wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

તિથિ, દિવસ અને વર્ષ

Total questions: 12

Worksheet time: 6mins

Name
Class
Date
1.

જો કોઈ વર્ષની પહેલી જાન્યુઆરીએ ગુરુવાર હોય, તો તે વર્ષની 4 ફેબ્રુઆરીના રોજ કયો દિવસ હશે ?

a)

સોમવાર

b)

મંગળવાર

c)

બુધવાર

d)

ગુરૂવાર

2.

કોઈ વર્ષે 1 એપ્રિલે સોમવાર હતો. તો તે જ વર્ષમાં 18 એપ્રિલે કયો દિવસ હશે ?

a)

ગુરુવાર

b)

શુક્રવાર

c)

શનિવાર

d)

બુધવાર

3.

જો કોઈ મહિનાની 9 મી તારીખ રવિવારના અગાઉના દિવસે આવતી હોય, તો તે માસની પહેલી તારીખે કયો દિવસ હશે ?

a)

ગુરુવાર

b)

રવિવાર

c)

શનિવાર

d)

શુક્રવાર

4.

2010 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી મંગળવારે કરવામાં આવી હોય, તો 2009 માં પ્રજાસત્તાક દિવસ કયા દિવસે ઉજવવામાં આવેલ હશે ?

a)

રવિવાર

b)

સોમવાર

c)

મંગળવાર

d)

બુધવાર

5.

P , Q , R , S એ ક્રમાનુસાર આવતા અંગ્રેજી મહીનાઓ માટે જો P અને S મહિનાના દિવસો 30 હોય, તો P મહિનો કયો હશે ?

a)

એપ્રિલ

b)

સપ્ટેમ્બર

c)

જુન

d)

નવેમ્બર

6.

2011ની પહેલી જાન્યુઆરીએ શનિવાર હતો , તો 2012ની 26મી જાન્યુઆરી એ કયો દિવસ હશે ?

a)

મંગળવાર

b)

ગુરૂવાર

c)

બુધવાર

d)

શુક્રવાર

7.

15 મી ઓગસ્ટ 2011 ના દિવસે સોમવાર હતો તો 15 મી ઓગસ્ટ 2010 ના દિવસે કયો વાર હશે ?

a)

રવિવાર

b)

સોમવાર

c)

શુક્રવાર

d)

શનિવાર

8.

જો કોઈ વર્ષની 10મી ઓકટોબરે સોમવાર હોય તો તે પછીના વર્ષની પહેલી જાન્યુઆરી એ કયો વાર હશે ?

a)

શુક્રવાર

b)

શનિવાર

c)

રવિવાર

d)

સોમવાર

9.

જો કોઈ મહિનાની 6 તારીખ સોમવારના ત્રણ દિવસ બાદ આવતી હોય તો એ મહિનાની 20 મી તારીખે કયો વાર હશે ?

a)

શુક્રવાર

b)

શનિવાર

c)

સોમવાર

d)

ગુરૂવાર

10.

હેમેશનો જન્મ ૩ માર્ચ 1980ની સાલમાં થયો હતો અને અમૃતાનો જન્મ હેમેશના જન્મ અગાઉ 4 દિવસ પહેલા થયો હતો. જો એ વર્ષે ઉત્તરાયણ શનિવારના દિવસે આવી હોય તો અમૃતા નો જન્મ કયા દિવસે થયો હશે ?

a)

સોમવાર

b)

મંગળવાર

c)

શનિવાર

d)

રવિવાર

11.

જો કોઈ મહિનાના ત્રીજા સોમવારે 17 મી તારીખ હોય તો તે મહિનાની પહેલી તારીખે કયો વાર હશે ?

a)

ગુરુવાર

b)

શનિવાર

c)

રવિવાર

d)

બુધવાર

12.

26 મી જાન્યુઆરી 2012ના દિવસે ગુરુવાર હોય તો તે વર્ષે મહાત્મા ગાંધી ની જન્મ જયંતી કયા દિવસે ઉજવાશે ?

a)

મંગળવાર

b)

બુધવાર

c)

શુક્રવાર

d)

રવિવાર