wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ISTD 1206 iacc Account ભાગીદારની નિવૃત્તિ / મૃત્યુ

Total questions: 7

Worksheet time: 4mins

Name
Class
Date
1.

ભાગીદારની નિવૃત્તિ વખતે પાકા-સરવૈયામાં દર્શાવેલ નફા-નુકસાન ખાતાંની ઉધાર બાકી ........... તરીકે નોંધાય છે.

a)

નિવૃત્ત થતા ભાગીદાર સહિત બધા ભાગીદારોનાં મૂડી

     ખાતાંની ઉધાર બાજુ જૂના નફા-નુકસાનના પ્રમાણમાં

b)

નિવૃત્ત થતા ભાગીદાર સહિત બધા ભાગીદારોનાં મૂડી

      ખાતાંની જમા બાજુ જૂના નફા-નુકસાનના પ્રમાણમાં

c)

ફક્ત નિવૃત્ત થતા ભાગીદારના મૂડી ખાતાંની જમા બાજુ

d)

બાકીના ભાગીદારોનાં મૂડી ખાતાંની ઉધાર બાજુ તેમના લાભના પ્રમાણમાં

2.

ભાગીદારની નિવૃત્તિ વખતે પેઢીના પાકા સરવૈયામાં દર્શાવેલ  

     પાઘડી ..............તરીકે નોંધાય છે.

a)

નવા પાકા સરવૈયામાં દર્શાવવામાં આવે છે - જો ભાગીદારો નક્કી કરે તો

b)

બધા જ ભાગીદારોનાં મૂડી ખાતાંની ઉધાર બાજુ જૂના નફા-નુકસાનના પ્રમાણમાં

c)

બધા જ ભાગીદારોનાં મૂડી ખાતાંની જમા બાજુ જૂના નફા-નુકસાનના પ્રમાણમાં

d)

ફક્ત નિવૃત્ત થતા ભાગીદારના મૂડી ખાતાંની ઉધાર બાજુ

3.

નિવૃત્ત ભાગીદારને આપવાની પાઘડી..... તરીકે નોંધાય છે.

a)

બધા જ ભાગીદારોનાં મૂડી ખાતાંની જમા બાજુ, જૂના નફા-નુકસાનના પ્રમાણમાં

b)

બધા જ ભાગીદારોનાં મૂડી ખાતાંની જમા બાજુ, તેમના લાભના પ્રમાણમાં

c)

બાકીના ભાગીદારોનાં મૂડી ખાતાંની ઉધાર બાજુ, તેમના   લાભના પ્રમાણમાં

d)

બાકીના ભાગીદારોનાં મૂડી ખાતાંની ઉધાર બાજુ, તેમના નવા નફા-નુકસાનના પ્રમાણમાં

4.

જ્યારે ફક્ત નફા-નુકસાનનું જૂનું પ્રમાણ જ આપેલ હોય ત્યારે બાકીના ભાગીદારોનું લાભનું પ્રમાણ =..........................

a)

1:1

b)

જૂનું પ્રમાણ

c)

મૂડીનું પ્રમાણ

d)

શોધી શકાય નહિ

5.

નિવૃત્ત થતા ભાગીદાર સિવાયના ભાગીદારોમાંથી કોઈ એક ભાગીદારને પણ પાઘડી ...............ત્યારે મળે છે.

a)

તેની મૂડી વધારે હોય

b)

નવા નફા-નુકસાનના પ્રમાણમાં તેનો ભાગ, જૂના ભાગ કરતાં વધારે હોય

c)

નવા નફા-નુકસાનના પ્રમાણમાં તેનો ભાગ, જૂના ભાગ કરતાં ઓછો હોય

d)

જૂનો ભાગ અને નવો ભાગ સરખો હોય

6.

નિવૃત્ત થતા ભાગીદારને ચૂકવવાની બાકી રકમ પર ભાગીદારી કરારમાં કોઈ ઉલ્લેખ ન હોય તો ................વ્યાજ ચૂકવવાપાત્ર છે.

a)

10 % વાર્ષિક

b)

12% વાર્ષિક

c)

6 % વાર્ષિક

d)

શૂન્ય

7.

કામદાર નફા ભાગ ભંડોળ ભાગીદારની નિવૃત્તિ વખતે ................. તરીકે નોંધાય છે.

a)

નવા પાકા સરવૈયામાં જવાબદારી તરીકે

b)

બધા જ ભાગીદારો ખાતે જુના નફા-નુકસાનના પ્રમાણમાં જમા

c)

બધા જ ભાગીદારો ખાતે જુના નફા-નુકસાનના પ્રમાણમાં ઉધાર

d)

નિવૃત થતા ભાગીદાર ખાતે જમા