NEW
Font size
S
M
L
XL
WorksheetsSCIENCE 10 ROUND 2
Total questions: 30
Worksheet time: 30mins
Name
Class
Date
1.
મેન્ડેલીફે રજૂ કરેલા આવર્ત કોષ્ટકમાં કયાં તત્વ માટે ખાલી સ્થાન રખાયું ન હતું ?
a)
ગેલિયમ
b)
બેરિલિયમ
c)
જર્મેનિયમ
d)
સ્કેન્ડિયમ
2.
ન્યુલૅન્ડનો અષ્ટકનો સિદ્ધાંત કયા તત્વ સુધી લાગુ પડે છે ?
a)
નિકલ
b)
કોબાલ્ટ
c)
ફૉસ્ફરસ
d)
કૅલ્શિયમ
3.
મેન્ડેલીફના આવર્ત નિયમ મુજબ , આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણી કયાં ક્રમના આધારે થયેલી છે ?
a)
પરમાણ્વીય ક્રમાંકના વધારાના આધારે
b)
પરમાણ્વીય ક્રમાંકના ઘટાડાના આધારે
c)
પરમાણ્વીય દળના વધારાના આધારે
d)
પરમાણ્વીય દળના ઘટાડાના આધારે
4.
Si , B અને Ge કયા પ્રકારનાં તત્વો છે ?
a)
બધાં જ અર્ધધાતુ તત્વો છે.
b)
બધાં જ અધાતુ તત્વો છે.
c)
બધાં જ ધાતુ તત્વો છે.
d)
Si- ધાતુ , B- અધાતુ , Ge- અર્ધધાતુ છે.
5.
મેન્ડેલીફે તત્વોનું વર્ગીકરણ કર્યું તે પછી કેટલાંક તત્વો શોધાયાં હોવાથી મેન્ડેલીફે આવાં તત્વો માટે ખાલી જગ્યા રાખી હતી. તે પૈકી કયું તત્વ નીચેનામાંથી હશે ?
a)
Be
b)
Ge
c)
Si
d)
Se
6.
આધુનિક આવર્ત કોષ્ટક માટે કયું વિધાન સાચું છે?
a)
આધુનિક આવર્ત કોષ્ટકમાં 18 આડી હરોળમાં તત્વોની ગોઠવણી થયેલી છે .
b)
આધુનિક આવર્ત કોષ્ટકમાં 8 ઊભાં ખાનાં આવર્ત તરીકે ઓળખાય છે.
c)
તેમાં 7 આડી હરોળ સમૂહ તરીકે ઓળખાય છે .
d)
આધુનિક આવર્ત કોષ્ટકમાં 18 ઊભાં ખાનાં સમૂહ તરીકે ઓળખાય છે
7.
કોઈ એક તત્વ X એ X2O3 ઑક્સાઇડ બનાવે છે, તો આ તત્વ મેન્ડેલીફના આવર્ત કોષ્ટકમાં કયા સમૂહમાં ગોઠવણી પામ્યું હશે ?
a)
સમૂહ 3
b)
સમૂહ 2
c)
સમૂહ 5
d)
સમૂહ 8
8.
આધુનિક આવર્ત કોષ્ટક માટેનો આધુનિક આવર્ત નિયમ ક્યા વૈજ્ઞાનિકે રજૂ કર્યો ?
a)
ડોબરેનર
b)
ન્યૂલેન્ડ
c)
હેન્રી મોસલે
d)
મેન્ડેલીફ
9.
પરમાણુમાંનો કયો મૂળભૂત કણ કે જે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણી માટે આધારભૂત ગણવામાં આવ્યો ?
a)
પ્રોટોન
b)
ન્યૂટ્રોન
c)
ઇલેક્ટ્રોન
d)
ન્યૂક્લિઓન
10.
નીચેના પૈકી ક્યું વલણ આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી તરફ જતાં યોગ્ય નથી ?
a)
તત્વો વધુ અધાત્વીય ગુણ ધરાવે છે.
b)
તત્વોની સંયોજતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે.
c)
તત્વોના પરમાણુ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે છે.
d)
તત્વોના ઑક્સાઇડની એસિડિકતા વધે છે .
11.
આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વ X ની ઈલેક્ટ્રોન – રચના (2,8,4) છે. તો તે કયાં આવર્તનું તત્વ હશે.
a)
આવર્ત 2
b)
આવર્ત 3
c)
આવર્ત 1
d)
આવર્ત 4
12.
આધુનિક આવર્ત કોષ્ટકમાં પરમાણ્વીય ક્રમાંક 20 ધરાવતું તત્વ કયા આવર્તનું છે ?
a)
2
b)
3
c)
1
d)
4
13.
તત્વો A , B , C , D અને E ના પરમાણ્વીય ક્રમાંક અનુક્રમે 2 , 3 , 7 , 10 અને 18 છે, તો આ તત્વો પૈકી કયાં કયાં એક જ આવર્તનાં તત્વો છે ?
a)
A , B , C
b)
B , C , D
c)
A , D , E
d)
B , D , E
14.
નીચેના પૈકી કયું તત્વ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે છે ?
a)
Na
b)
Mg
c)
F
d)
Al
15.
આધુનિક આવર્ત કોષ્ટકમાં બીજા આવર્તનાં તત્વો માટેની સંયોજકતા કક્ષા જણાવો.
a)
L- કક્ષા
b)
K- કક્ષા
c)
M- કક્ષા
d)
N- કક્ષા
16.
મૂત્રનિર્માણ દરમિયાન પ્રાથમિક ગાળણમાંથી નીચેના પૈકી કયા પદાર્થનું મૂત્રપિંડનલિકામાં પસંદગીમાન પુનઃશોષણ થતું નથી ?
a)
ગ્લુકોઝ
b)
યૂરિયા
c)
યુરિક એસિડ
d)
B & C બંન્ને
17.
ધમનીઓ માટે ખોટું વિધાન કયું છે ?
a)
ધમની હ્રદયથી અંગો તરફ રુધિરનું વહન કરે છે.
b)
ધમનીમાં રુધિર ઊંચા દબાણ હેઠળ વહન પામે છે.
c)
બધી ધમનીઓ ઑક્સિજનયુક્ત રુધિરનું વહન કરે છે.
d)
ધમનીની દીવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે.
18.
કયાં પ્રાણી ઑક્સિજનયુક્ત અને ઑક્સિજનવિહીન રુધિરના મિશ્ર થવાની સ્થિતિ સહન કરી શકે છે.
a)
માછલીઓ
b)
ઉભયજીવીઓ
c)
સસ્તનો
d)
પક્ષીઓ
19.
મનુષ્યના હ્રદયમાં રુધિરપરિવહન માટેનો પથ કયો છે ?
a)
જમણું કર્ણક → જમણું ક્ષેપક → ફેફસાં → ડાબું કર્ણક → ડાબું ક્ષેપક → શરિરનાં વિવિધ અંગો
b)
જમણું કર્ણક → જમણું ક્ષેપક →શરિરનાં વિવિધ અંગો → ડાબું કર્ણક → ડાબું ક્ષેપક → ફેફસાં
c)
જમણું કર્ણક → ડાબું કર્ણક → ફેફસાં → જમણું ક્ષેપક → ડાબું ક્ષેપક → શરિરનાં વિવિધ અંગો
d)
જમણું કર્ણક → ડાબું કર્ણક → શરિરનાં વિવિધ અંગો → જમણું ક્ષેપક → ડાબું ક્ષેપક → ફેફસાં
20.
વનસ્પતિઓમાં જલવાહકમાં થતા પાણીના ઊર્ધ્વવહનમાં મુખ્ય પ્રેરકબળ કયું છે ?
a)
મૂળ દ્વ્રારા પાણીનું શોષણ
b)
મૂળ દ્વ્રારા આયનોનું શોષણ
c)
ભૂમિમાંથી પર્યાપ્ત પાણીની પ્રાપ્તિ
d)
બાષ્પોત્સર્જનથી થતું ખેંચાણ
21.
નીચેના પૈકી કોના દ્વ્રારા હ્રદયના ડાબા કર્ણકમાં ઑક્સિજનયુક્ત રુધિર લાવવમાં આવે છે?
a)
ફુપ્ફુસ શિરાઓ
b)
ફુપ્ફુસ ધમનીઓ
c)
મહાશિરા
d)
મહાધમની
22.
રેઝિન અને ગુંદર વનસ્પતિના....... પદાર્થો છે.
a)
પોષક
b)
બંધારણીય
c)
ઉત્સર્ગ
d)
અનામત
23.
મને ઓળખો : હું રુધિરકેશિકાગુચ્છ ધરાવતી કપ આકરની રચના છું અને રુધિરનું ગાળણ કરું છું
a)
બાઉમૅનની કોથળી
b)
હૅન્લેનો પાશ
24.
મૂત્રપિંડને મૂત્રાશય સાથે જોડાણ કરતી લાંબી નલિકાને ....... કહે છે.
a)
મૂત્રમાર્ગ
b)
મૂત્રવાહીની
c)
મૂત્રાશય
d)
મૂત્રપિંડ ધમની
25.
આપેલ વિધાન ખરું છે કે ખોટું : વનસ્પતિમાં ખોરાક્નું વહન ઊર્ધ્વ અને અધો એમ બંન્ને દિશામાં થાય છે.
a)
આપેલ વિધાન ખોટું છે.
b)
આપેલ વિધાન ખરું છે.
26.
રુધિરદબાણ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે ?
a)
pH મિટર
b)
લેકટોમિટર
c)
વોલ્ટામિટર
d)
સ્ફિગ્મોમેનોમિટર
27.
રુધિરકોષો તરીકે ....... હોય છે.
a)
રક્તકણો
b)
શ્વેતકણો
c)
ત્રાકકણો
d)
આપેલ તમામ
28.
રુધિરસ્ત્રાવના સ્થાને એકત્ર થઇ રુધિર ગંઠાઇ જવાની ક્રિયામાં કોણ મદદ કરે છે.
a)
રક્તકણો
b)
શ્વેતકણો
c)
ત્રાકકણો
d)
આપેલ તમામ
29.
લસિકામાં રુધિરની સરખામણીએ ....... ઓછું હોય છે.
a)
પ્રોટીન
b)
ચરબી
c)
કાર્બોદિત
d)
આપેલ તમામ
30.
શરીરના કયા અંગમાં રુધિર ઑક્સિજનયુક્ત રુધિર બને છે.
a)
હ્રદય
b)
યકૃત
c)
મૂત્રપિંડ
d)
ફેફસાં
Reset
