wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Alphabate The learning system (EPL) (ACC)

Total questions: 50

Worksheet time: 50mins

Name
Class
Date
1.

ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ પેઢી માટે શું ગણાય ?

a)

ખર્ચ

b)

દેવું

c)

આવક

d)

નુકસાન

2.

રોકડ બૅન્કમાં ભરીએ તે ........

a)

કામગીરીની પ્રવૃત્તિનો જાવક રોકડ પ્રવાહ છે

b)

નાણાકીય પ્રવૃત્તિનો જાવક રોકડ પ્રવાહ છે

c)

રોકાણની પ્રવૃત્તિનો જાવક રોકડ પ્રવાહ છે

d)

રોકડ પ્રવાહ નથી .

3.

પુનઃમૂલ્યાંકન ખાતાને................તરીકે પણ ઓળખવામાં આવે છે?

a)

મૂડી અનામત ખાતા

b)

નફા - નુકસાન ફાળવણી ખાતા

c)

નફા - નુકસાન હવાલા ખાતા

d)

નફા - નુકસાન ખાતા

4.

હાલના કંપનીધારાના નિયમ પ્રમાણે કંપની શેરદીઠ ઓછામાં ઓછી કેટલી કિંમતે તેના શેર બહાર પાડી શકે ?

a)

₹100

b)

₹1000

c)

₹1

d)

₹0.50

5.

વિસર્જન સમયે ભાગીદારી પેઢીની મિલકતો અને જવાબદારીઓની હિસાબી અસર આપવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું એટલે ??

a)

નફા - નુકસાન ખાતું

b)

નફા - નુકસાન ફાળવણી ખાતું

c)

પુનઃમૂલ્યાંકનું ખાતું

d)

સંપાદન ખાતું

6.

ડિબેન્ચર કેટલા ટકા વટાવથી બહાર પાડી શકાય ?

a)

10 %

b)

5 %

c)

20 %

d)

બોર્ડ ઑફ ડિરેક્ટર્સ દ્વારા નક્કી કરેલ દરે

7.

પાઘડી એ .............. નું નાણાકીય મૂલ્ય છે .

a)

રોકાણો

b)

ધંધાકીય એકમની પ્રતિષ્ઠા

c)

કાયમી મિલકતો

d)

હરીફાઈ

8.

પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં દેવાદારો ₹ 24,500 અને ઘોલખાધ અનામત ₹2,500 હોય , તો માલ - મિલકત નિકાલ ખાતે જમા બાજુએ કઈ રકમ લખશો ?

a)

₹ 24500

b)

₹ 2500

c)

₹ 22000

d)

₹ 27000

9.

શ્વેતા , ગીતા અને જ્યોતિ સરખા હિસ્સે નફો - નુકસાન વહેંચતા ભાગીદારો છે . ગીતા નિવૃત્ત થાય છે . ગીતાનો ભાગ શ્વેતા અને જ્યોતિને સરખે હિસ્સે મળે છે , તો શ્વેતા અને જ્યોતિનું નવું નફા - નુકસાનનું પ્રમાણ ..... થશે .

a)

3 : 1

b)

2 : 1

c)

1 : 2

d)

1 : 1

10.

પ્રવાહી ગુણોત્તર એ.........

a)

સધ્ધરતાનું માપ દર્શાવે છે

b)

ટૂંકા ગાળાની નફાકારકતાનું માપ છે

c)

નફાકારકતાનું માપ છે

d)

તરલતાનું માપ છે

11.

ડિબેન્ચર હોલ્ડર એ કંપનીનો .......

a)

માલિક છે

b)

સંચાલક છે

c)

લેણદાર છે

d)

લિક્વિડેટર છે

12.

જો ભાગીદારી કરારપત્રમાં સ્પષ્ટતા ન હોય , તો પેઢીને ભાગીદારે ધીરેલી લોન પર કેટલા ટકા વ્યાજ ગણાય ?

a)

6 %

b)

9 %

c)

12 %

d)

વ્યાજ ગણાશે નહિ.

13.

હિસાબી વર્ષ તા . 31-3 - '20 ના રોજ પૂરું થાય છે . તા . 30 – 6 – '20 ના રોજ ભાગીદારનું મૃત્યુ થાય છે . તેનો નફામાં ભાગ 1/3 છે . ગયા વર્ષના નફા ₹24,000 ને આધારે નફામાં ભાગ મળવાપાત્ર હોય , તો તેને મૃત્યુ વખતે નફાના ભાગ તરીકે મળશે .

a)

₹ 1333

b)

₹ 2000

c)

₹ 8000

d)

₹ 24000

14.

ભાગીદારની પત્નીએ સ્ત્રીધનમાંથી આપેલ લોનની ચુકવણી ક્યારે થાય ?

a)

સામાન્ય દેવાં પહેલાં

b)

સામાન્ય દેવાં પછી

c)

સામાન્ય દેવાં સાથે

d)

બધા જ પ્રકારની ચુકવણી પછી .

15.

કામગીરી પ્રવૃત્તિઓ એટલે ધંધાની.............ના સર્જનની મુખ્ય પ્રવૃત્તિઓ .

a)

ઊપજ

b)

રોકાણ

c)

નાણાકીય

d)

ખર્ચ

16.

અપેક્ષિત નફો = .................

a)

રોકાયેલી મૂડી x અપેક્ષિત વળતરનો દર

b)

સરેરાશ નફો x અપેક્ષિત વળતરનો દર

c)

ભારિત સરેરાશ નફો x અપેક્ષિત વળતરનો દર

d)

મિલકતો × અપેક્ષિત વળતરનો દર

17.

ટૂંકા ગાળાની બૅન્ક ડિપૉઝિટ એ ........

a)

આવક રોકડ પ્રવાહ છે .

b)

જાવક રોકડ પ્રવાહ છે

c)

રોકડ સમકક્ષ છે

d)

આપેલ પૈકી એક પણ નહિ

18.

શેર જપ્તીની આમનોંધ વખતે શેરમૂડી ખાતે કઈ રકમ ઉધારાય ?

a)

મંગાવેલ રકમ

b)

દાર્શનિક કિંમત

c)

નહિ મંગાવેલ રકમ

d)

મળેલ રકમ

19.

રુચિ અને શુચિ સરખા હિસ્સે નફો - નુકસાન વહેંચતા ભાગીદારો છે . તેમણે પ્રાચિને નફામાં તે 1/4 ભાગ આપવાની શરતે પ્રવેશ આપ્યો , નફા - નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ શોધો

a)

3 : 3 : 2

b)

1 : 1 : 1

c)

2 : 3 : 3

d)

3 : 3 : 1

20.

મિલકતો અને દેવાંના પુનઃમૂલ્યાંકન સમયે દેવાદારો પર ઘાલખાધ અનામતની જોગવાઈ કરવાની હોય , તો ....

a)

પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર

b)

પુનઃમૂલ્યાંકન ખાતે જમા

c)

નફા - નુકસાન ખાતે ઉધાર

d)

દેવાદારો ખાતે ઉધાર

21.

વિસર્જન સમયે ઘાલખાધ અનામત ₹2,000 બાદ કર્યા પછી દેવાદારો ₹40,000 છે . માલ - મિલકત નિકાલ ખાતે ઉધાર બાજુ દેવાદારો કઈ રકમથી નોંધાશે ?

a)

₹ 42000

b)

₹ 40000

c)

₹ 2000

d)

₹ 44000

22.

જે સ્થિર મૂડી ખાતાંની પદ્ધતિ હોય , તો ઉપાડ ખાતું બંધ કરી વર્ષના અંતે કયા ખાતે લઈ જવામાં આવે છે ?

a)

મૂડી ખાતે

b)

ચાલુ ખાતે

c)

નફા - નુકસાન ખાતે

d)

નફા - નુકસાન ફાળવણી ખાતે

23.

પુનર્ગઠન સમયે અનામત ભંડોળની રકમ ક્યાં ખાતે જમા થાય છે ?

a)

નફા - નુકસાન ખાતે

b)

પુનઃમૂલ્યાંકન ખાતે

c)

નફા - નુકસાન ફાળવણી ખાતે

d)

ભાગીદારોના મૂડી / ચાલુ ખાતે

24.

ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડતાં મળેલ પ્રીમિયમની રકમ ક્યા ખાતે લઈ જવામાં આવે છે ?

a)

મૂડી અનામત ખાતે

b)

જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે

c)

સામાન્ય અનામત

d)

નફા - નુકસાન પત્રક ખાતે

25.

નીચેનામાંથી કયો ગુણોત્તર નફાકારકતાનો ગુણોત્તર છે ?

a)

સ્ટૉક ચલનદર

b)

કામગીરી ગુણોત્તર

c)

પ્રવાહી ગુણોત્તર

d)

કાર્યશીલ મૂડીનો ઊથલો

26.

જ્યારે પેઢીમાં દર વર્ષે નફો વધતો હોય ત્યારે કઈ પદ્ધતિ મુજબ પાઘડી માટે નફાની ગણતરી કરવી વધુ હિતાવહ છે ?

a)

સાદી સરેરાશ

b)

ભારિત સરેરાશ

c)

વાર્ષિક વૃદ્ધિ દર

d)

ચક્રવૃદ્ધિ દર

27.

મિત અને જિત 3ઃ 1 ના પ્રમાણમાં નફો - નુકસાન વહેંચતા ભાગીદારો છે . તેમણે પ્રીતને ભાગીદારીમાં દાખલ કરી ના નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ 2 : 1 : 2 નક્કી કર્યું . જૂના ભાગીદારોના ત્યાગનું પ્રમાણ શોધો .

a)

3 :1

b)

1 :7

c)

7 :1

d)

2 :1

28.

કાર્યશીલ મૂડી = .................

a)

કુલ મિલકતો –કુલ દેવાં

b)

ચાલુ મિલક્તો –ચાલુ દેવાં

c)

ચાલુ દેવાં – ચાલુ મિલક્તો

d)

વેચાણ – ચાલુ મિલકતો

29.

રોકડ પ્રવાહ પત્રક એટલે .........

a)

આવક રોકડ પ્રવાહ દર્શાવતું પત્રક

b)

જાવક રોકડ પ્રવાહ દર્શાવતું પત્રક

c)

આવક અને જાવક રોકડ પ્રવાહ દર્શાવતું પત્રક

d)

આપેલ પૈકી એક પણ નહિ

30.

નહિ મંગાવેલી શેરમૂડીની રકમ ભવિષ્યમાં પણ નહિ મંગાવવાનો ઠરાવ શેરહોલ્ડરની સભામાં પાસ થાય તો તેને કેવી મૂડી કહેવાય ?

a)

સત્તાવાર મૂડી

b)

ભરાયેલી મૂડી

c)

અનામત મૂડી

d)

બહાર પાડેલી મૂડી

31.

નવા ભાગીદારના પ્રવેશ સમયે સામાન્ય અનામતની રકમ કયા ખાતે લઈ જવાશે ?

a)

પુનઃમૂલ્યાંકન ખાતે

b)

નફા - નુકસાન ખાતે

c)

જૂના ભાગીદારોના મૂડી ખાતે

d)

નવા ભાગીદારોના મૂડી ખાતે

32.

નફા - નુકસાન ફાળવણી ખાતાંની ઉધાર બાકી એટલે ??

a)

કાચો નફો

b)

કાચી ખોટ

c)

વહેંચણીપાત્ર નફો

d)

વહેંચણીપાત્ર ખોટ

33.

જુદા જુદા વર્ષનાં નાણાકીય પત્રકોની તુલના કરવામાં આવે તેને કયું વિશ્લેષણ કહે છે ?

a)

આડા સ્વરૂપે વિશ્લેષણ

b)

ઊભા સ્વરૂપે વિશ્લેષણ

c)

ટૂંકા ગાળાનું વિશ્લેષણ

d)

બાહ્ય વિશ્લેષણ

34.

ભારતમાં SEBI ની સ્થાપના કયા વર્ષમાં થઈ ?

a)

1947

b)

1932

c)

1956

d)

1991

35.

ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે પાઘડીની રકમ ઘટે તો .......

a)

પાઘડીનું વેચાણ કહેવાય

b)

પાઘડીની ખરીદી કહેવાય

c)

પાઘડી માંડી વાળી કહેવાય

d)

આપેલ તમામ

36.

X , Y અને Z વચ્ચે નફા નુકસાન વહેંચણીમાં થયેલ ફેરફારને કારણે X નો લાભ 1/10 અને Y નો લાભ 1/10 લે છે , તો Z નો ત્યાગ શોધો .. ?

a)

1/10

b)

2/20

c)

2/10

d)

0

37.

અધિક નફો એટલે ............ ?

a)

રોકાયેલી મૂડી – અપેક્ષિત નફો

b)

અપેક્ષિત નફો – રોકાયેલી મૂડી

c)

સરેરાશ નફો – અપેક્ષિત નફો

d)

અપેક્ષિત નફો - સરેરાશ નફો

38.

નિવૃત્તિ કે મૃત્યુ પામેલ ભાગીદારના લેણાંની આખરી પતાવટ વખતે તેને ચૂકવવાપાત્ર રકમમાંથી શું બાદ થાય ?

a)

મૂડી પર વ્યાજ

b)

તેણે પેઢીને ધીરેલ લોન

c)

તેણે પેઢીને ધીરેલ લોનનું વ્યાજ

d)

ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ

39.

નીચેનામાંથી કયો ગુણોત્તર તરલતાનો ગુણોત્તર છે ?

a)

માલિકી ગુણોત્તર

b)

વ્યાજ - આવરણ ગુણોત્તર

c)

ચાલું ગુણોત્તર

d)

કામગીરી ગુણોત્તર

40.

નીચેનામાંથી કયો ગુણોત્તર પ્રમાણના સ્વરૂપે રજૂ થાય છે ?

a)

સ્ટૉક ચલનદર

b)

કાચા નફાનો ગુણોત્તર

c)

કામગીરી ગુણોત્તર

d)

ચાલુ ગુણોત્તર

41.

ડિબેન્ચર હોલ્ડરોને કંપનીની બોર્ડ ઑફ ડિરેક્ટર્સની ચૂંટણીમાં કેટલા મત આપવાનો અધિકાર છે ?

a)

1 ડિબેન્ચર = 1

b)

100 ડિબેન્ચર = 1

c)

વ્યક્તિદીઠ

d)

અધિકાર નથી

42.

હંગામી મૂડી પ્રથામાં ભાગીદારના ભાગનો નફો કયા ખાતે કઈ બાજુ લખાય ?

a)

મૂડી ખાતે ઉધાર

b)

મૂડી ખાતે જમા

c)

ચાલુ ખાતે ઉધાર

d)

ચાલુ ખાતે જમા

43.

એક પેટીનો છેલ્લાં ચાર વર્ષનો ભારિત સરેરાશ નફો ૨ 44,000 છે . ભારીત સરેરાશ નફાની બે વર્ષની ખરીદીને આધારે પાઘડીની કિંમત નક્કી કરો .

a)

₹ 8800

b)

₹ 11000

c)

₹ 22000

d)

₹ 88000

44.

ધંધાની તમામ મિલકતોમાં.............પ્રથમ નંબરની પ્રવાહી મિલકત છે .

a)

રોકાણો

b)

સ્ટૉક

c)

રોકડ

d)

લેણીહૂડી

45.

સંપાદન ખાતું કયા પ્રકારનું ખાતું છે ?

a)

પાકા સરવૈયા

b)

વ્યક્તિ

c)

માલ - મિલકત

d)

ઊપજ - ખર્ચ

46.

નીચેનામાંથી ક્યો વ્યવહાર હંમેશાં કામગીરી પ્રવૃત્તિનો વ્યવહાર બને છે ?

a)

લોનનું ચૂકવેલ વ્યાજ

b)

મળેલ ડિવિડન્ડ

c)

ચૂકવેલ ડિવિડન્ડ

d)

પગારનો ખર્ચ

47.

બધા ભાગીદારોની સર્વસંમતિથી ગમે તે સમયે પેઢીનું વિસર્જન થઈ શકે છે , તેને ??

a)

મરજિયાત વિસર્જન કહે છે

b)

ફરજિયાત વિસર્જન કહે છે

c)

અંદાલત દ્વારા વિસર્જન કહે છે

d)

કરાર દ્વારા વિસર્જન કહે છે

48.

સામાન્ય રીતે પ્રવાહી ગુણોત્તર કયા પ્રમાણમાં ઇચ્છનીય છે ?

a)

2 : 1

b)

1 : 2

c)

1 : 3

d)

1 : 1

49.

નવા ભાગીદારના પ્રવેશ બાદ ભવિષ્યમાં પેઢીનો નફો બધા ભાગીદારો વચ્ચે ક્યા પ્રમાણમાં વહેંચાશે ?

a)

જુના પ્રમાણમાં

b)

નવા પ્રમાણમાં

c)

સરખા પ્રમાણમાં

d)

મૂડીના પ્રમાણમાં

50.

નિવૃત્ત ભાગીદારી પેઢીના નફામાં ક્યાં સુધી હકદાર છે ?

a)

આજીવન

b)

છેલ્લા વર્ષના હિસાબ સુધી

c)

છેલ્લા વાર્ષિક હિસાબથી નિવૃત્તિ સુધી

d)

બહુમતી ભાગીદારો ઇચ્છે ત્યાં સુધી