WorksheetsNMMS SAT SCIENCE (3,4,5)
Total questions: 30
Worksheet time: 30mins
સૂર્યની ગરમી આપના સુધી ઉષ્માના પ્રસરણની કઈ રીતથી પહોંચે છે?
ઉષ્માવહન
ઉષ્માનયન
ઉષ્મા વિકિરણ
તમામ
પદાર્થના ગરમપણા કે ઠંડાપણાની માત્રાને શું કહે છે?
ઉષ્મા
તાપમાન
ગરમી
ઠંડી
નીચેનામાંથી કયો પદાર્થ ઉષ્માવહનની રીત થી ગરમ થાય છે?
પાણી
હવા
લાકડું
સ્ટીલ
ક્યાં રંગની સપાટી ઉષ્મીય વિકિરણનું સૌથી ઓછું શોષણ કરે છે?
કાળો
સફેદ
પીળો
લાલ
તપેલીમાં દૂધ ઉષ્મા પ્રસરણની કઈ રીતે ગરમ થાય છે?
ઉષ્માવહન
ઉષ્માનયન
ઉષ્માવિકિરણ
એકપણ નહી
એક ધાતુનો ગોળો અને એક લાકડાનો ગોળો, બંને સમાન કદના અને સમાન તાપમાને છે. જો બંનેને સ્પર્શ કરવામાં આવે તો કયો ગોળો વધુ ઠંડો લાગશે?
ધાતુનો ગોળો
લાકડાની ગોળો
બંને સમાન ઠંડા લાગશે
કંઈ કહી શકાય નહીં
ઉષ્માના સૌથી સારા વાહક કયા છે?
લાકડું અને પ્લાસ્ટિક
ધાતુઓ
કાચ અને રબર
હવા અને પાણી
ઉનાળામાં ઘરના છાપરા પર પાણી છાંટવાથી ઘર ઠંડુ રહે છે, કારણ કે
પાણી ઉષ્માનું શોષણ કરે છે.
પાણી ઉષ્માનું ઉત્સર્જન કરે છે.
પાણી ઉષ્માનું વાહક છે.
પાણીનું બાષ્પીભવન થાય છે.
થર્મોસ ફ્લાસ્કમાં ગરમ પાણી લાંબા સમય સુધી ગરમ રહે છે, કારણ કે
તેમાં કાચ હોય છે.
તેમાં વેક્યુમ હોય છે.
તેમાં ધાતુ હોય છે.
તેમાં પ્લાસ્ટિક હોય છે.
જ્યારે આપણે ગરમ પાણીમાં હાથ નાખીએ છીએ ત્યારે આપણને ગરમી લાગે છે. આનું કારણ શું છે?
પાણીમાંથી ઉષ્મા આપણા હાથમાં જાય છે.
આપણા હાથમાંથી ઉષ્મા પાણીમાં જાય છે.
પાણી અને હાથ વચ્ચે કોઈ ઉષ્માનું આદાન-પ્રદાન થતું નથી.
કોઈ નહીં.
એક ખેડૂત તેની જમીનમાં ખાતર ઉમેરે છે. આ ખાતર જમીનની કઈ લાક્ષણિકતાને બદલી શકે છે?
રંગ
ગંધ
pH
આકાર
મધમાખી કરડે ત્યારે આપણે થોડું બેકિંગ સોડા પાણીમાં ભેળવીને કરડેલા ભાગ પર લગાવીએ છીએ. આનું કારણ શું છે?
બેકિંગ સોડા મધમાખીના ઝેરને તટસ્થ કરે છે.
બેકિંગ સોડા કરડેલા ભાગને ઠંડો પાડે છે.
બેકિંગ સોડામાં દુખાવો ઓછો કરવાનું ગુણધર્મ હોય છે.
એકપણ નહી
એસિડ અને બેઇઝ એકબીજાને તટસ્થ કરે છે. આ પ્રક્રિયાને શું કહેવાય છે?
તટસ્થીકરણ
વિયોજન
સંયોજન
ઉપયોજન
કોઈ પદાર્થની pH 7 કરતાં ઓછી હોય તો તે પદાર્થ કયો હશે?
એસીડ
બેઇઝ
ક્ષાર
તટસ્થ
લિટમસ પેપર એસિડ અને બેઝને ઓળખવા માટે વપરાય છે. જો લિટમસ પેપરને લાલ રંગમાં ફેરવે તો તેનો અર્થ શું થાય?
દ્રાવણ એસિડિક છે.
દ્રાવણ બેઝિક છે.
દ્રાવણ ન્યુટ્રલ છે.
કંઈ કહી શકાય નહીં.
આપણે પેટમાં અપચો થાય ત્યારે એન્ટાસિડ લઈએ છીએ. આનું કારણ શું છે?
એન્ટાસિડ એક એસિડ છે.
એન્ટાસિડ એક બેઈઝ છે.
એન્ટાસિડ પાણીમાં ઓગળતું નથી.
તમામ
જ્યારે એસિડ અને બેઇઝ એકબીજા સાથે પ્રક્રિયા કરે છે ત્યારે શું બને છે?
ફક્ત ક્ષાર
ફક્ત પાણી
ક્ષાર અને પાણી
કોઈ પ્રક્રિયા થતી નથી
આપણા પેટમાં હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે. તેનું શું કામ છે?
ભોજનને પચાવવામાં મદદ કરે છે.
શરીરનું તાપમાન જાળવી રાખે છે.
શરીરને રોગોથી બચાવે છે.
પેટની સાફ સફાઈ કરે છે.
એક વિદ્યાર્થીએ દૂધમાં થોડો વિનેગર ઉમેર્યો. થોડા સમય પછી દૂધ ફાટી ગયું. આનું કારણ શું છે?
દૂધ એક એસિડ છે અને વિનેગર એક બેઈઝ છે.
દૂધમાં પ્રોટીન હોય છે જે વિનેગરના એસિડ સાથે પ્રક્રિયા કરીને ફાટી જાય છે.
દૂધમાં ચરબી હોય છે જે વિનેગર સાથે પ્રક્રિયા કરીને ફાટી જાય છે.
દુધમાંથી પાણી અલગ થઈ જાય છે.
એક વિદ્યાર્થીએ એક કપમાં પાણી લીધું અને તેમાં થોડો બેકિંગ સોડા ઉમેર્યો. પછી તેણે એક લાલ લિટમસ પેપરને પાણીમાં ડુબાડ્યું. લિટમસ પેપરનો રંગ કેવો થશે?
લાલ રહેશે
વાદળી થશે
પીળો થશે
કાળો થશે
નીચેનામાંથી કયો ફેરફાર ભૌતિક અને રાસાયણિક બંને પ્રકારનો હોઈ શકે છે?
કાગળનું બળવું
પાણીનું બાષ્પીભવન
લોખંડનું કાટ લાગવું
દૂધમાંથી દહીં બનવું
એક ગ્લાસમાં પાણી અને તેલ મિક્સ કરવામાં આવે છે. થોડા સમય પછી તેલ પાણીની ઉપર તરતું જોવા મળે છે. આ કયો પ્રકારનો ફેરફાર છે?
ભૌતિક ફેરફાર
રાસાયણિક ફેરફાર
ભૌતિક અને રાસાયણિક બંને
એકપણ નહી
નીચેનામાંથી કયું રાસાયણિક ફેરફારનું ઉદાહરણ છે?
કાગળનું કાપવું
પાણીનું બરફમાં ફેરવાવું
લોખંડની કિલકીને વાંકી કરવી
દૂધ ખાટું થવું
નીચેનામાંથી કયું ફેરફારનું ઉદાહરણ છે જેમાં નવો પદાર્થ બને છે પરંતુ તેને ફરીથી પાછો મૂળ પદાર્થમાં ફેરવી શકાય છે?
કાગળને બાળવું
પાણીને બરફમાં ફેરવવું
દૂધ ખાટું થવું
લોખંડને કાટ લાગવો
કયો ફેરફાર હંમેશા નવો પદાર્થ બનાવે છે?
ભૌતિક ફેરફાર
રાસાયણિક ફેરફાર
બંને
કોઈ નહીં
પદાર્થના ભૌતિક ગુણધર્મો જેવા કે આકાર, માપ અને રંગમાં ફેરફાર થાય તેને શું કહે છે?
રસાયણિક ફેરફાર
ભૌતિક ફેરફાર
રાસાયણિક અને ભૌતિક બંને
એકપણ નહી
મેગ્નેશિયમની પટ્ટીને મીણબત્તીની જ્યોત પર સળગાવતાં તે કેવી જ્યોત સાથે સળગે છે?
લાલ રંગની જ્યોત
લીલા રંગની આછી જ્યોત
સફેદ રંગની તિવ્ર જ્યોત
કાળા રંગની ઘાટી જ્યોત
લોખંડ સાથેની પ્રક્રિયા બાદ કોપર સલ્ફેટના રંગમાં શું ફેરફાર થાય છે?
લીલા રંગનું દ્રાવણ બને
ગુલાબી રંગનું દ્રાવણ બને
કોઈપણ પ્રક્રિયા થતી નથી.
દ્રાવણનો રંગ રંગવિહીન થાય છે.
લોખંડને કાટ લાગવાથી બચાવવા માટે કઈ ધાતુ ઉમેરી ગેલ્વેનાઇઝની પ્રક્રિયા કરવામાં આવે છે?
ક્રોમિયમ અથવા ઝીંક
કોપર સલ્ફેટ
મરકયુરી
મેંગેનીઝ
મેગ્નેશિયમ ધાતુ ઓક્સિજન સાથે મળીને શું બનાવે છે?
MgSO₄
Mg(OH)₂
MgCO₃
MgO
