Worksheets8 Science 7.કિશોર અવસ્થા તરફ
Total questions: 50
Worksheet time: 25mins
મનુષ્યસહિત ઘણા બધા પ્રાણીઓ નિશ્ચિત વયે પહોંચ્યા પછી જ કઈ ક્રિયા કરી શકે છે?
પાચન
ઉત્સર્જન
શ્વસન
પ્રજનન
કઈ વયજૂથનો ગાળો તરુણ અવધિનો છે?
4 થી 8 વર્ષ
9 થી 15 વર્ષ
11 થી 18 કે 19 વર્ષ
21 થી 28 વર્ષ
તરુણાવસ્થાનો પ્રારંભ લગભગ કેટલા વર્ષની ઉંમરથી થાય છે?
11
15
18
19
છોકરીઓમાં તરુણાવસ્થા છોકરાઓની સાપેક્ષે કેટલા વર્ષ પહેલાં જ પ્રારંભ થઇ જાય છે?
1 કે 2
2 કે 3
3 કે 4
4 કે 5
શરૂઆતમાં છોકરીઓ છોકરાઓની સરખામણીમાં _____ ઝડપથી વૃધ્ધિ પામે છે.
વધારે
ઓછી
સમાન
માણસ પોતાની મહત્તમ ઊંચાઈ કયા વર્ષ સુધીમાં પ્રાપ્ત કરે છે?
11
18
19
21
કઈ અવસ્થા દરમિયાન મનુષ્યના શરીરમાં અનેક બદલાવ આવે છે?
બાલ્યાવસ્થા
યૌવના વસ્થા
તરુણાવસ્થા
વૃધ્ધાવસ્થા
યૌવનારંભમાં છોકરાઓમાં જોઈ શકાય તેવો ફેરફાર કેવો છે?
સ્વરપેટીમાં વૃધ્ધિની શરૂઆત
ઊંચાઈમાં વધારો
પ્રસ્વેદ ગ્રંથિઓની ક્રિયાશીલતામાં વધારો
આપેલ તમામ
છોકરાઓમાં કંઠમણી વાસ્તવમાં શું છે?
સ્વરપેટી
શ્વાસનળી
થાઇરોઇડ ગ્રંથી
અન્ન નળી
ગળામાં ઉપસી આવેલા ભાગ ને શું કહે છે?
સ્વરપેટી
કંઠમણી
કંઠ સ્થાન
આઆપેલ તમામ
Adam's apple તરીકે ઓળખાતો ભાગ કયો છે?
અંડપિંડ
શિશ્ન
સ્વર પેટી
સ્તન ગ્રંથી
સ્વરપેટીના સ્નાયુઓમાં અનિયંત્રિત વૃદ્ધિથી અવાજમાં શો ફેરફાર થાય છે?
પાતળો
જાડો
ઘોઘરો
તીણો
કઈ ગ્રંથિઓની વધારે ક્રિયાશીલતાથી ચહેરા પર ફોલ્લીઓ અને ખીલ થાય છે?
પીચ્યુટરી ગ્રંથી
પ્રસ્વેદ ગ્રંથી
તૈલી ગ્રંથી
B અને C બંને
નીચેના પૈકી નર અંતઃસ્ત્રાવ કયો છે?
ટેસ્ટોસ્ટેરોન
ઈસ્ટ્રોજન
પ્રોજેસ્ટેરોન
આઆપેલ તમામ
નીચેના પૈકી માદા અંતઃસ્ત્રાવ કયો છે?
ટેસ્ટોસ્ટેરોન
ઈસ્ટ્રોજન
પ્રોજેસ્ટેરોન
B અને C બંને
નીચેના પૈકી કયું છોકરાઓ માટે ગૌણ જાતીય લક્ષણ નથી?
દાઢી મૂછ ઊગવા
અવાજ ઘેરો બનવો
ખભાનો ભાગ પહોળો
સ્તનગ્રંથીનો વિકાસ
નીચેના પૈકી કયું છોકરીઓ માટે ગૌણ જાતીય લક્ષણ નથી?
અવાજ તીણો
સ્તનગ્રંથીનો વિકાસ
ખભાનો ભાગ પહોળો
નિતંબ નો ભાગ પહોળો
અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થયેલો અંતઃસ્ત્રાવ શેમાં વહન પામે છે?
રુધિર
શિરા
ધમની
નલિકા
સ્તન ગ્રંથિનો વિકાસ કયા અંતઃસ્ત્રાવની અસર હેઠળ થાય છે?
થાઈરોક્સીન
ઈસ્ટ્રોજન
ટેસ્ટોસ્ટેરોન
એડ્રીનાલિન
જાતિ અંતઃસ્ત્રાવો કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવના નિયંત્રણમાં હોય છે?
પિચ્યુટરી
એડ્રીનાલિન
થાઇરોઇડ
સ્વાદુપિંડ
સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થાનો પ્રારંભ ક્યાં સમયગાળાથી થઈ જાય છે?
8 થી 10 વર્ષ
10 થી 12 વર્ષ
12 થી 14 વર્ષ
14 થી 16 વર્ષ
ઋતુસ્ત્રાવ લગભગ કેટલા દિવસોમાં એકવાર થાય છે?
20 થી 25
20 થી 30
28 થી 30
25 થી 30
યૌવનારંભ દરમિયાન ઋતુસ્ત્રાવ શરૂ થાય છે,તેને શું કહે છે?
રજોસ્ત્રાવ
ફલન
રજોદર્શન
રજોનિવૃતિ
લગભગ કઈ વર્ષની ઉંમરે ઋતુસ્ત્રાવ થવાનું બંધ થઈ જાય છે?
40 થી 45
45 થી 50
42 થી 50
45 થી 60
મનુષ્યના કોષના કોષકેન્દ્રમાં કેટલા જોડ રંગસૂત્રો આવેલા હોય છે?
22 જોડ
23 જોડ
24 જોડ
25 જોડ
મનુષ્યના દૈહિકકોષોમાં રંગસૂત્રોની કેટલી જોડ હોય છે ?
22
23
44
46
અફલિત અંડકોષમાં હંમેશા ક્યું લિંગી રંગસૂત્ર આવેલું હોય છે?
X
Y
X કે Y
XY
સ્ત્રીમાં મોટી ઉંમરે ઋતુસ્ત્રાવ બંધ થઈ જવાની ક્રિયાને શું કહે છે?
રજોદર્શન
રજોસ્ત્રાવ
રજોનિવૃત્તિ
માસિકસ્ત્રાવ
શિશુના લિંગ નિશ્ચયન તેના કોના લિંગી રંગસૂત્રો દ્વારા કરવામાં આવે છે?
માતા
પિતા
બંને
એક પણ નહીં
નીચેના માંથી કઈ ગ્રંથી મગજ સાથે જોડાયેલ છે?
થાઇરોઇડ
સ્વાદુપિંડ
પિચ્યુટરી
અંડપિંડ
નીચેના પૈકી કઈ અંતઃ સ્ત્રાવી ગ્રંથી નથી?
મૂત્રપિંડ
સ્વાદુપિંડ
થાઇરોઇડ
પિચ્યુટરી
થાઈરોક્સીન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતી ગ્રંથી કઈ છે?
પિચ્યુટરી
સ્વાદુપિંડ
અંડપિંડ
થાઇરોઇડ
થાઇરોક્સિન અંતઃસ્ત્રાવની ઉણપથી કયો રોગ થાય છે?
ગોઇટર
મધુપ્રમેહ
AIDS
વામનતા
થાઇરોક્સિન અંતઃસ્ત્રાવના ઉત્પાદન માટે પાણીમાં ____ની હાજરી આવશ્યક છે.
ક્લોરિન
આયોડિન
આયર્ન
કાર્બન
ડાયાબિટીસ માટે જવાબદાર ગ્રંથી કઈ છે?
પિચ્યુટરી
થાઇરોઇડ
સ્વાદુપિંડ
એડ્રીનલ
ડાયાબિટીસથી પીડાતી વ્યક્તિમાં સ્વાદુપિંડમાંથી કયો અંતઃસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન થતો નથી?
ઇન્સ્યુલીન
થાઇરોક્સિન
ઈસ્ટ્રોજન
એડ્રીનાલિન
એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતી ગ્રંથી કઈ છે?
પિચ્યુટરી
થાઇરોઇડ
એડ્રીનલ
સ્વાદુપિંડ
એક વ્યક્તિને ડાયાબિટીસ છે.તેના માટે કયું કારણ હોઈ શકે?
તેની થાઇરોઇડ ગ્રંથી થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતી નથી.
તેનું સ્વાદુપિંડ ઇન્સ્યુલીન અંતઃસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન થતું નથી.
તેની એડ્રીનલ ગ્રંથી એડ્રીનાલિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતો નથી.
તેની પિચ્યુટરી ગ્રંથી વૃધ્ધિ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતી નથી.
રુધિરમાં ક્ષારની માત્રાને સંતુલનમાં રાખનાર અંતઃસ્ત્રાવ કયો છે?
ઇન્સ્યુલીન
એડ્રીનાલિન
થાઇરોક્સિન
ટેસ્ટોસ્ટેરોન
કયો અંતઃસ્ત્રાવ ગુસ્સો,ચિંતા અને ઉત્તેજનાની સ્થિતિને કાબૂમાં રાખે છે?
એડ્રીનાલિન
ઇન્સ્યુલીન
થાઇરોક્સિન
ટેસ્ટોસ્ટેરોન
કઈ ગ્રંથી વૃધ્ધિ માટે જવાબદાર છે?
થાઇરોઇડ
એડ્રીનલ
સ્વાદુપિંડ
પિચ્યુટરી
ટેડપોલમાં કાયાંતરણની પ્રક્રિયા દરમિયાન પાણીમાં ____ ની હાજરી જરૂરી છે.
આયોડીન
ક્લોરિન
આયર્ન
કાર્બન
વિવિધ અંતઃસ્ત્રાવના ઉત્પાદનનું નિયંત્રણ કઈ ગ્રંથી દ્વારા થાય છે?
થાઇરોઇડ
એડ્રીનલ
સ્વાદુપિંડ
પિચ્યુટરી
કયું તત્વ લોહીનું નિર્માણ કરે છે?
કાર્બોદિત
લોહતત્વ
પ્રોટીન
ચરબી
____ એ સમતોલ આહાર છે.
દૂધ
ફળ
શાકભાજી
કઠોળ
HIV ના સંક્રમણથી કયો રોગ થાય છે?
ગોઇટર
મધુપ્રમેહ
AIDS
સિફિલિસ
નીચે પૈકી કઈ જોડ ખોટી છે?
ઇન્સ્યુલીન - સ્વાદુપિંડ
ઇન્સ્ટ્રોજન - અંડપિંડ
થાઈરોક્સીન - થાઇરોઇડ
એડ્રીનાલિન - શુક્રપિંડ
નીચેના પૈકી ક્યાં રંગસૂત્રો સ્ત્રીઓમાં આવેલ હોય છે?
XX
XYZ
YY
XY
નીચેના પૈકી ક્યાં રંગસૂત્રો પુરુષોમાં આવેલ હોય છે?
XX
XY
YY
આપેલ તમામ
HIV નું પુરુનામ જણાવો.
હ્યુમન ઇમ્યુનો ડેફિયન્સી વાઇરસ
હ્યુમન ઇમ્યુનો વાયરસ
હ્યુમન ઇમ્યુનો ડેફિસિયન્સી સિન્ડ્રોમ
એક પણ નહીં
