NEW
Font size
WorksheetsHealth education Module:2 આહારની આદતો
Total questions: 20
Worksheet time: 10mins
નાસ્તો છોડવો “સૌથી મોટી ભૂલ” કેમ કહેવાય છે?
કારણ કે દિવસની શરૂઆત ખાલી પેટ અને ખાલી તાકાતથી થાય છે
કારણ કે નાસ્તો કરવાથી ભૂખ ક્યારેય લાગતી નથી
કારણ કે નાસ્તો કરવાથી ઊંઘ આવે છે
કારણ કે નાસ્તો ફક્ત મોટા લોકો માટે છે
નાસ્તો ન કરવાથી નીચેમાંથી શું થઈ શકે?
શરીર સુસ્ત લાગવું અને ભણવામાં ધ્યાન ન લાગવું
હાડકાં તરત મજબૂત થવું
ભૂખ વધવી બંધ થવી
ઉર્જા ખૂબ વધવી
નીચેમાંથી કયો “સારો નાસ્તો” તરીકે ઉદાહરણમાં આપ્યો છે?
વેફર્સ અને ચોકલેટ
બાજરીનો રોટલો + થોડું ઘી + કેળું + દૂધ
કોલ્ડ ડ્રિંક
ફક્ત બિસ્કિટ
શાળામાં તંદુરસ્ત નાસ્તા માટે કયો વિકલ્પ યોગ્ય ગણાય?
બાફેલા ચણા,મગ, સિંગ, દહીં અને છાશ
ફક્ત વેફર્સ
ફક્ત ચોકલેટ
ફક્ત કોલ્ડ ડ્રિંક
બહાર ખાવું હોય તો “સમજદારીથી પસંદગી” માં કયો વિકલ્પ આવે છે?
ઢોકળા/ઇડલી અથવા ચણા-ચાટ
તેલવાળી વાનગીઓ
ફક્ત મીઠાઈ
ફક્ત સોડા
કિશોરાવસ્થામાં ભોજન છોડવાથી કઈ સમસ્યા થઈ શકે?
કમજોરી અને એનિમિયા
ઉર્જા ખૂબ વધે
હાડકાં વધુ મજબૂત થાય
ભૂખ કાયમી બંધ થઈ જાય
ભોજન વખતે શું કરવું યોગ્ય છે?
મોબાઈલ દૂર રાખીને ધ્યાનથી ખાવું
મોબાઈલ સાથે જ ખાવું
ટીવીનો અવાજ વધારવો
જલ્દી જલ્દી ખાવું
કિશોરીઓને કયો ખોરાક ખાસ જોઈએ?
લોહી બનાવે, હાડકાં મજબૂત કરે અને ઊર્જા આપે
ફક્ત સ્વાદીઠ
ફક્ત ફાસ્ટ ફૂડ
ફક્ત બફેલો
કિશોરીઓ માટે ભોજનની વચ્ચે કેટલા તંદુરસ્ત નાસ્તા લેવા જરૂરી છે?
0
1–2
4–5
માત્ર રાત્રે
ઠંડા પીણાંની જગ્યાએ શું પસંદ કવું યોગ્ય છે?
છાશ કે લીંબુ પાણી
સોડા
ગરમ પાણી
“એનર્જી ડ્રિંક” / “મીઠું સોડા
નાસ્તો ન કરવાથી ભણવામાં ધ્યાન વધે છે અને ઊંઘ નથી આવતી.
સાચું
ખોટું
બાજરીનો રોટલો, ફળો અને દૂધ જેવા વિકલ્પો સારો નાસ્તો ગણાય નથી આવતા.
સાચું
ખોટું
પાતળી દેખાવા માટે ભોજન છોડવું કિશોરાવસ્થામાં લાભદાયક છે.
સાચું
ખોટું
ભોજન છોડવાથી એનિમિયા થવાની શક્યતા વધી શકે છે.
સાચું
ખોટું
ભોજન કરતી વખતે મોબાઈલ જોવાથી વધારે ખાઈ લેવાની શક્યતા વધી જાય છે.
સાચું
ખોટું
કિશોરીઓ માટે માત્ર ત્રણ ભોજન પૂરતાં હોય છે; વચ્ચે નાસ્તાની જરૂર નથી.
સાચું
ખોટું
દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી પીવું સ્વસ્થ આદત ગણાય છે.
સાચું
ખોટું
રોજ થોડી કસરત/રમત શરીરને સક્રિય રાખે છે.
સાચું
ખોટું
સ્થાનિક અને ઘરેલું ખોરાક શરીરને સાચી શક્તિ આપે છે.
સાચું
ખોટું
કિશોરાવસ્થામાં પાતળા થવું નહીં, મજબૂત અને તંદુરસ્ત” બનવું મહત્વનું છે.
સાચું
ખોટું
