Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

11th ગુજરાતી

Total questions: 30

Worksheet time: 22mins

Name
Class
Date
1.

કવિ ના મત મુજબ તત્વમાં ઈશ્વર કયા સ્વરૂપે રહેલો છે?

a)

દેહ

b)

અવાજ

c)

તેજ

d)

શૂન્ય

2.

આપેલ કૃતિઓમાંથી નરસિંહ મહેતા નું પ્રભાતિયુ કયું છે?

a)

હાર

b)

હૂંડી

c)

કુંવરબાઈનું મામેરું

d)

જાગ ને જાદવા

3.

તમારૂ મુખ માંજાર જેવું થાય એવો શાપ કોને મળ્યો હતો?

a)

યમને

b)

અગ્નિને

c)

ઇંદ્રને

d)

વરુણને

4.

કલિકાળે ગળામાં શું પહેર્યું હતું ?

a)

મોતીની માળા

b)

મનુષ્યના માથાની માળા

c)

સાપ

d)

હીરાની માળા

5.

કવિના મતે રામબાણ વિશે કોણ જાણતું નથી?

a)

અધર્મી

b)

પાપી

c)

લોભી

d)

મૂર્ખ

6.

કઈ આશાએ શિવ થકી જીવ થયો?

a)

અનેક રસ લેવા માટે

b)

કલ્યાણ માટે

c)

મોક્ષ માટે

d)

પ્રેમ માટે

7.

દમયંતીના પિતા કોણ હતા ?

a)

નળ રાજા

b)

વીરસેન

c)

રાજા ભીમક

d)

નારદ

8.

દમયંતી ના મનમાં કોની ઇચ્છા છે?

a)

ઇન્દ્ર

b)

નૈષધ રાય

c)

રાજા વીરસેન

d)

પુષ્કર રાજા

9.

કાવ્યમાં રામબાણ એટલે શું?

a)

અભિમાનવૃત્તિ

b)

પૈસાનો લોભ

c)

પ્રભુભક્તિનું બાણ

d)

યુદ્ધનું બાણ

10.

નૈષધ રાજ્ય તરફ જતી જાન ને કોણ સામું મળ્યું?

a)

વરુણ અને અગ્નિ

b)

વીરસેન અને ભીમક

c)

દ્વાપર અને કળિયુગ

d)

નારદ અને ઇન્દ્ર

11.

મરેલું બાળક જીવતું નીકળ્યું તેમાં ભોજા એ કોની રમત છે તેમ માન્યુ?

a)

ભૂતની

b)

ડાકણની

c)

ખવીસની

d)

પ્રેતની

12.

કોની દુકાન પર ભોજા એ કાપડ માટે નજર માંડી હતી?

a)

મનજી કાપડિયો

b)

માધવજી કાપડિયો

c)

રાઘવજી કાપડિયો

d)

કાનજી કાપડિયો

13.

'ખીજડિયે ટેકરે' પાઠ ના લેખક કોણ છે?

a)

ચંદ્રવદન ચીમનલાલ મહેતા

b)

ચુનીલાલ કાળિદાસ મડિયા

c)

ગોરીશંકર ગોવર્ધનરામ જોશી

d)

ઝવેરચંદ કાળીદાસ મેઘાણી

14.

વિનોબાજીનો રોજનો ભોજન પાછળ ખર્ચ કેટલો હતો?

a)

પાંચ પૈસા

b)

દસ પૈસા

c)

અગિયાર પૈસા

d)

પંદર પૈસા

15.

વિનોબાજીએ ગીતાના શ્લોકની ભાષાને કેવી ભાષા કહી છે?

a)

ભક્તિની ભાષા

b)

જ્ઞાનની ભાષા

c)

ગુણશાળી ભાષા

d)

દેવોની ભાષા

16.

સત્યાગ્રહાશ્રમ પાઠના લેખકનું નામ જણાવો?

a)

ચુનીલાલ કાળિદાસ મડિયા

b)

મહાત્મા ગાંધીજી

c)

વિનોબા ભાવે

d)

ઈશ્વર પેટલીકર

17.

વિનોબાજીએ શેનો નિશુલ્ક વર્ગ ચલાવ્યો?

a)

રામાયણનો

b)

ઉપનિષદનો

c)

ગીતાનો

d)

પુરાણનો

18.

કાશી નગરીમાં ગાંધીજીએ શેના પર ભાષણ આપ્યું હતું?

a)

ધર્મ

b)

હિંસા

c)

અહિંસા

d)

સત્ય

19.

વિનોબાજી જનતાને શું માનતા હતા?

a)

રાજા

b)

પ્રજા

c)

સ્વામી

d)

ભગવાન

20.

નાના મૃત બાળકોને દાટવા માટે કઈ જગ્યાનો ઉપયોગ થતો હતો?

a)

હિરણ નદીનો પટ

b)

ખીજડિયે ટેકરે

c)

ઉપરવાસની ભીમ પાઠ

d)

તરબૂચનો વાડો

21.

આખ્યાનના પિતા કોને ગણવામાં આવે છે?

a)

ભાલણ

b)

નાકર

c)

પ્રેમાનંદ

d)

કવિ નર્મદ

22.

કવિ કાન્ત કયા પદ્ય સ્વરૂપના પિતા ગણાય છે?

a)

હાઇકુ

b)

સોનેટ

c)

ઊર્મિકાવ્ય

d)

ખંડકાવ્ય

23.

ભણકારા સોનેટ સંગ્રહ કોનો છે ?

a)

બળવંતરાય કલ્યાણરાય ઠાકોર

b)

રામનારાયણ વિશ્વનાથ પાઠક

c)

ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી

d)

ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર

24.

ગુજરાતી ભાષાની પ્રથમ ટૂંકી વાર્તા 'ગોવાલણી'ના લેખકનું નામ જણાવો.

a)

ગૌરીશંકર જોષી

b)

હરિહર શંકર મહેતા

c)

કંચનલાલ મહેતા

d)

નંદશંકર મહેતા

25.

'મારી હકીકત' કૃતિ નો સાહિત્ય પ્રકાર જણાવો.

a)

ચરિત્ર ગ્રંથ

b)

આત્મકથા

c)

દંતકથા

d)

જીવન ચરિત્ર

26.

' હામ ' શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો

a)

દામ

b)

કિંમત

c)

હિંમત

d)

શરમ

27.

' જૂજ ' શબ્દનો વિરોધી શબ્દ જણાવો.

a)

સંખ્યાબંધ

b)

કેટલાક

c)

અમુક

d)

અસંખ્ય

28.

શબ્દસમૂહ : નાણાંની આપ - લે માટેની ચિઠ્ઠી- યોગ્ય શબ્દ શોધો.

a)

ખરીતો

b)

પરબીડિયું

c)

ટિપ

d)

હૂંડી

29.

'ચળીતર ' તળપદા શબ્દનું શિસ્ત રૂપ આપો.

a)

હાવ ભાવ

b)

મૂંઝવણ

c)

ચિંતિત

d)

વર્તન

30.

' સગડ કાઢવો ' રૂઢિપ્રયોગ નો સાચો અર્થ જણાવો.

a)

કંટાળો દૂર કરવો

b)

માર્ગ બતાવવો

c)

બાતમી મેળવવી

d)

રસ્તે ઊભા રહીને રાહ જોવી