wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Science - 6,lesson -7 ,Made by Dilipkumar prajapati

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

વનસ્પતિનને તેની ઊંચાઈ અને પ્રકાંડના આધારે નીચેનામાંથી કયા પ્રકારમાં વર્ણવી શકાય નહીં ?

a)

છોડ

b)

ક્ષુપ

c)

વૃક્ષ

d)

ઘાસ

2.

નબળા પ્રકાંડ વાળી વનસ્પતિ આસપાસની કોઈ વસ્તુનો આધાર લઈને ઉપર ચડે છે તો તમે તેને કયા પ્રકારની વનસ્પતિ કહેશો ?

a)

છોડ

b)

ક્ષુપ

c)

વૃક્ષ

d)

વેલા

3.

એનક્ષી ખેતરમાં તરબૂચના વેળાને જમીન પર ફેલાયેલો જુએ છે તો તેને શું કહેશો ?

a)

ભૂપ્રસારી

b)

ક્ષુપ

c)

છોડ

d)

મૂળ

4.

નીચેનામાંથી વનસ્પતિનો ક્યો ભાગ જમીનમાં રહે છે ?

a)

ફળ

b)

પર્ણ

c)

મૂળ

d)

છોડ

5.

મન્નત ,જિયાને મૂળના પ્રકાર વિશે સમજાવી રહ્યો હતો તો તેને નીચેનામાંથી કયા પ્રકારના મૂળનું વર્ણન કર્યું હશે ?

a)

જાળાકાર

b)

તંતુમુળ

c)

સમાંતર

d)

એક પણ નહીં

6.

નીચેનામાંથી વનસ્પતિનો કયો ભાગ મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ખનીજ્ક્ષારોનું વાહન કરે છે ?

a)

પર્ણ

b)

પુષ્પ

c)

મૂળ

d)

પ્રકાંડ

7.

'વનસ્પતિ સીધી અને ટટ્ટાર ઊભી રહી શકે છે ' તો તે માટે વનસ્પતિનું કયું અંગ જવાબદાર છે ?

a)

મૂળ

b)

ફળ

c)

પ્રકાંડ

d)

પુષ્પ

8.

પર્ણ નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં ભાગ લેતું નથી ?

a)

શ્વસન

b)

પ્રકાશસંશ્લેષણ

c)

ઘનીભવન

d)

બાષ્પોત્સર્જન

9.

એક વનસ્પતિના પર્ણમાં તમને સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે તો તેને આધારે તે વનસ્પતિના મૂળ કેવા પ્રકારના હશે ?

a)

સોટીમય મૂળતંત્ર

b)

તંતુમય મૂળતંત્ર

c)

Aઅને B બંને

d)

એક પણ નહી

10.

કોઈ વનસ્પતિના મૂળ સોટીમય મૂળ ધરાવે છે તો તેના પર્ણનો પ્રકાર કયો હશે ?

a)

જાલાકાર શિરાવિન્યાસ

b)

સમાંતર શિરાવિન્યાસ

c)

A અને B બંને

d)

એક પણ નહીં

11.

નીચેનામાંથી શાનું પ્રકાંડ ખોરાકનો સંગ્રહ કરે છે ?

a)

મૂળો

b)

આદું

c)

રતાળુ

d)

બીટ

12.

ડુંગળી એ ખોરાકનો સંગ્રહ કરતું .......... છે .

a)

પર્ણ

b)

પુષ્પ

c)

મૂળ

d)

પ્રકાંડ

13.

નીચેનામાંથી કયું ખોરાકનો સંગ્રહ કરતું મૂળ નથી ?

a)

ગાજર

b)

મૂળો

c)

સુરણ

d)

શક્કરિયું

14.

વનસ્પતિનો કયો ભાગ રંગીન અને સુગંધીદાર હોય છે ?

a)

પ્રકાંડ

b)

મૂળ

c)

પુષ્પ

d)

પર્ણ

15.

પુષ્પનો કયો ભાગ રંગીન અને આકર્ષક હોય છે ?

a)

વજ્રપત્ર

b)

દલપત્ર

c)

પુંકેસર

d)

સ્ત્રીકેસર

16.

રીના એ મીના ને કહ્યું કે , હું પ્રથમ ખોરાકનો સંગ્રહ કરતું મૂળ અને ત્યાર બાદ ખોરાકનો સંગ્રહ કરતું પ્રકાંડ બોલીશ તો નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે ?

a)

ગાજર ,બટાટા

b)

રતાળુ,હળદર

c)

બીટ,ડુંગળી

d)

મૂળો ,સુરણ

17.

નીચેનામાંથી કયું વિધાન સતી નથી ?

a)

પુષ્પનું કાળી અવસ્થામાં રક્ષણ કરે છે - વજ્રપત્ર

b)

તે પુષ્પનું નર પ્રજનન અંગ છે - પુંકેસર

c)

તે લીલા રંગની પાંદડી જેવો ભાગ છે - દલપત્ર

d)

તે પુષ્પનું માદા અંગ છે - સ્ત્રીકેસર

18.

નીચેનામાંથી કયો સ્ત્રીકેસરનો ભાગ નથી ?

a)

પરાગાસન

b)

પરાગવાહીની

c)

પરાગાશય

d)

બીજાશય

19.

નીચેનામાંથી કઈ વનસ્પતિ સોટીમય મૂળતંત્ર ધરાવે છે ?

a)

તુલસી

b)

મકાઇ

c)

ઘાસ

d)

ઘઉં

20.

નીચેનામાંથી કઈ વનસ્પતિનો છોડમાં સમાવેશ થતો નથી ?

a)

ટામેટી

b)

ઘઉં

c)

મકાઈ

d)

લીમડો

21.

કરેણ કયા પ્રકારની વનસ્પતિ છે ?

a)

વેલા

b)

વૃક્ષ

c)

છોડ

d)

ક્ષુપ

22.

કઈ વનસ્પતિના મૂળ તંતુમય મૂળતંત્ર ધરાવે છે ?

a)

કેળ

b)

આંબો

c)

જાસુદ

d)

પીપળો

23.

કઈ વનસ્પતિના પર્ણમાં જાલાકાર શિરાવિન્યાસ હોય છે ?

a)

કેળ

b)

વડ

c)

ઘાસ

d)

મકાઇ

24.

પુષ્પના એવા ભાગનું નામ આપો જે કીટકોને આકર્ષવાનું કામ કરે છે ?

a)

વજ્રપત્ર

b)

દલપત્ર

c)

પુંકેસર

d)

સ્ત્રીકેસર

25.

પર્ણનો લીલો રંગ શાને આભારી છે ?

a)

ક્લોરોફીલ

b)

ક્લોરોફોર્મ

c)

ક્રોમોઝોમ

d)

એક પણ નહીં