NEW
Font size
WorksheetsAlphabet The learning system (EPL) (SP-CC)
Total questions: 50
Worksheet time: 50mins
મોટા શહેરમાં પાણી - પુરવઠો પૂરતા પ્રમાણમાં મેળવવા માટે કઈ સંસ્થા સાથે પત્રવ્યવહાર કરવો પડે છે ?
મહાનગરપાલિકા સાથે
નગરપાલિકા સાથે
રાજ્ય સરકાર સાથે
કેન્દ્ર સરકાર સાથે
વીડિયો કોન્ફરન્સિંગ માહિતી સંચારની કેવી પ્રક્રિયા છે ?
એક માર્ગ
દ્વિમાર્ગી
ત્રિમાર્ગી
બહુમાર્ગી
ક્યારેક કર્મચારીઓ પણ પોતાના હક કે સમસ્યાના ઉકેલ માટે ઉપરી અધિકારીને જે પત્ર લખે છે , તેને કેવી રીતે ઓળખવામાં આવે છે ?
પરિપત્ર
મેમો
સૂચનાપત્ર
નોટિસ
સંસ્થાના કોઈક વિભાગમાં કાર્યભારનો વધારો થયો હોય ત્યારે કર્મચારીને કયા પ્રકારની પ્રક્રિયામાં સામેલ થવું પડે છે ?
બઢતી આપવામાં આવે
રાજીનામું આપવું પડે
અપકર્ષ થવું પડે
બદલી થાય
રજૂઆતના મુદાઓની ગોઠવણી કેવી હોવી જોઈએ ?
ક્રમબદ્ધ
તર્કબદ્ધ
શિસ્તબદ્ધ
નિયમબદ્ધ
પૂર્ણ સમયના મૅનેજિંગ ડિરેક્ટરને કેટલું મહેનતાણું ચૂકવી શકાય ?
ચોખ્ખા નફાના 5 %
અનામતના 5 %
શેરમૂડીના 5 %
વેચાણના 5 %
જાહેર કંપનીમાં ઓછામાં ઓછી કેટલી સભ્યસંખ્યા થાય , તો કંપનીને ફડચામાં લઈ જઈ શકાય ?
7 થી ઓછી
2 થી ઓછી
4 થી ઓછી
10 થી ઓછી
સભાની કાર્યવાહી ચલાવવા સભ્યો દ્વારા જે વ્યક્તિની પસંદગી કરવામાં આવે તે વ્યક્તિને શું કહે છે ?
ડિરેક્ટર
સેક્રેટરી
સભાપતિ
KMP
કંપનીમાં સ્વતંત્ર સંચાલકોની સંખ્યા કેટલી હોવી જોઈએ ?
1/4
2/3
3/4
1/3
કંપનીની સભાના કામકાજ દરમિયાન શરૂઆતથી અંત સુધી નિયત સંખ્યામાં સભ્યોની હાજરીને શું કહે છે ?
મતદાન
દેવાદારોની સંખ્યા
સભ્યની કુલ સંખ્યા
ગણસંખ્યા
શેરના બે હપતા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો કેટલો હોવો જોઈએ ?
1 માસ
2 માસ
3 માસ
4 માસ
ડિબેન્ચરધારક એ કંપનીનો કોણ છે ?
લેણદાર
દેવાદાર
દેવાદાર – લેણદાર
શેરધારક
શેરધારકને અદાલત નાદાર જાહેર કરે , તો .......
મરજિયાત હસ્તાંતર થાય
ફરજિયાત હસ્તાંતર થાય
હસ્તાંતર થઈ શકે નહીં
ભવિષ્યમાં હસ્તાંતર થાય
શેર - હોલ્ડર પોતાના ઘેર પ્રમાણપત્ર કંપનીને પરત કરે તેને શું કહે છે ?
શેરની પુનઃ ખરીદી
શેર - સોંપણી
શેરના ભાગ પાડવા
વેચાણની દરખાસ્ત
નીચેનામાંથી કંપનીનું મહત્ત્વનું લક્ષણ કર્યું છે ?
મુક્ત ડિવિડન્ડ નીતિ
મુક્ત શૈરોનું હસ્તાંતરણ
સભ્યોની મર્યાદિત જવાબદારી
સરળ સ્થાપનાવિધિ
બે ગામ વચ્ચે પાકા રસ્તાની સેવા મેળવવા માટે સ્થાનિક સ્વરાજ્યની કઈ સંસ્થા સાથે પત્રવ્યવહાર કરવો પડે ?
ગ્રામપંચાયત સાથે
તાલુકા પંચાયત સાથે
નગરપાલિકા સાથે
જિલ્લા પંચાયત સાથે
સામા પક્ષની દલીલ સ્વીકારવા માટે રજૂઆતકર્તામાં શું હોવું જરૂરી છે ?
નીડરતા અને ગંભીરતા
સજ્જતા અને ક્ષમતા
સભાનતા અને આતુરતા
પ્રમાણિકતા અને યોગ્યતા
વ્યાપારી સંસ્થા / પેઢીમાં કાયદાકીય કે બંધારણીય અથવા કાર્યાલયની માળખાગત બાબતો અંગેની કર્મચારીઓને જાણ કરવા ક્યો પત્ર લખાય છે ?
પરિપત્ર
મેમો
નોટિસ
ચોપાનિયાં
ઇ - કૉમ્યુનિકેશનને કારણે માહિતી સંચારની પ્રક્રિયા કેવી બની છે ?
વધુ ખર્ચાળ
ઓછી ખર્ચાળ
શૂન્ય ખર્ચાળ
સરેરાશ ખર્ચાળ
રૂબરૂ મુલાકાતના પત્રમાં નીચેનામાંથી કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવતો નથી ?
મુલાકાતનું સ્થળ
મુલાકાત માટે આવવા - જવાનાં ભથ્થા બાબત
નોકરીની શરતો
મુલાકાતનો સમય
કયા દસ્તાવેજ દ્વારા જાહેર ભરણા માટે આમંત્રણ આપવામાં આવે છે ?
વિજ્ઞાનપત્ર
આવેદનપત્ર
નિયમનપત્ર
નોંધણીનું પ્રમાણપત્ર
ડિબેન્ચર એટલે .........
માલિકીની મૂડી
ઉછીની મૂડી
મિલકત
ખર્ચ
ત્યાગપત્ર શેની સાથે સંકળાયેલ છે ?
શેર - જપ્તી
સ્થાપકોનાં રાજીનામાં
હકના શૈર
અરજીનાં નાણાં પરત કરવાં
શેર - હોલ્ડર માટે શૈર ...
જંગમ મિલક્ત છે
જવાબદારી છે
રોકડ મિલકત છે
અસલ મિલકત છે
ફરજિયાત ફેરબદલીમાં .......
સંમતિ જરૂરી છે
સંમતિની જરૂર નથી
સંમતિ ગમે તે આપી શકે
કંપની રજિસ્ટ્રાર સંમતિ આપે છે
સંચાલક પોતાના કેટલા ઓળખક્રમાંક મેળવી શકે ?
4
3
3
1
કંપનીની સ્થાપના ચોક્કસ મુદત માટે કરવામાં આવેલ છે , તેવું શેમાં જણાવેલું હોય છે ?
આવેદનપત્રમાં
વિજ્ઞાપનપત્રમાં
નિયમનપત્રમાં
શેર - પ્રમાણપત્રમાં
સભ્યોને સભા અંગેની જાણકારી આપવા માટે કરવામાં આવતા પરિપત્રને શું કહે છે ?
કાર્યસૂચિ
નોટિસ
સભાનોંધ
ગણસંખ્યા
સભામાં સભ્ય પોતાના વતી બીજી વ્યક્તિને હાજર રાખી મતદાનનો લેખિત અધિકાર આપે છે , તેને શું કહે છે ?
પ્રોક્સી
સભાપતિ
સેક્રેટરી
કંપની સભ્ય
સ્વતંત્ર સંચાલકની નિમણૂક અંગેની માન્યતા ...
સામાન્ય સભામાં લેવી પડે
ન લેવામાં આવે તો ચાલે
સરકાર પાસેથી લેવી પડે
ડેટાબૅન્કમાંથી લેવી પડે
શેરની કેવી વહેંચણી શરૂઆતથી જ રદબાતલ છે ?
અનિયમિત
ગેરકાયદેસર
જાહેર ભરમાં પહેલાંની
ખાનગી ધોરણે કરેલી
ડિબેન્ચર બહાર પાડવા માટે કોની મંજૂરી લેવી જરૂરી છે ?
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાની
શૈરધારકોની
SEBI ની
સંચાલક મંડળની
શેરબજાર ...
દેશના વિકાસની પારાશીશી છે
રોકડ બજાર છે
માલસામાન બજાર છે
સટોડિયાઓનું બજાર છે છે
ફરજિયાત ફેરબદલીમાં .......
સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે
સ્ટેમ્પ ડ્યૂટી ભરવાની જરૂર નથી
સ્ટેમ્પ ડ્યૂટી પાછળથી ભરવી પડે
સ્ટેમ્પ ડ્યૂટી સરકાર માફ કરે
કયા આધારને ધ્યાનમાં લઈને જુદા જુદા અરજદારો વચ્ચે નક્કી કરેલ શૈરની ફાળવણી કરવામાં આવે છે ?
વહેલા તે પહેલાના ' આધારે
ફાળવણી માટે નક્કી કરેલ આધારે
શૈર - અરજીની સંખ્યાના આધારે
શેર - અરજીની મળેલ રકમના આધારે
તમારા શહેરના જાહેર માર્ગો પર લારી - ગલ્લાનું દબાણ વધવાથી પડતી મુશ્કેલીઓની ફરિયાદ કરતો પત્ર કોને લખશો ?
કેન્દ્ર સરકારને
રાજ્ય સરકારને
મહાનગરપાલિકાને
જિલ્લા પંચાયતને
મૌખિક રજૂઆત દ્વારા ધાર્યું પરિણામ લાવવા શેની સજ્જતા જરૂરી નથી ?
નાણાં
ઉપકરણો
સમય
અવાજ અને ઉચ્ચાર
અપકર્ષ એ કેવા પ્રકારનું પગલું ગણાય છે ?
આનંદદાયક
શિક્ષાત્મક
લાભકારક
કાયદેસરનું
ઇ - કૉમર્સને બીજી કઈ રીતે પણ ઓળખાવી શકાય છે ?
ઇ - શૉપિંગ
ઑનલાઇન બિઝનેસ
ઑનલાઇન સર્વિસ
ઑનલાઇન શૉપિંગ
રૂબરૂ મુલાકાતના પત્રમાં નીચેનામાંથી કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવતો નથી ?
રૂબરૂ મુલાકાતનું સ્થળ
રૂબરૂ મુલાકાતનો સમય
ઇન્ટરવ્યુ સ્થળે જવા - આવવા અંગેના મુસાફરી ખર્ચ અંગેની સ્પષ્ટતા
નોકરી અંગેની શરતો
સંચાલક કેવા પ્રકારની સંપત્તિ મેળવી શકે ?
મકાન
માત્ર રોકડ
યંત્રો
જમીન
સામાન્ય અર્થમાં કંપનીની કઈ પ્રક્રિયા પૂર્ણ થાય એટલે કંપનીનું વિસર્જન થયું ગણાય ?
વિલીનીકરણની પ્રક્રિયા
મિલકતોના વેચાણની પ્રક્રિયા
ફડચાની પ્રક્રિયા
દેવાં - લેણાંની ચુકવણીની પ્રક્રિયા
ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સંચાલકો હોવા જોઈએ ?
2
3
4
7
કંપનીની સભામાં જે કાર્યો કરવાનાં હોય તે કાર્યોની યાદી ક્યા નામે ઓળખાય છે ?
કાર્યસૂચિ
સભાનોંધ
ઠરાવ
પ્રસ્તાવ
સભામાં થયેલ કામકાજ અને નિર્ણયો અંગેની મુદાસર સ્વરૂપની નોંધને શું કહે છે ?
ગણસંખ્યા
સભાનોંધ
પરિપત્ર
નોટિસ
વર્તમાન સંજોગોમાં શૈરની અરજી કઈ રીતે કરવામાં આવે છે ?
સેબીમાં અરજી કરીને
અરજીપત્રક અને ચેક આપીને
અરજદારના ખાતામાં શેર - અરજીની રકમ બ્લૉક કરાવીને અને તેનું ASBA ફૉર્મ ભરીને
કંપની રજિસ્ટ્રારને શૈર - અરજી મોકલીને
ગીરો ડિબેન્ચરમાં જોખમનું પ્રમાણ કેવું હોય છે ?
મહત્તમ
મધ્યમ
વધુ
ઓછું
શેર - હોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય અને વારસદાર ન હોય , તો તેનું મૃત્યુ થતાં ...
સરકાર શેર જપ્ત કરે
કંપની શેર જપ્ત કરે
અદાલત વહીવટદારની નિમણૂક કરે
શૈર ધર્માદા સંસ્થામાં જતા રહે
શેર - વહેંચણી માટેની નીતિ કોની સભામાં નક્કી થાય છે ?
શેર દલાલોની સભામાં
ડિપોઝિટરીઓની સભામાં
ઉદ્યોગપતિઓની સભામાં
સંચાલક મંડળની સભામાં
ભારતમાં કેટલી સંસ્થા ડિપૉઝિટરી તરીકે કાર્ય કરે છે ?
1
2
3
4
