NEW
Font size
Worksheetsસંભાવના ક્વીઝ - Jitu Gozaria
Total questions: 20
Worksheet time: 7mins
ફેબ્રુઆરી માસમાં ૩૦ દિવસ હોવાની સંભાવના ........... છે ?
0
1
0.5
2/3
સૂર્ય દક્ષિણમાં ઉગે તે ઘટનાની સંભાવના જણાવો.
1
2/3
1/2
0
અહિ, નીચે આંકડાશાસ્ત્રી કાર્લ પિઅરસન આપેલ છે. આ આંકડાશાસ્ત્રીએ સિક્કાને કેટલી વખત ઉછાળ્યો ?
22000
24000
10000
4040
સમતોલ સિક્કાને ચાર વખત ઉછાળતાં કેટલા પરિણામ મળે ?
2
4
8
16
નીચેના પત્તામાં મુખમુદ્રાવાળુ પત્તુ કયું નથી ?
લાલની રાણી
લાલનો ગુલામ
લાલનો સત્તો
લાલનો રાજા
પત્તાની રમત માટે વપરાતા પત્તા બોક્ષમાં મુખ મુદ્રાવાળા પત્તા સિવાય બાકી કેટલા હોય છે ? ( જોકર ગણવાના નથી )
12
40
52
4
યોમિ પટેલનો જન્મ ૨૯ ફેબ્રુઆરી ૨૦૦૦ ના રોજ થયો હતો. તો તેમનો પ્રથમ જન્મ દિવસ ક્યારે હતો ?
૨૯ ફેબ્રુઆરી ૨૦૦૦
૨૯ ફેબ્રુઆરી ૨૦૦૧
૨૯ ફેબ્રુઆરી ૨૦૦૩
૨૯ ફેબ્રુઆરી ૨૦૦૪
પ્રયોગની તમામ પ્રથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો જણાવો.
0
1
2
3
ઘટનાની સંભાવના .......... થી મોટી અથવા જેટલી અને ..... ની નાની અથવા તેના જેટલી હોય છે.
1 , 0
2 , 3
0 , 1
0 , 2
ઘટના B ની સંભાવના + ઘટના ‘B નહિ’ ની સંભાવના = ................. છે.
0
1
2
3
જો P(E) = 0.90 હોય તો E નહિ ની સંભાવના શું છે ?
2/3
0.7
0.10
0.50
૨૬ મી જાન્યુઆરી એ ગણિતનું પ્રશ્નપત્ર હોવાની સંભાવના ............ છે ?
3
2
1
0
ગોપી પોતાના માછલીઘર માટે દુકાનમાંથી એક માછલી ખરીદે છે. દુકાનદારની ટાંકીમાં 5 નર માછલી અને 8 માદા માછલી છે. બહાર કાઢેલ માછલી માદા હોય તેની સંભાવના કેટલી ?
5/13
8/13
1/2
1/5
70 ગુણના પ્રશ્નપત્રમાં 65 ગુણ આવવાની સંભાવના .......... છે.
1/70
65/70
1/71
70/65
અંગ્રેજી મૂળાક્ષરો પૈકીના મૂળાક્ષરોમાંથી એક મૂળાક્ષર પસંદ કરવામાં આવે છે તો પસંદ થયેલ મૂળાક્ષર વ્યંજન હોય તેની સંભાવના ...... છે.
0
1
5/26
21/26
શબ્દ "TRIANGLE" માંથી સ્વર પસંદ થવાની સંભાવના ..... છે.
1
0
3/8
5/8
એક પેટીમાં 15 લાલ 16 સફેદ અને 19 કાળા રંગના સમાન દડા છે. પસંદ કરેલ દડો કાળો હોય તેની સંભાવના ........... છે.
19/50
15/50
16/50
0
નીચેનામાંથી કયા વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે.
2/3
0.7
15 %
-1.5
1 વર્ષમાંથી 1 મહિનો પસંદ કરવામાં આવે છે. પસંદ થયેલ મહિનો માર્ચ અથવા ડિસેમ્બર હોવાની સંભાવના ..... છે.
1/2
1
1/6
1/12
બે બાળકો ધરાવતા કૂટુંબમાં ઓછામાં ઓછો એક છોકરી હોવાની સંભાવના ..... છે.
0
1/2
1/4
3/4
