NEW
Font size
Worksheetsમોડયુલ - ૧૩
Total questions: 18
Worksheet time: 9mins
આપણે નબળા નવજાત બાળકની ઓળખ કેવી રીતે કરી શકીએ. ?
જો બાળકનો જન્મ ૮.૫ મહિના પહેલાં ( અધુરા માસે ) થયેલ હોય.
જો બાળકનું જન્મ સમયનું વજન ૨ કિ.ગ્રા. કરતાં ઓછું હોય.
જો બાળક યોગ્ય તીવ્રતાથી સ્તનપાન કરવા સક્ષમ ન હોય.
ઉપરના બધા જ .
આજે આપણે ક્યા મોડ્યુલની તાલીમ લઈ રહ્યાં છીએ ?
મોડ્યુલ નં - ૧૦
મોડ્યુલ નં - ૧૩
મોડ્યુલ નં - ૧૧
મોડ્યુલ નં – ૧૨
બાળક 3 વર્ષનું ના થાય ત્યાં સુધી કેટલી વાર વજન કરવું જોઈએ?
દર મહિને એકવાર
મહિનામાં બે વાર
બે મહિને એકવાર
ત્રણ મહિને એકવાર
મોડ્યુલ નં – 13 નું વિષયવસ્તુ જણાવો ?
બાળકોની વૃધ્ધિનું મુલ્યાંકન
ગંભીર તિવ્ર કુપોષણની ઓળખ અને રોકથામ
સમયસર પૂરક આહાર શરૂ કરવાની ખાતરી કેવી રીતે કરવી
માત્ર ને માત્ર સ્તનપાન કરાવવામાં આવે તેની ખાતરી કરવી
વેસ્ટિંગ (ઉંચાઈના પ્રમાણમાં ઓછું વજન ) કેવી રીતે માપવું ?
ઉંચાઈ / લંબાઈ પ્રમાણે વજન
વજનના પ્રમાણમાં ઉંમર
માથાનો ઘેરાવો
ઉંચાઈના પ્રમાણમાં ઉંમર
શા માટે આપણે વેસ્ટેડ (ખુબ પાતળા) બાળકો વિશે ચિંતા કરીએ છીએ ?
વેસ્ટેડ (નબળા) બાળકો શીખતા નથી .
વેસ્ટેડ (નબળા) બાળકો મરી જવાની શક્યતા વધારે હોય છે.
વેસ્ટેડ (નબળા) બાળકો ઝડપથી બિમાર પડી જાય છે.
બી (B ) અને સી (C ) બંન્ને
આપણા રાજ્યમાં , એનએફએચએસ 4 મુજબ , 5 વર્ષથી ઓછી ઉંમરના કેટલા ટકા બાળકો ગંભીર રીતે વેસ્ટેડ ( નબળા ) છે ?
26.4 %.
19.7 %
8.9 %.
37.5 %
શું બધા વેસ્ટેડ (ખુબ પાતળા) બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવા જરૂરી છે ?
હા , બધાને હોસ્પિટલમાં દાખલ કરવા જરૂરી છે.
જેમને ભુખ નથી અથવા ઓછી છે, જેઓ બિમાર છે.
જે બાળકો બેભાન કે સુસ્ત રહેતાં હોય .
બી અને સી બન્ને .
આપણા રાજ્યમાં,એનએફએચએસ 4 મુજબ , 5 વર્ષથી ઓછી ઉંમરના કેટલા ટકા બાળકો ગંભીર રીતે સ્ટન્ટેડ ( ઠિંગણા ) છે ?
30.9 %.
38.5 %
28.8 %.
25.5 %.
ઠીંગણાપણાં (સ્ટન્ટીંગ ) કેવી રીતે માપવું ?
ઉંચાઈ / લંબાઈ પ્રમાણે વજન
વજનના પ્રમાણમાં ઉંમર
ઉંમરના પ્રમાણમાં ઉંચાઈ/ લંબાઈ
માથાનો ઘેરાવો
બાળકો અતિ કુપોષિત /પાતળા (વેસ્ટેડ) અથવા ઠીંગણા (સ્ટન્ટેડ ) શા માટે બની જાય છે ?
નાની અથવા મોટી માંદગીઓ જેમકે વારંવાર તાવ આવવો ,ટી .બી . ઓરી , હ્રદયની બિમારી , લીવરની માંદગી,કેન્સર વગેરે
લાંબા સમય સુધી પુરતો ખોરાક ના લેવો
સામાજીક અને પારીવારીક પરીસ્થિતિઓ.
ઉપરના બધા જ કારણોસર.
આઈ. એલ. એ ( ILA ) નું પુરૂ નામ જણાવો ?
ઈન્ક્રિમેન્ટ્લ લર્નિંગ એપ્રોચ
ઇન્ટ્રીગ્રેટેડ લર્નિંગ એપ્રોચ
ઇન્ટિમેશન લર્નિંગ એપ્રોચ
ઇન્ટરકોન્સેપ્ટ લર્નિંગ એબ્રોડ
આપણે કેવી રીતે 6 માસ કરતાં મોટા વેસ્ટેડ ( પાતળા) બાળકોના વજન વધારવામાં મદદ કરી શકીએ ?
ઘરે ઉપલબ્ધ વિવિધતાવાળો ખોરાક બાળકને આપીને અને ખોરાકની ઘનતાની ખાતરી કરીને,
૨ વર્ષ સુધી સ્તનપાન કરાવવાનું શરૂ રાખીને
સ્વચ્છતાલક્ષી કાળજી રાખીને
ઉપરના બધા જ કારણોની ખાતરી કરીને
બાળકનું વજન કરતી વખતે શું સાવચેતી રાખવાની છે ?
ખાત્રી કરો કે બાળક હલન – ચલન કરતું નથી.
બાળકને ફક્ત ઓછા કપડાં પહેરવા જોઈએ અને મોજા કે જુતા પહેરવા જોઈએ નહીં
બાળકનું વજન કરતાં પહેલા ચકાસો કે મશીનનો કાંટો “ 0 “ દર્શાવે છે.
ઉપરના બધા જ
લંબાઈ માપવા માટે ક્યા સાધનનો ઉપયોગ થાય છે ?
સ્ટેડિયોમીટર
ઈન્ફન્ટોમીટર
પુખ્ત વ્યક્તિઓ માટેનો સ્કેલ
ઉપરનામાંથી કોઈ નહિ.
ઉંચાઈ માપવા માટે ક્યા સાધનનો ઉપયોગ થાય છે ?
સ્ટેડિયોમીટર.
ઈન્ફન્ટોમીટર
પુખ્ત વ્યક્તિઓ માટેનો સ્કેલ
ઉપરનામાંથી કોઈ નહિ.
બે વર્ષથી નાની ઉંમરના બાળકોમાં કુપોષણ ઘટાડવા માટે આપણે શું કરવું જોઈએ ?
બાળકની ડૉક્ટર પાસે તપાસ કરાવી અને દવા લેવી
બાળકને બટાકા ખવડાવવા જોઈએ.
જન્મ બાદ તરતજ સ્તનપાનની શરૂઆત અને 6 મહિના સુધિ માત્ર સ્તનપાનની ખાતરી કરવી જોઈએ અને 6 મહિના પછી સ્તનપાન સાથે યોગ્ય માત્રામાં ઉપરી આહાર આપવો જોઈએ.
ઉપરના બધા જ.
શરીર રચના માટે ક્યો ખોરાક સમૂહ મહત્વપૂર્ણ છે ?
અનાજ અને ધાન્ય જેમ કે બાજરી ,જુવાર ,નાગલી વગેરે.
કઠોળ , લીગ્યુમ , નટ્સ ,અને નોન વેજ ફુડ આઈટમ્સ.
લીલા પાંદડાવાળી શાકભાજી.
ખાદ્ય તેલ.
