wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

1 થી 30 ઘડિયા ક્વિઝ

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

સંખ્યા 96 માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

a)

12 અને 8 નો ગુણાકાર

b)

16 અને 6 નો ગુણાકાર

c)

24 અને 4 નો ગુણાકાર

d)

16 અને 8 નો ગુણાકાર

2.

અમારી શાળામાં આજે સાત વિદ્યાર્થીઓ હાજર છે દરેક વિદ્યાર્થીને 27 રૂપિયા આપવામાં આવે તો કુલ કેટલા રૂપિયાની જરૂર પડશે ?

a)

179

b)

199

c)

189

d)

176

3.

મારી શાળાથી મારા ઘરનું 14 કિલોમીટર છે. તો અઠવાડિયામાં શાળાએથી ઘરે અને ઘરેથી શાળાએ જતા કુલ કેટલા કિલોમીટર અંતર કાપવું પડે ?

a)

216

b)

98

c)

196

d)

224

4.

એક ટુર્નામેન્ટમાં વિરાટ કોહલી કુલ સાત મેચ રમે છે અને સરેરાશ 24 રન કરે છે. તો વિરાટ કોહલીએ આ ટુર્નામેન્ટમાં કુલ કેટલા રન કર્યા હશે ?

a)

96

b)

166

c)

168

d)

176

5.

અડધી મિનિટમાં સેકન્ડ કાંટાને સ્થાન બદલવાની સંખ્યા અને સાત નો ગુણાકાર કેટલો થાય ?

a)

420

b)

210

c)

105

d)

42

6.

કોઈ એક સંખ્યા ના સાત ગણા 147 થાય તો તે સંખ્યા કઈ હશે ?

a)

19

b)

21

c)

23

d)

26

7.

નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી.

24×6 , 12×12, 18×6, 16×9

a)

24×6

b)

12×12

c)

18×6

d)

16×9

8.

હું બે અવિભાજ્ય સંખ્યા નો ગુણાકાર છું તો મને ઓળખો.

a)

96

b)

189

c)

119

d)

234

9.

ગુરુકોણ માટે શું યોગ્ય નથી ?

a)

24 x 4

b)

27 x 6

c)

15 x 6

d)

17 x 7

10.

કોઈ એક સંખ્યા અને સંખ્યાની પાસેની સંખ્યાના ચોથા ભાગનો ગુણાકાર 150 થાય તો કોઈ એક સંખ્યા અને તેનો ચોથો ભાગ કયો ?

a)

15 ,10

b)

30 ,5

c)

24, 5

d)

25,6

11.

ગુજરાતના કુલ જિલ્લામાંથી મોરબી જિલ્લાના તાલુકા બાદ કરી તેનો 9 સાથેનો ગુણાકાર કેટલો થાય ?

a)

235

b)

243

c)

252

d)

261

12.

વર્ષ 2023 માં મોરબી જિલ્લાનો સરેરાશ વરસાદ 207 મીમી છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો.

a)

24 x 9

b)

23 x 9

c)

19 x 9

d)

27 x 7

13.

1 થી 5 સંખ્યા નો ગુણાકાર કેટલો થાય ?

a)

240

b)

120

c)

24

d)

100

14.

હું ચોરસ છું. મારી પરિમિતિ 76 છે. તો મારી બાજુનો 7 સાથેનો ગુણાકાર કેટલો થાય ?

a)

154

b)

91

c)

133

d)

187

15.

જાગૃતીબેન અડધો ડઝન પેંડાના 29 બોક્સ ભરે છે તો તેને કેટલા પેંડાની જરૂર પડશે ?

a)

348

b)

290

c)

174

d)

ઉપરોક્ત માંથી એક પણ નહીં

16.

મારા ઘરે દરરોજ ન્યુઝ પેપર આવે છે. એક ન્યુઝ પેપર ની કિંમત 9 રૂપિયા છે . તો આ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં મારે કેટલા રૂપિયા ચૂકવવા પડશે ?

a)

270

b)

261

c)

252

d)

એક પણ રૂપિયો ચૂકવવો પડે નહીં.

17.

રાધિકા અઠવાડિયાના દિવસને સાત વડે ગુણે છે. રસમિતા પખવાડિયાના દિવસને સાત વડે ગુણે છે. તો બંનેના દિવસોનો તફાવત કેટલો આવશે ?

a)

49

b)

105

c)

66

d)

56

18.

23 x 9 , 25 x 8, 27 x 4 , 28 x 6

માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

a)

23 x 9 એ 25 x 8 કરતા મોટા છે

b)

25 x 8 એ 27 x 4 કરતા નાના છે

c)

27 x 4 અને 28 x 6 બંને સરખા છે

d)

27 x 4 કરતા 25 x 8 મોટા છે

19.

રિદ્ધિ પાસે અમુક રકમ છે. તે તેના કેટલા ગણા કરશે તો જવાબ 171 આવશે.

a)

અમુક રકમના સાત ગણા.

b)

અમુક રકમના 10 ગણા

c)

અમુક રકમના નવ ગણા

d)

અમુક રકમના ચાર ગણા

20.

ધોરણ એક થી સાત માં આજે સરેરાશ 26 બાળકો હાજર છે. તો આજે શાળામાં કુલ કેટલા બાળકો હાજર હશે ?

a)

26

b)

260

c)

182

d)

43

21.

23 x 7 , 19 x 9 , 16 x 9 , 26 x 5 ને ઉતરતા ક્રમમાં દર્શાવો.

a)

23 x 7 , 16 x 9 , 26 x 5 ,19 x 9

b)

23 x 7 , 19 x 9 , 26 x 5 , 16 x 9

c)

23 x 7 , 19 x 9 , 16 x 9 , 26 x 5

d)

19 x 9 , 23 x 7 , 16 x 9 , 26 x 5

22.

12 x 4 = 48. તો 24 x 8 = ?

a)

96

b)

32

c)

196

d)

192

23.

શાળાની પરેડમાં હરોળની સંખ્યા 23 છે. અને સ્તંભની સંખ્યા છ છે. તો કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ?

a)

138

b)

29

c)

144

d)

148

24.

બ્રેડના એક પેકેટમાં 18 બ્રેડ આવે છે. તો આવા 8 પેકેટમાં કેટલી બ્રેડ હશે ?

a)

180

b)

144

c)

26

d)

132

25.

12 x 10 , 6 x 20 , 30 x 4 , 15 x 8 , 23 x 5

અયોગ્ય વિકલ્પ શોધો.

a)

12 x 10 , 6 x 20

b)

30 x 4

c)

23 x 5

d)

15 x 8