NEW
Font size
WorksheetsISTD 1205 Iacc Account ભાગીદારનો પ્રવેશ
Total questions: 11
Worksheet time: 6mins
.......
ધીરુભાઈ પરીખ
મનોજ ખંડેરિયા
ખલીલ ધનતેજવી
તુષાર શુક્લ
નવા ભાગીદારને પેઢીમાં કેવી રીતે પ્રવેશ મળે છે ?
ભાગીદારી કરારમાં નવા ભાગીદારના પ્રવેશ અંગે જોગવાઈ હોય તો તેને અનુસરીને કે બધા જ ચાલુ ભાગીદારોના સર્વસંમતિથી નવા ભાગીદારને પ્રવેશ મળે છે.
!
!
!
નવા ભાગીદારને કયા હેતુસર પેઢીમાં દાખલ કરવામાં આવે છે ?
પેઢીમાં વધુ મૂડીની જરૂરિયાત કે વધુ કાર્યશક્તિની જરૂરિયાત કે ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુને કારણે કે કુશળ કર્મચારીને ભાગીદાર બનાવવા વગેરે હેતુસર નવા ભાગીદારને પેઢીમાં દાખલ કરવામાં આવે છે.
!
!
!
નવા ભાગીદારના પ્રવેશ વખતે જરૂરી હિસાબી હવાલાઓ જણાવો.
નવા ભાગીદારના પ્રવેશ વખતે જરૂરી હિસાબી હવાલાઓ આ મુજબ છે: 1) પાઘડી 2) મિલકતો-દેવાના પુનઃમૂલ્યાંકન અને 3) અનામત વહેંચણીના હવાલા
!
!
!
નવા ભાગીદારને મળતા હક્કો જણાવો.
નવા ભાગીદારને મળતા હકકો નીચે મુજબ છે. 1) પેઢીના ભવિષ્યના નફામાં નક્કી કરેલ ભાગ મળે છે. અને 2) ભવિષ્યમાં પેઢીની મિલકતોમાં ભાગ મળશે.
!
!
!
નવા ભાગીદારના પ્રવેશ વખતે મિલકતો અને દેવાંનું પુનઃમૂલ્યાંકન શા માટે કરવામાં આવે છે ?
નવા ભાગીદારને તેના પ્રવેશની તારીખ સુધીમાં મિલકતો અને દેવાની કિંમતમાં થતા ફેરફારને પરિણામે નફામાં ભાગ મળે નહીં કે તે આવું નુકસાન પણ ભોગવશે નહીં તેથી નવા ભાગીદારના પ્રવેશ વખતે મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે છે.
!
!
!
નવા ભાગીદારે શા માટે તેના ભાગની પાઘડી આપવી જરૂરી છે ?
નવા ભાગીદારને ભવિષ્યનાં નફામાં ભાગ લેવાના હક પેઢી આપે છે. તે બદલ પાઘડી પેટે રકમ આપવી જરૂરી છે.
!
!
!
ત્યાગનું પ્રમાણ એટલે શું ? તે કેવી રીતે શોધવામાં આવે છે?
નવા ભાગીદારને ભવિષ્યનાં નફામાં નિયત કરેલા ભાગ મળે જ છે. જે જૂના ભાગીદારો તેમના નફામાંથી ભાગ આપે છે, તેને ત્યાગ કહે છે. જુના ભાગીદારનો ત્યાગ નીચેના સૂત્રથી શોધવામાં આવે છે.
જૂના ભાગીદારનો ત્યાગ = જૂનો ભાગ - નવો ભાગ
!
!
!
નવા ભાગીદારના પ્રવેશ વખતે પેઢીના ચોપડે દર્શાવેલ અનામતો અને એકઠા થયેલ નફા કે ખોટની બાકીની હિસાબી અસર કારણ સહિત સમજાવો.
પ્રવેશ વખતે ચોપડે દર્શાવેલ અનામતો અને એકઠા થયેલા નફા કે ખોટની બાકી જુના ભાગીદારોના વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચાય છે. કારણ કે અનામત અને નફો કે ખોટની રકમ નવા ભાગીદારના પ્રવેશ પહેલા નફામાંથી એકત્રિત કરેલ હોય છે.
!
!
!
પુનઃમૂલ્યાંકન ખાતું ક્યારે ઉધાર અને ક્યારે જમા કરવામાં આવે છે ?
પુન:મૂલ્યાંકન ખાતું મિલકતોમાં થતા ઘટાડાથી અને જવાબદારીમાં થતા વધારાથી ઉધાર કરવામાં આવે છે.
!
!
!
પાઘડી અંગે હિસાબી ધોરણ 26માં આપેલ જોગવાઈ જણાવો.
હિસાબી ધોરણ 26 મુજબ પાઘડી સ્વરૂપે કોઈ અવેજ ચૂકવવામાં આવે ત્યારે જ પાઘડી મિલકત તરીકે ચોપડે દર્શાવવી જોઈએ. આંતરિક રીતે મૂલ્યાંકન કરેલી પાઘડી ચોપડે દર્શાવવી જોઈએ નહીં.
!
!
!
