Worksheetsધોરણ ૭ વિજ્ઞાન પાઠ -૧૦ સજીવોમા શ્વસન
Total questions: 32
Worksheet time: 16mins
વનસ્પતિ શ્વસન માટે કયો વાયુ ઉપયોગમાં લે છે ?
કાર્બન ડાયોક્સાઇડ
હાઈડ્રોજન
ઓક્સિજન
નાઇટ્રોજન
માછલી શાના દ્વારા શ્વસન કરે છે ?
શ્વાસનળી
શ્વસન છિદ્રો
ત્વચા
ઝાલર
અળસિયું શાના દ્વારા શ્વસન કરે છે ?
ફેફસા
શ્વાસ નળી
ત્વચા
શ્વસન છિદ્રો
શ્વાસ દરમિયાન ઉરસગુહા માં થતા ફેરફાર પૈકી કયું વિધાન ખોટું છે ?
ઉદરગુહા નું કદ ઘટે છે
હવા ફેફસાની અંદર ની તરફ જાય છે
પાંસળી ઉપર તરફ અને બહારની તરફ નીકળે છે
ઉરોદરપટલ નીચે જાય છે
ભારે કસરત કરતી વખતે વધારાની શક્તિ કેવી રીતે મેળવવામાં આવે છે ?
જારક શ્વસન દ્વારા
સ્નાયુઓમાં થતાં અજારક શ્વસન દ્વારા
ચરબીના વિઘટન દ્વારા
એમિનો એસિડ ઉત્પન્ન કરીને
જારક શ્વસન દરમ્યાન ઉત્પન્ન થતા પદાર્થો કયા છે ?
લેક્ટિક એસિડ અને શક્તિ
આલ્કોહોલ કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ
કાર્બન ડાયોક્સાઇડ પાણી અને શક્તિ
કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન
શ્વાસ લેવાની ક્રિયા વખતે હવાના પસાર થવાનો માર્ગ કયો સાચો છે ?
નાસિકાકોટર ,શ્વાસનળી ,ફેફસાં નાસિકાછીદ્ર
નાસિકાછીદ્ર ,ફેફસાં, શ્વાસ નળી
નાસિકાછીદ્ર ,નાસિકા કોટર ,શ્વાસનળી ,ફેફસાં
નાસિકા કોટર,નાસિકાછીદ્ર શ્વાસનળી, ફેફસા
કોષોમાં ઓક્સિજનની મદદથી ખોરાકનું વિઘટન થઈ શક્તિ મુક્ત થવાની પ્રક્રિયા ને શું કહે છે ?
અજારક શ્વસન
જારક શ્વસન
પોષણ
શ્વાસોશ્વાસ
નીચેનામાંથી કયુ સજીવ માત્ર અજારક શ્વસન કરે છે ?
વંદો
યીસ્ટ
મનુષ્ય
દેડકો
કોષીય શ્વસનમાં ઓક્સિજનના ઉપયોગથી કયા પદાર્થ નું વિઘટન થઈ કાર્બન ડાયોક્સાઇડ પાણી અને શક્તિ મુક્ત થાય છે ?
ગ્લુકોઝનું
આલ્કોહોલનું
લેક્ટિક એસિડ નું
સ્ટાર્ચનું
દેડકો શેના વડે શ્વસન કરે છે ?
ત્વચા અને ફેફસાં
શ્વસન છીદ્રો અને ફેફસાં
ઝાલર
શ્વસન છિદ્રો અને શ્વાસનળી
યીસ્ટ દ્વારા થતા અજારક શ્વસન માં ગ્લુકોઝ નું વિઘટન થઈ કયો પદાર્થ ઉત્પન્ન થાય છે જે સજીવો દ્વારા થતાં જારક સ્વસન માં ઉત્પન્ન થતો નથી ?
આલ્કોહોલ
પાણી
લેક્ટિક એસિડ
કાર્બન ડાયોક્સાઇડ
માછલી શાના વડે શ્વસન કરે છે ?
ભીંગડા વળે પાણીમાં ઓગળેલા ઓક્સિજન લે છે
શ્વસન છિદ્રો વડે હવામાં ઓક્સિજન લે છે
ઝાલર વડે હવામાં ઓક્સિજન લે છે
ઝાલરો વડે પાણીમાં ઓગળેલા ઓક્સિજન લે છે
ભારે કસરત કરતી વખતે આપણા સ્નાયુઓ અજારક શ્વસન કરે છે ત્યારે કેટલીકવાર સ્નાયુઓ ખેંચાય જાય છે આમ થવાનું કારણ કયો પદાર્થ બનાવવા ના લીધે છે ?
આલ્કોહોલ
ગ્લુકોઝ
કાર્બન ડાયોક્સાઇડ
લેક્ટિક એસિડ
ઉશ્વાસ બહાર કાઢવાની ક્રિયા દરમ્યાન ઉરોદરપટલ ઉદરગુહ અને છાતીના પિંજરાનું હલનચલન વિશેની કઈ વિગત સાચી નથી ?
ઉદર ગુહા નું કદ ઘટે છે
પાંસળીઓ ઉપર તરફ અને બહાર તરફ નીકળે છે
ઉરોદરપટલ ઉપરની તરફ મૂળ સ્થાન સુધી ખસે છે
પાંસળીઓ નીચેની તરફ અને અંદરની તરફ જાય છે
વ્હેલ અને ડોલ્ફીન વારંવાર પાણીની સપાટી ઉપર આવે છે તેના માટે શું યોગ્ય નથી ?
તે સસ્તન વર્ગના પ્રાણીની છે
તે ચુઈ દ્વારા ઓક્સિજન શ્વાસમાં લે છે
તેમના સ્વસન અંગ ફેફસા છે
તે હવામાંનો ઓક્સીજન શ્વાસમાં લે છે
અજારક શ્વસન માટે નીચેની પ્રક્રિયા પૂર્ણ કરો
શક્તિ
કાર્બન ડાયોક્સાઇડ
આલ્કોહોલ
પાણી
ઉશ્વાસમાં બહાર કાઢેલી હવામાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ કેટલું હોય છે ?
2 %
3.4%
4.4%
6%
કોષીય શ્વસન ના મુખ્ય કેટલા પ્રકાર છે ?
5
3
1
2
સજીવોનું રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે ?
પેશી
અંગ
કોષ
તંત્ર
હવાની ગેરહાજરીમાં જીવી શકે તેવું સજીવ કયું છે ?
ગાય
કુતરો
યીસ્ટ
લીમડો
બધા સજીવો ખોરાકમાંથી શક્તિ મેળવવા શું કરે છે ?
પ્રચલન
પ્રજનન
રુધિરાભિસરણ
શ્વસન
વનસ્પતિના પર્ણોમાં આવેલા નાના છિદ્રો જેવી રચના ને શું કહે છે ?
સોટીમૂળ
તંતુમૂળ
કેસીકા
પર્ણ રંધ્
હવામાં કાર્બન ડાયોકસાઈડ વાયુનું પ્રમાણ કેટલા ટકા છે ?
98
0.04
4
21
આપણી ઉશ્વાસ દરમિયાન કયો વાયુ બહાર કાઢીએ છીએ ?
ઓક્સિજન
નાઇટ્રોજન
કાર્બન ડાયોક્સાઇડ
હાઈડ્રોજન
ઉદરગુહા ના તળિયે પડદા જેવી રચના ને શું કહે છે ?
અભયપટલ
ઉરોદરપટલ
પાંસળીઓ
ફેફસા
વંદા માં હવા સેના દ્વારા શરીરની અંદર પ્રવેશે છે ?
ફેફસા
નાક
શ્વાસ વાહિની
શ્વસન છિદ્ર
આરામદાયક સ્થિતિમાં પુખ્ત વયની વ્યક્તિમાં એક મિનિટમાં શ્વસન દર કેટલો હોય છે ?
15-18
9-12
21-24
30-33
ઉશ્વાસ દરમ્યાન પાંસળીઓ......
ઉપર તરફ જાય છે
નીચે તરફ જાય છે
બહાર તરફ આવે છે
કોઈ હલચલ થશે નહીં
જારક સ્વસન માટે પ્રક્રિયા પૂર્ણ કરો
ઓક્સિજન
શક્તિ
હાઈડ્રોજન
આલ્કોહોલ
અજારક શ્વસન દરમિયાન યીસ્ટમાં શું ઉત્પન્ન થાય છે ?
ફક્ત આલ્કોહોલ
ફક્ત કાર્બન ડાયોક્સાઇડ
આલ્કોહોલ કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ
આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ
અજારક શ્વસન માટે નીચેની પ્રક્રિયા પૂર્ણ કરો
શક્તિ
કાર્બન ડાયોક્સાઇડ
આલ્કોહોલ
પાણી
