Font size
Worksheetsફકરો સમજી પ્રશ્નના જવાબ આપો .
Total questions: 2
Worksheet time: 16mins
પ્રિયાને અત્યારે દિવાળી વેકેશન છે. તે નડિયાદ મામાના ઘરે અને વલસાડ પોતાના ફોઈના ઘરે ફરી આવી. હવે તે ઘરે રોજ સવારે ઊઠીને થોડું ભણે લખે છે . તે સવારે પોતાના ઘરે તુલસી , ગુલાબ , જાસૂદ વગેરે છોડને પાણી પણ આપે છે . પછી પોતાના નાના ભાઈ સાથે ટીવી જુએ છે . પ્રિયા બપોરે જમીને આરામ કરે અને સાંજે બગીચામાં મિત્રો સાથે રમે છે . બધા મિત્રો સાથે મળીને સંતાકૂકડી , પકડ દાવ ને ક્યારેક ખો ખો પણ રમે છે. પ્રિયા રાત્રે સૂતા સમયે દાદીમા પાસે વાર્તાઓ પણ સાંભળે છે.
પ્રિયાને કયા તહેવારની રજાઓ ચાલે છે ?
હોળી
નવરાત્રિ
દિવાળી
ઉત્તરાયણ
પ્રિયા ફોઈના ઘરે કયા શહેરમાં ગઈ હતી ?
અમદાવાદ
વલસાડ
નડિયાદ
આણંદ
પ્રિયા છોડને ક્યારે પાણી આપતી હતી ?
સવારે
બપોરે
સાંજે
પરોઢિયે
તમને પ્રિયાની કઈ આદત સૌથી વધુ ગમી ?
તમે રજાઓમાં શું શું કરો છો ?
પ્રિયા દાદીમા સાથે શું કરતી ?
ગીતો ગાતી
રમતી
ટીવી જોતી
વાર્તા સાંભળતી
