NEW
Font size
Worksheetsધોરણ ૭ વિજ્ઞાન પાઠ ૧૩ ગતિ અને સમય
Total questions: 51
Worksheet time: 3570secs
એક ટ્રેન ની ઝડપ 72 Km/h છે તો તેની ઝડપ m/s માં એકમમાં કેટલી ?
25 m/s
20 m/s
10 m/s
30 m/s
નીચેના પૈકી કયું વર્તુળાકાર ગતિ નું ઉદાહરણ છે ?
લોલક ની ગતિ
હવામાં મચ્છર ની ગતિ
હીચકા ની ગતિ
ફરતા પંખા ની ગતિ
નીચેના પૈકી કયો ઝડપ નો એકમ નથી ?
Km/h
m/s
Km/s
m/s2
નીચેનામાંથી કઈ કુદરતી ઘટનાનું ચોક્કસ સમયગાળા દરમિયાન પુનરાવર્તન થતું નથી ?
એક ધરતીકંપ પછી બીજો ધરતીકંપ
એક સૂર્યોદય બાદ બીજો સૂર્યોદય
એક અમાસ પછી બીજી અમાસ
સૂર્યની ફરતે પૃથ્વીનું દરેક પરિભ્રમણ બીપી
એક સુપરફાસ્ટ ટ્રેન સવારે 08:00 વાગે મોરબી થી ઉપડી અમદાવાદ 11 વાગે પહોંચાડે છે જો ટ્રેન ની સરાસરી ઝડપ 65 Km/h હોય તો અમદાવાદ અને મોરબી વચ્ચે નું અંતર કેટલું હશે ?
150
180
225
195
એક કાર ચાલક 8:30 સે ઘરેથી નીકળી પોતાના ગામ જવા નીકળે છે તે ઘરે થી નીકળે છે ત્યારે ઓડોમીટર નું વાંચન 12345 Km હતું કે તેના ગામ અચળ ઝડપે ઝડપે ગતિ કરી 9:15 પહોંચે છે ત્યારે ઓડોમીટર નું વાંચન 12393 Km જુએ છે તો એની કારની ઝડપ કેટલી હશે ?
64 Km/h
48 Km/h
72 Km/h
60 Km/h
એક ટ્રેન અચળ ઝડપે 1.5 કલાકમાં 135 કિમી અંતર કાપે છે તો તેની ઝડપ કેટલી હશે ?
105 Km/h
100 Km/h
125 Km/h
90 Km/h
અચળ ઝડપે ગતિ કરતા પદાર્થ નો અંતર- સમય નો આલેખ કેવો હોય છે ?
શિરોલંબ સુરેખા
વક્ર રેખા
ત્રાશી સુરેખા
સમક્ષિતિજ સુરેખા
ઝડપ વિશેનું નીચેના પૈકી કયું સૂત્ર સાચું છે ?
ઝડપ = અંતર × સમય
અંતર = ઝડપ × સમય
ઝડપ = સમય /અંતર
અંતર = ઝડપ /સમય
રોકેટ ની ઝડપ 8 Km/s છે અને કાચબા ની ઝડપ 8 cm /s છે તો રોકેટ ની ઝડપ કાચબા ની ઝડપ કરતાં કેટલા ગણી છે ?
1000 ગણી
1000 ગણી
1,00,000 ગણી
10,000 ગણી
54 Km/h ઝડપ એટલે કેટલા m/s ઝડપ ?
20 m/s
18 m/s
15 m/s
10 m/s
લોલક વાળી ઘડિયાળ પ્રચલિત બની તે પહેલાના સમયમાં માપન માટે વપરાતા સાધનો માં કોનો સમાવેશ થતો નથી ?
છાયાયંત્રો
જળ ઘડી
અટક ઘડી
રેત ઘડી
એક નેનો સેકન્ડ એ એક સેકન્ડ નો કેટલામો ભાગ છે ?
દસ હજાર મો ભાગ
દસ લાખ મો ભાગ
એક કરોડ મો ભાગ
એક અબજ મો ભાગ
એક વાહન B ની ઝડપ 36 Km/h જ્યારે બીજા વાહનની A ની ઝડપ 36 m/s છે તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
બંને વાહન ની ઝડપ સરખી છે
વાહન B ની ઝડપ વધુ છે
વાહન A ની ઝડપ વધુ છે
ચોક્કસ કહી શકાય નહીં
સુરેખ પથ પર અચળ ઝડપે થતી પદાર્થ ની ગતિ ને કેવી ગતિ કહે છે ?
અનિયમિત ગતિ
નિયમિત ગતિ
વક્રગતિ
ચક્રીય ગતિ
સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થ ની ઝડપ બદલાતી રહે તો તેવી ગતિને કેવી ગતિ કહે છે ?
નિયમિત ગતિ
અનિયમિત ગતિ
વક્રગતિ
ચક્રીય ગતિ
આવર્ત ગતિ નું સૌથી વધુ જાણીતુ ઉદાહરણ કયું છે ?
ઉચક નીચક
ઝુલો
સાદુ લોલક
હિંચકો
લોલક ને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને શું કહે છે ?
સ્પીડોમીટર
આવર્ત ગતિ
આવૃત્તિ
આવર્તકાળ
લંબાઈ નો મૂળભૂત એકમ કયો છે ?
સેન્ટીમીટર
મીટર
કિલોમીટર
નેનો મીટર
સમય નો મૂળભૂત એકમ કયો છે ?
દિવસ
કલાક
મિનિટ
સેકન્ડ
ઝડપનો મૂળભૂત એકમ કયો છે ?
મીટર /કલાક
મીટર/સેકન્ડ
કિલોમીટર / સેકન્ડ
મીટર/ મિનિટ
વાહનોની ઝડપ માપવા શેનો ઉપયોગ થાય છે ?
સ્પીડોમીટર
ઓડોમીટર
ગેલવેનોમીટર
થર્મોમીટર
વાહનો દ્વારા કપાયેલુ અંતર જાણવા શેનો ઉપયોગ થાય છે ?
સ્પીડોમીટર
ઓડોમીટર
થર્મોમીટર
ગેલવેનોમીટર
એક સેકન્ડ = ............. માઈક્રો સેકન્ડ
1000 =10^3
10,000 = 10^4
1,00,000 = 10^5
10,00,000 = 10^6
એક સેકન્ડ = ....... નેનો સેકન્ડ
10000 =10^4
100000 = 10^5
1000000 = 10^6
1000000000 = 10^9
અંતર - સમય નો આલેખ દોરવા X અક્ષ પર શું લેવામાં આવે છે ?
સમય
અંતર
અંતર અને સમય
કઈ કહી શકાય નહીં
અંતર સમય નો આલેખ દોરવા Y અક્ષ પર શું લેવામાં આવે છે ?
સમય
અંતર
અંતર અને સમય
કઈ કહી શકાય નહિ
સાદુ લોલક 20 દોલનપૂર્ણ કરવા માટે ૩૨ સેકન્ડનો સમય લે છે તો લોલક નો આવર્તકાળ કેટલો હોય ?
1.5 સેકન્ડ
1.8 સેકન્ડ
1.6 સેકન્ડ
1.7 સેકન્ડ
બે સ્ટેશન વચ્ચેનું અંતર 240 કિ.મી છે ટ્રેનને આ અંતર કાપવા માટે ચાર કલાક લાગે છે તો આ ટ્રેનની ઝડપ શોધો ?
65 Km/h
70 Km/h
60 Km/h
80 Km/h
જાનકી સાઈકલ પર તેના ઘરેથી શાળાએ 15 મિનિટમાં પહોંચે છે જો સાઈકલ ની ઝડપ 2 m/s હોય તો તેના ઘરથી શાળા વચ્ચેનું અંતર શોધો ?
1.8 મીટર
1.8 કિલોમીટર
18 નેનોમીટર
18 કિલોમીટર
એક કાર 15 મિનિટ સુધી 40 Km/h ની ઝડપે અને ત્યારબાદ બીજી 15 મિનિટ સુધી 60 Km/h ની ઝડપે ગતિ કરે છે તો કારે કાપેલું અંતર કેટલુ છે ?
22 Km
25 Km
28 Km
32 Km
પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરની શું કહેવાય ?
મીટર
કિલોમીટર
ઝડપ
સેકન્ડ
લોલક કેવી ગતિ કરે છે ?
સુરેખ
આવર્ત
વર્તુળાકાર
અનિયમિત
એક દોડવીર દોડની સ્પર્ધામાં ૧૦૦ મીટરનું અંતર ૧૦ સેકન્ડમાં કાપે છે તો તેની સરેરાશ ઝડપ કેટલી ?
10 m/s
35 Km/h
35 m/s
10 Km/h
15 m/s = ........... Km/s
15
45
54
64
એક સ્કૂટર સવાર 20 મિનિટ સુધી 30 km /h ની ઝડપે ગતિ કરે છે તો તેને કેટલું અંતર કાપ્યું હશે ?
10 km
20 km
30 km
40 km
ગીતા સ્કુટી પર તેના ઘરેથી શાળાએ 15 મિનિટમાં પહોંચે છે જો સ્કુટી ની ઝડપ 5 m/s હોય તો ઘર અને શાળા વચ્ચે નું અંતર કેટલું હોય ?
450 m
4.5 km
45 m
450 km
એક દિવસ ની કેટલી સેકન્ડ થાય ?
24
3600
86400
12000
એક વર્ષમાં કેટલા કલાક થાય ?
1461
8766
365
8000
વાહન અચળ ઝડપથી ગતિ કરતું હોય ત્યારે અંતર - સમય નો આલેખ કેવો જોવા મળે ?
વર્તુળાકાર
વક્ર
સુરેખ ( ત્રાશી રેખા )
ત્રિકોણાકાર
જાણીતું છાયાયંત્ર ક્યાં આવેલું છે ?
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે
મુંબઇમાં તાજ હોટલ પાસે
કલકત્તામાં
દિલ્હીમાં જંતર-મંતર માં
સાદા લોલક ના નિયમ કોણે શોધ્યા હતા ?
આઈન્સ્ટાઈન
માર્ક ઝુકરબર્ગ
ગેલિલિયો
આર્કિમીડીઝ
ઝાડ પર થી પડતાં ફળ ની ગતિ ક્યા પ્રકારની છે ?
દોલન ગતિ
આવર્ત ગતિ
વર્તુળાકાર ગતિ
સુરેખ ગતિ
કારની અચળ ઝડપ 70 km/ h છે તો કાર 30 મિનિટમાં કેટલું અંતર કાપશે ?
35 Km
40 km
30 km
70 km
એક ટ્રેન અચળ ઝડપે 40 મિનિટમાં 36 કિમી અંતર કાપે છે તો તેની ઝડપ કેટલી ગણાય ?
35 km /h
54 km/h
32 km /h
45 km/h
આ લેખમાં X અક્ષ અને Y અક્ષ છેદ બિંદુ ને શું કહે છે ?
પ્રમાણમાપ
પ્રમાણ બિંદુ
ઉગમ બિંદુ
અક્ષ બિંદુ
90 km /h = ........ m/s
25
30
60
55
પદાર્થ એક મિનિટમાં એક કિલોમીટર અંતર કાપે તો તે પદાર્થની km/h માં ઝડપ કેટલી થાય ?
30 km/ h
100 km/ h
300 km/ h
60 km/ h
18 km/h ની અચળ ઝડપે જતો સાયકલ સવાર એક સેકન્ડ માં કેટલા મીટર અંતર કાપશે ?
5
10
15
20
આપેલ અંતર સમયના આલેખ વિશે નું નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?
પદાર્થ ની ઝડપ 40 km/h છે
પદાર્થ પ્રથમ 30 મિનિટમાં 20 કિમી અંતર કાપે છે
પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે
પદાર્થ 60 કિમી અંતર કાપવા 40 મિનિટનો સમય લે છે
બાજુની આકૃતિમાં લોલકે એક દોલન પૂર્ણ કર્યું ક્યારે કહેવાય ?
A સ્થાનેથી B સ્થાને જાય ત્યારે
A સ્થાનેથી B સ્થાને જઈ B સ્થાનેથી A સ્થાને આવે ત્યારે
B સ્થાનેથી A સ્થાને જઈ O સ્થાને આવે ત્યારે
O સ્થાનેથી A સ્થાને જઇ પછી B સ્થાને આવી ફરી A સ્થાને આવે ત્યારે
