NEW
Font size
Worksheets16 sanskar
Total questions: 16
Worksheet time: 8mins
શ્રદ્ધા એટલે.... ?
મહિમા
વિશ્વાસ
આસ્થા્
સ્વધર્મ એટલે....... ?
પોતાને પાલન કરવાના સત્શાસ્ત્રોમાં કહેલા સદાચાર.
શ્રુતિ અને સ્મૃતિમાં પ્રતિપાદન કરેલા સદાચાર.
શિક્ષાપત્રીમાં શ્રીજીમહારાજે આપેલી આજ્ઞાઓનું પાલન.
વૈરાગ્ય એટલે..... ?
ભગવાન સિવાય બધું જ ત્યાગ કરી દેવું.
ભગવાન સાથે ખૂબ હેત-પ્રીત ન રાખવી.
ભગવાન સિવાય બીજા કોઈ સાથે પ્રીતિ નહીં.
ઈન્દ્રિયોનો સર્વ પ્રકારે નિગ્રહ કરવો એટલે.....?
ઇન્દ્રિયોને પોતપોતાના આહાર ન કરવા દેવા.
ઈન્દ્રિયોનો તેના વિષયો પ્રત્યે આસક્તિ ટાળતા રહેવું.
ઇન્દ્રિયોને પોતપોતાના વિષયોમાંથી પાછી વાળવા
અહિંસા એટલે.....?
કોઈપણ જીવ પ્રાણી માત્રની હિંસા ન કરવી.
મન, વચન, કર્મથી કોઈનું અહિત ન કરવું.
ક્યારેય કોઈને મારવા નહીં.
બ્રહ્મચર્ય એટલે.....?
સ્ત્રી પુરુષના પરસ્પર સહવાસનો ત્યાગ.
નિષ્કામી વર્તમાન પાળવું.
અખંડ ભગવાનની ભક્તિ કરવી.
સાધુ સમાગમ એટલે.....?
સંતો પાસેથી કથા સાંભળવી.
સંતોની આજ્ઞામાં રહેવું.
સંતોમાં આત્મબુદ્ધિ કરવી.
આત્મનિષ્ઠા એટલે......?
હું દેહ નથી પણ આત્મા છું એવો દૃઢ ભાવના.
દેહ પ્રત્યે આસક્તિ ન રાખવી.
આત્માનું સતત અનુસંધાન રહે.
માહાત્મ્ય જ્ઞાને યુક્ત એવી ભગવાનની નિશ્ચળ ભક્તિ એટલે.....?
.ભગવાનની મોટ્યપ જાણીને ભગવાનની સેવા કરવી.
નવ પ્રકારની ભક્તિ કરવી.
મહિમાભાવ સાથે સમજણ રાખીને ભગવાનની સેવા ભક્તિમાં તલ્લીન રહેવું .
સંતોષ એટલે......?
જે મળે તેમાં રાજી રહેવું.
વધારે મળે એવી ઈચ્છા ન થવી.
ભગવાનની ઈચ્છા એ જ મારું પ્રારબ્ધ.
નિર્દંભપણું એટલે......?
જેવા અંદર હોઈએ એવા જ બહાર દેખાવું.
ભગવાનને અંતર્યામી જાણવા.
બીજાને પ્રભાવિત કરવાનો પ્રયત્ન ન કરવો.
દયા એટલે......?
કોઈને દુઃખી જોઇને દુઃખી દુઃખી થઈ જવું.
દુઃખિયાના દુઃખ દૂર કરવા તેને મદદરૂપ થવું.
ગરીબો સાથે ગરીબ બની જવું.
તપ એટલે..... ?
જાણી જોઈને શરીરને કષ્ટ આપવું.
વ્રત ઉપવાસ કર્યા કરવા.
સુખ દુઃખ માન અપમાન વગેરે દ્વન્દ્વો સહન કરવા.
પોતાનાથી ગુણે કરીને મોટા એવા જે ભગવાનના ભક્ત તેમને વિશે ગુરુભાવ રાખીને તેમને બહુપ્રકારે માનવા એટલે....... ?
બીજાના ગુણ ગ્રહણ કરવા પણ તેમનું કાંઈ મનાય નહીં.
સદગુણી હરિભક્તોને પોતાના ગુરુ માનવા અને એમના વખાણ કરવા.
ગુણવાન સંતો હરિભક્તોને સાથે ગુરુબુદ્ધિ રાખીને તેમને આજ્ઞામાં રહેવું. તેમની રુચિમાં રહેવું.
પોતાને બરોબરિયા એવા જે ભગવાનના ભક્ત તેમને વિશે મિત્રભાવ રાખવો એટલે.....?
સમાન ઉંમર અથવા સમાન સદગુણી હરિભક્તો અને સંતો સાથે ખૂબ સ્નેહ રાખવો.
સમાન રુચિવાળા ભક્તજનો સાથે મળીને ભગવાનના માર્ગે પ્રગતિ કરવા માટે સત્સંગ, ભજન -સાધના કરવી.
સરખેસરખા મળીને આનંદ પ્રમોદ કરતા રહેવું.
પોતાનાથી ઉતરતા એવા જે ભગવાનના ભક્ત તેમની વિશે શિષ્યભાવ રાખીને તેમનું હિત કરવું એટલે......?
આ સત્સંગમાં હું બરાબર સમજુ છુ અને બીજા કોઈ બરાબર સમજતા નથી એમ માનીને બધાને ઉપદેશ દેવો.
.મુમુક્ષુ હરિભક્તોને તેનું કલ્યાણ થાય એવી વાતો કરવી.
પોતાના કરતા ઉંમરમાં તેમજ સત્સંગના સદગુણો ધારણ કરવામાં નાના હોય તેમના વિશે શિષ્યભાવ રાખીને તેમનું હિત થાય એ રીતે તેમને સત્સંગ કરાવવો.
