Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

std 7-ch-2-દિલ્લી સલ્તનત

Total questions: 40

Worksheet time: 20mins

Name
Class
Date
1.

દિલ્લી સલ્તનતના શાસકોના સમયકાળની દષ્ટિએ સાચો ક્રમ કયો છે

a)

ગુલામવંશ, ખલજીવંશ, લોદીવંશ, સૈયદવંશ, તુગલકવંશ

b)

તુગલકવંશ, સૈયદવંશ, લોદીવંશ, ગુલામવંશ, ખલજીવંશ

c)

ગુલામ વંશ, ખલજીવંશ, તુગલકવંશ, સૈયદવંશ, લોદી વંશ

d)

ગુલામવંશ, ખલજીવંશ, તુગલવંશ, લોદી વંશ, સૈયદવંશ

2.

આફ્રિકન મુસાફર ઇબ્નબતુતા કોના સમયમાં ભારતની મુલાકાતે આવેલો હતો?

a)

મુહમ્મદ તુગલકના

b)

ઇબ્રાહીમ લોદીના

c)

ગિયાસુદ્દીન તુગલકના

d)

અલાઉદ્દીન ખલજીના

3.

સલ્તનતકાળમાં સુલતાનનો પ્રધાનમંત્રી ક્યા નામથી ઓળખાતો?

a)

બીરબલના

b)

ખલીફાના

c)

વજીરના

d)

મુનિમના

4.

અલાઉદ્દીન ખલજીએ કરેલા સુધારાઓમાં કયા એક સુધારાનો સમાવેશ થતો નથી?

a)

ભાવનિયમન

b)

બજાર નિયંત્રણ

c)

સંગ્રહખોરી પર નિયમન

d)

ગ્રાહક સુરક્ષા નિયમન

5.

શાસક અને વંશ મુજબ નીચેનામાંથી કઈ એક જોડી ખોટી છે?

a)

અલાઉદ્દીન – સૈયદવંશ

b)

ફિરોજશાહ – તુગલકવંશ

c)

ઇબ્રાહીમ – લોદી વંશ

d)

હરિહરરાય અને બુક્કારાય – સંગમવંશ

6.

સવા ત્રણ સો વર્ષ દરમિયાન દિલ્લી સલ્તનતમાં કુલ કેટલા વંશોએ સત્તા ભોગવી?

a)

ચાર

b)

સાત

c)

પાંચ

d)

છ

7.

દિલ્લી સલ્તનતમાં જે વંશોએ સત્તા ભોગવી તેમાં કયા એક વંશનો સમાવેશ થતો નથી?

a)

મુઘલવંશનો

b)

ખલજીવંશનો

c)

લોદીવંશનો

d)

સૈયદવંશનો

8.

ભારતમાં દિલ્લી સલ્તનતની સત્તાનો પાયો કોણે નાખ્યો હતો?

a)

મુહમ્મદ-બિન-તુગલકે

b)

અલાઉદ્દીન ખલજીએ

c)

શિહાબુદ્દીન ઘોરીએ

d)

કુતુબુદ્દીન ઐબકે

9.

‘ચેહલગાન’ (ચારગાન) એટલે શું?

a)

ચાર મંત્રીઓ

b)

40 તુર્ક સૈનિકોનું દળ

c)

40 અફઘાન સૈનિકોનું દળ

d)

40 તુર્ક અમીરોનું દળ

10.

સલ્તનતની રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્લી કોણે કર્યું?

a)

શિહાબુદ્દીનને

b)

શિહાબુદ્દીનને

c)

ઇલ્તુત્મીસ

d)

અલાઉદ્દીને

11.

ગુલામ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે?

a)

કુતુબુદ્દીનને

b)

શિહાબુદ્દીનને

c)

બહલોલને

d)

ઇલ્તુત્મીશને

12.

રઝિયા સુલતાનાના અવસાન પછી અમીરોએ કોને દિલ્લી સલ્તનતની ગાદીએ બેસાડ્યો?

a)

જલાલુદીનને

b)

નાસિરૂદીનને

c)

ઇબ્રાહીમને

d)

ગ્યાસુદ્દીનને

13.

ક્યા સુલતાને ચેહલગાન’ દળને વિખેરી નાખીને સુલતાનના પદને વધુ મજબૂત બનાવ્યું?

a)

નાસિરુદ્દીને

b)

ઇલ્તુત્મીશે

c)

ગ્યાસુદ્દીને

d)

જલાલુદ્દીને

14.

કયા સુલતાનથી ખલજીવંશના શાસનની શરૂઆત થઈ?

a)

જલાલુદ્દીનથી

b)

અલાઉદ્દીનથી

c)

નાસિરુદ્દીનથી

d)

ફિરોજશાહથી

15.

અલાઉદ્દીન ખલજીએ સૈન્યના ઘોડાઓ અને સૈનિકો માટે કઈ પદ્ધતિની શરૂઆત કરી હતી?

a)

‘દાગ’ અને ‘ચહેરા’ પદ્ધતિની

b)

‘દાગ’ અને ‘કાગ’ પદ્ધતિની

c)

‘ચહેરા’ અને ‘મહોરા’ પદ્ધતિની

d)

‘ઉદાગ’ અને ‘ચહલ’ પદ્ધતિની

16.

ખલજીવંશના શાસન પછી દિલ્લી સલ્તનત પર કયા વંશના શાસનની શરૂઆત થઈ?

a)

સૈયદવંશની

b)

મુઘલવંશની

c)

તુગલકવંશની

d)

લોદી વંશની

17.

અલાઉદ્દીન ખલજીના સમયમાં કયા પ્રસિદ્ધ કવિ થઈ ગયા?

a)

હઝરત નિઝામુદ્દીન ઓલિયા

b)

અમીર ખુશરો

c)

મુલ્લા દાઉદ

d)

ઝીયાઉદ્દીન બરની

18.

કયા સુલતાને રાજધાનીનું સ્થળાંતર દિલ્લીથી દોલતાબાદ કર્યું હતું?

a)

ગિયાસુદીન તુગલકે

b)

ફિરોજશાહ તુગલકે

c)

નાસિરુદીન તુગલકે

d)

મુહમ્મદ-બિન-તુગલકે

19.

સુલતાન મુહમ્મદ-બિન-તુગલકના સમયમાં કયો આફ્રિકન મુસાફર ભારતની મુલાકાતે આવ્યો હતો?

a)

હારૂન-અલ-રશીદ

b)

ઇબ્નબતુતા

c)

અબ્દઅલા

d)

અબ્દુર રઝાક

20.

ફિરોજશાહ તુગલકના અવસાન પછી દિલ્લી પર કોણે આક્રમણ કર્યું?

a)

ચંગીઝખાને

b)

તૈમૂર લંગે

c)

બાબરે

d)

સિકંદરે

21.

દિલ્હીની ગાદી ઉપર સૈયદવંશની સ્થાપના કોણે કરી?

a)

બહલોલ

b)

ઇબ્રાહીમે

c)

સિકંદરે

d)

મુબારકશાહે

22.

પાણીપતનું પ્રથમ યુદ્ધ કઈ સાલમાં થયું હતું?

a)

ઈ. સ. 1506માં

b)

ઈ. સ. 1526માં

c)

ઈ. સ. 1536માં

d)

ઈ. સ. 1556માં

23.

પાણીપતના પ્રથમ યુદ્ધમાં ઇબ્રાહીમ લોદીનો કોની સામે પરાજય થયો?

a)

બાબરની

b)

હુમાયુની

c)

અકબરની

d)

જહાંગીરની

24.

દિલ્હીની ગાદી ઉપર મુઘલ શાસનની સ્થાપના કોણે કરી?

a)

અકબરે

b)

જહાંગીરે

c)

હુમાયુએ

d)

બાબરે

25.

દિલ્લી સલ્તનતના શાસનના કેન્દ્રમાં કોણ હતું?

a)

સેનાપતિ

b)

ઇક્તેદાર

c)

સુલતાન

d)

વજીર

26.

સલ્તનત શાસનવ્યવસ્થા કેટલા વિભાગોમાં વહેંચાયેલી હતી?

a)

ત્રણ

b)

ચાર

c)

પાંચ

d)

બે

27.

સલ્તનત શાસનવ્યવસ્થાના વિભાગોમાં કયા એક વિભાગનો સમાવેશ થતો નથી?

a)

સ્થાનિક

b)

કેન્દ્રીય

c)

સુલતાન

d)

પ્રાંતિક (પ્રાંતીય)

28.

સુલતાનનો પ્રધાનમંત્રી કયા નામે ઓળખાતો હતો?

a)

ખલીફા

b)

વજીર

c)

ઉમરાવ

d)

દીવાન

29.

કુતુબમિનારનું અપૂર્ણ રહેલું બાંધકામ કોણે પૂર્ણ કરાવ્યું હતું?

a)

બુતશિકને

b)

અલાઉદ્દીન ખલજીએ

c)

ઇલ્તુત્મીશે

d)

હુસેનશાહે

30.

સલ્તનતકાળમાં પ્રાંતીય શાસનમાં જિલ્લા અને તાલુકાને અનુક્રમે શું કહેવામાં આવતા?

a)

‘શિક’ અને ‘પરગણા’

b)

‘પરગણા’ અને ‘ઈક્તા’

c)

‘શિક’ અને ‘ઈક્તા’

d)

‘મંડલ’ અને ‘મહાલ’

31.

અજમેરમાં ‘ઢાઈ દિનકા ઝોંપડા’ નામની મસ્જિદ કોણે બંધાવી હતી?

a)

ઇલ્તુત્મીશે

b)

સિકંદર લોદીએ

c)

કુતુબુદ્દીન ઐબકે

d)

ફિરોજશાહ તુગલકે

32.

અલાઉદ્દીન ખલજીએ કયો દરવાજો બંધાવ્યો હતો?

a)

બુલંદ

b)

ચિશ્તી

c)

સિકરી

d)

અલાઈ

33.

વિજયનગરનું શરૂઆતનું નામ શું હતું?

a)

વલભીનગર

b)

વિદ્યાનગર

c)

હરિહરનગર

d)

જામનગર

34.

વિજયનગરની સ્થાપના કઈ નદીના કિનારે થઈ હતી?

a)

હગરી

b)

ભીમા

c)

તુંગભદ્રા

d)

કૃષ્ણા

35.

વિજયનગર સામ્રાજ્યના સર્વશ્રેષ્ઠ શાસક કોણ હતા?

a)

બુક્કારાય

b)

હરિહરરાય

c)

રામરાય

d)

કૃષ્ણદેવરાય

36.

સાહિત્ય અને કલાના ઉત્તેજનના કારણે કૃષ્ણદેવરાય ક્યા

નામે ઓળખાયા?

a)

‘આંધ્રના ભોજ’

b)

‘દક્ષિણના ભોજ’

c)

‘વિજયનગરના ભોજ’

d)

‘કર્ણાટકના ભોજ’

37.

ઝફરખાને કયું નામ ધારણ કરી બહમની રાજ્ય પર શાસન કર્યું હતું?

a)

ગ્યાસુદ્દીન બહમનશાહ

b)

જલાલુદ્દીન બહમનશાહ

c)

ફિરોજશાહ બહમનશાહ

d)

અલાઉદ્દીન બહમનશાહ

38.

અલાઉદ્દીન બહમનશાહે કયા શહેરને બહમની રાજ્યની રાજધાની બનાવી હતી?

a)

ગુલમર્ગને

b)

બીડરને

c)

દેવગિરિને

d)

અહમદનગરને

39.

બહમની રાજ્યના શાસક મુહમ્મદશાહ ત્રીજાના વજીરનું નામ શું હતું?

a)

મહમૂદ શેરા

b)

મહમદ બહમની

c)

કાસિમ બરીદ

d)

મહમૂદ ગવાં

40.

બહમની સામ્રાજ્ય જે પાંચ રાજ્યોમાં વિભક્ત થઈ ગયું તેમાં કયા એક રાજ્યનો સમાવેશ થતો નથી?

a)

બીજાપુર

b)

વીજાપુર

c)

અહમદનગર

d)

ગોલકોંડા