WorksheetsGujarati Vakyarachana
Total questions: 10
Worksheet time: 5mins
"પિતાના જેવી જ ખાનદાની માતા કાશીબામાં હતી." - વાક્યનો પ્રકાર જણાવો.
નિષેધ વાક્ય
વિધાન વાક્ય
સંયુક્ત વાક્ય
એકપણ નહિ
"આવતા ઝાલીશ બાણને હો." - વાક્યમાંથી કર્મણિ વાક્ય જણાવો.
આવતા ઝલાશે બાણને, હો !
આવતા ઝાલ્યા બાણને, હો !
આવતા ઝાલશે બાણને, હો !
આવતા ઝાલીશ બાણને, હો !
નીચેનામાંથી પ્રેરકવાક્ય શોધો ?
તેણે બધા દાખલા ગણાવડાવ્યા.
તેણે બધા દાખલા ગણાવ્યા.
તેણે બધા દાખલા ગણ્યા.
તે બધા દાખલા ગણશે.
ધાતુ સાથે "આવ+ડાવ" પ્રત્યય લાગીને કઇ રચના બને છે ?
પુન:પ્રેરક
કર્મણિ
ભાવે
પ્રેરક
"તેણે મોટેથી બૂમ પાડી." - વાક્યનો પ્રકાર જણાવો.
કર્મણિ
કર્તરિ
ભાવે
પ્રેરક
"જ્યારથી તેણે મને જોયો ત્યારથી તે પ્રભાવિત હતો." - વાક્યનો પ્રકાર જણાવો.
સાદું વાક્ય
સંકુલ વાક્ય
સંયુક્ત વાક્ય
નિષેધ વાક્ય
"શાસ્ત્રીજીએ એક વાત નક્કી કરાવી નાંખી." - વાક્યનો પ્રકાર જણાવો.
પુન:પ્રેરક
કર્મણિ
વિધ્યર્થ
પ્રેરક
"મધુ હાલરડું ગાય છે." - વાક્યનું પ્રેરક વાક્ય જણાવો.
મધુ હાલરડું ગવડાવે છે.
મધુ હાલરડું ગાતી હતી.
મધુથી હાલરડું ગવાતું નથી.
મધુએ હાલરડું ગાય છે.
"સચિને વિદાય લીધી." - વાક્યનું કર્મણિ વાક્ય જણાવો.
સચિનથી વિદાય લેવાઇ છે.
સચિનથી વિદાય લેવાશે.
સચિનથી વિદાય લેવાઇ.
સચિનથી વિદાય લેવડાવાશે.
નીચેનામાંથી કર્તરિ વાક્યરચના જણાવો.
મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું.
મહારાજે તરત ભાણું તૈયાર કરાવતા હતા.
મહારાજે તરત ભાણું તૈયાર કરવું.
મહારાજ તરત ભાણું તૈયાર કરતા હતા.
