NEW
Font size
WorksheetsISTD 1207 IBA BA અંકુશ
Total questions: 22
Worksheet time: 11mins
Section - B
!
!
!
!
આયોજનને સંચાલનના કયા કાર્ય સાથે ગાઢ સંબંધ છે ?
આયોજનને સંચાલનના અંકુશ કાર્ય સાથે ગાઢ સંબંધ છે.
!
!
!
અંકુશનું કાર્ય સંચાલનની કઈ સપાટીએ થાય છે ?
અંકુશનું કાર્ય સંચાલનની દરેક સપાટીએ થાય છે.
!
!
!
સંચાલનનાં બધાં જ કાર્યો કયા કાર્ય પહેલાં કરવામાં આવે તે આવશ્યક અને જરૂરી છે ?
સંચાલનનાં બધાં જ કાર્યો અંકુશના કાર્ય પહેલાં કરવામાં આવે તે આવશ્યક અને જરૂરી છે.
!
!
!
કામગીરીનું માપન શા માટે જરૂરી છે ?
પૂર્વનિર્ધારિત ધોરણો પ્રમાણે જ કામ થાય છે કે નહી તે જાણવા માટે થયેલા કાર્યોનું માપન જરૂરી છે.
!
!
!
વિચલન એટલે શું ?
ધંધાકીય એકમમાં થયેલી કામગીરી કે કાર્યોની માહિતીને નક્કી કરેલ ધોરણો સાથે સરખાવવામાં આવે છે. આ બંને વચ્ચેનો તફાવતએ વિચલન કહેવાય છે.
!
!
!
ધંધાના અસ્તિત્વને જોખમમાં મૂકતાં બાહ્ય પરિબળો કયાં છે ?
બાહ્ય પરિબળો જેવા કે કાચામાલની અછત, ફેશનમાં પરિવર્તન, લોકોની અભિરુચિ, તેજી-મંદી, હરીફાઈ, સરકારની નીતિ વગેરે બાહ્ય પરિબળો ધંધાના અસ્તિત્વને જોખમમાં મુકે છે.
!
!
!
Section - C
!
!
!
!
અંકુશનો અર્થ આપો.
અંકુશ એટલે એકમમાં કયાં કાર્યો થઈ રહ્યાં છે તે નક્કી કરવું, થઈ રહેલાં કાર્યોનુ મૂલ્યાંકન કરવું અને જો જરૂર લાગે તો સુધારાલક્ષી પગલાં લેવાં કે જેથી યોજના મુજબ કાર્ય થાય. પીટર એફ. ડ્રકરના જણાવ્યા મુજબ, 'અંકુશ એટલે પ્રયત્ન અને પરિણામ, સાધન અને ઉદેશ વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય.’
!
!
!
અંકુશ એ સતત પ્રક્રિયા છે. - સમજાવો. ( 2025 )
એકમની પ્રવૃત્તિઓ ઊપર એકવાર અંકુશ રાખ્યા પછી કાયમ માટે બધું આયોજન પ્રમાણે થશે તેવું માનવું ભૂલ ભરેલું છે. વાસ્તવમાં દરેક કર્મચારીઓની પ્રવૃત્તિઓ ઉપર સતત દેખરેખ રાખીને તેનાં વિચલનો દૂર કરવા પ્રયત્નશીલ રહેવું પડે છે. ગુણવત્તા જાળવણી અંકુશ અને ખર્ચ ઉપર અંકુશ જેવી મહત્ત્વની સતત પ્રવૃત્તિઓ છે.
!
!
!
અંકુશ કઈ રીતે આંતરિક પ્રક્રિયા ગણાય ? ( 2023 )
એકમની વિવિધ પ્રક્રિયાઓ જેવી કે ઉત્પાદન, વેચાણ, ખરીદી, નાણાકીય બાબતો, નાણાં, હિસાબ તથા કર્મચારીઓની કાર્ય પદ્ધતિ સાથે અંકુશની પદ્ધતિ વણી લેવામાં આવે છે. જેના કારણે આ કાર્યો ઉપર અંકુશ રાખી શકાય છે. જ્યારે બાહ્ય પ્રક્રિયાઓ જેવી કે સરકારની નીતિમાં ફેરફાર, તેજી મંદીની પરિસ્થિતિ, લોકોના મનોવલણોમાં ફેરફાર ઉપર અંકુશ રાખી શકાતો નથી. તેથી જ કહી શકાય કે અંકુશ એ આંતરિક પ્રવૃત્તિ છે.
!
!
!
અંકુશ એ ગતિશીલ પ્રક્રિયા છે. - કેવી રીતે ? ( 2022 )
અંકુશનું કાર્ય આયોજન સાથે સંકળાયેલું હોય છે. આયોજન અને અંદાજ ઉપર આધારિત સૂચિત બૌદ્ધિક પ્રક્રિયા છે. જુદાં જુદાં પરિબળોના અંદાજો બદલાય તે મુજબ આયોજનના લક્ષ્યાંકોમાં ફેરફાર થાય અને તે મુજબ અંકુશ પ્રક્રિયામાં પણ ઝડપી પરિવર્તન કરવામાં આવે છે.
!
!
!
આયોજન અંકુશનો જન્મદાતા છે. - સમજાવો. ( 2024 )
આયોજનમાં નક્કી થયેલી પ્રવૃત્તિઓ ઉપર અંકુશ રાખવાનો હોય છે. તેથી આયોજન વગર અંકુશનું કાર્ય અસ્તિત્વમાં આવી શકે નહીં. આ હકીકતને ધ્યાનમાં રાખીને આયોજનને અંકુશના જન્મદાતા તરીકે ઓળખવામાં આવે છે.
!
!
!
Section - D
!
!
!
!
આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ જણાવો.
!
!
!
!
“આયોજન અને અંકુશ એક જ સિક્કાની બે બાજુઓ છે.' – સમજાવો. ( 2022, 2023, 2025 )
!
!
!
!
'અંકુશ એ નકારાત્મક કાર્ય નથી.' - વિધાનની યથાર્થતા ચકાસો.
!
!
!
!
અંકુશ એ સંચાલનનું છેવટનું કાર્ય છે ? શા માટે ?
!
!
!
!
Section - E
!
!
!
!
અંકુશનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો. ( 2024 )
1) આયોજન સાથે સંબંધ 2) દરેક સપાટીએ થતું કાર્ય 3) સતત પ્રક્રિયા 4) સંચાલનનું છેવટનું કાર્ય 5) ભવિષ્ય સાથે સંબંધ 6) રચનાત્મક પ્રવૃત્તિ 7) આંતરિક પ્રક્રિયા 8) ગતિશીલ પ્રક્રિયા 9) વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ 10) અંકુશ વૈધિક કે અવૈધિક હોઈ શકે.
!
!
!
અંકુશનું મહત્ત્વ સમજાવો.
1) ધ્યેય સિદ્ધિમાં મદદરૂપ 2) પ્રવૃત્તિઓ ઉપર અંકુશ 3) આયોજન અસરકારક બને છે 4) પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન 5) કાર્યનું મૂલ્યાંકન 6) વિચલનો દૂર કરે છે 7) સત્તા સોંપણી માટે જરૂરી 8) ભૂલોની શોધ 9) લાંબા ગાળાનું આયોજન 10) દોરવણીમાં મદદરૂપ કાર્યક્ષમતાનું બેરોમીટર
!
!
!
અંકુશ પ્રક્રિયાના વિવિધ તબક્કાઓની વિગતવાર સમજૂતી આપો. ( 2024 )
1) ધોરણોની સ્થાપના 2) માહિતી સંપાદન 3) કામગીરીનું માપન 4) થયેલી કામગીરી સ્થાપિત ધોરણો સાથે સરખામણી 5) સુધારાલક્ષી પગલા
!
!
!
