Worksheetsવ્યવહારુ કોયડા
Total questions: 25
Worksheet time: 13mins
રામ પાસે ૩૪ લખોટી છે અને શ્યામ પાસે ૧૬ લખોટી છે તો બનેની ભેગી થઈને કુલ કેટલી લખોટીઓ થાય ?
૪૮
૫૦
૫૨
૪૬
તમારી પાસે ૧૨ કેરી છે અને તમે બીજી ૧૯ કેરી બજારમાંથી ખરીદી લાવો છો તો હવે તમારી પાસે કેટલી કેરીઓ હશે?
૩૦
૩૨
૨૯
૩૧
તમારી પાસે ૧૫₹ છે અને તમને તમારા મમ્મી ૧૦₹ આપે છે તો હવે તમારી પાસે કેટલા રૂપિયા હશે?
૨૫₹
૨૦₹
૩૦₹
૧૫₹
તમે બજારમાં જાવ છો અને ત્યાંથી તમે ૧૬₹ ની કુલ્ફી અને ૨૫₹નો આઇસ્ક્રીમ ખરીદો છો તો તમારે કેટલા રૂપિયા ચૂકવવા પડશે ?
૪૦₹
૪૫₹
૪૩₹
૪૧₹
જીનલ એક પેન ૧૫₹માં, એક નોટબુક ૪૬₹માં અને એક પેન્સિલ ૪₹માં ખરીદે છે તો જીનલે દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવવા પડશે?
૬૧₹
૬૦₹
૬૫₹
૬૬₹
એક ચોકલેટના પેકેટના ૭૫₹ છે અને એક બિસ્કીટમાં પેકેતના ૮૮₹ છે તો બનેના થઈને કુલ કેટલા રૂપિયા થશે?
૧૫૩₹
૧૬૩₹
૧૬૮₹
૧૫૮₹
એક માળામાં ૨૮ મણકા છે અને બીજી માળામાં ૧૭ મણકા છે તો બને માળાના થઈને કેટલા મણકા થશે ?
૩૫
૪૦
૪૫
૫૦
એક દડાની કિંમત ૨૮₹ છે અને એક ડબ્બાની કિંમત ૩૫₹ છે તો બનેનાં થઈને કેટલા રૂપિયા થશે?
૬૫₹
૭૦₹
૬૩₹
૪૩₹
કાજલ પાસે ૧૩ બદામ છે અને રાધા પાસે ૧૯ બદામ છે. જો રાધા કાજલને ૯ બદામ આપે તો કાજલ પાસે કેટલી બદામ થશે ?
૨૨
૩૨
૧૩
૧૯
જીગરને ન્હાવા માં ૧૩ મિનિટનો સમય લાગે છે અને જમવા માં ૨૫ મિનિટનો સમય લાગે છે તો જીગરને ન્હાવા અને જમવામાં કુલ કેટલો સમય થયો હશે ?
૩૫ મિનિટ
૩૮ મિનિટ
૨૮ મિનિટ
૩૭ મિનિટ
તમારે શાળાએથી ઘરે જવામાં ૧૯ મિનિટ લાગે છે અને લેશન કરવામાં ૨૩ મિનિટ લાગે છે તો તમારે શાળાએથી ઘરે જઈ લેશન કરવામાં કેટલો સમય લાગશે?
૨૩ મિનિટ
૧૯ મિનિટ
૪૨ મિનિટ
૩૨ મિનિટ
એક ટોપલીમાં ૧૬ સફરજન છે. રમેશ આવીને તેમાં ૯ સફરજન નાખે છે તો હવે ટોપલીમાં કુલ કેટલા સફરજન હશે ?
૨૪
૨૫
૨૬
૨૩
તમારું વજન ૨૧ કિલોગ્રામ છે અને તમારા મિત્રનું વજન ૧૮ કિલોગ્રામ છે તો તમારા બનેનું થાયને કુલ કેટલું વજન થશે ?
૩૮ કિલોગ્રામ
૪૦ કિલોગ્રામ
૩૯ કિલોગ્રામ
૪૧ કિલોગ્રામ
એક ઢગલીમાં ૨૪ કાંકરા છે અને બીજી ઢગલિમાં ૧૮ કાંકરા છે તો બંને ઢગલીના થઈને કેટલા કાંકરા હશે?
૪૦
૪૧
૪૨
૪૩
કિરણ ૧૭ પુરી બનાવે છે અને તેની મમ્મી ૪૪ પુરી બનાવે છે તો બંનેએ થઈને કુલ કેટલી પુરીઓ બનાવી હશે ?
૬૧
૫૧
૭૨
૬૨
રાજુ પાસે ૨૧ બોર છે અને જગદીશ પાસે ૧૮ બોર છે. જો રાજુ પોતાની પાસે રહેલા બોર માંથી ૧૫ બોર જગદીશને આપી દે તો હવે જગદીશ પાસે કેટલા બોર હશે ?
૩૯
૩૬
૩૩
૩૧
જો હું એક મિનિટમાં ૫૪ પગલાં ચાલુ છું અને તમે એક મિનિટમાં ૩૮ પગલાં ચાલો છો. તો આપણે બને થઈને એક મિનિટમાં કુલ કેટલા પગલાં ચાલ્યા હશું?
૮૮ પગલાં
૯૦ પગલાં
૯૨ પગલાં
૯૪ પગલાં
અજય પાસે ૨૬ પતંગ છે અને અમન પાસે ૨૯ પતંગ છે.તો બંને પાસે થઈને કુલ કેટલી પતંગ થશે ?
૪૫
૫૫
૫૦
૬૦
એક ચોપડીમાં ૩૮ પેજ છે અને બીજી ચોપડીમાં ૨૩ પેજ છે તો બંને ચોપડીઓના થઈને કુલ કેટલા પેજ હશે?
૪૦
૬૦
૬૧
૬૫
એક રૂમમાં ૪૫ લાદી વપરાય છે અને બીજા રૂમમાં ૬૦ લાદી વપરાય છે. તો બંને રૂમમાં થઈને કુલ કેટલી લાદી વપરાય હશે ?
૯૫
૯૦
૧૦૦
૧૦૫
એક ઝાડ પર ૨૩ ચકલી, ૮ પોપટ અને ૨૧ કબુતર બેઠા છે.તો એ ઝાડ પર કુલ કેટલા પક્ષીઓ બેઠા છે?
૪૪
૪૮
૫૨
૫૪
એક દુકાનદાર પાસે ૨₹ના ૬ સિક્કા, ૫₹ના ૩ સિક્કા અને ૧૦₹ની ૭ નોટ છે. તો દુકાનદાર પાસે કુલ કેટલા રૂપિયા હશે?
૮૫₹
૮૭₹
૯૫₹
૯૭₹
રાહુલ પાસે ૫ પેન્સિલના બોક્ષ છે અને વસીમ પાસે ૧૬ પેન્સિલ છે. તો બંનેની થઈને કુલ કેટલી પેન્સિલ થશે ?
૨૧
૫૦
૬૬
૬૧
લીલી પાસે ૮ કોડી છે,લીલા પાસે ૧૩ કોડી છે અને નીલા પાસે ૯ કોડી છે.તો બધાંની થઈને કુલ કેટલી કોડી થશે ?
૩૦
૨૮
૩૧
૩૩
વાડા માં ૧૭ ગાય, ૨૨ ભેંસ, ૧૩ બકરી અને ૨૩ ઘેટાં છે. તો વાડામાં કુલ કેટલા પ્રાણી હશે ?
૭૬
૭૭
૭૫
૭૪
