરી સમજાવવામાં આવે છે, તે જ રીતે હિસાબી પદ્ધતિ દ્વારા સંબંધિત પક્ષકારોને ધંધાની પ્રવૃત્તિઓ, ધંધાના પરિણામ વિશે જણાવવામાં આવે છે. હિસાબી પદ્ધતિમાં પણ ભાષાની જેમ સમય આધારિત પરિવર્તનનો સમાવેશ થાય છે. તેથી કહી શકાય કે, હિસાબી પદ્ધતિ હિસાબો અંગેની જાણકારી આપી, ભાષાની કામગીરી બજાવે છે.
!
!
!
હિસાબી પદ્ધતિની વ્યાખ્યા જણાવો.
“હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો, જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાણાંના સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢીને તેનાં પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે.”-AICPA "હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે. તેનું કાર્ય, ખાસ કરીને નાણાકીય સ્વરૂપની અને આર્થિક પ્રવૃત્તિઓ વિશે જથ્થાત્મક માહિતી આપવાનું છે કે જેનો હેતુ આર્થિક નિર્ણયોમાં મદદરૂપ થવાનો છે.” ASC
!
!
!
Section-D
!
!
!
!
દેશીનામા પદ્ધતિ અને દ્વિનોંધી નામા પદ્ધતિ સમજાવો.
૧) દેશી નામાપદ્ધતિ ૨) દ્વિનોંધી નામાપદ્ધતિ
!
!
!
હિસાબી પદ્ધતિની પ્રક્રિયા સમજાવો.
1. વાઉચર, 2. વ્યવહારની ઓળખ, 3. આમનોંધ ( પેટાનોંધ ) 4. ખાતાવહી ( ખતવણી ) 5. કાચું સરવૈયું 6. વાર્ષિક હિસાબો
!
!
!
હિસાબી પદ્ધતિનાં લક્ષણો ચર્ચો.
1. નાણાકીય લક્ષણ 2. નાણું ફેરબદલીના માધ્યમ તરીકે 3. વ્યવહારોનું વર્ગીકરણ અને વિશ્લેષણ 4. વ્યવહારોનું અર્થઘટન 5. જથ્થાત્મક માહિતી 6. આર્થિક નિર્ણયો 7. ઐતિહાસિક માહિતી
!
!
!
હિસાબી પદ્ધતિના ફાયદાઓ જણાવો.
(1) હિસાબી માહિતીની ઉપલબ્ધતા (2) નફાકારકતા જાણવા (3) આર્થિક સ્થિતિ જાણવા (4) કરવેરા આયોજન (5) ધંધાનું મૂલ્યાંકન (6) નિર્ણય ઘડતર (7) પુરાવા તરીકે (8) ભૂતકાળની કામગીરી સાથે તુલના ( 9 ) નૈતિક અંકુશ ( 10 ) સુધારાત્મક પગલાં
!
!
!
હિસાબી પદ્ધતિની મર્યાદાઓ કઈ કઈ છે ?
1. બિનનાણાકીય વ્યવહારો. 2. નાણાનું સ્થિર મૂલ્ય 3. ઐતિહાસિક વ્યવહારો-બનાવો, 4. બજારકિંમતની અવગણના 5. અંદાજોનો ઉપયોગ 6. બેવડા ધોરણો
!
!
!
હિસાબી પદ્ધતિના ઉપયોગકર્તાઓ કોણ છે ?
(1) સંચાલકો ( 2 ) શેરહોલ્ડર્સ (3) સંભવિત શેરહોલ્ડર્સ (4) લેણદારો (5) કર્મચારીઓ (6) ગ્રાહકો (7) સરકાર (8) વેરા અધિકારીઓ (9) વિદેશી ઉદ્યોગો સાહસિકો (10) નિયમનકારી સંસ્થાઓ (11) વ્યવસાયી સંસ્થાઓ (12) સંશોધકો અને વિશ્લેષકો
!
!
!
હિસાબી પદ્ધતિનાં ગુણાત્મક લક્ષણો સમજાવો.
(1) વિશ્વાસપાત્રતા ( 2 ) સુસંગતપણું (3) સમજક્ષમતા (4) તુલનાત્મકતા
!
!
!
