wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

quizizz-Statistics 30 Marks “परिश्रम से परिवर्तन”

Total questions: 30

Worksheet time: 30mins

Name
Class
Date
1.

આધાર વર્ષ કેવું હોવું જોઈએ?

a)

કોઈપણ વર્ષ સરેરાશ

b)

સરેરાશ વર્ષ

c)

સામાન્ય વર્ષ

d)

આપેલ પૈકી એક પણ નહીં

2.

જો આધાર વર્ષ 2012ના સંદર્ભમાં વર્ષ 2016માં નાણાં ની ખરીદશક્તિ 0.8 હોય, તો વર્ષ 2016 માટે ભાવ નો સૂચક આંક કેટલો થશે?

a)

80

b)

100

c)

125

d)

આપેલ પૈકી એક પણ નહીં

3.

સૂચક આંક કેવું માપ છે?

a)

નિરપેક્ષ માપ

b)

સાપેક્ષ માપ

c)

સામાન્ય માપ

d)

સરેરાશ માપ

4.

ક્યા પ્રકારનો ભાર સંખ્યામાં દર્શાવી શકાતો નથી?

a)

ગર્ભિત ભાર

b)

સ્પષ્ટ ભાર

c)

મુક્ત ભાર

d)

સાપેક્ષ ભાર

5.

ફુગાવાનો દર નક્કી કરવા કયો સૂચક આંક ઉપયોગમાં લેવાય છે?

a)

જીવન નિર્વાહ ખર્ચનો સૂચકઆંક

b)

જથ્થાબંધ ભાવ નો સૂચક આંક

c)

રાષ્ટ્રીય આવક નો સૂચક આંક

d)

આયાત નિકાસ નો સૂચક આંક

6.

અર્થતંત્રમાં સૂચક આંક શું છે?

a)

તુલનાત્મક માપ

b)

મહત્વનું સાધન

c)

પારાશીશી

d)

ટકાવારી

7.

ફિશર નો સૂચક આંક એ લાસ્પેયર અને પાસેના સૂચક અંકોનો કેવો મધ્યક છે?

a)

ભારિત મધ્યક

b)

ગુણોત્તર મધ્યક

c)

સમાંતર મધ્યક

d)

મિશ્ર મધ્યક

8.

આધાર વર્ષનો સૂચક આંક કેટલો લેવામાં આવે છે?

a)

0

b)

100 કરતાં ઓછો

c)

100

d)

100 કરતાં વધુ

9.

સૂચક આંક ની ગણતરી ની કઈ પદ્ધતિ માં આધાર વર્ષ પ્રત્યેક વર્ષે બદલાતું રહે છે?

a)

અચલ આધાર ની રીત

b)

કુલ ખર્ચ ની રીત

c)

પાસે ની રીત

d)

પરંપરિત આધાર ની રીત

10.

કઈ પદ્ધતિથી મેળવેલ સૂચક આંક મોસમી અને ચક્રીય વધઘટથી મુક્ત બને છે?

a)

કૌટુંબિક અંદાજપત્ર ની રીત

b)

કુલ ખર્ચ ની રીત

c)

અચલ આધાર ની રીત

d)

પરંપરિત આધાર ની રીત

11.

નીચેનામાંથી સહસંબંધાંક ની સાચી કિંમત જણાવો

a)

1.2

b)

-1.2

c)

1.05

d)

-0.981

12.

વર્તુળ ની ત્રિજ્યા અને ક્ષેત્રફળ વચ્ચે કેવા પ્રકારનો સહસંબંધ છે?

a)

સંપૂર્ણ ધન સહસંબંધ

b)

આંશિક ધન સહસંબંધ

c)

સંપૂર્ણ ઋણ સહસંબંધ

d)

આંશિક ઋણ સહસંબંધ

13.

r ની ઓછામાં ઓછી કિંમત જણાવો.

a)

0

b)

1

c)

-1

d)

-3

14.

ગુણાત્મક માહિતી માટે સહસંબંધાંક શોધવા માટેની રીત નું નામ લખો

a)

કાર્લ પિયર્સન ગુણન પ્રઘાત ની રીત

b)

સ્પિયરમેનની ક્રમાંક સહસંબંધાંક ની રીત

c)

વિકીર્ણ આકૃતિ ની રીત

d)

બાઊલી ની રીત

15.

સહસંબંધાંક r નું ચિન્હ નીચેના પૈકી શેના પર આધારિત છે?

a)

સહવિચરણ પર

b)

વિચરણ પર

c)

પ્રમાણિત વિચલન પર

d)

મિશ્ર પ્રમાણિત વિચલન પર

16.

ઝાડની ઉંચાઈ અને માનવીની ઊંચાઇ વચ્ચે કેવા પ્રકારનો સહસંબંધ છે?

a)

સંપૂર્ણ સહસંબંધ

b)

ભ્રામક સહસંબંધ

c)

ધન સહસંબંધ

d)

ઋણ સહસંબંધ

17.

જો ચલ X × 5 અને Y × 5 વચ્ચે નો સહસંબંધાંક 0.9 હોય તો x અને y વચ્ચેનો સહસંબંધ આંક કેટલો?

a)

0.3

b)

0.6

c)

0.1

d)

0.9

18.

ક્રમાંક સહસંબંધાંક 1 હોય, તો Ed^2 ( સિગ્મા d નો સ્ક્વેર) નું મૂલ્ય કેટલું?

a)

1

b)

-1

c)

0

d)

6

19.

r=0 નુ અર્થઘટન જણાવો.

a)

સંપૂર્ણ ધન સુરેખ સહસંબંધ

b)

સંપૂર્ણ સુરેખ સહસંબંધ

c)

મિશ્ર સહસંબંધ

d)

સુરેખ સહસંબંધ નો અભાવ

20.

યાદચ્છિક ચલ X અને Y વચ્ચેના રૈખિક સંબંધની ઘનિષ્ઠતા ના માપ ને શું કહેવામાં આવે છે?

a)

સહસંબંધાંક

b)

કાર્યકારણ નો સંબંધ

c)

ગાણિતિક સંબંધ

d)

નિશ્ચાયક્તાનોઆંક

21.

નિયતસંબંધ એ બે સહસંબંધિત ચલ વચ્ચેનો કેવો સંબંધ છે?

a)

રચનાત્મક

b)

વિધયાત્મક

c)

સર્જનાત્મક

d)

ગુણાત્મક

22.

નીચેના પૈકી કેવો ચલ સુરેખ નિયતસંબંધ મોડેલનો વિક્ષેપ ચલ છે?

a)

u

b)

B

c)

a

d)

v

23.

નિયત સંબંધ આંક ની કિંમત કેવી હોઈ શકે નહીં ?

a)

ધન

b)

ઋણ

c)

એક

d)

શૂન્ય

24.

સુરેખ નિયતસંબંધ મોડેલમાં a અને b શું દર્શાવે છે?

a)

સાપેક્ષ ચલ

b)

નિરપેક્ષ ચલ

c)

અચળાંક

d)

વિક્ષેપ ચલ

25.

નિયતસંબંધાંક ક્યાં પરિવર્તનથી સ્વતંત્ર છે?

a)

માપના

b)

ઊગમબિંદુ ના

c)

ઉગમ બિંદુ અને માપના

d)

આંતરિક

26.

નીચેના પૈકી કોને નિયતસંબંધ નો અભ્યાસ ઉપયોગી છે?

a)

અર્થશાસ્ત્રીઓને

b)

સંશોધનકારોને

c)

આયોજનકારોને

d)

આપેલ તમામ ને

27.

નિયતસંબંધાંક b ને બીજી કઈ રીતે દર્શાવાય?

a)

byx

b)

bxy

c)

ryx

d)

rxy

28.

નિયતસંબંધ રેખા મેળવતી વખતે ત્રુટીઓના વર્ગોનો સરવાળો કેટલો કરવામાં આવે છે?

a)

સરેરાશ

b)

મહત્તમ

c)

શૂન્ય

d)

ન્યુનત્તમ

29.

જો દ્વિચલ માહિતીના ચલ x અને y ની દરેક કિંમત માંથી 50 બાદ કરવામાં આવે તો byx ની કિંમતમાં.....

a)

કોઈ ફરક પડતો નથી

b)

50નો ઘટાડો થાય છે

c)

50નો વધારો થાય છે

d)

100 નો ઘટાડો થાય છે

30.

નિયતસંબંધ રેખાના આયોજન માટેની પદ્ધતિઓ કેટલી છે?

a)

1

b)

2

c)

3

d)

અનેક