wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

District Manager Test

Total questions: 15

Worksheet time: 31mins

Name
Class
Date
1.

કલમ 134 હેઠળ બાકીદારોને બાકી લેણાની લેખિત નોટિસ આપી કેટલા સમયમાં બાકી રકમ ભરી જવા માટે જણાવવું જોઈએ?

a)

90 દિવસ

b)

ત્રણ મહિના

c)

છ મહિના

d)

રવિ કે ખરીફ પાક લેવાય ત્યારે

2.

કલમ 134 હેઠળ સેલ્સ ઓફિસર કયા પ્રકારની મિલકતનું વેચાણ કરી શકે?

a)

ગીરો દસ્તાવેજથી ગીરોમાં લીધેલી સ્થાવર  મિલકતનું

b)

થાલમાં લીધેલી મિલકતનું

c)

બાકીદાર ની કોઈ પણ મિલકતનું

d)

ફક્ત એ અને બીમાં દર્શાવેલી મિલકતોનું જ

3.

કલમ 134 હેઠળ બાકીદારોને નોટિસ આપ્યા પછી ત્રણ માસ પૂરા થતા આગળની કાર્યવાહી ક્યારે મોકુફ રાખી શકાય?

a)

બાકીદાર લેખિતમાં રજૂઆત કરેં કે તે પૈસા ભરવા માટે તૈયાર છે

b)

બાકીદાર નોટિસમાં જણાવ્યા મુજબની રકમ પૂરેપૂરી આપી જાય તો

c)

બાકીદારના જામીન રકમ ભરવા માટે તૈયાર હોય તો

d)

બાકીદાર 50% રકમ ભરી દે છે તો

4.

નિયમ મુજબ હરાજીનું જાહેરનામું કોની સહીથી કરવું જરૂરી છે?

a)

જિલ્લા મેનેજર

b)

બેંકના ચેરમેન

c)

સેલ્સ ઓફિસર

d)

ઉપરનામાંથી કોઈ પણ એક

5.

હરાજીના જાહેરનામાની પ્રસિદ્ધિ જાહેરનામાની તારીખથી ઓછામાં ઓછા કેટલા દિવસમાં થવી જોઈએ?

a)

ઓછામાં ઓછા સાત દિવસમાં

b)

ઓછામાં ઓછા 30 દિવસ માં

c)

ઓછામાં ઓછા 10 દિવસ માં

d)

જાહેરનામાની તારીખથી બીજાજ દિવસે

6.

હરાજીના જાહેરનામાની પ્રસિદ્ધિ કેવી રીતે થવી જોઈએ?

a)

જિલ્લાના સહકારી ખાતાના મુખ્ય અધિકારીની કચેરી માં

b)

તાલુકા કચેરીમાં તથા જે તે ગામ ની પંચાયત કચેરીમાં

c)

જે તે ગામમાં ત્રણ વખત ઢોલ પીટાવીને

d)

ઉપરની બધી જ રીતે

7.

મિલકતની હરાજીમાં ખરીદનારએ માંગણીની રકમના કેટલા ટકા જેટલી રકમ સેલ્સ ઓફિસર પાસે વેચાણ રાખતી વખતે ડિપોઝિટ કરવી જોઇએ?

a)

માગણી ની રકમ ના 15% જેટલી રકમ

b)

માગણી ની રકમ ના 30% જેટલી રકમ

c)

માંગણીની રકમના 25% જેટલી રકમ

d)

માગણી ની રકમના 85% જેટલી રકમ

8.

મિલકતની હરાજીમાં વેચાણ લેનાર સ્ટેમ્પની રકમ ભરવા માટે સેલ્સ ઓફિસર ને વિનંતી કરે તો સેલ્સ ઓફિસર વધુમાં વધુ કેટલી મુદત આપી શકે?

a)

સેલ્સ ઓફિસરને આ બાબતે કોઈ સત્તા નથી

b)

સેલ્સ ઓફિસર પોતાની મુનસફી મુજબ વેચાણ તારીખ થી કુલ 30 દિવસની મુદત આપી શકે

c)

નિયમ 69 મુજબ સેલ્સ ઓફિસર સ્ટેમ્પની રકમ ભરવા માટે વધુમાં વધુ 10 દિવસની મુદત આપી શકે

d)

સેલ્સ ઓફિસરને આ બાબતે યોગ્ય લાગે તેટલા દિવસની મુદત આપી શકેસેલ્સ ઓફિસરને આ બાબતે યોગ્ય લાગે તેટલા દિવસની મુદત આપી શકે

9.

મિલકતની હરાજી દરમિયાન સૌથી વધુ બોલી બોલનાર વ્યક્તિ હરાજી સમય માગણી ની રકમના 15% જેટલી રકમ ડિપોજિટ ન કરાવે તો સેલ્સ ઓફિસર શું પગલાં લેશે?

a)

મિલકતની ફરીથી હરાજી કરાવાશે

b)

સૌથી વધુ બોલી બોલનાર વ્યક્તિ ને 15% જેટલી રકમ આપવા માટે સાત દિવસનો સમય આપશે.

c)

સૌથી વધુ બોલી બોલનાર વ્યક્તિ 15% જેટલી રકમ જમા ન કરાવી શકે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરશે

d)

મિલકતને ફરીથી હરાજી કરાવવાનું સદંતર બંધ રાખશે

10.

મિલકતની હરાજી દરમિયાન સૌથી વધુ બોલી બોલનાર વ્યક્તિ 85% રકમ 30 દિવસના સમયમાં ભરપાઈ કરવા માટે નિષ્ફળ જાય છે તો સેલ્સ ઓફિસર શું કાર્યવાહી કરશે?

a)

મિલકત ખરીદનારે ભરેલી 15 ટકાની રકમ તેને પરત કરી ફરીથી હરાજી કરશે

b)

મિલકત ખરીદનારે ભરેલી 15 ટકાની પુરેપુરી રકમ જપ્ત કરશે/ખાલસા કરશે

c)

મિલકત ખરીદનારે ભરેલી 15 ટકાની રકમ માંથી વેચાણને લગતું બધું ખર્ચ બાદ કર્યા બાદ વધતી રકમ ખાલસા કરશે

d)

સૌથી વધુ બોલી બોલનાર વ્યક્તિ 85% જેટલી રકમ જમા ન કરાવી શકે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરશે

11.

હરાજીના જાહેરનામા ની પ્રસિદ્ધિ માટે ઢોલ પીટવાની કાર્યવાહી કરવામાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?

a)

જે ગમે હરાજીની તારીખ પહેલાના ઉપરા ઉપરી બે દિવસ ઢોલ પીટવાની કાર્યવાહી કરવી

b)

હરાજીના દિવસે ઢોલ પીટવાની કાર્યવાહી કરવી

c)

ઢોલ પીટવાની કાર્યવાહી નું રોજ કામ કરવું

d)

ઉપરની બધીજ બાબતો

12.

મિલકતના વેચાણથી ઉપજેલી રકમ વેચાણ રજીસ્ટાર શ્રી કાયમ કરેં ત્યારબાદ તે રકમનું અથવા તે ઉપજને વ્યવસ્થા નીચે મુજબ કરવામાં આવે છે

1) જો કોઈ રકમ વધે તો આસામીને પરત કરવામાં આવે
2) લેણી નીકળતી વ્યાજની રકમ વસૂલ કરવામાં આવે
3) જે ખર્ચ થયો હોય તે વસુલ કરવામાં આવે
4) છે કોઈ રકમ વધે તે મુદ્દલ પેટે જમા લેવી

આ ઘટનાઓને ક્રમાનુસાર ગોઠવો

a)

3, 2, 4, 1

b)

1,2,3,4

c)

2,4,3,1

d)

2,4,1,3,

13.

SO Form No 3 નો ઉપયોગ ક્યારે કરશો?

a)

સ્થાવર મિલકતનું પંચનામું અપસેટ પ્રાઇસ નક્કી કરવા માટે

b)

જંગમ મિલકતનું પંચનામું

c)

હરાજીના પ્રોસીડીંગ્સ માટે

d)

વેચાણ સર્ટિફિકેટ આપવા માટે

14.

SO Form No 7 મિલકતના વેચાણ અંગેનો રિપોર્ટ છે. આ રિપોર્ટ કોને સંબોધીને કરવામાં આવે છે?

a)

જિલ્લા રજીસ્ટ્રારશ્રી

b)

મૅનેજિંગ ડિરેક્ટર ખેતી બેંક

c)

જિલ્લા મેનેજર ખેતી બેંક

d)

રજીસ્ટ્રારશ્રી ગુજરાત રાજ્ય

15.

SO Form No.8 નો ઉપયોગ ક્યારે થાય છે?

a)

મિલકતને વેચાણ કરવા માટે

b)

હરાજીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવા માટે

c)

બાકીદારોને નોટિસ આપવા માટે

d)

વેચાણ પછી બેંકની હેડ ઓફિસને જાણ કરવા માટે